________________
હેમચન્દ્ર અને દેશી
ભાષામાં થાય છે, તેનો ઉલ્લેખ અમુક સૂત્રમાં કરેલો છે.’ ‘કન્’ કે જેનો અર્થ નાનું છે તેનો એકલપણે વિશેષણ તરીકે તે સમયે સંસ્કૃતમાં વ્યવહાર થવાનું બંધ પડી ગયું હતું. ‘કન્યા’માં તે મોજૂદ છે. કન્યાનો પુત્ર ‘કાનીન’ બનાવવા માટે પાણિનિએ કન્યાને બદલે ‘કનીન’ માની પ્રત્યય લગાડ્યો છે. (૪-૧-૧૧૬). આ કાર્ય (જો ‘કની સત્તા
તેનું અસ્તિત્વ પાણિનિ માનત તો) ‘કને પ્રત્યય લગાડીને પણ થઈ શકતું હતું. નેપાલી ‘કાન્-છા’ (નાના) હિન્દી ‘ક+અંગુરિયા’ – નારંગીની ‘કન્ની’ આદિમાં તે ‘કન્’ ચાલુ રહેલો દેખાય છે. તે રીતે જ્યાં પાણિનિએ ‘બ્રૂ’નાં કંઈક રૂપોને બદલે ‘આહ’નું થવું, ‘હ'નું ‘વ’ થઈ જવું, અને ‘અસ્'નું ‘ભૂ’ થઈ જવું જણાવ્યું છે તેનો ઐતિહાસિક અર્થ એ છે કે ‘આ' ‘અસ્’ અને ‘વધ્’ ધાતુઓનાં જે સમયે પૂરાં રૂપો પહેલાં થતાં હશે, તે સમયે જે ધાતુ અધૂરા રહી ગયા હતા તેને પાણિનિએ તે અર્થના બીજા ધાતુઓનાં રૂપોમાં મેળવી દીધા. પાણિનિનાં વૈદિક રૂપોના વિવેચનથી એવો પત્તો મળે છે કે કેટલાક સમય સુધી કેવા પ્રયોગ થતા હતા અને ક્યારથી તે બદલાયા.
-
૧૮૬. પ્રાકૃત વૈયાકરણોએ બન્દ્વમૂલ સંસ્કૃતને પ્રકૃતિ માની બન્દ્વમૂલ પ્રાકૃતનું વ્યાકરણ લખ્યું છે. સંસ્કૃતથી શું-શું પરિવર્તન થાય છે તેને ગણવામાં આવેલ છે; પ્રાકૃતને ભાષા માની તે વર્ત્યા નથી, વર્તી પણ શકતા નહોતા. તેમનું લક્ષ્ય પ્રાકૃત પણ પુસ્તકી એટલે જડ પ્રાકૃત હતું. હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણના લગભગ બે પાદ આમાં જ ગયા છે કે કયા સંસ્કૃત શબ્દમાં કયા અક્ષરની જગ્યાએ શું થઈ જાય છે. તો પાણિનિની પેઠે સ્થાન, પ્રયત્ન, અંતરતમ આદિનો વિચાર પ્રાકૃતવાળા કરત તો સંક્ષેપ પણ થાત અને વૈજ્ઞાનિક નિયમ પણ થઈ શકત. તેના વગર પ્રાકૃત વ્યાકરણ અનિયમ પરિવર્તનોની પરિસંખ્યા માત્ર થઈ ગયેલ છે. હેમચન્દ્ર કહે છે કે ‘ડ્રેસિ’ (પંચમી એકવચન, અપાદાન)ની જગ્યાએ પ્રાકૃતમાં ‘ત્તો', ‘દો’, ‘દુ’, ‘હિ’, ‘હિન્તો’ આવે છે, યા કોરી સંજ્ઞા પ્રત્યય વગર આવે છે. બહુવચનમાં આ વગ૨ ‘સુન્તો’ પણ આવે છે. (૮-૩-૮, ૯) આગળ ચાલતાં તેમણે મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષનાં કેટલાંક રૂપ ગણાવ્યાં છે. (૮-૩-૯૦-૧૧૭) શું આ સર્વ રૂપ પ્રાકૃતમાં એક સમયે જ ચાલુ થયાં યા સમયેસમયે આવતાં ગયાં – એ જાણવું ઘણું રોચક અને જ્ઞાનદાયક થાત. આથી પ્રાકૃતના પ્રકારો માલૂમ પડત. સંબંધના અર્થમાં ‘કેરઅ’ (સં.‘કેરક’, હિન્દી-ગુજરાતી ‘કેરા’) પ્રત્યય આવે છે, હેમચન્દ્રે તેને અપભ્રંશમાં આદેશ ગણ્યો છે (૮-૪-૪૨૨), પ્રાકૃતમાં નથી ગણેલ, પરંતુ તે ‘મૃચ્છકટિક’ અને ‘શાકુંતલ’ની પ્રાકૃતમાં કેટલીયે જગ્યાએ મળી આવે છે.
૯૧
૧૮૭. પ્રાકૃતોમાં જે સંસ્કૃતસમ યા તત્સમ શબ્દ છે તે સંસ્કૃત પરથી જણાય છે. જે સંસ્કૃતભવ યા તદ્ભવ છે તેની લોપ, આગમ, વર્ણવિકાર આદિથી આ વૈયાકરણોએ સમજ આપી છે. હવે બાકી રહ્યા દેશી. તે અવ્યુત્પન્ન પ્રાતિપદિક છે કે જેનો નવી-જૂની પ્રાકૃતોવાળા વ્યવહાર કરતા આવ્યા છે. તેના પ્રકૃતિ-પ્રત્યયનો વિચાર કઠિન છે. સંભવ છે કે અધિક શોધ કરતાં તેમાંથી કંઈક બીજી-ત્રીજી પેઢીના તદ્ભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org