________________
૮૮
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
કુમારપાલચરિતના સંસ્કરણમાં કેટલીક પ્રતિઓની સહાયતાથી રાખ્યો છે તે રાખ્યો છે. પાઠાંતર ઘણાં ઓછાં આપ્યાં છે. આનાં કારણ મુખાનુસારીલેખન (જેવું બોલવું તેવું લખવું), અસાવધાનતા, ‘ઉઓ, ઉચ્ચ, સ્વ, ચ્છ' આદિ લખતાં એકબીજા સાથે રહેલી સમાનતા, પરસવર્ણની અનિત્યતા, “અ”, એ, અઉ, ઓ'ના વિકલ્પ, અનુનાસિકની અસાવધાનતા, અને અંતના ઉની ઉપેક્ષા આદિ છે. “એ, ઓના અર્ધઉચ્ચારણને ધ્યાનમાં રાખવાથી તથા “આથી “ઇ ઉને મેળવી “એ, ઓ” બોલવાથી છંદ સારી રીતે બોલી શકાય છે તથા ગાતાં બરાબર ગાઈ શકાય છે.
પ્રકરણ ૩ : હેમચન્દ્રજીનું જીવનચરિત તથા કાર્ય
૧૮). હેમચન્દ્રજીના જીવનચરિતનો કંઈક આભાસ “કુમારપાલ-પ્રતિબોધ'ના ઐતિહાસિક વિષય સંબંધી કહેતાં હવે પછી આવશે. તેમનો જન્મ સં. ૧૧૪પમાં, દીક્ષા સં.૧૧૫૪માં, સૂરિપદ સં.૧૧૬૬માં અને સ્વર્ગવાસ સં.૧૨૨૯માં થયો. તેમનું જન્મનામ ચંગદેવ હતું, દીક્ષા સમયે સોમચન્દ્ર અને સૂરિ થતાં હેમચન્દ્ર પડ્યું. સિદ્ધરાજ જયસિંહની પાસે તેમણે ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. સિદ્ધરાજ પોતે શૈવ હતા છતાં સર્વ ધર્મોનો આદર કરતા હતા. સિદ્ધરાજને માટે જ હેમચન્દ્રજીએ પોતાનું વ્યાકરણ બનાવ્યું કે જે સંબંધે ચર્ચા આપણે કરી છે. હેમચન્દ્રજીના પ્રભાવથી સિદ્ધરાજનું મન જૈન ધર્મ પ્રત્યે ઝૂક્યું હશે. પરંતુ કુમારપાલ રાજા થવાથી હેમચન્દ્ર તે હેમચન્દ્ર જ ખરા બન્યા. હેમચન્દ્ર “કલિકાલસર્વજ્ઞ થયા અને કુમારપાલ ‘પરમાણંત' બન્યા.
. ૧૮૧. કુમારપાલના રાજ્યના પ્રથમનાં પંદર વર્ષ યુદ્ધવિજય આદિમાં વીત્યાં. હેમચન્ટે અગાઉથી જ કુમારપાલ રાજા થશે એવી ભવિષ્યવાણી કહી દીધી હતી અને સિદ્ધરાજના તેમના પરના દ્વેષથી થયેલી સંકટાવસ્થામાં તેમને સહાયતા પણ આપી હતી. હવે તેમને જિનધર્મોપદેશ આપી તેમના દ્વારા ખૂબ ધર્મપ્રચાર કરાવ્યો. કુમારપાલના ઉત્તરાધિકારી અજયપાલના મંત્રી યશપાલે “મોહપરાજય' નામનું નાટક ‘પ્રબોધચન્દ્રોદયની શૈલીનું લખ્યું છે તેમાં એવું વર્ણન છે કે ધર્મ અને વિરતની પુત્રી કૃપા સાથે કુમારપાળનો વિવાહ સં.૧૨૧૬ના માર્ગશીર્ષ શુક્લ દ્વિતીયાને દિને હેમચન્દ્ર કરાવ્યો તેથી મોહને હરાવી ધર્મને પોતાનું રાજ્ય પુનઃ અપાવ્યું. રૂપકને દૂર કરીએ તો આ તિથિ કુમારપાલના જેનધર્મસ્વીકારની છે. હેમચન્દ્રજીના ઉપદેશથી સદાચારપ્રચાર, દુરાચારયાગ, મંદિરરચના, પૂજાવિસ્તાર, જીર્ણોદ્ધાર, અમારિઘોષણ, તીર્થયાત્રા આદિ ઘણી ધામધૂમથી કુમારપાળે કર્યા ને કરાવ્યાં. જૈન સાહિત્યમાં આ ગુરુશિષ્યના ઘણા પ્રશંસાપૂર્ણ ઉલ્લેખ છે.
૧૮૨. રાજાએ ૨૧ જ્ઞાનકોશ (પુસ્તકભંડાર) કરાવ્યા, છત્રીસ હજાર શ્લોકોનું ત્રિષષ્ટિ-શલાકાપુરષ-ચરિત્ર' હેમચન્દ્ર પાસે ચાવી સોનારૂપાથી લખાવી સાંભળ્યું, અગિયાર અંગ, બાર ઉપાંગ સોનાથી લખાવી સાંભળ્યાં, યોગ્યશાસ્ત્ર આદિ લખાવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org