SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રજીનું જીવનચરિત તથા કાર્ય ગુરુના ગ્રંથોના લખવાવાળા ૭૦૦ લેખક (લહિયા) હતા. એક દિન લેખકશાળામાં જઈ રાજાએ લેખકોને ‘કાગળો’ ૫૨ લખતા જોયા. ગુરુએ કહ્યું કે શ્રી તાડપત્રોનો ટોટો પડ્યો છે. રાજાને શરમ થઈ, ઉપવાસ કર્યો. ખર તાડો (કઠણ તાડો કે જેના પાન લખવા માટે કામ આવી ન શકે)ની પૂજા કરી તો તે સવારમાં શ્રી તાડ થઈ ગયા પછી ગ્રંથ તેના પર લખાવાતા ગયા ! (જિનમંડનનો ‘કુમા૨પાલપ્રબંધ’, પૃ.૯૫-૯૭). ૧૮૩. હેમચન્દ્રે કેટલાયે લાખો શ્લોકોના ગ્રંથ બનાવ્યા છે તેમાં પ્રધાન ગ્રંથો છે ઃ અભિધાનચિંતામણિ આદિ કેટલાક કોશ, કાવ્યાનુશાસન, છંદોનુશાસન, દેશીનામમાલા, હયાશ્રયકાવ્ય (સંસ્કૃત તથા પ્રાકૃત), યોગશાસ્ત્ર, ધાતુપારાયણ, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત, પરિશિષ્ટપર્વ. શબ્દાનુશાસન (વ્યાકરણ). તેમના પોતાના રચેલા ગ્રંથોની પ્રાયઃ વૃત્તિઓ પણ રચાઈ છે, ૮૪ વર્ષની અવસ્થામાં અનશનથી હેમચન્દ્રે પ્રાણત્યાગ કર્યો. કુમારપાલ પણ લગભગ છ માસ પછી સ્વર્ગસ્થ થયા. ‘સિદ્ધહૈમ’ વ્યાકરણની રચના ૮૯ (જિનમંડનના ‘કુમારપાલપ્રબંધ' પરથી પૃ.૧૨(૨), ૧૬(૨) વગેરે) ૧૮૪. પહેલાં કદી હેમચન્દ્રજી ‘પરબ્રહ્મમયપરમપુરુષપ્રણીતમાતૃકા-અષ્ટાદશલિપિવિન્યાસપ્રકટન-પ્રવીણ' બ્રાહ્મી આદિ મૂર્તિઓને જોઈ કાશ્મીર જવા ચાલ્યા તો ભગવતીએ તેમનો માર્ગક્લેશ બચાવવા માટે માર્ગમાં જ આવી દર્શન તથા વિદ્યામંત્ર આપ્યાં હતાં. સિદ્ધરાજ જયસિંહને ત્યાં તેમનું પાંડિત્ય જોઈ કોઈ અસહિષ્ણુ (બ્રાહ્મણો)એ કહ્યું કે અમારાં શાસ્ત્ર (પાણિનીય વ્યાકરણ) શીખીને આ વિદ્વત્તા પ્રાપ્ત થઈ છે. સિદ્ધરાજે પૂછ્યું ત્યારે હેમચન્દ્રે કહ્યું કે શ્રી મહાવીર જિને શિશુ-અવસ્થામાં જે ઉપદેશ ઇન્દ્ર સમક્ષ આપ્યો હતો તે જૈનેન્દ્ર વ્યાકરણ જ અમે શીખીએ છીએ. (જુઓ ઉ૫૨ પૃ.૩૮૧ ટિ.૨) રાજાએ કહ્યું કે તેટલા પ્રાચીનને છોડીને કોઈ નજીકના કર્તાનું નામ આપો. તેમણે કહ્યું કે સિદ્ધરાજ સહાયક થાય તો પોતે નવું પંચ અંગવાળું વ્યાકરણ રચે. રાજાએ સ્વીકાર્યું એટલે હેમચન્દ્રે કહ્યું કે કાશ્મીરમાં પ્રવ૨પુ૨ (બિલ્હણની જન્મભૂમિ)માં ભારતી કોશમાં પુરાતન આઠ વ્યાકરણોની પ્રતિ છે તે મંગાવી આપો. પ્રધાનોએ જઈ ભારતીની સ્તુતિ કરી એટલે ભારતીએ કહ્યું કે હેમચન્દ્ર મારી જ મૂર્તિ છે, પ્રતિઓ આપી દ્યો. પ્રતિઓ આવી. ઘણા દેશોથી અઢાર વ્યાકરણ લાવવામાં આવ્યાં. ગુરુ(હેમચન્દ્ર)એ એક વર્ષમાં સવા લાખ ગ્રંથનું વ્યાકરણ રચી રાજાના હાથી પર રાખી, ચમર ઢોળતાં રાજસભામાં લાવી પધરાવ્યું અને સંભળાવ્યું. અમર્ષી બ્રાહ્મણોએ કહ્યું કે શુદ્ધાશુદ્ધની પરીક્ષા કર્યા વગર રાજાના સરસ્વતીકોશમાં રાખવા યોગ્ય નથી. કાશ્મીરમાં ચન્દ્રકાન્ત મણિની બનેલી બ્રાહ્મીની મૂર્તિ છે, તેની સમક્ષ જલકુંડમાં પુસ્તક ફેંકવામાં આવે. જો ભીંજાયા વગર નીકળી આવે તો શુદ્ધ જાણો, અન્યથા નહીં.૧૭ રાજાએ સંશયાકુલ થઈ ત્યાં મોકલાવ્યું. પંડિતો સમક્ષ બે ઘડી સુધી ૧૭. ભાસ અને વ્યાસનાં કાવ્યોની અગ્નિપરીક્ષાના સંબંધમાં જુઓ ના. પ્ર. પત્રિકા, ભાગ ૧, પૃ.૧૦૦. રાજશેખરે ‘સૂક્તિમુક્તાવલિ’માં ભાસના ‘સ્વપ્નવાસવદત્ત'ના ન બળવાનો ઉલ્લેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy