________________
અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો
૧૮૭
૨૫૦. “નાટ્યયોગમાં તે ટૂંકામાં ત્રણ પ્રકારે જાણવું: ૧. સમાન (સંસ્કૃતમાં જેમ છે તેમ) શબ્દોથી, ૨. જે વિકૃતિ પામ્યા છે એવા વિભ્રષ્ટ શબ્દોથી અને ૩. દેશી શબ્દોથી.”
૨૫૧. આ પછી અપભ્રષ્ટતાના નિયમો કે જે પ્રાકૃતોમાં લાગુ પડે છે અને સામાન્ય રીતે વૈયાકરણોએ આપેલા છે તેને મળતા આવે છે તે આપ્યા છે. દેશી' એ શબ્દથી ભરત જે અર્થ કરે છે તે ૨૪થી શ્લોક આપેલ છે તે પરથી સ્પષ્ટ થાય છે.
૨૫૨. “આ રીતે પ્રાકૃત અને સંસ્કૃત જાણવું. હવે પછી આગળ હું દેશભાષાના ભેદ કહીશ.” આ પરથી સ્પષ્ટ છે કે દેશભાષા સંસ્કૃત અને પ્રાકૃત બંનેથી જુદી પાડવામાં આવી છે ને તે ભાષા એ જ હોઈ શકે કે જે જુદાજુદા દેશની ભાષા હોય. અને તેથી જ તેનું નામ દેશી આપ્યું. હવે તે ભેદ ખાસ કરીને એ રીતે જણાવ્યા કે :
૨૫૩. “અથવા ગ્રંથકારોએ (નાટકમાં) પોતાના છંદ - મરજી પ્રમાણે દેશભાષાનો પ્રયોગ કરવો. કારણ કે નાટકમાં જુદા જુદા દેશમાંથી ઉત્પન્ન થયેલું કાવ્ય હોય છે.”
૨૫૪. ત્યાર પછી તે સાત ‘ભાષાઓ જણાવે છે ?
“માગધી (મગધની) અવંતીની, પ્રાચ્ય(પૂર્વની), શૌરસની, અર્ધમાગધી, બાલ્વિકા અને દક્ષિણની.”
અને પછી કેટલીક વિભાષા – બોલીઓ જણાવે છે:
“શબરની, આભીરોની, ચાંડાલોની, ચરોની સાથેના દ્રવિડોની, અને ઓડ્રોની અને વનચર – જંગલીઓની ઊતરતી – વિભાષાઓ નાટકમાં ગણાયેલી છે.”
૨૫૫. (પૃથ્વીધર મૃચ્છકટિકપર લખતાં “શબર” અને “સચર'ને બદલે “શકાર' અને “શબર” પાઠ જણાવે છે, “સચર’ એ દુર્બોધ શબ્દને તેથી ઉવેખવા માટે જ તેમ હોઈ શકે. માગધીમાં શેકારીનો અંતર્ભાવ થવા ઉપરાંત શિકારીને, જે બોલીઓ શબર, આભીર વગેરે જાતો સાથે થોડે ભાગે સંબંધ ધરાવે છે તેમજ દ્રવિડ, ઓડૂ જેવા દેશો સાથે પણ થોડે ભાગે સંબંધ રાખે છે એવી બોલીઓ સાથે મૂકતાં વિલક્ષણ જેવું લાગે ૪૦. ત્રિવિધ ત વિશેય નાટ્યયોગે સમાસઃ |
સમાનશબ્દર્વિભ્રષ્ટ દેશીમતથાપિ વા. ૧૭-૩ ગચ્છત્તિ પદન્યસ્તારૂં વિશ્વમા(ટા) ઇતિ શેયાઃ || ૧૭-૪ ૪૧. એવમેતતું વિશેયં પ્રાકૃત સંસ્કૃત તથા |
અત ઉર્ધ્વ પ્રવક્ષ્યામિ દેશભાષા પ્રકલ્પનમ્ + ૧૭-૨૪ ૪૨. અથવા છન્દઃ કાર્યાઃ દેશભાષા પ્રયોઝુભિઃ || ૧૭-૪૬
નાનાદેશસમુલ્ય હિ કાવ્ય ભવતિ નાટકે || ૧૭–૪૭ ૪૩. માગધ્યવન્તિજા પ્રાઆ શૂરસેન્ચર્ધમાગધી !
બાલ્હીકા દાક્ષિણાત્યા ચ સહભાષા પ્રકીર્તિતાઃ || ૧૭-૪૮ ૪૪. શબરાબીર-ચપ્પાલ-સચર-દ્રવિડોડ્રજાઃ | હીના વનેચરાણાં ચ વિભાષા નાટકે મૃતાઃ || ૧૭-૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org