________________
વિભાગ ૬ : અપભ્રંશ સંબંધી કેટલીક હકીકતો
પ્રકરણ ૧ : અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો
૨૪૭. મુખવ્યવહા૨ની (બોલાતી) અને સાહિત્યવ્યવહારની (સાહિત્યવિષયક) અપભ્રંશ ભાષાના ઉલ્લેખો મળી આવે છે. પરંતુ તે માત્ર નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર ૫૨ના સંસ્કૃત ગ્રંથોમાં મળે છે. એમ જ હોવું જોઈએ, કારણકે સંસ્કૃત નાટક પોતાની યોગ્યતા અનુસાર પોતાના સમયના સાંસારિક-સામાજિક જીવન પર જ પ્રકાશ નાખે છે અને તેથી તેમાં ચાલુ બોલાતા રૂઢ પ્રયોગોને જરૂ૨ માન્ય રાખી લેવા જ પડે. આનાં ઉદાહરણ તરીકે જુદીજુદી પ્રકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. સંસ્કૃત નાટકમાં જે તત્ત્વો છે તેના ૫૨ લખનારાએ પણ તેટલા માટે જુદીજુદી પ્રાકૃતોનો ઉલ્લેખ કર્યો છે કે જે પ્રાકૃતોમાં અપભ્રંશ એ છેલ્લી અને વધુમાં વધુ ફેરફાર પામેલી ભાષા છે.
૨૪૮. (૧) પતંજલિ ઃ વ્યાકરણ ‘મહાભાષ્ય'ના પ્રતિષ્ઠિત રચનાર ઈ.સ. પૂર્વે બીજા સૈકામાં થયા અને આપણે જાણીએ છીએ ત્યાં સુધી ભાષાના સંબંધમાં ‘અપભ્રંશ’ એ શબ્દનો ઉપયોગ કરનાર તે પ્રથમના મહાન સંસ્કૃત ગ્રંથકાર છે. પણ તેમણે તેનો અર્થ એટલો જ કર્યો છે કે “સંસ્કૃત શબ્દનો જે વિકાર - અપભ્રંશ ગામડિયાના મુખે થાય તે” કારણકે “અકૈકસ્ય હિ શબ્દસ્ય બહવોડપભ્રંશાઃ તદ્યથા, ગૌરિત્યસ્ય શબ્દસ્ય ગાવી ગોણી ગોતા ગોપોતલિકેત્યેવમાદયોડપભ્રંશાઃ.” (એકએક શબ્દના ઘણા અપભ્રંશ છે. ઉદાહરણ તરીકે જેમકે ‘ગૌઃ' એ શબ્દના અપભ્રંશો ‘ગાવી’, ‘ગોણી’, ‘ગોતા', ‘ગોપોતલિકા’ વગેરે છે.) અહીં અપભ્રંશનો અર્થ એટલો જ થઈ શકે કે મૂળમાં ફેરફાર - વિકૃતિ - ભ્રષ્ટતા. આ ભરતના શબ્દ નામે ‘વિભ્રંશ’ યા ‘વિભ્રષ્ટ' સાથે બરાબર સામ્ય ધરાવે છે. બંનેનો અર્થ ભાષાનું અમુક ખાસ રૂપ એટલો જ છે. તેથી કંઈ વધુ અર્થ નથી. ‘અપભ્રંશ’ એ શબ્દને આભીરો સાથે હજુ સુધી લેવાદેવા નથી. તેમજ ત્યાર પછી જે તેનો લાક્ષણિક – વિશિષ્ટ અર્થ થયો તે અર્થમાં – એટલેકે લોકોની બોલી કે ભિન્નભિન્ન પ્રાકૃતોની પેઠે સાહિત્યનું વાહન – એ અર્થમાં અત્યાર સુધી વપરાયો નથી. ૨૪૯. (૨) ભરત : સંસ્કૃત નાટ્યશાસ્ત્ર ૫૨ પ્રાચીનતમ ગ્રંથકાર છે. સંભવિત રીતે ઈ.સ. બીજી કે ત્રીજી સદીમાં તે થયા હોવા ઘટે. તેમના ‘નાટ્યશાસ્ત્ર'માં તે પ્રાકૃતો સંબંધી વિવરણ નાટકમાં કેટલાંક પાત્રોના વિચારોના વાહન તરીકે ૧૭મા પ્રકરણમાં કરે છે અને ૩૨મા પ્રકરણના ૪૭થી ૨૪૨ શ્લોકોમાં છંદોનાં નામો અને લક્ષણો ઉદાહરણો સહિત આપે છે કે જે લગભગ સમસ્તપણે પ્રાકૃતોમાં છે. ૧૭મા પ્રકરણના પમાથી ૨૩મા શ્લોક સુધીનો ભાગ પ્રાકૃતના ઉચ્ચારશાસ્ત્ર સંબંધે છે.
ભામહ અને દંડીથી ને ત્યાર પછીથી અપભ્રંશ જેને કહેવા લાગ્યા તેનો મૂળ ઉલ્લેખ દોઢ શ્લોકમાં છે :
૪૦. પાદટીપ પૃ. ૧૮૭ નીચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org