SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ ૧૮ વ્યાકરણ કાશ્મીરના સરસ્વતી કુંડમાં પડી રહ્યું. અક્લિન્ન નીકળ્યું. રાજાને જ્યારે પ્રધાનોએ આ જણાવ્યું ત્યારે ૩૦૦ લેખકોથી ત્રણ વર્ષ સુધી પ્રતિઓ લખાવરાવી અઢાર દેશોમાં પઠનપાઠન માટે મોકલી. ૧૯ ૯૦ પ્રકરણ ૪ : હેમચન્દ્ર અને દેશી ૧૮૫. ‘યુવ()’ (એટલે જુવાન)ના તારતમ્ય વાચકરૂપ ‘યવીયસ્’, ‘થવિષ્ઠ’ અને ‘અલ્પ’ના ‘અલ્પીયસ્’ અને ‘અલ્પિષ્ઠ’ થાય છે. આ અર્થોમાં ‘કનીયસ્’ અને ‘કનિષ્ઠ’ પણ થાય છે. પાણિનિની આ સંબંધે કહેવાની રીત એવી છે કે ‘યુવ’ અને ‘અલ્પ’ની જગ્યાએ વિકલ્પથી ‘કન્’ થઈ જાય છે (પ-૩-૬૪). આનો ઐતિહાસિક અર્થ એ છે કે પાણિનિના સમયમાં એકલો ‘ક” નાનાના અર્થમાં વપરાતો નહોતો - કેવલ તેના તારતમ્યવાચક રૂપમાં વપરાતો હતો. વૈયાકરણોની કહેવાની એવી રીતિ છે કે પાણિનિના સૂત્રથી ‘અલ્પીયસ્’ અને ‘યવીયસ્’ની જગ્યાએ ‘કનીયસ્’, અને ‘અલ્પિષ્ઠ' અને ‘વિષ્ઠ’ની જગ્યાએ ‘કનિષ્ઠ’ થઈ જાય છે. આવું કંઈ થતું નથી. વ્યાકરણનું સૂત્ર કોઈ નવીન ચીજ બનાવી શકતું નથી. તે તો જે કંઈ હોય તેને નિયમથી રાખી દે છે. ‘અમુક સૂત્રથી આમ થયું' એને બદલે વૈજ્ઞાનિક રીતિથી એમ કહેવું ઘટે કે આમ કર્યો છે (દાહકોડભૂત્ર પાવકઃ), અને ‘ગૌડવહો’ના કર્તા વાપતિરાજે પ્રાયઃ આટલા માટે ભાસને ‘જલણમિત્ત (જ્વલન-મિત્ર)' કહ્યો છે. રાજશેખરસૂરિ(જૈન)ના ‘ચતુર્વિંશતિ-પ્રબંધ'માં કાશ્મીરમાં સરસ્વતીના હાથમાં શ્રી હર્ષનું ‘નૈષધરિત્ર’ રાખવાનો અને સરસ્વતીના તે કાવ્યમાં પોતાના કરેલા વ્યક્તિગત આક્રમણથી ચિડાઈ તેને ફેંકી દેવાનો ઉલ્લેખ છે. શ્રી હર્ષ ચિડાઈ કહે છે કે ‘કુપિતૈઃ કિં છુટ્યતે કલંકાસ્’. (ચન્દ્રધર શર્માજી) પાસે ‘ગન્ધોત્તમા-નિર્ણય' નામની એક ખંડિત પોથી છે કે જેમાં શાક્ત પૂજામાં મદ્યના ઉપયોગના વિધાનનો નિર્ણય છે. તેમાં લખેલ છે કે ભાગવતની કેટલીયે ટીકાઓ પાણીમાં નાખવામાં આવી હતી, કિંતુ શ્રીધર સ્વામીની ટીકા ભીંજાયા વગર બૂડ્યા વગર નીકળી. એ જ પ્રમાણે ‘માઘકાવ્ય’ પણ. ‘ગન્ધોત્તમા-નિર્ણય'કારે તો એટલા માટે આ કથાઓ મૂકી છે કે શ્રીધર સ્વામીની ટીકામાં ‘લોકે વ્યવાયામિષ મદ્ય' એ શ્લોકની વ્યાખ્યા તથા ‘માઘકાવ્યમાં બલદેવના વર્ણનમાં પૂર્ણયન્ મદિરાસ્વાદ' એ શ્લોક પોતાના પક્ષનું સમર્થન કરે છે. પરંતુ પાણીમાં નાખીને શાસ્ત્રપરીક્ષાના સંપ્રદાયની કથા હોવાથી અહીં લખી નાખી છે. ૧૮. કોઈ સંસ્કૃતાભિમાની માતૃકા, કોશ યા પ્રતિકૃતિની જગ્યાએ પ્રતિઃ’ એમ લખનારની હાંસી કરે છે, કિંતુ જૈન યા દેશભાષાનુગામી સંસ્કૃતમાં આ શબ્દ સં.૧૪૯૨માં મળે છે. જિનમંડને ‘પ્રતયઃ, પ્રતીઃ’ કેટલીયે વાર લખ્યું છે. ૧૯. અઢાર દેશ – કર્નાટ, ગૂર્જર, લાટ, સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધુ, ઉચ્ચ, ભંભેરી, મરુ, માલવ, કોંકણ, રાષ્ટ્ર, કીર, જાલંધર, સપાદલક્ષ, મેવાડ, દીપ, આભીર. – જિનમંડનનો ‘કુમારપાલપ્રબંધ’, પત્ર ૮૧ (૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy