Book Title: Apurva Avsar Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/008209/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ભગવાન શ્રી કુંદકુંદ-કહાન જૈન શાસ્ત્રમાળા પુષ્પ-૭૧ (૩ श्री सद्गुरुदेवाय नमः, શ્રીમદ્ રાજચંદ્ર કૃત અપૂર્વ અવસર મહાન કાવ્ય પર અધ્યાત્મયોગી શ્રી કાનજીસ્વામીનાં પ્રવચન Boo E L : પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર) ટ્રસ્ટ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates (૨) આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ વીર સં : ૨૫૫૪ પ્રત : 3000 Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated by Manglaben Kotecha, London, UK who has paid for it to be "electronised" and made available on the internet in memory of her late husband, Kantilal Gopalji Kotecha. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Apurva Avsar Par Gurudevna Pravachan is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version History Changes Date Version Number 001 | 31 Dec 2002 First electronic version. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મયોગી શ્રી કાનજીસ્વામી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates -: પ્રસ્તાવના: અપૂર્વ અવસર એવો ક્યારે આવશે” એ પદથી શરૂ થતું કાવ્ય પ્રસિદ્ધ જૈન તત્ત્વવેતા પરમ પૂજ્ય શ્રીમાન્ સમીપસમયવર્તી સમયજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ સાં. ૧૯પર ના માગશરના અરસામાં વવાણિયા મુકામે લખ્યું છે. તેઓશ્રી વીતરાગના મહાન ઉપાસક અને આત્મજ્ઞાની હતા. બાલ્યાવસ્થામાં જ તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. નિવૃત્તિની તેમને તીવ્ર ઝંખના હતી, તે નિવૃત્તિની ભાવના તેઓએ આ કવિતમાં ઘણી સુંદર અને સચોટ દર્શાવી છે. આ કાવ્ય, જૈનધર્મનાં તથા ઈતરધર્મના અનુયાયીઓમાં ઘણું પ્રસિદ્ધ છે અને તે ઘણે ઠેકાણે પ્રાર્થનારૂપે બોલી તેની ભાવના કરવામાં આવે છે. તેઓશ્રીએ આ ભાવના પોતાને સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી ભાવી છે. , તે એમ સૂચવે છે કે ધર્મની શરૂઆત સમ્યગ્દર્શન થયા પછી જ થઈ શકે છે. સમ્યગ્દર્શનપૂર્વક જ ચારિત્ર હોઈ શકે છે એ સિદ્ધાંત ઘણી સ્પષ્ટ રીતે આ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪) કવિતમાં બતાવવામાં આવ્યો છે. તેઓશ્રીએ ભાવસાધુપણું પ્રગટાવી કેવળજ્ઞાન પામવાના તીવ્ર પુરુષાર્થની ભાવના ભાવી છે અને તેવો અવસર (તેવી દશા) જલદી પ્રગટ કરવાને તેઓ કેટલા ઉત્સુક હતા તે આમાંથી તરી આવે છે, આ કવિતની નવમી ગાથામાં દ્રવ્ય અને ભાવે સાધુપણું કેવું હોય તે ઘણી સુંદર રીતે કહ્યું છે, તથા ઉપસર્ગ વખતે જ્ઞાનીની દશા કેવી હોય તે પણ તેમાં બતાવ્યું છે. આ કવિતમાં ઘણાં ઊંડા તત્વનાં રહસ્ય સમાયેલાં છે. સાં. ૧૯૯૫ માં રાજકોટના ચાતુર્માસમાં પરમ પૂજ્ય ગુરુદેવે જે પરમ ઉપકારો કર્યા છે તે માંહેનો એક આ કવિત ઉપરનાં પ્રવચનો છે. આ પ્રવચનોમાં આ કાવ્યનું ગૂઢ રહસ્ય ઘણી સહેલી, સુંદર અને સ્પષ્ટ ભાષામાં પ્રગટ કરવામાં આવ્યું છે. ટૂંકામાં જણાવવાનું કે આ કાવ્યમાં રહેલા ગંભીર આશયો આ પ્રવચનોમાં ઘણી જ સ્પષ્ટ ભાષામાં સમજાવવામાં આવ્યા છે, તેથી મુમુક્ષુઓને ઘણા લાભનું કારણ થયું છે; બાળકો, બહેનો, યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ સમજી શકે તેવાં આ પ્રવચનો હોવાથી સર્વેને તેનો લાભ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫) લેવા વિનંતી કરવામાં આવે છે. વીર શાસન જયંતિ, વીર સં. ૨૪૭) અને અષાડ વદ ૧ રામજી માણેકચંદ દોશી, પ્રમુખ શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * શ્રી સદ્ગુરુદેવાય નમ: * ગુણસ્થાનક મારોહણ પરમપદપ્રાપ્તિની ભાવના સમયજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત “અપૂર્વ અવસર એવો કયારે આવશે ” પદ ઉપર પરમ પૂજ્ય કૃપાળુ સદ્ગુરુદેવશ્રીએ રાજકોટ મુકામે આપેલ પ્રવચનો. (તા. ૩૦-૧૧-૩૯) આ ગુણસ્થાનક્રમારોહણ છે. આત્મા ગુણનો અખંડ પિંડ છે, તેમાં પુરુષાર્થવડે પ્રકૃતિના આવરણને ટળવાની અપેક્ષાએ ચૌદ ગુણશ્રેણી કહેવાય છે. મુખ્ય તો પરમપદ પ્રાપ્તિની ભાવના છે. શ્રીમદે વવાણીઆ ગામમાં સવારમાં માતાના ખાટલા ઉપર બેસીને આ ગુણસ્થાનક્રમારોહણ અપૂર્વ અવસરની રચના કરી છે. જેમ મહેલ ઉપર ચડવાને પગથીઆં હોય તેમ મોક્ષ મહેલમાં જવાનાં ચૌદ પગથી છે. તેમાં પ્રથમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ( ૨ ) સમ્યગ્દર્શનરૂપ ચોથા ગુણસ્થાનકથી મંગળિક કરે છે. આત્મસ્વરૂપની જાગૃતિ વધારવા માટે લખાયેલ છે. એવો અપૂર્વ સંયમ (મુનિદશા) પ્રગટો કે જે ભાવે કેવળજ્ઞાન પ્રગટે. અપૂર્વ અવસર એવો કયારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો ? અપૂર્વના ૧ાા ગૃહસ્થ ધર્મમાં રહેલા ધર્માત્માઓને ત્રણ પ્રકારના મનોરથ (ભાવના), આત્માની પ્રતીત સહિત પૂર્ણતાના લક્ષ, ભાવવાનું શાસ્ત્રો કહે છે. (૧) હું સર્વ સંબંધ અવસ્થાથી નિવતું. (૨) સ્ત્રી આદિ બાહ્ય પરિગ્રહ તથા વિષય-કષાયરૂપ અત્યંતર પરિગ્રહનો અધિક પુરુષાર્થવડે ત્યાગ કરીને નિગ્રંથ મુનિ થાઉં. (૩) હું અપૂર્વ સમાધિમરણ પ્રાપ્ત કરું. ત્યારે સંસારી મોહી જીવો એમ મનોરથ (ભાવના) ભાવે છે કે હું ગૃહસ્થ કુટુંબમાં ખૂબ વધું, ધન, ઘર, છોકરામાં ખૂબ વધુ અને લીલી વાડી મૂકીને મરું; એમ ઊંધાઈની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates (3) 66 ભાવના ભાવે છે. ,, અપૂર્વ અવસર ” નો અર્થ બાહ્ય અપૂર્વ કાળ નહિ પણ આત્મદ્રવ્યમાં અપૂર્વ સ્વકાળ એવો અર્થ થાય છે. તે શુદ્ધ સ્વભાવની પરિણતિ છે. દરેક વસ્તુ સ્વચતુષ્ટય મંડિત છે, સ્વાધીન છે. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવરૂપ છે, તે નિત્ય ટકીને પરિણમે છે. પૂર્વે અજ્ઞાનભાવે રાગાદિ પરભાવવાળો થઈને ૫૨પણે પોતાને માનતો પરિણમતો હતો; પણ જ્યારે યથાર્થ સત્સમાગમ વડે શુદ્ધાત્માની અંતરપ્રતીત, પુરુષાર્થ વડે કરી ત્યારે સ્વઆત્મગત સ્વભાવમાં પરિણમન થયું, તે પરિણમન જ આ આત્માની અવસ્થાનો કાળ છે, તેને સ્વકાળ કહેવાય છે. આત્મજ્ઞાન વડે સ્વભાવનું ભાન વર્તે છે, પણ હજી પૂર્ણ શુદ્ધ પર્યાય ઊઘડી નથી, તે પૂર્ણ કરવા માટે સ્વરૂપના ભાન સહિત સહજ સ્વરૂપમાં વર્તન (જ્ઞાનની અવસ્થા ) નો અપૂર્વ અવસર કયારે આવશે? પોતાને શુદ્ધપણે પરિણમવું છે તેમાં બાહ્યકાળ તો માત્ર નિમિત્ત (હાજરીરૂપ ) છે. અહીં ‘અપૂર્વ’ માં અનંત ભાવ (આશય ) સમાઈ જાય છે. તેથી અહીં “અપૂર્વ ” મંગળિકથી ભાવના કરે છે. પૂર્વે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪) નહિ ઉત્પન્ન થયેલો એવો અવસર (ભાવકાળ) કયારે આવશે? એવો મનોરથ સેવે છે. મનોરથ થવામાં મન તો નિમિત્ત છે, પણ તેનો જ્ઞાન વડે નકાર કરી સ્વરૂપવિચારની જાચિકા સાધક જીવ વધારે છે. સ્વરૂપની ભાવનાનાં (મનોરથનાં) ચક્ર ચડે છે તેની સાથે સ્વભાવ પરિણતિનાં ચક્ર ચડે છે, તે ભાવના સાથે મનનું નિમિત્ત છે, તેમાં રાગનો ભાગ છે, તેથી વિચારમાં ક્રમ પડે છે અને તેમાં લોકોત્તર પુણ્ય સહેજે બંધાઈ જાય છે, પણ તેનો પ્રથમથી જ નકાર છે. ભેદનો કે વિકલ્પનો ત્યાં આદર નથી પણ અતીન્દ્રિય ભાવ મનોરથની સ્વરૂપ ચિંતવના છે. તત્ત્વસ્વરૂપની ભાવના વિચારતાં વચ્ચે મનનું નિમિત્ત આવે છે. પણ પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ સિદ્ધ જેવું છે તે લક્ષ રાખીને પૂર્ણતાને લક્ષે આત્મસ્વરૂપની ભાવના શ્રીમદ્ વધારે છે. એવી યથાર્થ નિર્ચથદશા, સ્વરૂપસ્થિતિનો અપૂર્વ અવસર કયારે આવશે, એ પોતાના સ્વભાવની ભાવના છે. કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો” અર્થાત્ અભ્યતર રાગ-દ્વેષની ગ્રંથિથી અને બાહ્યથી (સ્ત્રી, ધનાદિ તથા કુટુંબથી ) નિવૃત્ત થાઉં એ ભાવના ભાવે છે. ધન્ય તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ( ૫ ) વીતરાગદશા, ધન્ય તે મુનિ નિગ્રંથપદ, ધન્ય તે તદ્દન દિગંબર સર્વોત્કૃષ્ટ સાધકદશા ( અવસ્થા ). “સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને ” શારીરિક, માનસિક તથા દ્રવ્યકર્મનો સંબંધ તથા સ્થૂળ ઉપચારિક સ્ત્રી, પુત્ર, ધનાદિનો સંબંધ છેદીને મુનિદશા પ્રગટ કરું, આત્મા અબંધસ્વરૂપ છે તેને જ્ઞાનની સ્થિરતાની ઝીણવટથી જાણીને, ભેદજ્ઞાન વડે કર્મઉદયની સૂક્ષ્મ સંધિને હું છે. એવી અહીં ભાવના છે. આત્મસ્વરૂપના ભાનવડે રાગતિ જ્ઞાનમાં સ્થિરતા થતાં જ અનાદિ સંતાનરૂપ સંસારવૃક્ષનું મૂળ-રાગ-દ્વેષ, અજ્ઞાનની ગાંઠ છેદાઈ નાશ પામે છે. “વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો સંસારમાં સ્વચ્છંદી છોકરા ભાવના ભાવે છે કે કયારે મારો પિતા મરણ પામે અને મને બધો વારસો અને વહીવટ હાથ ( કાબુમાં ) આવે? તેથી વિરુદ્ધ આ લોકોત્ત૨ માર્ગમાં સાધક જીવ એવી ભાવના ભાવે છે કે અતીન્દ્રિય જ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગમાં પ્રવર્તવા માટે કયારે તીર્થંકર ભગવાન મળે અને કોઈ મહાન ધીમંત મુનિવર નિગ્રંથ જે પંથે આત્મસ્વરૂપમાં વિચર્યા તે પંથે વીતરાગકુળની વટ પ્રમાણે 99 '' Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૬) કયારે હું વિચારીશ આ સનાતન શાશ્વત આત્મધર્મનો સદભુત વ્યવહાર છે. “એ અમ કુળવટ રીત જિનેશ્વર, ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું” અનંત જ્ઞાની પુરુષો જે મોક્ષમાર્ગમાં પ્રવર્તીને મોક્ષપદને પામ્યા તે જ પંથે કયારે વિચરશું? તે ભાવનામાં અનંત જ્ઞાની ભગવંતોનો વિનય છે, અને પોતાની પામર અવસ્થાનો ખ્યાલ છે, કારણ કે બેહદ સામર્થ્યનું જ્ઞાન જાણ્યું છે પણ હુજી પ્રગટયું નથી. આ પુરાણાપુરુષની (સપુરુષની) આરાધના છે. આમાં કેટલી નિર્માતા છે! પોતાને આત્મધર્મનો ગુણ પ્રગટયો છે તેથી અનંત જ્ઞાનનું બહુમાન કરે છે. તે પરમાર્થનો આદર છે. શ્રીમદ્ રાજચંદ્ર સમ્યગ્દર્શનને નમસ્કાર કરતાં લખે છે કે,–“હે કુંદકુંદાદિ આચાર્યો! તમારા વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે, તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. આ પામર પ્રત્યે અનંત-અનંત ઉપકાર કર્યો છે. એમ ગુણનું બહુમાન, સત્કાર, વિનય કર્યો છે. તેમાં પરમાર્થે પોતાના ગુણનો આદર છે. શ્રીમદ્રનો એક દોઢ લીંટીનો ટુકડો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છે તેમાં લખે છે કે, શ્રી કુંદકુંદાચાર્ય આત્મસ્વરૂપમાં બહુ જ સ્થિત હતા. “વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો” તેમાં પ્રથમ અરિહંત પ્રભુ સર્વજ્ઞદેવ છે તે મહત્ પુરુષ છે; તથા બીજા મહત્ પુરુષ આચાર્ય સાધુવર્ય મુનિવર છે. સંસારની નાત જાત છોડીને સંતો મુનિવરોની ચૈતન્ય જાત સાધક અવસ્થામાં (આત્મસ્થ સ્થિતિમાં) વર્તવું તે છે. તેથી સાધક ધર્માત્મા એવા મહામુનિઓના માર્ગે જ્યારે વિચરશું? અણગાર ભગવંતના પંથે ક્યારે વિચરશે ? એવી ભાવના ભાવે છે. એ પ્રમાણે પહેલી ગાથામાં કહ્યું કે “અપૂર્વ અવસર એવો કયારે આવશે.” (ટૂંકામાં પતાવવું પડે છે કેમકે વિહારનો વખત પૂરો થવા આવ્યો છે પણ બધાનો આગ્રહ ઘણો હોવાથી સ્વાધ્યાય રૂપે લેવાય છે.૧. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કર્ભે નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ હોય જો. અપૂર્વજો ૧ાા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates (૮) પ્રથમ ગાથામાં અપૂર્વ અવસરની, બાહ્યઅત્યંતર નિગ્રંથપણાની અને સર્વ સંબંધનું બંધન છેદવાની ભાવના ભાવી આગળ વધે છે. “ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી ” સર્વ ભાવનો સાક્ષી જ્ઞાતા પરથી ઉદાસીન છે. ઉદ્દ= પ્રયત્નપણે જગતના બધા પરભાવોથી ઊંચા ભાવમાં; આસીન=બેસવું, તે સત્યાર્થપણે સંસારથી અનાસક્ત દશા. “સુખકી સૌલી હૈ, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. આદર, આ અઢારમા વર્ષના ભાવ વચન છે. ઉદાસીનતા એટલે મધ્યસ્થતા, સમભાવદશા. તે ગુણવડે જ સાધક આત્મસ્વરૂપ સ્થિરતાનો અભ્યાસ કરે છે; તે અધ્યાત્મની જનની છે કેમકે તેનાથી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટે છે. એટલે તીર્થંકરના પુણ્ય, ઇન્દ્ર, ચક્રવર્તીના પુણ્યની ઋદ્ધિ, સ્વર્ગના સુખ તે બધા સંસાર (ઉપાધિ ) ભાવ છે, તેથી જ્ઞાનીને તે સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ છે. પુણ્ય-પાપ (શુભઅશુભ ) વૃત્તિ જે કાંઈ જ્ઞાનમાં દેખાય તે બધી મોહકર્મની વિકારી અવસ્થા છે, તે પરભાવોથી જ્ઞાનીને ઉપેક્ષાવૃત્તિ છે. મધ્યસ્થતા-સંસારભાવ (શુભાશુભભાવ) નો 99 Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૯) વિકલ્પ કે ઈચ્છા કાંઈપણ રાગનો અવકાશ જ્ઞાનીના જ્ઞાનમાં નથી. કોઈ પૂછે કે-મુનિ થાય એટલે બધું છૂટી જતું હશે? સંસારી વેશમાં મુનિભાવ ન આવે? અથવા વસ્ત્રસહિત મુનિપણું ન હોય? અગર ત્યાગી થવાથી મુનિપણું પ્રગટે? તે બધા પ્રશ્નોના ઉત્તર એવો છે કે – ત્રણ કષાયચોકડીનો ત્યાગ થતાં રાગનાં બધાં નિમિત્તો છૂટી જાય છે અને તેથી મુનિઓને એકલો દેહ રહે છે. સમ્યકજ્ઞાનસહિત નગ્ન દિગંબર નિગ્રંથ મુનિદશાની આ ભાવના છે. જેટલો રાગ છૂટે તેટલા રાગના નિમિત્તો છૂટી જાય એ નિયમ છે. મુનિપણું એટલે કે સર્વોત્કૃષ્ટ સાધકદશા છે. જ્યાં સાતમું અને છઠું ગુણસ્થાનક વારંવાર પલટાયા કરે છે, તેવી મહાન પવિત્રદશા વીતરાગ શાંતમુદ્રા હોય છે. આત્મામાં અનંતજ્ઞાન વીર્યની શક્તિ છે, આઠ વર્ષના બાળકને કેવળજ્ઞાન થઈ જાય અને કોડ પૂર્વનું આયુષ્ય રહે ત્યાંસુધી દેહું નગ્ન રહે, અને મહાપુણવંત પરમ ઔદારિક શરીર બની રહે એવો કુદરતી ત્રિકાલ નિયમ છે. મુનિપણામાં એક દેહ સિવાય બીજું કાંઈ હોય નહિ, અને તે પણ નિર્મમત્વપણે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ( ૧૦ ) " ‘ માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો ' જ્ઞાનીઓને સંયમના હેતુએ, દેહને તેથી સ્થિતિ પર્યંત નભવું છે, તેથી તેટલો વિકલ્પ છદ્મસ્થદશામાં હોય છે. જ્યાં દેહુ સંયમના નિર્વાહ અર્થે છે, ત્યાં શરીરની શાતાનો (સગવડનો ) મમત્વભાવ હોતો નથી. આ વાત બરાબર યથાસ્થાને આવી છે; માટે મુનિપણાની ભાવના અને મુનિની વસ્તુસ્થિતિ કેવી હોય તે જાણવું પ્રયોજનભૂત છે. દેહને ઉપચારથી સંયમનું ઉપકરણ કહ્યું છે. આહારની વૃત્તિ આવે છે પણ તે ઈન્દ્રિય કે વિષય-કષાય પોષવા માટે નથી, પણ સંયમ માટે છે. સંયમમાં ઇન્દ્રિયદમન ( અતીન્દ્રિય શાંતિમાં ઠરતી વખતે) નિમિત્તરૂપે હોય છે, અને મૂળકારણ આત્મસ્વભાવની સ્થિરતા છે. સહજ સ્વાભાવિક આત્મજ્ઞાનમાં ટકવું,વર્તવું તે સ્થિરતા છે, એ હેતુએ જ દેહાદિનું પ્રવર્તવું હોય છે. '' “ અન્ય કા૨ણે અન્ય કશું કલ્પે નહિ” અહીં બીજા કોઈ બાહ્ય નિમિત્ત ખપે નહીં એમ જણાવ્યું છે. તેથી નૈસર્ગિક સિદ્ધાંતથી નક્કી થાય છે કે જેનો આત્મા સ્વયં સહજસ્વરૂપે વર્તે છે એવા સાધકને બહિરંગ નિમિત્ત દેહાદિ હોય છે, મુનિને તેનો આશ્રય કે વિકલ્પ નથી. પૂજા સત્કાર માટે કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૧) દેહુ સુંદર દેખાય તે માટે, તેમજ બીજા કોઈ કારણવશે પણ વસ્ત્રાદિ કોઈ પરિગ્રહુ ખપે નહિ. જ્યાંલગી પૂર્ણ વીતરાગ સ્થિતિ પ્રગટી નથી ત્યાં લગી અ૫રાગ હોય છે, અને આહાર લેવાની વૃત્તિ આવે છે, પણ વૃત્તિનું સ્વામીપણું નથી. દેહે પણ કિંચિત મૂચ્છ નવ જોય જો” એવી દશા હોય છે ત્યાં અંશ માત્ર દેહાસક્તિ કે મમતા નથી. કોઈ કહે કે-કેવળજ્ઞાન થયા પછી આહાર હોય તો ? તે જૂઠી વાત છે. સાતમે ગુણસ્થાને ધ્યાન-સમાધિદશા છે ત્યાં આહારની વૃત્તિ નથી, તો તેથી ઉપલી ભૂમિકામાં કેમ હોય ? ન જ હોય. જિનશાસનમાં (મોક્ષમાર્ગમાં) કેવી દશા હોય તે અહીં જણાવી દીધું છે, ચારિત્ર ભાવના (મનોરથ) વડે પુરુષાર્થની ખીલવટ થતાં ગૃહસ્થપણું છોડી મુનિપણું ગ્રહણ કરવાનો વિકલ્પ આવે જ. ૧૬, ૧૭, ૧૮ મા તીર્થકર ભગવાન એમ બબ્બે પદવી ધારક હતા. તેઓ પણ ગૃહસ્થદશામાં ભગવતી જિનદીક્ષાની ભાવના ભાવતા, અને તે ભાવનાના ફલરૂપે સંસાર છોડી મુનિપણું ધારણ કરી જંગલ ક્ષેત્રમાં નગ્ન દેહપણે ચાલી નીકળ્યા. જેમની સોળ હજાર દેવી સેવા કરતા હતા અને બત્રીસ હજાર મુગટ બંધી રાજા જેમને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચામર ઢાળતા, એવા છ ખંડના અધિપતિ, તે પણ મુનિ થઈ જંગલ ક્ષેત્રે ચાલ્યા. એને દેહની મમતા પ્રથમથી જ નહોતી, પણ ચારિત્રમોહનો ઉદય રાગ (ઇચ્છા) વર્તે છે તેનો વિકલ્પ તોડીને, નગ્નપણે, સાતમી સાધક ભૂમિકામાં પ્રવેશ કરે છે, અને તે વખતે ચોથું જ્ઞાન (મન:પર્યય) પ્રગટે છે. સ્વરૂપના સાધનમાં પોતાનો બેહદ સ્વભાવ દીઠો છે તેથી ધર્માત્માને દેહદૃષ્ટિ હેજે ટળી જાય છે. દેહમાં અગવડતા આવતાં દુ:ખનો અનુભવ થતો નથી. “જહા જાયા” જન્મ વખતે જેવો દેહ હોય છે તેવી દેહની સ્થિતિ આત્માની સાધકદશામાં હોય છે. સાધકદશામાં ૨૮ મૂળગુણ જોગાનુજોગ નિમિત્ત હોય છે, તે મુનિપણું (નિર્ગથ સાધકદશા ) હોય ત્યારે અતિ ગંભીર નિર્વિકારી વીતરાગ શાંત વૈરાગ્યવંત નિર્દોષ મુદ્રા હોય છે. એવા ગુણના ભંડાર મુનિ એક ન્યાયે બાળક જેવા સરળ નિર્દોષ છે. આત્મસમાધિસ્થ પરમ પવિત્ર જ્ઞાનદશામાં રમણ કરનારા મુનિ છે. છઠ્ઠી ગુણસ્થાનક સુધી આહાર લેવાનો વિકલ્પ આવે છે, ત્યાં આહાર લેવાની વૃત્તિ છે પણ તેમાં મૂછ કે લોલુપતા નથી. શરીરના રાગ અર્થે નહિ પણ સંયમના નિર્વાહ અર્થે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩) એક જ વખત આહાર પાણી વાપરે લે છે. આહાર લેવા વખતે આહારનું લક્ષ નથી, પણ પૂર્ણ કયારે થાઉં એ લક્ષ છે, જાગ્રત દશા છે એવા અપૂર્વ ટાણા કયારે આવશે ? એ ભાવનામાં જ શુદ્ધતાનો અંશ પડયો છે. જિન આજ્ઞા અને વીતરાગદશાનો વિચાર એ ભાવના છે, તે શુદ્ધભાવનું કારણ છે. કારણમાં જો કાર્યનો અંશ ન હોય તો તેને વીતરાગદશાનું “સાધક” કારણ નામ અપાય નહિ. એ ઉત્કૃષ્ટ સાધકદશા વર્તે એવો અપૂર્વ અવસર કયારે આવશે એ અહીં ભાવના છે. “સ્વકાળ” એટલે સ્વસમય છે. શ્રી અમૃતચંદ્ર આચાર્ય સમયસાર ગ્રંથના પહેલા કળશમાં “સમય” નો અર્થ “આત્મા” થાય છે એમ કહે છે. અને તેમાં સાર' જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધાત્મા” છે, તેને નમસ્કાર કરે છે. પૂર્ણ અવસ્થા જલ્દી પ્રગટો એવી એ ભાવના છે. શ્રીમદ્ રાજચંદ્રને સમ્યગ્દર્શન અને આત્મઅનુભવ તો થઈ ગયો હતો, એટલે અહીં મુનિપણાની ભાવના ભાવે છે, જેવું પૂર્ણ અસંગ નિરાવરણ આત્મસ્વરૂપ લક્ષમાં લીધું છે, તે પૂર્ણતાના લક્ષે હવે તે પરમપદ પ્રાપ્તિનો ઉપાય શું તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪) વિચારે છે. પૂર્ણ સમય સાધવાની ભાવના ઉપાડી છે. ૨. દર્શનમોહું વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ શા ૩ાા દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે” આત્માના અભિપ્રાયમાં ભ્રાંતિ એટલે કે પુણ્ય-પાપ રાગાદિ શુભાશુભ પરિણામ વૃત્તિને પોતાની માનવી, તેને આદરણીય માનવી તેનું નામ દર્શનમોહ છે. આત્મા પોતાને ભૂલરૂપ માને છે તેથી હું પરનો કર્તા ભોક્તા છું એમ કલ્પના કરે છે. આત્મતત્ત્વ અસંગ છે, તેનો અબંધ સ્વભાવ છે, તે પરના બંધન રહિત છે. વસ્તુસ્વભાવ એવો હોવા છતાં એમ ન માનતાં પ્રકૃત્તિના નિમિત્તનું બંધન મારામાં છે, હું પુણ્યાદિવાળો છું, શુભ પરિણામ એ મારું કર્તવ્ય છે, એ આદિ પ્રકારે પરભાવમાં એકત્વબુદ્ધિ થવી તેનું નામ દર્શનમોહ છે. એક આત્મતત્ત્વને બીજા તત્ત્વના ભેળવાળો, ઉપાધિવાળો, બંધનવાળો માનવો તે દર્શનમોહ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫) આત્મા સ્વાધીન તત્ત્વ વસ્તુ છે, તે કદી પણ સ્વભાવે ભૂલરૂપ ન હોય. મોહકર્મની એક જડ પ્રકૃતિનું નામ “દર્શનમોહ છે તે તો નિમિત્ત માત્ર છે. અજ્ઞાન અવસ્થામાં જીવ ટકયો છે ત્યાં લગી પોતાને અન્યથા તે માને ભલે, પણ તે કદી અન્યપણે (પરનો કર્તા-ભોક્તા) થતો નથી. ભૂલ ટળે છે, માટે ભૂલ તે સ્વભાવ નથી; પણ યોગ્યતા છે. ભૂલ થવામાં ઉપાધિરૂપ નિમિત્ત કારણ બીજું જોઈએ, માટે વિકારી અવસ્થામાં પર નિમિત્ત હોય છે, નિમિત્ત તો પરવસ્તુ છે એમ યથાર્થપણે, પરવસ્તુની અવસ્થાનું ભાન નહિ હોવાના કારણે, પૂર્વે ભૂલનું નિમિત્ત પામીને, જે રજકણો સત્તામાં પડયા હતા તે રાગદ્વેષરૂપે ઉદયમાં આવતા જ્ઞાનમાં દેખાય છે. ત્યારે તે જ જાણે હું છું એમ માની તેમાં એકાકાર થઈ તે રૂપે પોતાની હયાતી અજ્ઞાની દેખે છે; પોતાને પરરૂપ તથા પરને પોતારૂપ માને છે; પોતે રાગી, દ્વેષી, મોહી બને છે, તેનું નિમિત્ત પામીને નવા રજકણો (આત્મ ગુણ ઘાતક નિમિત્ત કર્મરૂપ ) બંધાય છે. અજ્ઞાન અવસ્થાની પરંપરામાં તે રજકણો નિમિત્ત થયા કરે છે, પણ જે સમયે જીવ જ્ઞાનભાવે અજ્ઞાન અવસ્થાનો અભાવ કરે છે તે સમયે અનાદિ પ્રવાહથી જે દર્શનમોહ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ( ૧૬ ) કર્મ હતું તેનો ક્ષય થાય છે. તે સમયે સંસારની સંતતિનું મૂળ જે મિથ્યાત્વભાવ હતો તેને ટાળીને “ દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ ” એમ કહેવાય છે. ૫૨ને પોતાનું માનવામાં નિમિત્તરૂપ જે દર્શનમોહ જે કર્મ છે તેનો નાશ કર્યો છે; એમ અહીં કહેવું છે. શક્તિરૂપે જીવનો સ્વભાવ શુદ્ધ છે. તો પણ અહીં તો શુદ્ધ પર્યાય (પૂર્ણતાનો અંશ) પ્રગટ થયો છે તેને પૂર્ણ કરવાની ભાવના છે. આત્મા, જેવો સર્વજ્ઞ ૫૨માત્મા જાણે દેખે છે તેવો જ છે, એવો યથાર્થ બોધ દર્શનમોહ ક્ષય કરીને ઉપજે છે એમ અહીં કહેવું છે. માટે ‘ ઉપજયો' શબ્દ છે. ઉપજશે એમ લાંબી આશા નથી. આત્મબોધ પ્રગટ થયો છે તે શું છે તે હવે કહે છે. แ “દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો ” આઠ કર્મના રજકણો દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મથી ભિન્ન કેવલ આત્મા શુદ્ધ છે. જેમ શ્રીફળમાં ટોપરાનો ગોટો છુટો જણાય છે; તેમ સ્પષ્ટ, પ્રત્યક્ષ જ્ઞાનમાં નિઃસંદેહપણે ચિદ્દન આત્મા ભિન્ન જણાય છે. આત્મા ૫૨થી તદ્દન ભિન્ન નિરાળો છે. એવું કેવળ શુદ્ધ આત્મસ્વરૂપનું યથાર્થ ભાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭) ત્યાં વર્તે છે. આવું જે ભાન છે, તે સમ્યગ્દર્શન છે, તે ચોથી ભૂમિકા છે, ત્યાં અંશે જિનદશા પ્રગટ છે, તેને જૈનદર્શનનો એકડો કહ્યો છે. સમ્યક અભિપ્રાયનું ભાન થયું તેની સાથે અસંગતાનો પુરુષાર્થ હોય જ! કદી હીનાધિકપણે હોય, પણ હવે સ્વસમ્મુખ જ પરિણતિ વહે છે, કેવળ ચૈતન્યનું ભાન છે, તેમાં એક પરમાણુમાત્રનો સંબંધ નથી, પર નિમિત્ત તરફના વલણથી થતો વિકાર નથી. પૂર્ણ મુક્ત પરમાત્મા સમાન એકલો આત્મા છૂટો છે એવું નિઃશંક અભિપ્રાયમાં ભાન વર્તે છે. આત્મા પરમાર્થે ઊણો, હીણો કે વિકારી નથી, બંધ કે ઉપાધિ તે આત્માનો સ્વભાવ નથી, છતાં આત્માને દયાવાળો, પુષ્યવાળો, શુભાશુભ બંધવાળો માનવો તેનું નામ મિથ્યાદર્શન શલ્ય છે. કોઈ પરમાર્થ વચનોને શબ્દોપણે માત્ર મનમાં ધારી રાખે અને પુરુષાર્થ હીનપણે સ્વચ્છેદે વર્તે તેની અહીં વાત નથી. જ્ઞાનીને તો પ્રત્યક્ષ અનુભવસ્વરૂપ સમ્યજ્ઞાન પ્રમાણ છે; તેથી સહજ એકરૂપ અવસ્થા (પરથી જુદી) આત્મસ્વરૂપમાં અભેદ છે એવું લક્ષ નિરંતર વર્તે છે. આત્માનો એકપણ ગુણ પરમાણુમાં ભળી ગયો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નથી, તેમજ ચેતનગુણમાં પરનિમિત્તનો વિકાર નથી, એમ અનુભવદશાના ભાનવડે પુરુષાર્થની જાગૃતિ સહિત જ્ઞાની કહે છે, પણ તે વાતો કરવાથી બને તેમ નથી. સ્વરૂપની પૂર્ણ સ્થિરતા થઈ ગઈ હોય તો આવી ઉત્કૃષ્ટ સાધક સ્વભાવની ભાવના ભાવવાની બાકી રહે નહિ પણ ચારિત્ર ગુણ અધૂરો છે, તેથી ચારિત્ર મોહકર્મના ઉદયમાં થોડું જોડાવું થાય છે, તે વિધ્ર છે એમ જાણે છે. તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ” તેથી અહીં કહ્યું છે કે ચારિત્રમોહ વિશેષ કરીને ક્ષીણ થતો જાય છે તેને દેખીએ. સમ્યફ બોધ વડે પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થતાં સાધક સ્વભાવ પ્રગટે છે, પણ તેમાં પ્રકૃતિના નિમિત્તે થતી અસ્થિરતા કેટલી ટળી છે, અને કેટલી બાકી છે તે નક્કી કરી, સ્થિરતા વડે ચારિત્રમોહુ ક્ષય કરવા માટે પુરુષાર્થ વધારે છે, અને જ્ઞાનની સ્થિરતા વધતાં ચારિત્રમોહ વિશેષ કરીને ક્ષીણ થતો જાય છે. એની ખાત્રી સ્વાનુભવમાં આવે છે એનું નામ “વિલોકીએ” છે. આત્માના ભાન પછી ચારિત્ર મોહ “પ્રક્ષીણ” એટલે કે વિશેષે કરીને મોહ ક્ષય થતો જાય છે. અહીં ઉપશમની વાત કરી નથી, જે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૯) અપ્રતિહત, ધારાપ્રવાહી, જ્ઞાનબળની જાગૃતિથી આગળ વધે ત્યાં ઉપશમ નહિ પણ ક્ષય કરવાનું બળ રહે છે. અગ્નિને રાખથી ભારે તેમ ઉપશમે નહિ પણ પાણીથી ઓળવી નાખે તેમ ક્ષયથી અહીં ભાવના ઉપાડી છે. આત્મા જ્ઞાનમૂર્તિ પવિત્ર શુદ્ધ છે, તેના ભાનમાં રહીને સમ્યકદર્શન, જ્ઞાન ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગમાં પ્રગટ અવસ્થાપણે સ્થિરતા વધારું, રાગ-દ્વેષનો નાશ થતાં દેખું અને મારા સ્વરૂપનો વિકાસ થતો જોઉં; એટલે વિશેષ નિર્મળ અવસ્થા જોઉં એમ અહીં કહ્યું છે. રાગ, દ્વેષ, હર્ષ, શોક, રતિ, અરતિ વગેરે ચારિત્રમોહની અવસ્થા અહીં ઘટતી જાય છે. વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો ” એમ જણાવ્યું છે. તેનો અર્થ એ છે કે પરમાણુમાત્રનો મારે સંબંધ નથી. તેમજ રાગદ્વેષ પુણ્યાદિ અસ્થિરતાનો પણ સંબંધ જ્ઞાનમાં નથી, એવો હું શુદ્ધ જ્ઞાનઘન છું. અગ્નિનો અંગારો (લીલા લાકડાના ધુમાડા વિનાનો) કેવળ અગ્નિમય દીપતો હોય, એવો ચૈતન્ય-જ્યોત (પ્રકૃતિના મળમેલરૂપ ધુમાડા વિનાનો) છે. પૂર્વ ભૂલના નિમિત્તથી આવેલ આવરણ વચ્ચે પડયાં છે, પણ તે ઉદય વખતે ફળ દેખાડીને ખરી જાય છે. તે ઉદય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates (૨૦) વખતે અબંધપણે સ્થિર રહી તે નિમિત્તની અસર ન લે, અર્થાત્ જ્ઞાનદશામાં સ્થિર એકાગ્રપણે જ્ઞાનમાં જ જ્ઞાતાપણે ટકી રહે તો, ક્રમે કરી સર્વ કર્મ ઉદય આવી ખરી જાય છે. અને દ્રવ્યસ્વભાવે પૂર્ણ, શુદ્ધ, પવિત્ર, નિર્મળ ઓપિત જેવો આત્મા છે તેવો જ અવસ્થાએ નિર્મળ શુદ્ધ શુદ્ધ થઈ જાય છે. કેવલજ્ઞાનમાં ઉત્કૃષ્ટ પર્યાય શુદ્ધતાપણે પરિણમે છે, તેવો ૫૨માત્મ સ્વભાવ પ્રગટ (જાગૃત) થાય એવો અપૂર્વ અવસ૨ કયારે આવશે ? સ્વસમય સ્થિતિ કયારે આવશે એ ભાવના અહીં ભાવી છે. ૩. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો; ઘોર પરિષહ કે ઉપસર્ગભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ॥૪॥ શ્રીમદે જ્ઞાનસહિત પુરુષાર્થની ધારા ઉપાડી છે; અને ઝપાટાબંધ આ એકવીશ ગાથા ક્રમબંધ લખી નાખી છે, એ જ્ઞાનસ્વરૂપની એકાગ્રતા વખતની વિરલદશા કેવી હશે ! અપૂર્વ સાધનનું ઘડતર કેવું હશે ! એમ પરમ આશ્ચર્યકારી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨૧) સદ્વિચારશ્રેણી હોય ત્યાં કેવું પરમાર્થરૂપ કામ કરી શકાય છે એના ગંભીર ન્યાયનો વિચાર કરજો. આવી અપૂર્વ વાત કોઈ બીજા પાસેથી લાવો તો ખરા ! જેની બુદ્ધિ મતાગ્રહથી મોહિત છે તેને સત્ય નહિ મળે. લોકો મધ્યસ્થપણે વિચાર ન કરે અને કેવળ નિંદા કરે કે શ્રીમદે પૂજાવા માટે આ બધું લખ્યું છે, પણ એમ કહેનારા પોતાના આત્માની ભયંકર અશાતના કરે છે. તેમનો ગૃહસ્થ વેશ જોઈને વિકલ્પમાં ન પડવું. આવી અપૂર્વ ભાવનાની વાણીનો અપૂર્વ યોગ તો કોઈ લાવો! ગોખે થાય તેમ નથી. એમને સહજ પુરુષાર્થની ધારા ચાલી હતી; તેમને કોઈએ કહ્યું નહોતું કે તમે અત્યારે અપૂર્વ અવસર ની અંતર્ગત ભાવનાનું કાવ્ય લખો; પણ જ્યાં જિનદીક્ષા (ભગવતી દીક્ષા) નું બહુમાન થયું ત્યાં આત્મા અંદરથી ભણકાર મારતો સ્થિરતાનો પુરુષાર્થ માગે છે. નિવૃત્તિ લેવાનો પુરુષાર્થ આવે છે કે સર્વ સંગ વિમુક્ત જેવો છે તેવો થાઉં. મારે આ ન જોઈએ એમ મુનિપણાની ભાવના ભાવતા હતા. આ તે ઘરમાં છે કે વનમાં? પૂર્ણ સ્થિરતાની દષ્ટિ પોકાર કરે છે કે હવે હું કયારે પૂર્ણ થાઉં. વર્તમાનકાળે કેવળી ભગવાનના વિરહું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨૨) પડ્યા, એ વિરહ ટળીને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિનો અપૂર્વ અવસર ક્યારે આવશે એવી ભાવના કરી છે. કોઈ કહે તેઓ ધંધો કરતા હતા, રૂપીઆ ભેગા કરતા હતા, પણ ભાઈ રે! બાહ્યદષ્ટિ વડે એવા પવિત્ર ધર્માત્માનાં હૃદય પારખવાં કઠણ પડે, કારણ કે ગૃહસ્થ વેષ હતો. એમના અંતરની ઉજ્જવળતા ઓળખવી સાધારણ જીવોને કઠણ પડે. સમાજમાં સ્વચ્છેદ આદિનું જોર હતું, તેમાં સાચી વાત કોને કહેવા જાય? તેમના કાળજામાં સર્વજ્ઞ જ્ઞાનીનો મોક્ષમાર્ગ હતો પણ તે વખતનો સમાજ જોઈને બહુ જાહેરમાં ન આવ્યા; લોકોનાં પુણ્ય એવાં એમાં બીજું શું થાય? કાળની બલિહારી છે! તે વખતે લોકો આ જાતની વાત સાંભળવા તૈયાર ન હતા. તે કાળના કરતાં આ કાળ સારો છે કે હજારો ભાઈઓ વ્હેનો પ્રેમથી સાંભળે છે. વર્તમાનમાં પંચમહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સર્વજ્ઞ પ્રભુ તીર્થકર ભગવાન બિરાજે છે, જ્યાં સનાતન વીતરાગ શાસન ચાલે છે, હજારો લાખો સંત મુનિઓના ટોળાં છે. ધન્ય છે તે ક્ષેત્ર કાળ ભાવને, એ વિરહુ કોને કહીએ? શ્રીમદ્દ એ મહત્ પુરુષ સર્વજ્ઞ ભગવાનનો વિરહ સંભારીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨૩) ભાવના કરતા હતા. વળી શ્રી દેવચંદ્રજીએ પણ વિરહ ગાયો છે કે “ભરતક્ષેત્ર માનવપણું રે લાધ્યો દુઃષમકાળ, જિન પૂર્વધર વિરહથી રે, દુલહો સાધન ચાલો, ચંદ્રાનન જિન સાંભળીએ અરદાસ” હે ભગવાન ! આ ભરતક્ષેત્રે અને પંચમકાળે હે નાથ, તમારા વિરહ પડયા, પૂર્વધારી અને શ્રુતકેવળીના પણ વિરવું પડ્યા, એ વિરહમાં કર્મ સંબંધ ટાળવાની આ ભાવના છે. એવા ચંદ્રાનન ભગવાનને વિનંતિ કરીને સાધક પોતાનો ભાવ મલાવે છે. તે વખતે જે મનના સંબંધનો રાગનો ભાગ છે તે મંદ કષાય હોવાથી લોકોત્તર પુણ્ય સહેજે બંધાઈ જાય છે, પણ તેનો પ્રથમથી જ નકાર છે, તે પુણ્યના ફળમાં ઇન્દ્રપદ, ચક્રવર્તીપદ પણ સમાઈ જાય છે. ભવિષ્યમાં તીર્થકર ભગવાનના ચરણમાં જઈને નિગ્રંથમાર્ગનું આરાધન કરવા માટે મુનિપણું અંગીકાર કરી મોક્ષદશા પ્રગટ કરવાની આ ભાવના છે. આ કાળમાં વીતરાગ સર્વજ્ઞનો જોગ નથી, પણ એ સર્વજ્ઞશાસન (વીતરાગધર્મ-આત્મધર્મ) નો નિગ્રંથ માર્ગ છે તે અનાદિ સસ્પંથ છે, તે સનાતન છે અને રહેશે; આ ભાવના (સ્વાધ્યાય) પૂર્ણ શુદ્ધ આત્માની પ્રતીતિ, અનુભવન, અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨૪) લક્ષ સહિતની છે. પૂર્ણ સાધ્ય માટે નગ્ન મુનિદશા ચારિત્ર અંગીકાર કરવું જોઈએ. કોઈ કહે કે-ગૃહસ્થ વેશે કેવળજ્ઞાન અને મુનિપણું પ્રગટે તો શું હરકત છે? ઉત્તર- એ વાત જૂઠી છે; કારણ બાહ્યઅભ્યતર નિગ્રંથપણાની ભાવના માટે એટલે કે અભ્યતર પુરુષાર્થથી રાગદ્વેષ કષાયનો નાશ થતાં બાહ્ય નિમિત્તનો ત્યાગ સહેજે થઈ જાય છે. ગૃહસ્થાવાસમાં કષાયનો ત્યાગ સર્વથા થઈ શકે નહિ માટે મુનિપણું હોવું જ જોઈએ, તે પણ વસ્ત્રરહિત હોય તે જ મુનિપણું કહેવાય છે. (તા. ૧-૧ર-૩૯) ત્રીજી ગાથામાં દર્શનમોહ ટળતાં દેહાદિથી ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન વર્તે છે એમ કહ્યું, અને તે શુદ્ધાત્મબોધ સહિત હાસ્ય, શોક, રાગાદિ અસ્થિરતાનો અને પૂર્વ ભૂલના નિમિત્તથી આવેલ ચારિત્ર મોહકર્મના ઉદયનો ક્ષય (અભાવ) જ્ઞાનની એકાગ્રતાવડે થાય છે, એમ ચારિત્રને આવરણ, ચારિત્ર ઘાતક પ્રકૃતિનો અભાવ થતાં સાતમી ભૂમિકા પ્રગટે છે; અને પછી વારંવાર છઠ્ઠી–સાતમી ભૂમિકા પલટાયા કરે છે. ધ્યાતા, ધ્યાન, ધ્યેયનો વિકલ્પ તૂટીને જ્ઞાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates (૨૫) સમાધિસ્થ દશા, ધ્યાનની સ્થિરતારૂપ સાતમી ભૂમિકા ( મુનિપણું ) કયારે પ્રગટે એવી અહીં ભાવના છે. આત્મસ્થિરતા એટલે મન, વચન, કાયાની ગુપ્તિ, આત્માની અંતર સ્થિરતા મુખ્યપણે છે. તેમાં ખંડ ન પડે એવી સ્થિરતા, દેહનો અંત આવે ત્યાં સુધી રહે. અહીં સાતમું ગુણસ્થાનક મુખ્યપણે કહ્યું છે, ત્યાં બુદ્ધિપૂર્વક વિકલ્પ નથી, તેથી નિર્વિકલ્પદશા છે, તેને છઠ્ઠું ગુણસ્થાન ગૌણપણે કહ્યું છે. મુનિપણામાં છઠ્ઠા ગુણસ્થાને મન, વચન, કાયાનો શુભયોગ, પાંચ મહાવ્રતના શુભ વિકલ્પ વિગેરે રહે છે, પણ અંત૨રમણતા મુખ્યપણે વર્તે એવી વારંવાર બળવાનપણે સ્વરૂપલક્ષે ભાવના ભાવે છે. “ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી ” આત્મસ્થિરતા શુભાશુભ ભાવ-વિકલ્પ વિનાની શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા એવી ટકી રહે કે, બાવીશ પરિષહનો ઉદય ઘોર (ભયંકર) અનુક્રમે આવી જાય છતાં તે પ્રત્યે અતિ-ખેદ ન થાય. ગમે તેવા ઘોર પરિષહ આવો પણ મારી સ્થિરતાને પ્રકૃતિના કોઈપણ સંયોગો ડગાવી ન શકે, છ છ મહિના આહા૨પાણી ન મળે, સખ્ત ટાઢ પડે તોપણ તેનો વિકલ્પ ન આવે, આજે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (ર૬). હિમ પડયું માટે વિહાર ન કરું એવો વિકલ્પ ન આવે. તાપ પડે છતાં એવો ભય કદી ન ઉપજે કે મને આનાથી દુઃખ થશે, બહારથી સૂર્ય જો સખ્ત તપે અને તાપ પડે તો મુનિનો પુરુષાર્થ ફાટીને સ્થિરતા જલ્દી વધી જાય; એવી સાતા-અસાતાના નિમિત્તો આવે તો પણ મારી આત્મસ્થિરતાનો અંત ન આવો, એટલે કે એવી મારી નિશ્ચલસ્વરૂપ સમાધિ સાધકદશા જયવંતપણે ટકી રહો; અત્રે બાવીસ પરિષહ વિચારી લેવા. મહંતપુરુષોએ વિરુદ્ધ પ્રસંગોમાં નિશ્ચલ દશાવ! પરમ આશ્ચર્યકારી સંયમસમાધિ રાખી છે તેને ધન્ય છે. ગમે તે અગવડતાનો યોગ દેખાય પણ જ્ઞાનીને તે બાધા કરી શકે નહિ. જ્ઞાનમાં બધું દેખાય પણ જ્ઞાનમાં કાંઈ પેસી જાય નહિ. ઉપસર્ગ ચાર પ્રકારના છે, દેવ અથવા વ્યંતરકૃત, તિર્યચકૃત, મનુષ્યકૃત અને અચેતનકૃત. કમઠે શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે ઉપસર્ગ કરેલો તથા શ્રી મહાવીર ભગવાનની છદ્મસ્થ દશામાં ઉપસર્ગ થયેલા છતાં અંતરમાં તેમને ક્ષોભ ન હતો, એમ જ દરેક ધર્માત્મા મુનિ આત્મસ્થિરતામાં અડોલ રહે છે. ઘાણીમાં પીલી નાખે છતાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (ર૭) સ્વરૂપની સ્થિરતામાંથી બહાર નીકળવાનો વિકલ્પ પણ ન આવે, મેં ઘણું સહન કર્યું એવો વિકલ્પ પણ ન આવે; અને જેને એમ થાય કે મેં ઘણું સહન કર્યું તેને પોતાના સામર્થ્યનું ભાન નથી. લોકોને વાંચન શ્રવણ મનન કરવું નથી પણ વાતો કરવી છે, નિવૃત્તિ લઈને આવી અપૂર્વ ભાવનાનો ભાવ તો કોઈ લાવો? શ્રીમદ્ અહીં સ્વરૂપની સ્થિરતાનું ઘોલન કરે છે, પોતાના ભાવને મલાવે છે. એકેક શબ્દમાં અપૂર્વતા છે, મંગળિકમાં જ અપૂર્વતા છે. અપૂર્વ સાધકદશા (મુનિપર્યાય) પ્રગટ થવાની ભાવના ભાવે છે. ૪. સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો, અપૂર્વાા પાા આવી ભાવના બીજી ગાથામાં હતી. હવે “ સંયમના હેતુથી યોગ પ્રવર્તના” એ ભાવના છે, તેનો અર્થ એ છે કે ઈન્દ્રિય દમન માટે પૂર્વના શુભાશુભ સંસ્કારની અસ્થિરતા ટાળવા માટે, પૂર્ણ શુદ્ધ અકષાય દષ્ટિના લક્ષ, શુભ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨૮) પરિણામરૂપ ઉપયોગમાં છઠ્ઠા ગુણસ્થાનકમાં વર્તવું હોય છે, તેમાં શ્રવણ, શિષ્યને ઉપદેશ, આહાર, વિહાર, દેવગુરુધર્મની ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન વિગેરે સંયમના હેતુએ થાય છે. હું સ્થિર છું, જ્ઞાતા છું, કેવળ અસંગ છું એ દષ્ટિએ તેમાં વર્તવાનો પુરુષાર્થ વર્તે છે, તેની સાથે શુભયોગની પ્રવર્તના થાય તે પણ જિન વીતરાગ ભગવાનની આજ્ઞાને આધીન વર્તે છે. હું પૂર્ણ અવસ્થાપણે થયો નથી તેથી જિન ભગવાને સાધકનાં લક્ષણો જે કહ્યાં છે તે આજ્ઞાનું આરાધન કરવામાં મારું પ્રવર્તન થાય છે, કેમકે જિન શાસન વીતરાગ ચારિત્રદશામાં નિર્દોષપણે વર્તવાનો મારો ભાવ છે. આ ભગવતી પૂજ્ય દિવ્ય જિનદીક્ષાનું બહુમાન છે. “નમો લોયે સવ્વ સાહૂણં” સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ આત્મામાં એકત્વપણે રહેનારા સાધુ, પંચ પરમેષ્ઠિમાં વંદનીક છે, અનંત જ્ઞાની ભગવંતોએ પ્રરૂપેલા લોકોત્તરમાર્ગ (મોક્ષમાર્ગ) માં જેઓ પ્રવર્તે છે, તેમનું બહુમાન થવું જોઈએ. સાતમી ભૂમિકાએ આરાધ્ય-આરાધકનો, તથા હું મુનિ છું વિગેરે વિકલ્પ, તથા વ્રતાદિના શુભ પરિણામોનો વિકલ્પ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨૯) છૂટીને સ્વસંવેદનમાં સ્થિર થઈ જાય છે, ત્યાં વધવંદક ભાવનો વિકલ્પ પણ હોતો નથી. સર્વજ્ઞ ભગવાન કહે છે કે-છઠ્ઠી ગુણસ્થાનકે મુનિપણાનો આચાર, હેતુ, અને નિયમ તથા ષટુ આવશ્યક આદિ ક્રિયાના શુભ વિકલ્પ અકષાયના લક્ષે રહે છે. જાઓ તો ખરા ! કેટલી ભાવના ! ભાવના ભાવતાં વીતરાગ જ્ઞાની પ્રત્યે કેટલી અનન્ય ભક્તિ રહે છે, અને કહે છે કે હે નાથ “તે ધર્મો સદામિ, પત્તિયામિ, રોયેમિ, ફાસેમિ, પાલેમિ’ જિનેન્દ્ર વીતરાગનો ધર્મ હું શ્રદ્ધ છું, તેની રુચિ કરું છું, અંતરમાં સ્પર્શના એટલે જાણું છું અને આરાધું છું. જિનઆશાના વિચાર વડે મારો સાધક સ્વભાવ કેમ વધે એ ભાવના છે. પૂર્ણ યથાખ્યાતચારિત્ર જ એક ઉપાદેય છે. શુભાશુભ જોગની પ્રવર્તના તે મારો સ્વભાવ નથી, તેનાથી ગુણ થતો નથી. એવું ભાન છે છતાં શુભ જોગ થયા વિના રહે નહિ. નિચલી ભૂમિકામાં પુરુષાર્થમાં વર્તતા નિમિત્તરૂપ શુભ જોગ સાથે રહે છે. સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો” અહીં ગુણ પ્રગટાવવાની વાત છે. જેટલા અંશે મન સંબંધીના જિનઆજ્ઞા વિચારાદિ આલંબન છૂટે તેટલી સ્વરૂપસ્થિરતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩૦) સહેજે વધતી જાય. અને તેટલા અંશે આજ્ઞા આદિના આલંબનનો વિકલ્પ છૂટી જાય છે. “તે પણ ક્ષણ-ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં તેનો અર્થ એ છે કે-જ્ઞાનમાં જેમ અંતરસ્થિરતા વધતી જાય તેમ નિમિત્તનો વિકલ્પ તૂટી જાય છે. સાતમે ગુણસ્થાને ભગવાન શું કહે છે એ આદિ આજ્ઞાનું અવલંબન સહેજે છૂટી જાય છે. મનના પરિણામનું ક્ષણે-ક્ષણે ઘટવું અને અંતરમાં સ્થિરતા સ્વરૂપરમણતાનું વધવું થાય છે. જુઓ તો ખરા ! શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થાશ્રમમાં ખાટલા ઉપર બેસીને કેવી ભાવના ભાવી છે, આ જાતનો સિદ્ધાંતિક ટુકડો તો કોઈ લાવો ! અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો” પ્રભુ શું કહે છે-એ વિકલ્પનું પણ અવલંબન છૂટી જાય, અને એકલી જ્ઞાનસ્વરૂપ સમાધિમાં સ્થિરતા રહે એવો અપૂર્વ અવસર કયારે આવશે એ ભાવના અહીં ભાવી છે. આવી આત્મસ્વરૂપની સ્વકાળદશા, નિગ્રંથ વીતરાગ સ્થિતિધારક મુનિપદ, આ દેહે પ્રાપ્ત થાય એવો અપૂર્વ અવસર (શુદ્ધ પર્યાયની નિર્મળતા, સ્થિરતા) કયારે આવશે? એમ ચૈતનની જાતમાંથી ભાવના ભાવવી જોઈએ. પોતાના શુદ્ધ સ્વરૂપની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩૧). ભાવના ભાવનાર કાળક્ષેત્રને ન જુએ, પોતાની યોગ્યતા જાએ. “પૂર્ણતાના લક્ષે શરૂઆત” અહીં પૂર્ણ ઉપર મીટ છે. જેને જેનું પોસાણ થાય તેના વાયદા ન હોય. જેમાં ઉત્કૃષ્ટ રુચિ હોય તેમાં ક્ષણમાત્રનો વિલંબ સહ્યો ન જાય. આત્માનો સ્વભાવ આનંદસ્વરૂપ છે તેથી આનંદની હોંશો આવે તેમાં એકલો આત્મા જ ઘોળાય. આત્મસ્થિરતા અને તે સ્થિરતાનો પુરુષાર્થ પોતાને સ્વાધીન છે; પણ મન, વચન, કાયાના યોગનું સ્થિર રહેવું કે પલટાવું તે ઉદયાધીન છે. સર્વથા તે યોગનું પ્રવર્તન ઘટીને અયોગીપણું તો ચૌદમે ગુણસ્થાને થાય છે. સાતમે ગુણસ્થાને અપ્રમત્તદશામાં “હું મને જાણનાર-દેખનાર' આદિ સર્વ વિકલ્પ છૂટીને આત્મસ્વરૂપમાં સ્થિરતા વર્તે છે, તેમાં બુદ્ધિપૂર્વક કોઈ વિકલ્પનો અવકાશ નથી. તેમાં થતા અતિ સૂક્ષ્મ વિકલ્પ કેવળજ્ઞાનગમ્ય છે; સાધકને તે વિકલ્પભેદોનું લક્ષ નથી. અપૂર્વ અવસરની બારમી ગાથા સુધી સાતમા ગુણસ્થાનક સુધીની ભાવના સમજવી. “અવસર” = તે તે ભાવની સ્થિરતાની અવસ્થા, એકાગ્રતા. અહીં મુખ્યપણે મુનિપણાની નિગ્રંથદશાને અવસર ગણ્યો છે. ૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩ર) પંચ વિષયમાં રાગ-દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીત લોભ જો. અપૂર્વ શા ૬ાા ધન્ય ભાવના! ધન્ય એ અપૂર્વ સાધક સ્વભાવની નિગ્રંથદશા. એક દિવસ આ ભાવના બોલાતી હતી, તેમાં એક મતાગ્રહી બોલ્યા કે, એ આવી ભાવના ભાવતો હતો અને સાધુ કેમ ન થયો? અરેરે ! કેટલી અધમ મનોદશા! પંચમકાળની બલિહારી છે. નિંદા કરનારને એટલું પણ ભાન નથી કે આ તો ભાવના છે. સમ્યક્દર્શન થતાંની સાથે જ મુનિપણું આવે એવો નિયમ નથી, મુનિપણું કાંઈ હઠથી થતું નથી. અહીં તો લોકોત્તર પરમાર્થમાર્ગ છે, અપૂર્વ સાધકદશાની ભાવના છે. જેટલો પુરુષાર્થ ઉપડે તેટલું જ કાર્ય સહેજે થાય. કોઈ માને છે કે અમે બાહ્યત્યાગ કર્યો માટે સાધુ કહેવાઈએ, પણ આ કાંઈ નાટક ભજવવાનું નથી, આ તો અપૂર્વ વીતરાગચારિત્રની વાત છે. રાગ-દ્વેષ-કષાયની ત્રણ ચોકડીનો અભાવ થયે મુનિપણું પ્રગટે છે અને સહેજે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩૩) બહારથી નિમિત્ત વસ્ત્રાદિ છૂટી જાય છે એવો નિયમ છે. હુઠથી કાંઈ થતું નથી. ભાવના કરે ને તરતજ ફળ દેખાય એવો કોઈ નિયમ નથી, પણ ભાવના કરનારને પૂરો વિશ્વાસ છે, કે હવે સંસારમાં એકથી વધુ ભવ નથી. આવા પવિત્ર ધર્માત્માએ કરેલી ભાવનાનો વિરોધ કરનારા જીવો પણ હતા, એના વખાણ કરવા હોય તો તમે અમારા મકાનમાં આવશો નહિ એમ પણ કહેનારા હતા. અત્યારે તો કાળ (એ અપેક્ષાએ) સારો છે કે જેથી ઘણે સ્થળે તેમનો મહિમા ગવાય છે. જ્ઞાન અને જ્ઞાનીની વિરાધના કરનારા જીવોને સાચા હિતની વાત ગોઠે નહિ; જેમ સન્નિપાતના (ત્રિદોષના) રોગીને ગળ્યું દૂધ હાનિ કરે, તેમ સંસારમાં જે ઊંધા પડ્યા છે તેને પરમ હિતની વાત સાંભળતાં સનો અનાદર આવે. તે પોતાને મહાન માને છે, અને બીજાને તુચ્છ માને છે, વિષયકષાય કોને કહેવા, તેને કેમ ટાળવા તે કાંઈ સમજે નહિ. જિનઆજ્ઞાનું ભાન નહિ, અને ઘર મૂકીને વેશધારી થઈને ચાલી નીકળ્યા એટલે ત્યાગી થયાનું અભિમાન ધારણ કરે છે. વીતરાગની આજ્ઞાના નામે અનંત જ્ઞાનીની અને પોતાની આશાતના કરે છે. આશાતના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates (૩૪) કયાં થાય છે તેનું તેને ભાન નથી તેને કોણ સમજાવે ? એવા જીવો (વ્યવહારમૂઢ) ઘણા જોયા તેથી શ્રીમદ્દે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે '' લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહિ ૫૨માર્થને લેવા લૌકિક માન. 99 તેવા જીવોને સમ્યગ્દર્શન શું તેનું ભાન નથી, અને માત્ર શુભભાવને (મંદ કષાયને ) ધર્મ માને છે, સંવર માને છે, નિર્જરા માને છે. પણ ખરી રીતે શુભપરિણામ રાખે તો પુણ્ય છે, ધર્મ નથી. અમે વ્રતધારી છીએ, ત્યાગી છીએ, એવું અભિમાન હોય ત્યાં તો મંદ કષાય પણ નથી, તો સંવર, નિર્જરા કય ાંથી હોય? ન જ હોય. જેને જ્ઞાનીને ઓળખવા છે તેણે મધ્યસ્થતા તથા આદર સહિત તેમના પ્રત્યે અવલોકન કરવું, તેમની વાત ઉપર મધ્યસ્થતાથી વિચાર કરવો, ને મતાર્થ, માનાર્થ, સ્વચ્છંદ આદિ દોષો ટાળીને અતીન્દ્રિય આત્મધર્મનો નિર્ણય કરવો. · પંચ વિષયમાં રાગ-દ્વેષ વિરહિતતા’ પાંચ પ્રકારના વિષય-નિંદા-પ્રશંસાના શબ્દ, સુંદર અસુંદર રૂપ, ખાટો મીઠો વગેરે રસ, સુગંધ દુર્ગંધ ગંધ, સુંવાળો-કર્કશ વગેરે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ( ૩૫ ) સ્પર્શ એ બધામાં રાગ-દ્વેષ થવો જોઈએ નહિ અને વિશેષ કરીને તેમની ઉપેક્ષા વર્તવી જોઈએ. જેથી હાથીના કડક ચામડે કાંકરીનો સ્પર્શ થતાં તેનું કંઈ લક્ષ ન હોય, તેમ સ્વરૂપ સ્થિરતાની રમણતામાં પ્રકૃતિના શુભ અશુભ પક્ષનું લક્ષ પણ ન હોય. જ્ઞાતાસ્વરૂપના પૂર્ણ ધ્યેય આગળ વિષય કષાયની વૃત્તિ (વિકલ્પ ) પણ ન આવે. ગમે તેવા પ્રતિકૂળ, અનુકૂળ પુદ્દગલ રચનાના વિકૃત ગંધ-રસ, રૂપના ગંજના ગંજ પડયા હોય છતાં તે નિમિત્તની અલ્પ પણ અસર ન થાય. " પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો’ પાંચ પ્રમાદ થઈ ન જાય, એટલે કે સ્વરૂપમાં અસાવધાની ન થાય. પ્રમાદ પાંચ પ્રકારના છે-મદ, કષાય, વિષય, નિંદા, વિકથા. મદ-પોતાના સ્વરૂપની જેને મહત્તા વર્તે છે તેને પ૨વસ્તુના ક્ષણિક સંયોગની મમતા કેમ આવે ? જેમ ચક્રવર્તીને ચોસઠ હજા૨ સેરૂવાળા અતિ મૂલ્યવાન ઘણા હાર હોય, તેને ભીલ ચણોઠીનો હાર આપી જાય તો તેનો ક્ષોભ કેમ થાય ? તેમ જ્ઞાની ધર્માત્માને વિષયકષાયથી ક્ષોભ ન થાય. એટલે તે હોય જ નહિ. જ્ઞાનસ્વરૂપની સ્થિરતામાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩૬). કોઈપણ સંયોગે ક્ષોભ કે અસ્થિરતા ન થાય. વિકથા-આત્માની ધર્મકથા ભૂલીને પરકથા માંડે તેવી વૃત્તિ પણ ન આવે. સંસારની કુથલીનો રસ તે વિકથા છે તે જ્ઞાનીને ન હોય. જેને મોક્ષની પૂર્ણ પવિત્રતાનો પ્રેમ છે તેને સંસારના વિષય, કષાય, નિંદા આદિ કરવાનો ભાવ કેમ હોય ? ન જ હોય. મુનિપણામાં આવા પાંચ પ્રકારના વિષય તથા ક્રોધ, માન, માયા, લોભની ચોકડીનો અભાવ હોય છે. પ્રમાદ-આત્મસ્વરૂપમાં અણઉત્સાહ તેનું નામ પ્રમાદ છે. આત્મસ્વરૂપમાં ઉત્સાહ અથવા સ્વરૂપમાં સાવધાની તેનું નામ અપ્રમાદ છે. એવી સર્વોત્કૃષ્ટ સાધકદશા (સ્વકાળ સ્થિતિ સ્થિરતા) વર્તે, એવી શુદ્ધ અવસ્થાની એકાગ્રતા જલ્દી વર્તો એવી અહીં ભાવના છે. “દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ” (૧) દ્રવ્ય પ્રતિબંધ વણ-કોઈ પરવસ્તુ વિના ન ચાલે, તેમાં અટકવું પડે તેમ હોય નહિ. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર સિવાય જ્ઞાનીને કાંઈ જોતું નથી. (૨) ક્ષેત્ર પ્રતિબંધ વણ-હુવા, પાણી, સગવડતા અમુક ક્ષેત્રે સારા છે માટે ત્યાં રોકાવું તેમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ( ૩૭ ) હોય નહિ. (૩) કાળ પ્રતિબંધ વણ-શિયાળામાં અમુક ક્ષેત્ર મને અનુકૂળ પડે, ઉનાળામાં અમુક ઠેકાણે જવું એવો કાળનો પ્રતિબંધ હોય નહિ. (૪) ભાવ પ્રતિબંધ વણ-કોઈપણ એકાંત પક્ષનો આગ્રહ ન હોય. આ ઠેકાણે મને માનનાર ઘણા છે અથવા આ સ્થાને ઘણા મનુષ્યો છે, તેની ભક્તિ સારી છે માટે મારે ત્યાં રહેવું અથવા મને બધા ભક્તિભાવથી આગ્રહ કરે છે માટે રોકાવું એવો ભાવ (ઇચ્છા ) આદિ હોય નહિ. એવા ચાર પ્રકારના પ્રતિબંધ રહિત તથા ભાવ અપ્રતિબંધપણે મોક્ષમાર્ગમાં અપ્રતિહત ભાવે કયારે વિચરશું, એવી ભાવના અહીં ભાવી છે. વળી ‘વિચરવું ઉદયાધીન પણ વીત લોભ જો' એક ગામથી બીજે ગામ જે વિહાર સ્થાન છે, તેમાં લોભ કષાય રહિત સંયમહેતુએ ઉદયાધીનપણે, પૂર્વપ્રકૃતિનો યોગ દેખાય તેમજ વર્તવું હોય. , ઉદયાધીનપણે ' પૂર્વપ્રકૃતિનો જેવો ઉદય આવે તેને વિવેક સહિત જાણે કે એમાં મારું કર્તવ્ય નથી, અને તેમાં મમત્વ રાગ ન કરે. પ્રકૃતિના ઉદયને જ્ઞાનભાવે જાણે. અને જ્ઞાનમાં જ્ઞાનપણે વર્તે, પણ તેમાં કોઈ ઇચ્છા, વિકલ્પ કે મમતા ન કરે. ત્યાં અપૂર્વ વીતરાગદશા ( Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩૮) માટે સાધક નિગ્રંથ મુનિ અપ્રતિહત દર્શન-જ્ઞાનચારિત્ર મોક્ષમાર્ગમાં વર્તે, આત્માની આવી અપૂર્વ સ્થિરતા ઉત્કૃષ્ટ સાધકદશા કયારે આવશે એવી ભાવના ભાવી છે. “સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને ” ઉદયની સૂક્ષ્મ સંધિને પ્રજ્ઞા વર્ડ સ્થિરતાથી છેદી, અકષાયલક્ષે વિચરવાની ભાવના પ્રગટ કરી છે, અને તેથી કહ્યું કે વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો કોઈ જિનેશ્વર મહાન પુરુષ મળે અથવા મુનિવર સત્પુરુષનો જોગ પ્રાપ્ત થાય તો તેની પાછળ ચાલી નીકળીએ, એવો અપૂર્વ અવસર કયારે આવશે ? બાહ્ય અને અત્યંતર કર્મકલંક ટાળી આત્મસ્વરૂપની સ્થિરતા કરું એવી સાધકદશાની આ અપૂર્વ ભાવના છે. ૬. (તા. ર-૧ર-૩૯) ક્રોધપ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માનપ્રત્યે તો દીનપણાનું માન જો; માયાપ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ તા ૭ ા જેની રુચિ હોય તેની ભાવના ભવાય, આત્મા કાંઈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩૯). કષાયરૂપે નથી તેથી ચાર કષાયને ટાળવાનો ભાવ અહીં જણાવે છે. આત્મા કાંઈ ક્રોધ, માન, માયા, લોભરૂપ નથી, ક્રોધાદિ ભૂલ તેનો સ્વભાવ નથી, ભૂલરૂપ થવાનું માને ભલે પણ પોતે કાંઈ ભૂલરૂપ થઈ જતો નથી. જેવો ક્રોધ કરવા પ્રત્યે ભાવ હતો, તેવો ક્રોધને ટાળવા માટે ક્રૂરતારૂપ ભાવ કરું, એટલે કે જ્ઞાનમાં ટકું, ક્રોધ પ્રત્યે અરુચિ થતાં ક્રોધ અટકી જાય છે, કેમકે અંદરમાં જ્ઞાનકળા વડે જ્ઞાનની ધીરજ પ્રગટી છે. માખીને સાકર અને ફટકડીનો વિવેક છે તેથી સાકર ઉપર બેસે અને ફટકડી ઉપર ન બેસે. માખીને પણ બેઉ વસ્તુના લક્ષણોને જાણી ગ્રહણત્યાગનો વિવેક છે; તેમ જીવે પણ વિવેક કરવો જોઈએ. હું જડ વસ્તુના લક્ષણથી ભિન્ન લક્ષણવાળો, રાગ-દ્વેષ રહિત, પવિત્ર આનંદરૂપ છું, પૂર્વ કર્મના રજકણો ક્રોધાદિરૂપે ઉદયમાં દેખાય છે, પણ તે આનંદ રસથી જુદા લક્ષણવાળા દોષીત કર્મભાવ છે; માટે તેવા ભાવ મારે ન કરવા. જેમ માખી ફટકડીમાં ખટાશ જાણીને છોડે છે, તેમ જ્ઞાની વિવેક વડે સ્વપરનું લક્ષણ ભિન્ન જાણીને, પરભાવ મોહકર્મજનિત શુભાશુભ ભાવની જડ પ્રકૃતિને છોડે છે; અને સ્વાનુભવમાં સ્થિર રહે છે, આત્માના અનહદ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪૦) નિરાકુળ આનંદરસનો રસિયો તે કલુષતાને વશ કેમ થાય? ન જ થાય. આત્મા છું, સત્ ચૈતન્યમય છું, શુભાશુભ રાગાદિ પ્રકૃતિ તથા દેહાદિ સર્વાભાસ રહિત સાક્ષી– જાણનારો જ છું એટલે તે પ્રકૃતિ મને બાધક નથી. એવા સાધકને કદી ક્રોધાદિનો અંશ આવે પણ તેની જ્ઞાન-શ્રદ્ધાને અસર ન થાય. અહીં એવા ઉપેક્ષાભાવની ભાવના છે, ઉદયભાવમાં અટકું નહી એવી ભાવના છે. જેમ સત્તાપ્રિય અને પુષ્યવાળો મનુષ્ય હોય તે બીજાને દબાવવાની કળા આબાદ જાણતો હોય અને બધાં પડખાં સરખાં હોય તે નબળાઓને ઊભા થવા ન દે; તેમ આ ચૈતન્ય પ્રભુમાં બેહદ સામર્થ્ય જ્ઞાનબળ ભર્યું છે, તે પુણ્યપાપની પ્રકૃતિને દબાવીને ટાળી દે એવી સ્વસત્તાનું વીર્ય સાધકને જાગ્રત હોય છે. પૂર્વ પ્રકૃતિની હૈયાતી દેખાય તેનો હું સાક્ષી છું, જ્ઞાતા છું એટલે કે તે ક્રોધાદિને થવા ન દઉં, એવા અકષાય શુદ્ધ સ્વરૂપમાં સાવધાન રહું; એવી ઉત્કૃષ્ટ સાધકદશા ક્યારે આવશે એવી ભાવનાનું રટણ અહીં કર્યું છે. “માન પ્રત્યે તો દીનપણાનું માન જો ” લોકોત્તર વિનય, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ( ૪૧ ) વિવેક સહિત દીનપણું એ સતસ્વરૂપનું બહુમાન છે, નમ્રતા છે. સદ્ગુરુ પાસે દાસાનુદાસ છું. પૂર્ણસ્વરૂપનો દાસ છું, એમાં દીનતા કે રાંકાપણું નથી, પણ પૂર્ણ કેવળજ્ઞાન સ્વરૂપ આત્માનો વિનય છે. તેમાં જેના અનંતગુણ ઉઘડી ગયા છે તેને ઓળખીને તેવા ગુણ પોતાને પ્રગટ કરવાની રુચિનો વિનય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ક્રોધને ઉપશમભાવે જીતવો, માનને નમ્રતાવડે ટાળવું. “ અહો ! સર્વજ્ઞ વીતરાગ પ્રભુ! કયાં આપની અખંડ પૂર્ણ સ્વરૂપ આનંદદશા અને કાં મારી અલ્પજ્ઞતા. જ્યાં લગી મારામાં કેવળજ્ઞાન પ્રગટ નથી ત્યાં લગી અલ્પજ્ઞ છું” એવી રીતે પોતાના પૂર્ણ સ્વરૂપમાં ઠરવા માટે અહીં અતિ અતિ નિર્માનતા, મૃદુતા જણાવે છે. પોતાને જેની રુચિ છે તેનું બહુમાન કરે છે, એ વિકલ્પ સાથે જ પૂર્ણ અકષાયસ્વરૂપ છું એ લક્ષે ગુણની વૃદ્ધિનો પુરુષાર્થ છે; એવો આ લોકોત્તર વિનય છે. ચાર જ્ઞાનના ધણી શ્રી ગણધરદેવ, સર્વજ્ઞપ્રભુ પાસે પોતાની પામરતા દેખાડે છે. જ્યારે સંસારમાં ઊંધી દષ્ટિવાળા પરવડે લાભ-નુકશાન માને છે. પુણ્યાદિની પરાધીનતામાં સુખ માની ને અભિમાન કરે છે કે હું શરીરે સુંદર છું, આબરુ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪૨) –પૈસાથી મોટો છું વગેરે ઉપાધિ ભાવોને પોતાના કરીને, અનિત્ય, જડ પદાર્થથી પોતાને મોટો માને છે. એ પુણ્યાદિ જડની ઉપાધિથી હું મોટો છું એમ માનવું તે મહા અજ્ઞાન સહિત ઊંધી દષ્ટિ છે. ધર્માત્મા એમ માને છે કે મારામાં અનંતગુણ છે, અનંતસુખ છે, પણ હજુ પૂર્ણ પવિત્ર દશા પ્રગટ નથી તેથી નિર્દોષ દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરે છે, પોતાને અનંતગુણનું બહુમાન આવતાં વિનયથી ઢળી પડે છે. જે પૂર્ણતાનો સાધક છે તેને પૂર્ણ પવિત્ર સ્વરૂપની આરાધનામાં અલ્પ પણ દોષ રાખવાની બુદ્ધિ હોતી નથી. વિનયવંત ધર્માત્મા સરલપણે અતિ કોમળતાથી વર્તે છે, નિર્દોષ સ્વભાવમાં જાગૃતિવાળી ભાવના ભાવે છે કે એક અંશ પણ ગર્વ ન આવે. એવી નિર્માનતાવીતરાગદશા કયારે આવશે? સાધકને પૂર્ણ શુદ્ધ પરમાત્મસ્વરૂપની પ્રતીત અંતરમાં વર્તે છે, તેથી જાણે છે કે મારી વર્તમાનદશામાં હુજી અસ્થિરતાની નબળાઈને લીધે, હું પામર છું, એટલે કે હું પૂર્ણ સ્વરૂપનો દાસાનુદાસ છું એવો વિવેક હોવાથી વીતરાગી સપુરુષનું બહુમાન કરે છે. પરમાર્થે પોતાના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪૩) સ્વરૂપની તે ભક્તિ છે. મારો પૂર્ણ સ્વભાવ હજી ઊઘડયો નથી માટે અભિમાન કેમ કરું? એમ જાણતો થકો સ્વરૂપની મર્યાદામાં વર્તે છે. કોઈ પણ આત્મા પૂર્ણ શુદ્ધદશાને પામી જાય છતાં તેની અસલી મર્યાદા ફીટીને વધી ન જાય એવો સહજ સ્વભાવ હોવાથી જીવને સિદ્ધ પરમાત્મદશા પૂર્ણપણે નિર્મળ થયા પછી આગળ કોઈ મર્યાદા ઓળંગવાપણું રહેતું નથી. સ્વભાવ જ પોતાવડે પૂર્ણ છે પણ સાધકદશામાં હજી તેના અનંતમા ભાગે પણ ગુણની શુદ્ધતા ઉઘડી નથી તો તેમાં કેમ અભિમાન કરું? મુમુક્ષુ સાધક આત્મા અતિસરલ, હિત અહિતભાવને સમજવામાં વિચિક્ષણ અને વિનયવંત હોય છે, તેમાં જ પાત્રતા તથા લોકોત્તર વિનયપણાની મહત્તા છે. પ્રભુનો ભક્ત પ્રભુ જેવો જ હોય. હું પરમાત્માનો દાસાનુદાસ છું. ચરણરજ છું એવી નિર્માનતા હોય છે. પોતાના ગુણ ઉપર લક્ષ કરીને સ્વભાવની શુદ્ધતા વધારનાર હોવાથી પુણ્યાદિ દેહ વગેરેની મોટાઈ સ્વીકારતો નથી. અપૂર્વ એટલે પૂર્વકાળે નહિ પ્રગટેલી એવી પવિત્ર નિર્માનદશા (મધ્યસ્થદશા–વીતરાગદશા) ની ભાવના ભાવે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪૪) છે. એ ભાવના અપૂર્વ છે. પૂર્વે અનંતકાળમાં લૌકિક સત્ય, સરલતા, નિર્માનપણું વગેરે શુભરાગપણે કરેલું, તે નહિ. પણ આત્માના યથાર્થ ભાનસહિત, અકષાયને લક્ષે, કષાયાદિ રાગ-દ્વેષની અસ્થિરતાનો સર્વથા ક્ષય કરું તે અપૂર્વ અવસર છે. અજ્ઞાનભાવે તો ઘણું કર્યું છે, બાહ્યથી ત્યાગી થઈ ધ્યાનમાં બેઠો હોય, ત્યાં તેના દેહને કોઈ બાળે અથવા ચામડી ઉતરડી ક્ષાર છાંટે છતાં મનમાં ક્રોધ ન કરે, એવા પ્રકારની ક્ષમા અજ્ઞાનભાવે અનંતવાર કરી, છતાં અંતરમાં મન સંબંધી શુભપરિણામનો પક્ષ (બંધભાવ ) ઉભો રહ્યો, પણ જ્ઞાનભાવે નિર્જરા ન થઈ. આત્માના ભાન વિના જે સરલતા, વિનય, નિર્માનતા આદિ છે તે બધું મનની ધારણારૂપે પરભાવ છે. તે બંધભાવને (ઉદયભાવને ) પોતાનો માનીને શુભ અશુભ લાગણીરૂપે પરભાવમાં ટકવું થયું છે; પણ આત્માને ૫૨થી નિરાળો નિરાલંબી કેમ રાખવો તેની જ્ઞાનકળા જ્યાં લગી જીવે ન જાણી ત્યાં લગી તેની બધી મહેનત મતમાં ગઈ છે, અજ્ઞાન તે બચાવ નથી. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની' કપટભાવની તુચ્છવૃત્તિ સામે અખંડ જ્ઞાયક સાક્ષી ભાવની જાગૃતિરૂપ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com " Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪૫) સરળતા એટલે વિભાવ સામે (મલિનભાવ સામે) વિરુદ્ધતારૂપ નિર્દોષ વિચિક્ષણતા કેળવું તો ગુણ વડે દોષ ટળે. કોઈ કહે કે સંસારમાં શઠ પ્રત્યે શતા કરવી જોઈએ, તેમ ન કરીએ તો ચાલે નહિ; કંઈક સર્પ ફૂંફાડો રાખીએ તો જ ઘર વહેવાર સરખો ચાલે, સ્ત્રી-પુત્રાદિક બધા કબજામાં રહે, માટે અમારે તો ઘરસંસાર નભાવવા માટે કષાય કરવો જ પડે; તેને જ્ઞાની કહે છે કે, એ માન્યતા ઊંધી છે, ભ્રમણા છે. પાપ કરું, ક્રોધ-કપટ કરું તો બધા ઠીક રહે. એટલે દોષ વડે ગુણ થાય એમ કેમ બને ? જેણે એવા ઊંધા સિદ્ધાંત માન્યા છે, તે ક્રોધ, કપટ છોડી શકે નહિ. માટે શઠ પ્રત્યે શઠતા કરવી તે સ્વયે અપરાધ છે. તેના પ્રત્યે પણ સરળતા-સજ્જનતા હોવી જોઈએ. પ્રયોજનવશ કોઈને સૂચના આપવા સંબંધી વિકલ્પ આવી જાય એ જાદી વાત છે; પણ કષાય કરવા જેવા છે એ માન્યતા તો મિથ્યા છે. થોડોઘણો ક્રોધમાન-માયા-લોભ કરું તો જ બધું ઠીક ઠીક બની રહે એવું માન્યું તેમાં એમ જ આવ્યું કે અવગુણ કરું, દોષ-દંભ કરું તો જ સારું રહે, વ્યવસ્થા રહે, એ બધી ઊંધી માન્યતા છે, દોષ કરવા જેવો માન્યો તેને દોષ રાખવાની બુદ્ધિ થઈ, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪૬) તો તેનાથી ગુણ કેમ પ્રગટે ? માટે આત્માનું હિત કરવું હોય તો મારો સ્વભાવ બેહદ સમતા, ક્ષમારૂપ છે તેવો નિર્ણય કરવો. સંસાર, દેહાદિ પરદ્રવ્યની વ્યવસ્થામાં કોઈનું ધાર્યું થતું નથી, દરેક વસ્તુનું કાર્ય સ્વતંત્ર છે. કોઈ ચીજ પરને આધીન નથી. વળી કોઈ સાથે રાગદ્વેષ વડે તે તે ચીજ અનુકૂળ થતી નથી, પણ પૂર્વનાં પુણ્ય હોય તો તે તેના કારણે અનુકૂળ દેખાય છે, પણ કોઈ ચીજ, કોઈ આત્મા અન્ય કોઈને વશ નથી. કોઈ કહે “વ્યાપક પ્રેમ વડ જગત વશ થાય છે, માટે વિશ્વ ઉપર પ્રેમ કેળવવો જોઈએ. તો એમાં એ સિદ્ધાંત આવ્યો કે ઘણો રાગ કરું તો બધાં મને અનુકૂળ થાય, ત્યારે મને શાંતિ થાય, પણ તેમ બનતું નથી કારણ કે બધા સ્વતંત્ર છે. માટે પર દ્રવ્યથી ધર્મ અને શાન્તિ નક્કી કરનારા પરને આધીન સમાધાન કરવા માગે છે, તેના બધા સિદ્ધાંત જૂઠા જ છે. નિર્દોષ મોક્ષમાર્ગમાં તો પર સંયોગની અપેક્ષારહિત, રાગદ્વેષ, વિષયકષાય રહિત ત્રિકાળી જ્ઞાયક છું, પરથી ભિન્ન, પૂર્ણપવિત્ર જ્ઞાનપણે છું, રાગાદિપણે નથી, દેહાદિની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪૭) ક્રિયા કરી શકતો નથી. પુણ્યાદિ પર ચીજની મદદની ઓશિયાળવાળો નથી, એકલો પૂર્ણજ્ઞાન આનંદ સ્વભાવી છું, એવી પવિત્રદશા પ્રગટ કરવાનો જે સ્વલક્ષની સ્થિરતારૂપ પુરુષાર્થ તે પોતાથી થાય છે. તેમાં પર ચીજ મને મદદ કરે-અનુકૂળ થાય એવી પરાધીનતા નથી. કારણકે દરેક આત્માનો જ્ઞાન સ્વભાવ સદાય સ્વતંત્ર છે, પૂર્ણ છે. શુદ્ધ સ્વભાવની દષ્ટિમાં અંશ માત્ર રાગ નથી, પર–આલંબન નથી, છતાં સ્વભાવની પૂર્ણ સ્થિરતા ન કરી શકે ત્યાં નિર્દોષ દેવ-ગુરુ-શાસ્ત્ર તથા વીતરાગી ધર્મ પ્રત્યે વિનય-ભક્તિરૂપે વલણ રહે છે. તે ગુણની રુચિનું વલણ છે. તેમાં અલ્પ પણ રાગ-દ્વેષ આદરણીય નથી તો પછી પરનું કરવું-ન કરવું તેની વાત કય પંથી હોય? કારણ કે કોઈ આત્મા પરનું કાંઈ કરી શકતો નથી. માટે જેને ઠીક કરવું છે, સ્વાધીનપણે ટકી રહે તેવું સાચું હિત કરવું છે, તેણે પોતે નિર્દોષ જ્ઞાનસ્વભાવ વડે સમજવું જોઈએ કે દોષથી ગુણ પ્રગટ ન થાય, માટે વસ્તુ સ્વરૂપને ત્રિકાળ અબાધિત ન્યાય વડે સમજો. આત્મા સદાય જ્ઞાન-આનંદસ્વરૂપ નિર્દોષ સાક્ષી છે. હું જ્ઞાતા છું, પૂર્ણ છું, તેની પ્રતીતિ, તે સ્વાધીન પૂર્ણસ્વરૂપનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪૮) જ્ઞાન અને તેનું જ વલણ રહે ત્યાં અલ્પ પણ ક્રોધ, માન, માયા, લોભ આદરણીય ન જ હોય. વર્તમાન પુરુષાર્થની નબળાઈથી અલ્પ કષાયની અસ્થિરતા થાય તે જુદી વાત છે, પણ અમે ગૃહસ્થી છીએ માટે અમારે થોડા પણ રાગદ્વેષ કરવા જોઈએ, તો જ બધા સરખા રહે, એ અભિપ્રાય મિથ્યા છે. કારણકે પૂર્વના પુણ્ય વિના બહારની સગવડતા મળતી નથી. ખરેખર તો બહારની સગવડતા છે એમ કહેવું તે કલ્પના માત્ર છે, છતાં છે એમ કદાચિત લોક વ્યવહારથી માની લ્યો, પણ હું ઘર, સંસાર, દેહાદિને આમ જ ઠીક રાખી શકું, બધાને દાબમાં રાખી શકું, પર મને મદદગાર છે, હું પરને મદદ કરી શકું છું એ માન્યતા અજ્ઞાન છે, મિથ્યાદર્શન શલ્ય . પરદેશી રાજા, મહાન રાજ્યનો સ્વામી કડક સત્તાપ્રિય હતો; છતાં એવો વખત આવ્યો કે રાણીએ ઝેર ખવડાવ્યું. પોતે જાણ્યું છતાં સ્ત્રી ઉપર ક્રોધ ન કર્યો અને જાણ્યું કે આ દેહનો અંત આ પ્રકારે જ લાગે છે. હું કોઈ પણ વસ્તુનો સ્વામી નથી, સ્ત્રીએ મારા શરીરથી લાભ ન દીઠો તેથી તેણે તેનું વૈષરૂપ કામ કર્યું, હું મારું જ્ઞાનરૂપ કામ કરું. ઝેર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪૯) ખવડાવ્યું તે પણ જાણ્યું, હું તો અસંયોગી જ્ઞાતા જ છું એમ વિચાર કરતાં કરતાં પોતાના પવિત્ર સ્વભાવના મહિમામાં સ્થિર થઈને, મહાપવિત્ર સમાધિદશામાં જ્ઞાનભાવે દેહ છોડયો. પોતાની પાસે રાજસત્તા હતી પણ વાપરી નહિ. એ ભૂલ ન હતી પણ એ તો જ્ઞાનીની વિચિક્ષણતા છે, વિવેક છે; કોઈ કહે કે અમે ૫૨ ચીજમાં ધાર્યું કામ કરીએ, પણ તેમ કદી કોઈનું કોઈ વડે થઈ શકતું જ નથી. જ્ઞાનમાં સ્વને ભૂલીને માત્ર રાગદ્વેષની કલ્પના થઈ શકે. દરેક આત્મા પોતાના અનંતગુણપણે, અનંત સ્વ સામર્થ્યપણે છે, ૫૨૫ણે-૫૨ની ક્રિયા કરવાપણે ત્રણકાળ, ત્રણલોકમાં કોઈ સમર્થ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કાર્ય કરી શકે નહિ, નિમિત્તપણે કર્તા છું એમ માનવું તે પણ અજ્ઞાન છે. માટે પર ઉ૫૨ દબાણનો ભાવ-કષાય કરે તોપણ પરથી લાભ-અલાભ થઈ શકે નહિ; પણ પોતાના ત્રિકાળી સ્વભાવના લક્ષે જ્ઞાનસ્વભાવની જાગૃતિ અને શાન્તિરૂપ ગુણ ઉઘડે છે. કોઈ વસ્તુ પરાધીન નથી. દરેક પદાર્થ પૂરેપૂરા સ્વતંત્ર છે, ખુદા છે. અનાદિ અનંત પોતા વડે પૂર્ણ છે, માત્ર સ્વભાવનું લક્ષ કરી અનાદિનો ઊંધો અભિપ્રાય (ખોટી Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫૦) માન્યતા) બદલવાની જરૂર છે. સાચું જ્ઞાન અંતરથી સમાધાન કરે છે, અને અજ્ઞાનભાવ પરમાં ઠીક અઠીક કલ્પના કરીને સંયોગની ઉપાધિ પામે છે. મારા તરફથી કોઈને દુઃખ ન થાઓ, એવી સમજણમાં સર્વ સમાધાન છે. એવો અભિપ્રાય હોય તો, નીતિ ન્યાયનું વર્તન થયા વિના રહે નહિ. કુટુંબમાં કોઈની ભૂલ થઈ જાય તો જ્ઞાનમાં (સમજણમાં) સમાધાન કરવું જોઈએ. પતિમાં ભૂલ હોય તો જેમ સ્ત્રી જતું કરે છે, સહન કરે છે, તેમ કદી સ્ત્રી ભૂલ કરે તો તેનો પતિ જરાપણ સહન ન કરે એ ન્યાય નથી. લૌકિકનીતિવહેવારમાં સજ્જનતાનો દાવો કરનારા પોતાના માનેલા સિદ્ધાંત ખાતર ઘણું સહન કરે છે, અને એ નીતિની ખાતર બીજાં બધું જતું કરે છે; તો લોકોત્તર આત્મધર્મમાં વહેવારુ સજ્જનતા તો હોય જ. આખો સંસાર કઈ સ્થિતિએ છે તે વિવેકથી અને સમજણની ધીરજથી જેને જાણતાં આવડે છે તે બીજાને દોષ, દુઃખ આપવાના ભાવ કરે નહિ. પ્રશ્ન- આપની વાત સાચી છે, પણ ઘરસંસારમાં રહીને એમ થવું અસંભવ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫૧) ઉત્તરઃ- પર સંયોગ કોઈને લાભ કે નુકશાન કરી શકતા નથી; અજ્ઞાન વડે માનો ભલે. જેને એવું અભિમાન છે કે અમે ક્રોધાદિ કષાય ન કરીએ તો અમારું કામ ન ચાલે; માન-આબરૂ, સગવડતા જળવાય નહિ, લોકમાં નમાલા (નપુંસક જેવા ) કહેવાશે તો તે માન્યતા ખોટી છે. (૧) જેણે તીવ્ર ક્રોધ, માન, માયા, લોભમાં ચૈતન્યવીર્યને ખૂબ જોયું છે, પરનું દબાણ, અનીતિ, ભૂંડા આચાર સેવ્યા છે તે ભયંકર નરકગતિના નપુંસક થયા. (નપુંસકદવાળા જીવને સ્ત્રી-પુરુષ બેઉના કામભોગની અનંતી કડક, તીવ્ર આકુળતા હોય છે. (૨) જે જીવો ક્રોધ, માન, લોભમાં થોડા જોડાયા અને કપટ વધારે કર્યું તે તિર્યંચ-પશુ થયા. (૩) જે મંદકષાયના મધ્યમ ભાવપણે રહ્યા તે મનુષ્ય થયા. (૪) જે શુભ ભાવમાં વધ્યા તે દેવ થયા. (૫) જેણે સ્વરૂપસ્થિરતા વડે કષાયમાં તદ્દન વીર્ય ન જોયું તે વીતરાગી સિદ્ધ-પરમાત્મા થયા. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” સિદ્ધ પરમાત્મા સમાન પૂર્ણ પવિત્ર શક્તિ દરેક આત્મામાં ભરી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫૨ ) છે, પણ બેહુદ જ્ઞાન-સમતા સ્વરૂપની પવિત્ર શાન્તિને ભૂલીને ક્રોધ, માન, માયા, લોભરૂપ વિષયવાસનામાં જોડાવું, ૫૨ વસ્તુમાં સુખબુદ્ધિ કરવી તે મહાપાપ છે. સ્વાધીન સ્વરૂપની અનંતી હિંસા છે. ક્રોધાદિ તુચ્છ ભાવને ધારણ કરવામાં પોતાની હીણપ, નપુંસકપણું છે; માટે પ્રથમ જ આત્માને યથાર્થ સ્વરૂપે જાણી, ૫૨થી ઠીક-અઠીક માનવાનો, ૫૨માં કર્તા-ભોક્તાપણાનો અભિપ્રાય ફેરવી, એવો નિર્ણય કરે કે મારા નિત્ય જ્ઞાનસ્વભાવમાં અલ્પ પણ ક્રોધ, માન, માયા, લોભ નથી, માટે તે કરવા જેવા નથી. હિત-અતિરૂપ તો પોતાના જ ભાવ હોવાથી પોતે પોતાના ભાવને વશ રાખી શકે, એવો સમજણરૂપ સ્વભાવ નક્કી થવાથી એ પણ નક્કી થયું કે ક્રોધાદિ દોષવડે સ્ત્રી-પુત્રો આદિ સરખાં રહે, દબાઈ જાય એ માનવું પણ જૂઠું જ છે; માટે ત્રિકાળી ગુણદષ્ટિ રાખીને અવગુણ (દોષ ) કરવાનું લક્ષ સ્વપ્નામાં પણ ન રાખો; અલ્પ પણ ક્રોધાદિ કષાય મારામાં નથી માટે ન થવા દઉં એવો ચોક્કસ અભિપ્રાય ટકાવી રાખવો. જ્ઞાન 66 માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની” જેમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫૩) સ્વભાવની જાગૃતિ છુપાવીને બીજા પ્રત્યે કપટભાવ કરતો હતો તે પર વલણ પલટીને અખંડ જ્ઞાનસ્વભાવની જાગૃતિ એવી રાખું કે, કોઈ પ્રકારના કપટનો અંશ આવે તો તેનાથી જુદો રહી, નિર્દોષ સાક્ષીભાવની શાનદષ્ટિ વડે જાણી લઉં. સ્વભાવની જાગૃતિમાં અંશમાત્ર કપટ આવવા ન દઉં. માયાકુટિલભાવને પવિત્ર સરલસ્વભાવી દ્દષ્ટિ વડે છેતરીને (ટાળીને) જીતી લઉં. “લોભ પ્રત્યે નહિ લોભ સમાન જો ” જેમ લોભમાં લોભ કરવા જેવો છે એમ મમત્વભાવ હતો, તે લોભ પ્રત્યે અંશમાત્ર લોભ નહિ પણ નિર્લોભતારૂપ અકષાયી સંતોષભાવે આત્મામાં સ્થિર રહું, ૫૨મ શાન્તિમય મારા આત્મામાં તૃપ્ત રહું, હું અનંત બેદહ જ્ઞાન-શાન્તિ સ્વભાવી છું. જ્ઞાનસ્વભાવમાં સ્થિરતાવડે નિર્મળતા પ્રગટ થતાં ત્રણકાળ ત્રણલોક જણાય છે, તે પૂર્ણ આનંદસ્વભાવને ભૂલીને ૫૨ સંયોગમાં સુખબુદ્ધિ માની ઊંધો પડયો, તેથી ત્રણકાળ ત્રણલોકના પરિગ્રહની તૃષ્ણા વધાર્યે જાય છે, પણ તે તૃષ્ણાનો ખાડો પૂરો થાય તેમ નથી. અજ્ઞાનભાવે અનંતી તૃષ્ણા વડે જેમ લોભ કરવામાં બેદતા હતી, તેમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫૪) જ્ઞાન સ્વભાવમાં સવળો થતાં બેહદ સંતોષ સ્વરૂપ પૂર્ણ શુદ્ધતાના ભાનવડે અનંતજ્ઞાન, અનંત સંતોષ રાખી શકું છું. અનંત સંસારની વાસના છેદીને હું પુણ્ય-પાપરહિત પૂર્ણ શુદ્ધ પવિત્રતામાં ઠરું, અને નિત્યસ્વભાવનો સંતોષ પામું એવી અહીં ભાવના છે. પૂર્ણ પવિત્ર સિદ્ધપદ પોતામાં શક્તિપણે છે તેની પ્રાપ્તિના લોભનો વિકલ્પ છઠ્ઠા ગુણસ્થાન સુધી આવી જાય છે, પણ દ્રષ્ટિમાં શુભ વિકલ્પનો નકાર છે અને ભવિષ્યમાં “પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો” તેનો વર્તમાનમાં સંતોષ વર્તે છે; એટલે સંસારના પુણ્યાદિ પરમાણુઓની ઈચ્છા નથી; પણ મોક્ષ ઈચ્છાનો વિકલ્પ તૂટીને સ્વરૂપસ્થિરતાની અપૂર્વ જમાવટ કયારે આવશે ? એવી અહીં ભાવના છે. ૭. બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચ િતથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જે. અપૂર્વ ૮ાા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫૫) અપૂર્વ અવસરની ભાવનામાં એવી રુચિનું રટન થાય છે કે ઉત્કૃષ્ટ સાધકદશા પ્રગટો, અને શુભાશુભ પ્રકૃતિના કોઈ પણ ઉદયનો એવો ક્ષય કરું કે ફરીને બંધન ન થાય. જે કાંઈ વિકલ્પ ઉઠે તે જ ક્ષણે અખંડ, અબંધ, અપૂર્વ દશાવડે તેને છેદું; એટલે કે મારી શુદ્ધ દશારૂપ બાણને ઉગ્ર કરીને, કર્મ ઉદયની સૂક્ષ્મ સંધિના જોડાણ ભાવને પુરુષાર્થવડે તોડી નાખું, એવી ઉત્કૃષ્ટ સાધકદશા કયારે આવશે એ ભાવના અહીં છે. બહુ ઉપસર્ગ કરનારા પ્રત્યે પણ લેશમાત્ર ક્રોધ ન થાય. ક્રોધાદિ કષાય કરવાનો અભિપ્રાય નથી; પણ જે પૂર્વે ભૂલનું નિમિત્ત પામી આવેલાં કર્મ, તેની પ્રગટ થતી અવસ્થા શીધ્ર ટળી જાય, એવી સ્વરૂપ સ્થિરતાની જમાવટનો ઉગ્ર પુરુષાર્થ લાવું. પોતે નિરપરાધી છતાં પણ કોઈ દેવ, મનુષ્ય, તિર્યંચ અથવા અચેતન પ્રકૃતિનો ઘોર ઉપસર્ગ-અશાતાના ઉદયમાં આવે તોપણ તે પ્રત્યે લેશમાત્ર ક્રોધ કરું નહિ; કારણ કે પૂર્વ કર્મકૃત અશાતાવેદનીયાદિ ઘણા પ્રકારનાં કર્મ બંધાયેલાં છે; તે તેની સ્થિતિ પૂરી થતાં ફળ દઈને ખરી જવાનાં છે, તે અસ્થાયી હંદવાળાં ક્ષણિક છે, તેનાથી જ્ઞાનગુણને હાનિ નથી. કોઈ માને કે મેં ઘણું સહન કર્યું તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (પ૬) તેની માન્યતા જાદૂઠી છે; કારણ કે જ્ઞાનનો સ્વભાવ બેહદ જાણવું છે. છદ્મસ્થને તો અલ્પજ્ઞાન છે, કેવળજ્ઞાન પ્રગટે ત્યાં બધું-અનંતનું સહેજે જાણવું થાય છે. તે દશા વિના પોતે ઘણું જાણું, ઘણું સહ્યું એમ માનવું તે ભૂલ છે. કોઈ કહે કે કોઈ મને ગાળ દે, નિંદે તો કેટલી વાર મારે સહન કરવું, સહુન કરવાની કંઈ હુદ હોવી જોઈએ ને? પણ તેમ નથી. સહવું એટલે સમજણનું કાર્ય જાણવારૂપે રહેવું તે છે. અનંતી અગવડતાના સંયોગ દેખાયા કરે છતાં જ્ઞાન અટકવાના સ્વભાવવાળું નથી, જાણવું તેમાં દોષ કે દુઃખ નથી. જેમ છે તેમ જાણવું તે ગુણ છે. તેમાં અનંતી સમતા છે. આત્મા સદાય બેહદજ્ઞાનસમતાનો સમુદ્ર છે, પર ચીજને હું જાણું છું એમ કહેવું વ્યવહારમાત્ર છે, ખરેખર પોતે પોતાના જ્ઞાનની સ્વચ્છતાને પોતામાં જાણે દેખે છે, પર ચીજ કોઈને બગાડનાર કે સુધારનાર નથી. આત્મા સ્વાધીન જ્ઞાનસ્વરૂપે છે, રાગાદિ કે દેહાદિ વગેરે પરચીજપણે ત્રણકાળમાં નથી. એક દ્રવ્યમાં પરનું કારણ-કાર્યપણું, પરાધીનપણું કે પરને મદદગારપણું ત્રણલોક ત્રણકાળમાં નથી. એક તણખલાના બે કટકા કરવાની તાકાત કોઈ આત્મામાં નથી; છતાં માને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫૭) તેની માન્યતા જpઠી છે, તેને સ્વતંત્ર જ્ઞાનસ્વભાવી આત્માનું ભાન નથી. પરનિમિત્ત ઉપર દષ્ટિ છે તેણે રાગ કરવા જેવો માન્યો છે, પરથી મને લાભ-નુકશાન થાય તેમ માન્યું; તેણે અનંતા પર સાથે અનંતો રાગ-દ્વેષ કરવા જેવો માન્યો; તેની ઊંધી દષ્ટિમાં ત્રણે કાળે રાગ દ્વેષ કરવા જેવા છે એમ આવ્યું. પણ જ્ઞાનમાં સ્વલક્ષે જ્ઞાનનું સમાધાન કરવા જેવું છે એમ ન આવ્યું. જેણે સર્વજ્ઞ વીતરાગના ન્યાયથી યથાર્થ જ્ઞાનસ્વભાવને ઓળખી, અનાદિ અનંત એકરૂપ, પરથી ભિન્નપણે જાણનાર છું એવા બેહદ, અપરિમિત-જ્ઞાન સમતાસ્વરૂપની પ્રતીતિ કરી છે તેને જ્ઞાનસ્વભાવની ધીરજ કોઈ પણ રીતે ખૂટે તેમ નથી. માટે ગૃહસ્થદશામાં પણ અખંડ જ્ઞાનસ્વભાવની પ્રતીતિમાં બેહદ સમતા સહજ આવે છે. જ્ઞાન તો ગુણ છે, ગુણથી દોષની ઉત્પત્તિ સંભવે નહિ. જેણે જ્ઞાનને પોતાનું સ્વરૂપ માન્યું તેણે પરથી અટકવું માન્યું નથી. એટલે જ્ઞાનભાવે જેમ છે તેમ જાણી લેવું તે તો ગુણ છે, જ્ઞાનનું કાર્ય જાણવાનું છે, રાગનું કાર્ય પર ચીજમાં ઠીક અઠીક કલ્પના વડે અટકવાનું છે. જ્ઞાન તો દરેક આત્માનો સ્વતંત્ર અખંડ સ્વભાવ છે તે કોઈ કાળે જાણવામાં ખૂટે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫૮) અટકે તેવા સ્વભાવે નથી. જેને પર ચીજમાં તીવ્ર સ્નેહ છે. તેને તૃષ્ણા મોહરહિત જ્ઞાનસ્વભાવી આત્માની ઓળખાણ નથી. અમુક મોહ ટાળ્યા વિના ધર્મની નજીક અવાય નહિ. પૈસો ખરચે ખૂટે નહિ એ ન્યાયનો સિદ્ધાંત છે. મધ્યસ્થ વિચારથી યથાર્થપણે કુદરતી નિયમ સમજવા જેવો છે કે, દાન દેવાથી ધન ન ખૂટે પણ પુણ્ય ખૂટે તો ધન ખૂટે. નિર્લોભી અકષાયી પવિત્ર આત્મસ્વરૂપની ઓળખાણ થયા પછી, શુદ્ધાત્માનું લક્ષ નિરાલંબી જ્ઞાનભાવમાં વર્તે છે; તેથી પ્રથમ સંસાર તરફનો અશુભ રાગ બદલી સાચા ધર્મની પ્રભાવના અર્થે, લોભકષાયનો ત્યાગ કરે છે. સાચા ધર્મને સાધનારા ટકી રહો એટલે મારો વીતરાગભાવ વધી જાય, એવી ભાવનામાં ગૃહસ્થને અશુભથી બચવા માટે દાનાદિ ક્રિયા થયા વિના રહે નહિ. પરની ક્રિયા સાથે સંબંધ નથી, પણ ગુણની રુચિમાં સર્વથા રાગ ટળ્યો નથી, તેથી રાગ રહ્યો તેની દિશા બદલે છે, પણ શુભ રાગને મદદગાર માનતો નથી. પરથી તદ્દન નિવૃત્તિસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ છું એવી સ્વાધીન તત્ત્વની રુચિ રાગનો નાશ કરનાર છે. તેથી બ્રહ્મચર્ય, સત્ય વગેરે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫૯). સગુણની રુચિ થયા વિના રહે નહિ, સ્વરૂપની સાચી ઓળખાણ થઈ કે તુરત જ ત્યાગી થઈ જાય એવો નિયમ નથી. સાચી ઓળખાણ થાય તેને વ્યવહારુ નીતિ તથા પરમાર્થે સત્ય પ્રગટ્યા વિના રહે નહિ, જ્યાં પરમાર્થસત્ય છે, ત્યાં વ્યવહાર ( નિમિત્ત) સત્ય વચનાદિ હોય જ. સત્યનું ભાન પ્રગટ કર્યું, ત્યાં અસત્નો (ખોટી સમજણનો) અંશ પણ ન રહે એવો ચોક્કસ નિયમ છે. ચિ અનુયાયી વીર્ય” જેમાં જેનો પ્રેમ હોય તે ઈષ્ટની પ્રાપ્તિ કરવા માટે પુરુષાર્થ કરે જ, જેનું પોષાણ થાય તેને માટે મરી ફીટીને પણ મેળવવાનો પ્રયત્ન કરે જ એવો નિયમ છે. પરાધીનતાનું દુ:ખ દેખે તો દોષ-દુઃખ વિનાનો હું એકલો છું એમ વિચારે, અને બીજું બધું જતું કરી, છૂટવાનો ઉપાય ગોતે. જેમ નાની ઈયળ અથવા અળશિયું પત્થર તળે દબાણું છતાં જીવતરના લોભે, દેહ ઉપર ઘણું વજન છતાં દેહનો કટકો થઈ જાય તેટલું જોર કરીને બહાર નીકળે છે. મંકોડો જો કોઈને ચોંટે તો અર્ધ શરીર તૂટી જાય પણ મૂકે નહિ એમ દરેક જીવ પોતાને ગોઠેલું (કરવા ધારેલું) કરતો દેખાય છે. તેથી એમ સિદ્ધ થયું કે સમજણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (60) અનુસાર રુચિ, રુચિ અનુયાયી વીર્ય હોય જ. જેને જે જાતનું પોષાણ નક્કી થયું, ઈષ્ટ માન્યું તેને મેળવવાનો પૂરો પુરુષાર્થ કરે જ. તેને માટે દેહ જતો કરે, પણ માનેલા ઈષ્ટની પ્રાપ્તિ કરે જ. (પર ચીજને કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. કલ્પનાથી ભલે માને.) લૌકિક કહેવત છે કે “દેહું પાતયામિ કિંવા અર્થ સાધયામિ” તેમ અનંતકાળની પરાધીનતાથી= રાગદ્વેષ અજ્ઞાનભાવથી છૂટવાનો ઉપાય જેણે પોતાના જ્ઞાનસ્વભાવ વડે જાણો તેની રુચિ કેમ ન થાય! હું સદાય જ્ઞાનાદિ અનંત ગુણવડ પૂર્ણ છું, શુદ્ધ છું, રાગાદિ, પુણ્ય પાપ, પર ઉપાધિ, મળ-મેલ મારામાં નથી. પરથી જુદો જ છું એમ જેણે જાણ્યું તે યથાર્થ સ્વરૂપની નિઃશંક શ્રદ્ધામાં જ્ઞાનવીર્ય વડે, સ્વાધીનસ્વરૂપની એકાગ્રતાથી આખું સિદ્ધપદ લેવા સ્વરૂપ રસમાં ચોંટયો, લીન થયો તે કેમ ઉખડે? પેલો મંકોડો તો તૂટી જાય પણ આ પૂર્ણ સ્વભાવની શુદ્ધતાની સંધિ અને શુક્લધ્યાનની શ્રેણી તૂટે જ નહિ; કેવળજ્ઞાન લાવે જ. વચ્ચે કષાયાદિમાં અટકવું થાય નહિ એવો અવસર (અવ=નિશ્ચય, સર=શ્રેયમાર્ગ) કયારે આવશે એવી અહીં ભાવના છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૬૧) પરથી ભિન્નપણે ત્રિકાળી જ્ઞાનસ્વભાવપણે છું. કોઈ વડે અટકનાર નથી, પરપણે નથી, રાગાદિપણે નથી, પર વલણનો અશુદ્ધભાવ તો એક સમયમાત્રની અવસ્થા જેટલો છે; હું નિત્ય ટંકોત્કીર્ણજ્ઞાયક એકરૂપ છું, કોઈ નિમિત્તની અપેક્ષાવાળો નથી, એવો દરેક આત્મા પૂર્ણ સ્વતંત્ર ભગવાન છે. સર્વજ્ઞ ભગવાનના શાસનમાં આખા જગતના ન્યાય ભર્યા છે, મધ્યસ્થપણે સ્વતંત્ર સ્વભાવથી વિચારો તો સર્વશના ન્યાય અનુસાર બધું જ્ઞાન આત્મામાં ભર્યું છે. શ્રીમદ્ એ જ કહ્યું છે કેઃ બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ.” બહુ' શબ્દ અહીં બેહુદવાચક છે, બહુ ઉપસર્ગ સામે બેહદ ક્ષમા સ્વભાવ જાગૃત છે. ક્ષમા એટલે સ્વભાવથી ભરેલી જ્ઞાનદષ્ટિમાં કોઈના દોષ ન દેખાય, કારણ કે કોઈ વસ્તુ દોષરૂપ નથી. ગમે તેવી અગવડતાના પ્રસંગો જ્ઞાનની સ્વચ્છતામાં જણાય તેથી જ્ઞાનીને બાધા નથી. અશુભ કર્મના સંયોગને જ્ઞાની જાણે છે કે જેવા ઊંધા પુરુષાર્થ વડ વિકારી પર્યાયનો પૂર્વે સ્વીકાર કર્યો હતો તે ભૂલનું ફળ વર્તમાનમાં દેખાય છે, પણ હવે ત્રિકાલી અખંડ જ્ઞાનસ્વભાવનો સ્વામી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૬ર) હોવાથી, ભૂલરૂપે પરિણમતો (થતો ) નથી; પણ નિર્દોષ જ્ઞાતાપણે અભૂલ સ્વભાવના ભાનમાં ટકીને ભૂતકાળની અવસ્થાનું તથા નિમિત્તનું જ્ઞાન કરું છું. જ્ઞાની જે સંયોગો દેખે તેમાં હર્ષ શોક કરતા નથી. નિર્દોષ જ્ઞાન સ્વભાવનું લક્ષ રાખીને જ્ઞાનીને અલ્પ રાગદ્વેષમાં જોડાવું થાય છે તેની મુખ્યતા નથી; પણ ત્રિકાળી જ્ઞાનસ્વભાવી છું તે જ મુખ્ય છે. એવું વિચારી નિઃશંક સ્વભાવમાં સાચો અભિપ્રાય લાવો કે, રાગદ્વેષ મોહરૂપે હું નથી; કારણ કે તે મારો સ્વભાવ નથી, માટે અંશમાત્ર કષાય કરવો નથી; રાગદ્વેષ ન થવા દઉં એટલે કે જાગૃત જ્ઞાન સ્વભાવની બેહદતામાં સ્થિર રહું એવો અભિપ્રાય ટકાવી રાખવો તે જ જ્ઞાનની ક્રિયા છે. અલ્પ રાગનો ભાગ થાય છે તે જાદી વાત છે. પણ અમારે તો રાગદ્વેષ કરવા પડે એવું માને તેમાં તો ઘણું અહિત છે. હું બીજાઓને સમજાવી દઉં, મારા વડે બીજા સમજે છે, મારી સલાહથી બધું સારી રીતે નભે છે, એમ પરની વ્યવસ્થા પ્રત્યે કર્તુત્વ કે મમત્વ રાખવું એવી માન્યતા તે મહાપાપ છે, પરનું કાંઈપણ કાર્ય કરી શકું એ ઊંધો અભિપ્રાય છે, તે અભિપ્રાયમાં અનંતી આસક્તિ છે માટે તે અભિપ્રાય પ્રથમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બદલવો જોઈએ. હું સદાય પરથી જુદો, જ્ઞાન આનંદસ્વરૂપી છું, જ્ઞાન સિવાય કાંઈ કરી શકતો નથી. પર વલણમાં અટકતો ભાવ નિત્ય સ્વભાવની ભાવના વડે ટાળનાર છું; પર મને મદદગાર હોઈ શકે નહિ. મારું કર્તવ્ય-ફરજ તો એ છે કે રાગરહિત, પર આલંબન રહિત જ્ઞાન કરવાનું છે. પૂર્ણ પવિત્ર જ્ઞાનપણે છું, એવો અભિપ્રાય સળંગ ટકાવી રાખવો અને સ્વરૂપ સચિની દઢતા વધારવી એ જ હિતકર છે. કોઈને પ્રસંગવશ સલાહ સૂચના વગેરે કહેવું પડે તેમાં કોઈ જાતનો આગ્રહ-મમત્વ ન જોઈએ. હું જે વાત કરવાનો ભાવ કરું છું તેનાથી કોઈ સુધરે કે બગડે એનું કર્તુત્વ-મમત્વ છોડી દેવું. પછી તે સુધર્યો કે ન સુધર્યો તે તેના આધારે-તેના ભાવે છે; મેં કોઈનું કાંઈ કરી દીધું નથી, ત્રણે કાળે જ્ઞાન જ કર્યું છે એમ માન્યું એટલે રાગ-દ્વેષ થવાનો ખાસ અવકાશ રહેતો નથી. સુધરવાનું પોતાને છે. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં કંઈ બગાડ થતો નથી. વર્તમાન એક સમયની અવસ્થામાં પર તરફ વલણ કરી નવા રાગદ્વેષ કરે છે તે ભૂલ નિત્યજ્ઞાનસ્વભાવનું લક્ષ અને સ્થિરતાવડે ટાળી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૬૪). શકાય છે. માટે સમાધાન કરવાનું પોતાને છે; પરથી કાંઈ નથી. આમાં અનેક પ્રશ્નોના સમાધાન આવી જાય છે. હું બીજાને શીધ્ર સમજાવી દઉં, પરની વ્યવસ્થા રાખી શકું એ આદિ માન્યતા ત્રણે કાળે જદૂઠી છે. જે પોતે એક જ સુધર્યો તેને આખું જગત સુધર્યું, જેણે સ્વાધીન સ્વરૂપે એક આત્માને અવિરોધપણે જાણ્યો, તેને કોઈ વિદન નથી. ગમે તેવી અનુકૂળતા કે પ્રતિકૂળતાના નિમિત્ત આપનારા બહુ ઉપસર્ગ આપે તેમાં જ્ઞાનને શું ? ઉપસર્ગ ચાર પ્રકારે કહ્યા છે. દેવ-મનુષ્ય-પશુ, અને અચેતનકૃત; તેમાં કોઈ પ્રત્યે ક્રોધનો વિકલ્પ પણ આવે નહિ. કોઈ માને કે હું મારા ભાઈ, મિત્ર, પુત્રાદિ ઉપર આટલો આટલો ઉપકારી રહ્યો છતાં તેનો બદલો તેઓ નિંદા આદિ અગવડતા આપી મને હેરાન કર્યા કરે છે, એ માનવું તે મિથ્યાભ્રમણા છે. એ બધા સંયોગો પૂર્વકર્મના નિમિત્ત છે, તેમાં તું ઠીક અઠીકની–મારાપણાની કલ્પના કરે છે, નિમિત્ત આત્મામાં નથી; માટે તેની અસર ન લે તો તને કોઈ જબરજસ્તીથી બગાડનાર નથી. કોઈ પણ પર વસ્તુ પરાણે રાગ-દ્વેષ, ક્રોધાદિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૬૫ ) ઉપજાવતી નથી. આત્મા અરૂપી જ્ઞાનથન, જ્ઞાનપિંડ છે, તેમાં રાગ-દ્વેષ ઉપાધિનો અંશ નથી; તો પછી પરવસ્તુ પ્રત્યે ક્ષોભ શા માટે કરવો ? ૫૨વસ્તુ છે તે તદ્દન ભિન્ન, તેના ભાવે સ્થિત છે. એમ સ્વતંત્ર વસ્તુસ્વભાવને ભિન્ન જાણે, તો ‘મારામાં ક્રોધ નથી, દ્વેષ-અણગમો નથી, ઉપાધિ નથી ' એમ દેખાશે. , આત્મા જ્ઞાતા, સાક્ષી છે; અરૂપી જ્ઞાનમાં ગમવું-ન ગમવું આદિ વિકલ્પ (ઉપાધિ ) નો અંશ નથી. લોકો ૫૨ વસ્તુથી સુખ-દુઃખ કલ્પી બેઠા છે, અને પોતાને રાગવાળો માને છે, પણ જો આત્મા રાગાદિરૂપ થઈ ગયો હોય તો રાગ ટળી શકે નહીં. વળી જીવ પરના કા૨ણે પોતાને સુખી-દુઃખી કલ્પે છે તે પણ ખરું નથી. જો બીજાથી જીવને દુઃખ થાય એવું હોય તો જીવ ક્ષમા રાખી શકે નહિ; પણ તેમ તો થતું નથી. આત્મા ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં-પ્રસંગમાં ક્ષમા, સમતા, શાંતિ રાખી શકે છે તેમાં કોઈ ના પાડી શકે નહીં. નિમિત્ત ગમે તેવાં મળો, પણ તેનો સવળો અર્થ થઈ શકે છે. પવિત્ર આત્મજ્ઞાનીની પણ કોઈ વાર નિંદા થાય, નિંદાનાં પુસ્તકોનાં પુસ્તકો લખાય, પણ તેમાં આત્માને શું? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૬૬) કોણ કોની નિંદા કરે ? એકેક અક્ષર અનંત પરમાણુઓનો બનેલો છે, તે (વાણી) તો પરમાણુની અવસ્થા છે. તે નિંદાના શબ્દો કહેતા નથી કે તું વૈષ કર, પણ અજ્ઞાની પોતાની ઊંધી માન્યતાને લીધે, “અમારી નિંદા કરે છે” એમ માની પોતે પોતાના ભાવે દ્વેષ કરે છે. પણ જ્ઞાનીને રાગ-દ્વેષ કરવા નથી તો પછી પરાણે કોણ કરાવી શકે? જ્ઞાની જાણે છે કે નિંદાના શબ્દોનાં જડ રજકણો પુસ્તકપણે થવાનાં હોય તેને કોઈ પણ શક્તિ રોકી શકે તેમ નથી, એમ જાણનાર જીવને ગમે તે પરિષહ આવે ત્યારે ક્ષમા કરવી તે મારું સહજ સ્વરૂપ છે, સમતા સ્વરૂપની સ્થિરતા વધારવાની ઉત્તમ કસોટીનો આ કાળ છે, સામો જીવ મને દુઃખ દેવામાં નિમિત્ત થાય છે એમ તેનો દ્વષ ન થાય, પણ તેની અજ્ઞાનદશા જોઈ કરુણા આવે. પણ કોઈ પ્રત્યે દ્વેષ કે ક્રોધ ન થવો જોઈએ એમ સમતાભાવ રાખે છે. જ્યાં સુધી પરવસ્તુમાં જીવે કર્તુત્વ-મમત્વ માન્યું છે અને પરથી જુદાપણું સમજ્યો નથી, ત્યાં સુધી તે અભિમાન અને રાગદ્વેષ કરશે, તથા પરનો કર્તા-ભોક્તા છું, એવી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૬૭) કલ્પના કરશે. પરસંબંધી ધાર્યું કદી થાય નહીં અને ઊંધી માન્યતાથી રાગ-દ્વેષ ટળે નહીં માટે પ્રથમ વસ્તુસ્વરૂપને જાણો, તેનો અભ્યાસ, વાંચન, શ્રવણમનન કરો; સાચી સમજણ વિના ઊંધી ખતવણી થશે. લોકોને એમ થાય છે કે મારો દીકરો થઈને, મારો ભાઈ થઈને, હૃદથી આગળ વધીને અમારું આવું અહિત કેમ કરે ? પણ ભાઈ રે! સંસારનો એવો જ નિયમ છે; એ કાંઈ નવીન નથી. અને તે ટાળવાનો સાચો ઉપાય એક માત્ર આત્મજ્ઞાન છે; લોકોમાં વહાલી વસ્તુને ટકાવી રાખવા માટે કેટલી ઉત્કૃષ્ટ કાળજી રાખે છે, તો પછી સાચું હિતઆત્મસ્વરૂપ તેની પ્રાપ્તિ થઈ તેમાં કોઈ પણ પ્રકારનું વિદગ્ન કેમ આવવા દે? ન જ આવવા દે. (તા. ૩-૧ર-૩૯) અકષાયદષ્ટિ વડે કષાય ટાળવાની આ ભાવના છે. પૂર્વ ભૂલનાં કારણોથી સત્તામાં પડેલાં આવરણો તે ચારિત્રમોહને ટાળવાનો અપૂર્વ અવસર કયારે આવશે? ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગો આવે, પણ તે કરનારા પ્રત્યે ક્રોધ નહીં પણ ક્ષમા એટલે “હું મને ક્ષમા દઉં છું,” તેનાં નિમિત્તોને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૬૮) દૂર કરવા નથી કારણ કે નિમિત્તે દૂર કર્યા થતાં નથી, પણ તે સંબંધનું નિર્દોષ જ્ઞાન થાય છે, અથવા રાગ-દ્વેષ થઈ શકે છે, પણ નિમિત્તોના પ્રસંગને દૂર કરવાનું કોઈનું સામર્થ્ય નથી. માટે તે વખતે ક્ષમા ટકાવી રાખવી, તે પોતાના પુરુષાર્થને આધીન છે. અજ્ઞાની પર નિમિત્તને ટાળવા-દૂર કરવા માગે છે, પણ તેનું દૂર થવું જીવને આધીન નથી, જીવની સત્તાની તે વાત નથી; તેથી ધાર્યો પુરુષાર્થ તે (અજ્ઞાની) કરી શકે નહિ. તેથી અશાંતિ ટળી શકે નહીં. અને શાંતિ મળે નહીં. ધર્માત્મા નિમિત્તનું લક્ષ નહીં કરતાં પોતે જ સમતાભાવને-ક્ષમાસ્વભાવને ધારણ કરે છે. સામાં જીવને ક્રોધ કરતાં અટકાવવો તે આ જીવના સામર્થ્યની વાત નથી પણ મારા સહજ સ્વભાવમાં હું સમતા કરું, તે મારી સત્તાની વાત છે. ઘાણીમાં પીલી નાખે છતાં અશરીરી ભાવ ટકાવી રાખવાની આ વાત છે. અહીં ઉત્કૃષ્ટ સાધકદશાની ભાવના છે. તેથી જ ઉત્કૃષ્ટ પરિષહુની વાત કરી છે. આ સહજ વીતરાગદશાની ભાવના છે. નિગ્રંથ મુનિદશામાં સળંગ આત્મસમાધિ જ્યારે વર્તે છે, ત્યારે બહાર શું થાય છે તેની કાંઈ ખબર રહેતી નથી. બોલે કોણ ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૬૯) સમજાવે કોણ ? સાંભળે કોણ? એવી મધ્યસ્થ વીતરાગ ભાવનાનો હકાર સાચા સ્વરૂપની ઓળખાણ થયે આવે. પર નિમિત્તને ટાળવું, રાખવું કે તેમાં કાંઈ ઘાલ-મેલ કે ફેરફાર કરવો તે ચેતનના આધારે નથી; માટે તેનો નિર્ણય લાવી એકવાર સાચા અભિપ્રાયની હા તો લાવો! આત્માની સ્વાધીનતા જેમ છે તેમ તેની હું લાવો તો રાગ-દ્વેષ કરવાનો ઉપાધિભાવ (બંધભાવ) આખો ઉડી જશે. જે કર્તવ્ય આત્માને હાથ છે તે જ કરવું એવો જ્ઞાનીનો આશય છે. અજ્ઞાની બાહ્ય સંયોગોને હડસેલવા (દૂર કરવા) માગે છે, અને તેથી રાગદ્વષ-મોહ કરે છે, ત્યારે સમ્યજ્ઞાની ધર્માત્મા જે પોતાને આશ્રિત જ્ઞાનપરિણમનચક્ર છે તે વડે સમતાસ્વભાવના ચક્રમાં પરિણમે છે, તેથી સહેજે રાગ-દ્વેષ, વિષય-કષાયનું તેને જીતવું થાય છે. કદી ઘોર અસાતાના ઉદયયોગે શરીરને ઘાણીમાં પીલી નાંખવાનો ઘોર ઉપસર્ગ આવે તો પણ જ્ઞાની તે સંબંધી રાગ-દ્વેષ રહિત જ્ઞાન કરે છે; જ્ઞાનમાં જાણે છે પણ જાણવામાં અટકે નહીં. જે નિમિત્તના પરમાણુઓ છૂટા પડે છે તેનું જ્ઞાન વર્તે છે. આવો અભિપ્રાય તો લાવો ! હું તો પાડો! આત્માની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (90). શ્રદ્ધા જેને હોય તેને ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગમાં ખેદ હોય નહીં, તેનો વિચાર નહીં, અંતરંગમાં ક્ષોભ નહીં, એવી જ્ઞાનની દઢતા હોય છે. જ્યાં સુધી ગૃહસ્થ અવસ્થા છે અને પુરુષાર્થમાં નિર્બળતા છે, ત્યાં સુધી તે જ્ઞાની હોવાં છતાં પૂર્વપ્રારબ્ધવશાત્ બહારથી જરા અસ્થિરતા થઈ જાય, પણ અભિપ્રાયમાં તે અશરીરી વીતરાગ- ભાવનું લક્ષ છે, અને તેવી જ પ્રગટ અવસ્થાની ભાવના હોય છે. આગળ મહાન મુનિવરો થઈ ગયા; તેઓએ ગમે તેવા ઉગ્ર પરિષહમાં પણ અપૂર્વ સમતા-સમાધિભાવે સહજ શાંતિમાં ઝૂલી, જ્ઞાનની રમણતા ટકાવી રાખી. દેહ પીલાય છે એવો વિકલ્પ પણ તોડીને જ્ઞાનઘન વીતરાગદશા રાખી; જેમાં રાગ-દ્વેષના વિકલ્પોનો પ્રવેશ ન થાય એવી અપૂર્વ સાધકદશા જલદી આવો એવી ભાવના રાખી છે. આ ધર્માત્મા ગૃહસ્થાશ્રમમાં બેઠા હતા કે આત્મામાં બેઠા હતા? સ્વરૂપની યથાર્થ જાગૃતિના ભાન વડે અપૂર્વતાના આ સંદેશા છે; આત્મબળનું જોડાણ સ્થિરતામાં અધિકપણે વર્તે છે, અને વીતરાગસ્વભાવને સિદ્ધ કરીને તે રૂપ થવાની ભાવના અહીં ભાવે છે; એમના નિઃશંક અભિપ્રાયમાં ભવનો અભાવ દેખાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭૧) ગૃહસ્થદશામાં પણ દઢતર સમ્યકત્વ હોઈ શકે છે, પરિચય કરે તો સમજાય. લોકોને બાહ્ય સંયોગની કાળજી અને લક્ષ રહે છે કે, આવા સંયોગો જોઈએ અને આવા ન જોઈએ; એ આદિ આગ્રહવાળા વિચાર જ્ઞાનીને ન હોય, ગમે તે પર નિમિત્ત હો પણ તેમાં રાગ કે મમતા કરતા નથી. અત્રે અશરીરી ભાવનો મહિમા લીધો છે કે – “ધન્ય તે મુનિવરા રે, જે વર્તે સમભાવે.” એ ઉત્કૃષ્ટ સાધકદશાની રુચિ જેના અંતરમાં યથાર્થપણે વસી છે તેની આ ભાવના છે. વંદે ચક્રિ તથાપિ ન મળે માન જો ” છ ખંડનો અધિપતિ ચક્રવર્તી મહા વૈભવવંત હોય છે. તેની બેહજાર દેવી સેવા કરે છે, ૪૮ હજાર પાટણ, ૭૨ હજાર નગર, ૯૬ કરોડ પાયદળનો તે ધણી છે (આ વાત સાધારણ માણસની બુદ્ધિમાં ન પણ બેસે) આવો રાજા વર્તમાનકાળે પંચમહાવિદેહ ક્ષેત્રમાં હયાત છે, ત્યાં સનાતન જૈન નિગ્રંથ મુનિધર્મ સદાય વર્તે છે. એ ચક્રવર્તી સમ્રાટ મોટા ભપકાથી મુનિને વંદન કરવા આવે, ત્યાં બહુ જ સ્તુતિ કરે - “હે મુનિ મહારાજ! આપ બહુ જ પવિત્ર દશાવાળા છો ” એમ તેમને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭૨) બહુમાનથી વંદન કરે, પણ મુનિને તે સંબંધે માનનો અંશપણ નથી. જેને જે ગોઠે તેવું તે કરે, એ ન્યાયે ગુણનો આદર કરનારને ગુણ ગોઠયા છે, તે તેના કારણે છે; અને કદી નિંદા કરનારને દોષ ગોયા, તો તે પણ તેના કારણે છે, તેથી મુનિને તે પરસંબંધી કાંઈ પણ વિકલ્પ નથી. ચૈતન્ય આનંદમૂર્તિ ભગવાન આત્મા પોતે જ્ઞાનાનંદની સહજ સમતામાં મહાસુખ, પૂર્ણ સ્થિરતામાં, એકાગ્રતામાં ટકયો છે, તેને સ્વસ્વરૂપથી બહાર નીકળવું કેમ ગોઠે? ન ગોઠે. મુનિપણામાં જે પવિત્રદશા પ્રત્યક્ષ પ્રગટપણે વર્તે છે તે ઉત્કૃષ્ટ સાધકદશાનો આ ગાળામાં આદર છે. તે દશા પોતાને વર્તમાનમાં પ્રગટી નથી તેથી અહીં તેની રુચિ વધારે છે. પોતાનાં પાત્રતા છે અને તેવી દશાનો આદર છે, તેથી પૂર્ણતાના લક્ષે આ ભાવના ભાવી છે. યથાર્થ સ્વરૂપની ઓળખાણ જેને વર્તે છે તે સમ્યગ્દષ્ટિ આવી ભાવના કરે છે. “લહી ભવ્યતા મોટું માન, કવણ અભવ્ય ત્રિભુવન અપમાન” ત્રિલોકનાથ તીર્થંકરદેવ સર્વજ્ઞભગવાનના મુખકમળથી ધર્મસભા વચ્ચે વાણી છૂટી કે આ જીવ ભવ્ય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭૩). છે, તે સમાન બીજાં જગતમાં મોટું માન કર્યું હોય? તથા કોઈ જીવને દૂરથી દેખીને સહેજે વાણીમાં શબ્દ નીકળ્યો કે એ જીવ અપાત્ર છે તો તેથી જગતમાં મોટું અપમાન કર્યું સમજવું? સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાનની વાણી એક જીવને ઉદ્દેશી ખાસ કહે કે, આ જીવ સુપાત્ર છે. અહો, ધન્ય! એના જેવું જગતમાં મોટું માન બીજાં કયું? જ્યારે ગૌતમ ગણધરદેવ સમવસરણમાં (ધર્મસભા) માં પેઠા, અને માનસ્થંભ ઓળંગીને પ્રભુ સન્મુખ થયા કે પ્રભુનો દિવ્ય ધ્વનિનો ધોધ છૂટયો. તેમાં પ્રથમ વાકય “અહો! ગૌતમ ભવ્ય છે” એમ સાક્ષાત્ પ્રભુની પ્રથમ દિવ્યધ્વનિમાં પ્રથમ માન ગૌતમને મળ્યું. તીર્થકર ભગવાનને પહેલાં કેવળજ્ઞાન પ્રગટયું હતું, છતાં છાસઠ દિવસ સુધી વાણી છૂટી ન હતી. સર્વજ્ઞ ભગવાન તો વીતરાગ છે, તેમને ઈચ્છા નથી. પણ ભાષાના રજકણોનો કુદરતી યોગ એવો હતો કે લોકોત્તર પુણવંત ગણધર પદવી પામવા લાયક જીવનું ઉપાદાન જ્યાં સુધી પ્રભુ-સન્મુખ નહોતું ત્યાં સુધી તીર્થકર ભગવાનની વાણી બીજાને નિમિત્ત થઈ નહીં. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૦૪). સો ઇન્દ્રો, લાખો દેવ વગેરે અસંખ્યાત પ્રાણીઓ પ્રભુના દર્શને તથા વાણી સાંભળવા આવે છે, ઇન્દ્રો પણ ભગવાનની ભક્તિ કરે છે, છતાં છાસઠ દિવસ સુધી વાણી ન છૂટી અને ગૌતમ ગણધર પ્રભુ સન્મુખ આવતાં જ દિવ્યધ્વનિ છૂટી, માટે હું મોટો એમ તેને (ગૌતમને ) અભિમાન ન આવ્યું, પણ પ્રભુ પાસે દીનતાથી– નમ્રતાથી વિનયમાં ઢળી પડયા છે, અને તે જ ક્ષણે સાતમી અપ્રમત્ત ભૂમિકાનિર્વિકલ્પદશા અને ચોથું (મન:પર્યય ) જ્ઞાન પ્રગટય અને ગણધરદેવની પદવી મળી. - સાક્ષાત સર્વજ્ઞ પરમાત્માથી નીચલી પદવી ગણધરદેવની છે, તે મળી છતાં પોતે અતિ નિર્માનતા વર્ણવે છે કે, “ધન્ય પ્રભુ'! આપની વાણીને પણ વંદન કરું છું; ધન્ય પ્રભુ! આપનો વીતરાગમાર્ગ ! શું પૂછવું! બધાં સમાધાન થઈ ગયાં. ધન્ય પ્રભુ! અપૂર્વ ઉપકારી આપનાં વચન, ભવ્ય જીવોને આત્મામાં ટચ થતાં સર્વથા સંદેહ ટળી જાય છે, અને તેઓ નિર્માનપણે આત્મામાં ઠરી જાય છે. તે અનંત ઉપકારનું વાણી દ્વારા શું વર્ણન કરીએ ! આ ગણધરદેવને ઉત્કૃષ્ટ સાધકદશા વર્તે છે. પાંચમું જ્ઞાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭૫) (કેવળજ્ઞાન) પ્રગટ કરવાનો પુરુષાર્થ વર્તે છે. આવી નિર્માની નિર્ગથદશાનો અપૂર્વ અવસર મને કયારે આવશે? અહીં એ ભાવના ભાવી છે. મોક્ષમાર્ગ પ્રગટ કરવાનો આ નિગ્રંથ માર્ગ છે; બીજો નથી. મુનિને ચક્રવર્તી રાજા ઘણું માન આપે. હજારો જન સમૂહ, અનેક રાણીઓ, તથા નોકરવર્ગ સહિત દર્શન કરે; છતાં મુનિને તેનું માન ન આવે; તે જાણે છે કે આત્માનું માન શબ્દોથી કે વિકલ્પથી થતું નથી, પોતાના ભાવનું તેને ફળ છે. કોઈ નિંદા કે સ્તુતિ કરે તો તે નામકર્મની પ્રકૃતિ છે, તેથી મને લાભ-હાનિ નથી, એમ માનનારા મુનિવરોને ધન્ય છે. દેહ જાય પણ માયા થાય ન રોમમાં” સર્વોત્કૃષ્ટ સાધક દશાવાળા મુનિ પૂર્ણ શુદ્ધતાના પુરુષાર્થની રમણતામાં વર્તે છે. તેમાં કદી દેહનાશનો પ્રસંગ આવે, કદી ઘોર પરિષહનો પ્રસંગ આવે તોપણ દેહમાં અંશમાત્ર પણ મમતા ન થાય; પુરુષાર્થની સ્થિરતાથી છૂટી રાગદ્વેષમાં અટકવું ન થાય; સીધો પુરુષાર્થ વર્તે, તેમાં કુટિલતા ન થાય; સળંગ પુરુષાર્થ પૂર્ણતાના લક્ષે ચાલ્યો જ જાય. પૂર્ણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭૬) કેવળજ્ઞાન ઉપર જ અડોલ મીટ માંડી છે, એટલે તેમાં વીર્યને જાડતો સળંગ સ્થિરતા ટકાવી રાખે. વચ્ચે કદાપિ દેહ જવાનો પ્રસંગ આવે તોપણ પુરુષાર્થની ગતિ બદલાય નહીં. મોહભાવ કે માયાનો અંશ પણ આવે નહીં; કદી પણ પુરુષાર્થની વક્રકુટિલ ગતિ ન થાય. આવા વીતરાગ ભાવનો પુરુષાર્થ જ્યારે પ્રગટ કરીશ, તે કાળને ધન્ય છે, એવી ભાવના અહીં ભાવી છે. અહીં કહેવાનો આશય એ છે કે – દેહનાશના સમયે પણ મારો અતીન્દ્રિય પુરુષાર્થ સળંગ રહો ! દેહભાવનો વિકલ્પ પણ વચ્ચે નહીં, કદી ઘોર ઉપસર્ગ હો તો અપૂર્વ સમાધિમરણ (પંડિતમરણ) ની જાગૃતિ વધી જાઓ, દેહ જાય છતાં માયા રોમમાં પણ ન થાઓ! કોઈ કાળે સ્વભાવ પરિણતિની ગતિ વિપરીત ન થાઓ. એવો અપૂર્વ અવસર કયારે આવશે તેની આ ભાવના છે. લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો” વચનસિદ્ધિ, અણિમા-આદિ સિદ્ધિ, લબ્ધિ યોગરૂપે પુણ્ય પ્રકૃતિઓ પ્રગટે, છતાં તે સન્મુખ જોવાનો વિકલ્પ પણ ન આવે; નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહ, સત્યવ્રત, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭૭) અહિંસા-આદિ સંયમભાવના ગુણો, વીતરાગતા, સમતા વધતાં મહાપુણ્યવંતને જડ ઋદ્ધિઓ(વચનસિદ્ધિ, અણિમા, મહિમા વગરે) પ્રગટે છે. રિદ્ધિ-સિદ્ધિ દાસી સવી ઘટમાં પેસે' પણ એ સિદ્ધિઓ પ્રગટી છે કે નહીં તે જોવામાં હું અટકું નહીં, એવી ભાવના છે. મારામાં અનંતસુખ છે, હું સ્વયં આનંદઘન સિદ્ધ છું; એમાં ઉપાધિજન્ય જડ પુણ્યની લબ્ધિનો શા માટે વિચાર? અમૃત જેવા ઉત્તમ આહાર ખાનાર વિષ્ટા-મળનો વિચાર ન કરે; તેમ મુનિને પૂર્ણ શુદ્ધ આત્મા સિવાય બીજાનો એટલે કે રાગાદિનો વિચાર ન હોય. પૂર્ણ શુદ્ધ નિજપદ ન પ્રગટે ત્યાંસુધી એક સમયમાત્ર પ્રમાદમાં અટકું તો ઘણું નુકશાન છે એમ જેણે જાણ્યું છે, અને પૂર્ણ થવાની દઢતર રુચિ જેને વધતી જાય છે, તે પોતાના પુરુષાર્થને ઉપાધિમાં કેમ જોડે ? જોડે જ નહીં. કોઈ મુનિને ઘૂંકમાં કે પેશાબમાં પણ લબ્ધિ હોય છે, પણ એવી પુણ્યની લબ્ધિ છે કે નહીં તેનો વિચાર પણ આત્માર્થી ન કરે. જ્યાં તદ્દન નિર્લોભતા- વીતરાગ દશાનો પુરુષાર્થ ઘૂંટાય છે ત્યાં કોઈ પરનિમિત્તમાં અટકવું ન બને, વિશેષ બળવાન સિદ્ધિ પ્રગટયા છતાં તે સંબંધી વિકલ્પ ન રહે એવી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭૮). સ્થિરતાનો અપૂર્વ સ્વ-સમાધિયોગ કયારે આવશે? એ અહીં ભાવના છે. || ૮ નગ્નભાવ, મુંડભાવ સહુ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિર્ચથ સિદ્ધ જો. અપૂર્વ ા ાા તે અપૂર્વ અવસરને ધન્ય છે કે જ્યારે દેહ તે માત્ર સંયમ હેતુ હોય, નગ્ન રહે, વસ્ત્ર નહીં, દ્રવ્ય અને ભાવે નગ્ન નિગ્રંથ, અંતરમાં દેહાદિની આસક્તિની લૂખાશ-અનાસક્તિ અને બાહ્ય કુદરતી દિગંબર દેહ પણ લૂખો એટલે કે જગતની લાગણીનાં લૂગડાં નહિ, દેહનો રાગ નહીં, તેથી રાગનું નિમિત્ત વસ્ત્ર પણ નહીં. શરીરમાં શાતાની આસક્તિનો જેને ભાવ નથી, અશરીરી ભાવે જેનું વર્તન છે એવા મુનિને માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે.” ૨૯ મા વર્ષે શ્રીમદ્ આ ભાવના ભાવે છે. હુઠથી કાંઈ થતું નથી, પણ રાગ ટાળતાં કૃત્રિમતા ટળી જાય છે. પ્રથમ દષ્ટિમાંથી દેહભાવ ટળ્યો છે; નગ્ન ભાવે, બાહ્યાંતર નિર્ચથતાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭૯) ભાવના વધારે છે; એવી મુનિદશા દ્રવ્યભાવથી પ્રગટ કરું કે મારા અવિકારી ચૈતન્યસ્વરૂપમાં અંતરંગમાં પુણ્ય-પાપ નહીં, અસ્થિરતા નહીં, ઈષ્ટ–અનિષ્ટ લાગણી નહીં તેમ બાહ્યથી વસ્ત્ર નહીં; એવી ઉત્કૃષ્ટ સાધકદશા વિના મોક્ષ પ્રગટે જ નહિ. અહીં તો આસક્તિના ભાવના સર્વથા નિરોધનો દઢતર અભિપ્રાય રગડાય છે. બાર ગાથા સુધી મુનિપણાની ભાવના છે, મારા પૂર્ણ સ્વરૂપમાં સ્થિર રહેવાનો ઉત્સાહુ (અર્થાત્ સ્વરૂપમાં સાવધાની) વર્તે પણ તેમાં અસાવધાની – (પ્રમાદ) નો અંશ પણ ન હો! પ્રતિકૂળતાની અગ્નિરૂપ લાગણીમાં સાધકને બળવું પાલવે નહીં, અને અનુકૂળતાની બરફરૂપ લાગણીમાં ગળવું પાલવે નહીં, એવી અંદરમાં પરમ ઉદાસીનતા (લૂખાશ ) જોઈએ. ધ્યાતા, ધ્યાન, ધ્યેયનો વિકલ્પ તૂટીને તદ્દન સ્થિરતા વર્તે એવી દશા કયારે આવશે? તેની આ ભાવના છે. મુંડભાવ મસ્તક, દાઢી આદિના કેશ વધારવા નહીં; (મુંડનના દસ પ્રકાર હોય છે). દેહની આસક્તિનો અભાવ (અશરીરી ભાવ) જ્યાં વર્તે છે ત્યાં ઇન્દ્રિયો અને વિષયકષાયોનું મુંડન હોય જ, અને બાહ્ય પણ મુંડન હોય, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (co) એવો કુદરતી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પાંચ ઈન્દ્રિય, ચાર કષાય અને કેશલેશન (શરીરની શોભાનો ત્યાગ) એમ દસ પ્રકારે મુંડન છે. પાંચ ઇન્દ્રિયના વિષય વિકલ્પની લાગણીને બુઠ્ઠી કરી નાખવી તથા ક્રોધ, માન, માયા, લોભને ટાળી નાખવાં, એમ કષાયભાવ મુંડન થયે તે વિભાવની જાત ફરી પાંગરે નહીં. તેનો મૂળથી ક્ષય થાય એવી સાધકદશા હોય ત્યાં બાહ્યથી કેશલેચન (વાળને ઉખાડવા) નું નિમિત્ત-કાર્ય અવશ્ય બને જ, એવો સનાતન નિયમ છે. પણ કાળનો મહિમા છે તેથી વીતરાગમાર્ગથી ઊંધું કહેનારા વેષધારી સાધુઓ જગતમાં જાગ્યા; જે કહે છે “અસ્તર વડે વાળ કાઢવા, સ્નાન કરવું” પણ ભાઈ રે! જે સનાતન મુનિ ધર્મ છે તેમાં પોતાની દષ્ટિએ બીજાં ઘાલવું કે કહેવું તે અનંત જ્ઞાનીથી પ્રતિકૂળ છે, પોતાથી તેવો પુરુષાર્થ ન બને એ જુદી વાત છે તથા ઊંધું માનવું તે જુદી વાત છે. ત્રિકાળ નિયમ છે કે, મુનિધર્મ નિગ્રંથ જ હોય, બાહ્ય પરિગ્રહથી રહિત અને અત્યંતર રાગાદિ કષાયથી રહિત, એ રીતે દ્રવ્ય અને ભાવથી લૂખાશપણું હોય ત્યાં નગ્નપણું જ હોય; એવો ત્રણે કાળનો માર્ગ છે. કોઈ જાતના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates (૮૧) શસ્ત્ર કે અસ્ત્ર વિના હાથ વડે જ કેશનો લોચ કરવાનો વ્યવહાર છે, બાહ્ય નિમિત્ત એમ જ હોય. ત્રિકાળ સર્વજ્ઞનું શાસન એક જ વિધિથી છે, તેમાં બીજો માર્ગ કેમ કહેવાય ? પોતાથી તે જાતનો પુરુષાર્થ ન થઈ શકે એ જુદી વાત છે, પણ તે ઉત્કૃષ્ટ ધર્મને ઢીલો કેમ કહેવાય ? અભિપ્રાયમાં ભૂલ ત્યાં આખા તત્ત્વની હાનિ છે; તત્ત્વ શું છે, તેની શ્રદ્ધા વિના આગળ વધી શકાય એમ માને તે અનંત જ્ઞાનીઓથી અધિક થવા માગે છે. પોતે વીતરાગમાર્ગ, મુનિધર્મ માં ન રહી શકતો હોય તો એમ કહેવું કે હું રહી શકતો નથી. જિનશાસનનો ધર્મ તો આમ જ છે, એમ સાચી પ્રરૂપણા કરે તેણે અવિરોધ માર્ગને ઉભો રાખ્યો છે, પણ પોતાનું મંતવ્ય ( અભિપ્રાય ) તેથી ( જિનશાસન-ધર્મથી ) વિરુદ્ધ જાહેર કરે તેણે સનાતન માર્ગનો નિરાધ કર્યો છે, એટલે કે પોતાનો જ નિરોધ કર્યો છે. જે ન્યાય અનંત જ્ઞાનીઓએ કહ્યો છે તેના વિચાર વિના કોઈ તેનાથી ઊંધું અનુમાન કરે તો કરો ! પણ તેથી કાંઈ સાચા માર્ગને બાધ નથી. લોકોને શરીરની મમતા ઘણી તેથી ખોટા બચાવના કુતર્ક ગોતી કાઢે અને કહે કે, આમ હોવું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૮૨) જોઈએ, અમને આમ લાગે છે; પણ આ, જે વિધિ કહી તે દૃષ્ટિનો અભિપ્રાય અને આવી જ ઉત્કૃષ્ટ સાધકદશા વિના મોક્ષમાર્ગ નથી. પોતે મુનિધર્મમાં ન રહી શકે તોપણ સનાતન વીતરાગમાર્ગની શ્રદ્ધા-ન્યાયમાં બીજું ન માને. અત્રે જે વિધિએ કહેવાય છે તેવી સાધકદશા જ મોક્ષનું કારણ છે. પૂર્ણ શુદ્ધ આનંદઘન આત્માને પ્રગટ કરવાનો પ્રયોગ ત્રિકાળ આ જ છે, બીજો નથી. પ્રશ્ન:- દેશ કાળના કારણે તેમાં કોઈ સુધારો ન થાય? ઉત્તર:- ના; કેમકે:એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. (આત્મસિદ્ધિ-ગાથા ૩૬) હું પૂર્ણ શુદ્ધ છું તે નિશ્ચય (પરમાર્થ), અને રાગ-દ્વેષ ટાળીને સ્થિર થવાનો પુરુષાર્થ તે જ્ઞાનની ક્રિયાનો વ્યવહાર. જ્યાં અંદરમાં (ભાવમાં) લૂખાશ છે ત્યાં બાહ્ય નિમિત્ત પણ તેને અનુકૂળ જ હોય. પરમ ઉપશમભાવ-(વૈરાગ્યભાવ)-વંત જીવને લુખો દેહ જ હોય, એવો કુદરતી નિમિત્ત-નૈમિત્તિક યોગ હોય છે. ત્રણે કાળ પરમાર્થનો એક જ માર્ગ હોય. અનંતકાળ પહેલાં ઘી, ગોળ અને લોટની સુખડી બનાવતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૮૩) હતા અને આજે પણ એ જ ત્રણ વસ્તુઓની સુખડી બનાવે છે. પણ તેને બદલે પેશાબ, માટી અને રેતીની સુખડી કોઈએ બનાવી નથી. અનંતકાળ પહેલાં જે જાતની, જે પ્રકારે સુખડી થતી હતી તે જાતની, તે જ પ્રકારે ત્રિકાળ હોય. પણ હા! પ્રથમના ઘી, ગોળ અને લોટના રસ કરતાં મીઠાશ સહેજ ઘટે, પણ જાત તો તેની તે જ હોય; તેમાં કોઈ બીજાં કાંઈ કહે માને તો જેમ તે મિથ્યા (ખોટું) છે, તેમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને રાગરહિત જ્ઞાનની સ્થિરતા-રમણતારૂપ વીતરાગ ચારિત્ર તે ત્રણરૂપ મોક્ષમાર્ગ ત્રિકાળ અબાધિત સનાતન માર્ગ છે. નિગ્રંથ વીતરાગદશાવાળા સાધક મુનિનો દિગંબર વેષ ત્રણેકાળે એક જ વિધિવાળો હોય છે, તેમાં કોઈ બીજો માર્ગ કહે તો તે મિથ્યા છે. ૨૪૬૫ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રમાં એ જ મુનિધર્મ હતો, હજારો સંત-મુનિઓનાં ટોળાં હતાં. સાક્ષાત્ શુદ્ધ ચિદાનંદ, આનંદઘન, ચૈતન્યમૂર્તિ, જ્ઞાન-પુંજ ભગવાન તીર્થંકરદેવ સર્વશપ્રભુ આ જ ક્ષેત્રે બિરાજતા હતા. ત્યાર પછી અમુક વર્ષો વીત્યા બાદ બાર દુકાળી કાળમાં શિથિલાચારી ધર્મ વીતરાગના નામે ચાલ્યો, તે અવસર્પિણી કાળનો મહિમા છે. તે કાળનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૮૪) માપ સર્ષના આકારે છે. પ્રથમ સાપનું શરીર પુષ્ટજાડું હોય અને ઉતરતાં છેડે પાતળું હોય; તેમ અવસર્પિણીમાં ધર્મનો પ્રથમ ચઢિયાતો કાળ હોય, પછી ઉતરતો કાળ હોય પણ ધર્મનો અભાવ થાય નહીં. પાંચમા આરાના છેડા સુધી એટલે આ વર્તમાન કાળમાં ચૈતન્યની સમૃદ્ધિ, ઉત્કૃષ્ટ સાધનદશા, મુનિધર્મ તારતમ્યપણે ઘટતો જાય, પણ સર્વથા અભાવ ન થાય. વળી ગૃહસ્થ હોય તો પુરુષાર્થની મંદતા હોય, પણ શ્રદ્ધામાં એટલે કે સાચા અભિપ્રાયમાં મુનિ તથા ગૃહસ્થને આંતરો ન હોય, એક જ સનાતન નિગ્રંથ માર્ગની શ્રદ્ધા હોય. કોઈ કહેતું હોય કે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બદલાય તેમ ધર્મ બદલાય તો તે વાત જૂઠી છે. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્રની એકતા તે જ મોક્ષમાર્ગ છે; બીજા સ્વચ્છંદને કોઈ સુધારો માને તો તે ન્યાય નથી, પણ કુતર્ક ઊંધાઈ છે. નિગ્રંથ મુનિધર્મ ન પાળી શકાય તો ગૃહસ્થપણું માને-મનાવે, પણ અભિપ્રાયમાં (શ્રદ્ધામાં) ઊંધી માન્યતા અને વિપરીત પ્રરૂપણા ન કરે. પોતાને વીતરાગનો માર્ગ ન સમજાય કે ન રુચે તેથી તે સનાતનમાર્ગને ઢીલો ન જ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates (૮૫ ) નિગ્રંથદશા, કહેવાય. નગ્ન દિગંબર उरृष्ट સાધકપણાનો મુનિમાર્ગ એ જ કેવળજ્ઞાન પ્રગટ કરવાનો પ્રયોગ છે. વર્તમાન કાળમાં પંચમહાવિદેહક્ષેત્રમાં તો બીજો માર્ગ નથી અને આ ક્ષેત્રમાં પણ મોક્ષમાર્ગના પ્રયોગો મંદ પડયા તેથી કાંઈ સનાતન માર્ગને બીજો કહેવાય નહીં. અન્યથા માનવામાં પોતાનું જ મોટું અહિત છે. ( ,, અહીં “મુંડભાવ ” માં મસ્તકના વાળ હાથ વડે ચૂંટવાની વાત છે. લોચ એટલે આલોચપૂર્વક લોચ એ લોચનો નિશ્ચય અર્થ છે. હું જ્ઞાનાનંદ પવિત્ર શુદ્ધ વીતરાગી છું એવી શ્રદ્ધા, સ્વાનુભવ (સમ્યક્દર્શન-જ્ઞાન ) સ્વરૂપ આત્મામાં સ્થિરતા થતાં અશરીરી ભાવ વર્તે છે, અને ત્યાં સહેજે બાહ્યઅત્યંતર નિગ્રંથપણું હોય છે. નગ્નભાવ, મુંડભાવ સહુ અસ્નાનતા. મુનિ પોતે શરીરને પાણીથી સાફ કરે નહીં, સંતમુનિઓનો માર્ગ અસ્નાન વાળો જ છે, વીતરાગદશાનો સાધક જિનમુનિ લુંગડું પલાળીને પણ શરીર લૂછે નહીં. અત્યારે કોઈ કહે છે કે, થોડા પાણીથી સ્નાન કરવું તે યોગ્ય છે, પણ તે વાત ખોટી છે. યથાર્થ તત્ત્વદષ્ટિથી, ન્યાયપૂર્વક મુનિનો માર્ગ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com * ,, Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૮૬) ત્રણે કાળે નગ્ન જ હોય તેમાં શિથિલતા ન હોય. લોકોત્તરમાર્ગ અને અતીન્દ્રિય સાધકદશાના પુરુષાર્થની હુદ (સ્થિતિ) શું છે તે માર્ગનો અનુભવ કર્યા વિના ખબર પડે નહીં; વિષયના સેવનારા બ્રહ્મચર્યનો મહિમા ભાળે નહિ, તેમ અહીં સમજવું. વિષય-કષાયના કીડા શરીરને ધોઈને, સારા લુગડાં પહેરે છે, ત્યારે વીતરાગદશાને સાધનારા બ્રહ્મચારી મુનિ જીવનપર્યત સ્નાન કરતા નથી. નિર્દોષ મુદ્રાવાળા મુનિ બાહ્ય અને અત્યંત સુંદર અને પવિત્ર છે. મુનિનો લૂખો દેહ જોતાં પણ તે મહાન પવિત્રતાનો નિધિ હોય તેવી સૌમ્ય મુખમુદ્રા દેખાય છે. સ્નાન કરવાનો વિકલ્પ પણ તેને નથી. જડ મડદાંને શોભા શી ? વિઝાના ઉકરડા ઉપર કોઈને મોહ અને મમતા નથી તેમ મુનિને શરીરની શોભા કરવાની ઈચ્છા ન જ હોય. આ સમજવું સાધારણ બુદ્ધિવાળાને અઘરું પડે તેમ છે. જૈનધર્મ તે લોકોત્તર માર્ગ છે, તેનો પરિચય કર્યા વિના તે સમજાય તેમ નથી; સમજ્યા વિના કુતર્કથી પાર પડે તેમ નથી. છ ખંડના ધણી-ચક્રવર્તી પણ રાજ્ય છોડીને નગ્નમુનિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૮૭) થઈને ચાલી નીકળે છે. દેહાદિની મમતા તજીને, વીતરાગ સમાધિમાં, સ્થિર ચૈતન્ય જ્ઞાનપિંડના સહજ-આનંદમાં રસભર ભર્યો પડયો હોય છે, જ્ઞાન-ધ્યાનમાં, વીતરાગદશામાં મસ્ત રહે છે, ક્ષણેક્ષણે છઠ્ઠ-સાતમું ગુણસ્થાનક પલટે છે; સાતમા ગુણસ્થાનકે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનો વિકલ્પ છૂટીને સમતા-સમાધિમાં ઠરીને ઢીમ જેવો થઈ જાય છે; (જાણે સોળવલા સુવર્ણનો તાજ લહુલહતો ઢાળીઓ પડ્યો હોય,) તથા જેમ ગંભીર મહાસાગરમાં મધ્યબિંદુથી ભરતીના મોજાં ઊછળતાં હોય તેમ એકાગ્રતામાં-સ્વરૂપલીનતામાં એવો પુરુષાર્થ ફાટફાટ થાય છે કે જાણે હમણાં કેવળજ્ઞાન લીધું કે લઉં; એવી ઉત્કૃષ્ટ દશા કેવી હશે તે વિચારો ! જેમ સમુદ્રમાં ભરતી અંદરના જ મધ્યબિંદુથી આવે છે તેમ ચૈતન્યભગવાન આત્મા જ્ઞાનસમુદ્ર છે તેને બાહ્યથી કોઈની મદદ નથી, પણ અંતરમાંથી જ પુરુષાર્થ ફાટે છે, એમ અપ્રમત્ત ભૂમિકામાં બેહદ ગંભીરતાની સ્થિરતા થતાં, અંદરમાં બેહદને લક્ષમાં લેતાં, અપૂર્વ પુરુષાર્થ સહિત સ્વરૂપ ઉત્સાહમાં સ્થિરતાની સાધક જમાવટ કરે છે અને અનંતી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૮૮) વિશુદ્ધિ, ઉજ્જવલતા વધારે છે તે સહજ-આનંદ દશા છે તેની સામે જોયું કે બાહ્ય નિમિત્તને જોવાં ? દેહાધ્યાસ રહિત આત્માનો જે સનાતન નિગ્રંથ મુનિ-માર્ગ છે તે જ ત્રિકાળ વસ્તુસ્થિતિ છે. સાધારણ બુદ્ધિવાળા જીવોને એમ લાગે કે આ તો જાના જમાનાની વાતો હોયે રાખે છે. પણ બાહ્ય નિમિત્તની પાછળનો પરમ પવિત્ર પુરુષાર્થ આ વીતરાગ સાધક દશાની ભૂમિકામાં કેવો હોઈ શકે, તેનો ગંભીર આશય સમજવાની પાત્રતા થયે જીવને તેનાં બધાં પડખાં વિરોધરહિત સમજાય છે. કાળ બદલાઈ ગયો, અને સ્વચ્છેદી લોકો વીતરાગ માર્ગથી બીજાં માનવા લાગ્યા. જેમ જેમ લોકોમાં શાતાશીલતા અને દેહની મમતા વધતી ગઈ તેમતેમ વીતરાગ જિનશાસનના નામે સ્વચ્છ શિથિલાચાર ખૂબ ફાલ્યો; અને તેને પોષણ આપવાનાં નિમિત્ત વસ્ત્ર–પાત્ર આદિ પરિગ્રહ વધ્યો; મુનિ-ધર્મને પણ ગૃહસ્થ જેવો માન્યો. શ્રી મહાવીર ભગવાન તીર્થકર દેવ પછી અમુક વર્ષે બાર વર્ષનો મોટો દુષ્કાળ પડ્યો અને તેમાં શિથિલાચારથી બે પક્ષો પડી ગયા. લોકો પક્ષપાતબુદ્ધિ છોડીને મધ્યસ્થપણે તત્વને વિચારે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૮૯) તો વસ્તુસ્થિતિ સમજાય તેમ છે. બધા પડખાંથી વિરોધ ટાળીને યથાર્થ વીતરાગસ્વરૂપની શ્રદ્ધા કરે તો મુનિધર્મ-દિગંબર નિગ્રંથદશા કેવી હોઈ શકે તે સમજાય તેમ છે. દિગંબર મુનિ મહાન વૈરાગ્યવંત, ઉપશમ, સમતા વગેરે ગુણોમાં ઠરેલા હોય છે; જેમ અંગારા ઉપર રાખ ભારી (દાબી) હોય તો ઉપરથી માત્ર રાખ દેખાય, પણ અંદરમાં અગ્નિમય અંગારો ભર્યો પડ્યો છે; તેમ જ્ઞાનીનું શરીર લૂખું દેખાય પણ અંતરમાં મહા પવિત્ર, શાંત આનંદનો અનુભવ ચૈતન્યઘન નિશ્ચલરૂપ વર્તતો ( ઝળકતો) હોય છે. મુનિની દશા સ્વરૂપ સમાધિમાં ચૈતન્યજ્યોત અતિ પવિત્ર, ઉજ્જવલતાથી ઓપિત, શાંત વીતરાગ હોય છે. વારંવાર છઠું-સાતમું ગુણસ્થાન આવ્યા કરે છે. પૂર્ણ કેવળજ્ઞાન, સંપૂર્ણ વીતરાગતા સાધક-પ્રયોગ, તે અપૂર્વ મુનિદશા છે. બાહ્ય અને અત્યંતર નિગ્રંથ દશાવડ જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયોગ વર્તે છે. કોઈ કહે: આત્માનો મોક્ષ થાય તેમાં વસ્ત્રાદિ સાથે શું સંબંધ છે? ગમે તે વેશમાં પણ મુનિ-ધર્મ હોય તો શું વાંધો છે? એવા કુતર્ક લાવનારને ઉત્કૃષ્ટ વીતરાગ દશા સાધક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ( 0) મુનિમાર્ગની સ્થિતિ, પુરુષાર્થ (ઉપાદાન) ની તૈયારી અને વૈરાગ્યદશા કેવી હોય તેના મહિમાની ખબર નથી, તેથી તે અન્યથા કલ્પના કરે છે. વળી કોઈ કહે કે, શરીરની શોભા, લજ્જા તથા શાતાશીલીયાપણું આદિ રાગ-કષાય પોષવા માટે વસ્ત્ર-પાત્ર રાખતા નથી, પણ સંયમના નિભાવ માટે વસ્ત્ર–પાત્ર રાખે છે તો તે નિગ્રંથમાર્ગમાં ન્યાયથી પ્રવેશ કરી શકે તેમ નથી. આ ગાથામાં કહ્યું કે જિંદગીભર સ્નાન નહીં; એમાં મુનિ થવાની ભાવનાનું બળ કેટલું છે કે દેહ પ્રત્યે અણુ માત્ર પણ મમતા નહિ, પછી દેહની શોભા શી ? “ ઉકરડે પુષ્પ હોય નહીં,” તેમજ મડદાનાં સામૈયાં કે આદર હોય નહીં. મુનિને અચેતન એવા આ શરીરનો આદર ન હોય; શરીર તો મડદું છે, તેવા અચેતન ધર્મવાળા દેહાદિ પ્રત્યે મુનિ ઉદાસીન હોય છે. અંશમાત્ર પણ દેહ પ્રત્યે જેને રાગ કે આસક્તિ નથી, તે દેહને સ્નાનાદિ વડે સારું રાખું, તેની સેવા કરું એવો વિકલ્પ કેમ કરે ? શરીરને સ્નાન તે મડદાંને સામૈયા જેવું છે. જગત દેહાદિની ઉપાધિમાં સગવડતાનો આનંદ તથા સુખની કલ્પના કરે છે, અને મુનિ અશરીરી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૯૧). ભાવે અતીન્દ્રિય ચૈતન્ય-સમાધિમાં સહજ આનંદની અખંડ ધારાવાહી સમતા વેદે છે. જે વીતરાગદશામાં વર્તે છે તે કેવળજ્ઞાન નિધાનનાં આમંત્રણ કરે છે. દેહ રહો કે ન રહો તેનો વિકલ્પ પણ નથી. આવી ઉત્કૃષ્ટ મુનિદશાની ભાવના કોણ ન ભાવે ? શ્રીમદ્ પોતાને જે સ્થિતિ જોઈએ છે તેની ભાવના કરે છે. એટલે કે મુનિપણાની તૈયારી વર્તમાનથી જ કરી રાખી છે. તેથી હવે અલ્પકાળ પછી સાક્ષાત્ સર્વજ્ઞ તીર્થકર ભગવાન આદિ કોઈ મહિપુરુષ પાસે મુનિપણું લેશે, અને જિનઆજ્ઞાનું આરાધન કરતાં સ્વરૂપસ્થિરતા વડે, એ અપૂર્વતાથી “જાશું સ્વરૂપ સ્વદેશ જ” એટલે કે મોક્ષદશા લેવાના છે. એ ઉત્કૃષ્ટ નિર્ચથદશા વડે જિનઆજ્ઞાએ વિચરતાં “પ્રભુ આજ્ઞાએ થાશે તેવું સ્વરૂપ જો” એટલે કે પૂર્ણતાને પામશું. કહ્યું છે કે અવશ્ય કર્મનો ભોગ જે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ઘારિને, જાશું સ્વરૂપ સ્વદેશ રે;” ધન્ય રે દિવસ આ અહો! સૂક્ષ્મપણે અંતરંગ પરિણામની હદ (સ્થિતિ) ઉપર લક્ષ કરતાં કંઈક કર્મ બાકી રહ્યાં છે એમ જણાયું, તેથી તેનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates (૯૨ ) ક્ષય કરવા માટે હજી એક દેહ બાકી છે, એમ અંદરમાં સાક્ષી લાવીને પુરુષાર્થ સહિત તેઓએ કહ્યું છે. કોઈ આવી અપૂર્વતાના સંદેશા લાવો તો ખરા! અહો ! ગૃહસ્થ વેશમાં બેઠા પણ કેવળજ્ઞાનના ભણકાર અંતરંગમાં પોતાની સાક્ષી વડે આવે છે! કોઈને પૂછવા જવું ન પડે. લોકો પક્ષપાત છોડી મધ્યસ્થપણે ન્યાયથી વિચારે તો જ જ્ઞાની ધર્માત્માનું હૃદય જાણી શકાય. ‘ધન્ય રે દિવસ આ અહો! જાગી રે શાંતિ અપૂર્વ રે.’ આ વાણી આત્માને સ્પર્શીને આવી છે, એ ભાવનાના નિમિત્તે સાચા અભિપ્રાયનું ઘોલન અને પુરુષાર્થ વધારે છે. નિગ્રંથ મુનિદશામાં અદંત-ધોવન, અસ્નાનતા, દિગંબર દેહ, વીતરાગતા આદિ પરમ પ્રસિદ્ધ છે. પોતાના બેહદ જ્ઞાનસ્વરૂપમાં ઉત્કૃષ્ટ વીર્યનો જેને બેહદ વિશ્વાસ છે, તેનું જીવન કુદરતી સહજ હોય છે; દાંત બગડે નહીં, દુર્ગંધ થાય નહિ, શરીરની પ્રકૃતિ પણ અનુકૂળ જ હોય. એવા મહા બ્રહ્મચારીનાં શરીર નીવડ છે અને જંગલમાં ઘણોકાળ રહેનારા હોય છે. વસ્ત્રનો કટકો પણ રાખે નહીં, એવી ઉત્કૃષ્ટ સાધકદશાની ભૂમિકામાં ‘અદંત ધોવન આદિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમ પ્રસિદ્ધ જો” એવી દશા હોય છે. આ ભૂમિકામાં બધું પરમ ઉત્કૃષ્ટ અને છેલ્લી મર્યાદાની સ્થિતિવાળું હોય છે, તેમાં ઓછાની એટલે કે નિર્બળતાની–મંદ પુરુષાર્થની કલ્પના ઘટે નહીં તેને નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય, સમિતિ, ગતિ, પંચ મહાવ્રત આદિ સહજપણે હોય જ. કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં” શરીરને સુધારવા, સમારવા, સુશ્રુષા કે સંભાળ કરવાનું તેને હોય નહિ. દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો.” સ્વરૂપ આચરણમય સંયમ, એ જ્ઞાનસ્વરૂપની રમણતા, લીનતા, એકાગ્રતા છે. બાહ્ય-અત્યંતર નિષ્પરિગ્રહી મુનિ છઠ્ઠી–સાતમી ભૂમિકામાં ઘણો કાળ રહે છે. બાહ્ય-અભ્યતર કૃત્રિમતા જેમાં નથી એવી સહજ નિર્દોષ નિર્ચથદશા ત્યાં હોય છે. મુનિપદ એટલે નિગ્રંથમાર્ગ વડે કેવળજ્ઞાન પ્રગટ કરવાનો પ્રયોગ; તેમાં જ્ઞાનની સ્થિરતારૂપ ચારિત્ર એ જ જ્ઞાનક્રિયા છે. આ વીતરાગસ્વરૂપ સાધકની ભૂમિકામાં બાહ્ય પણ નગ્ન દેહ, નિગ્રંથ દશા જ સહુજ નિમિત્ત હોય એ ચોક્કસ નિયમ છે. તે નિયમને શ્રીમદ્ રાજચંદ્ર જાણતા હતા, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates (૯૪) તેથી પ્રથમ ગાથામાં જ કહે છે કે, “કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચ૨શું કવ મહત્પુરુષને પંથ જો.’ 29 “માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો.” એવી દશા તે મહત્પુરુષો તદ્દન નિષ્પરિગ્રહી નગ્ન-દિગંબર મુનિને જ હોય છે. આત્યંતર રાગ-દ્વેષ અજ્ઞાનની જેને ગ્રંથિ નથી, એવા મુનિપણાની આ દશા હોય છે. ।।૯।। શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મ૨ણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ ।।૧૦।। અત્રે સમભાવની પરાકાષ્ઠા કહી છે. શત્રુ કે મિત્ર બન્ને આત્મા, શક્તિપણે સિદ્ધ ભગવાન જેવા છે, તો હું કોની ઉ૫ર રાગ કે દ્વેષ કરું? વાંસલા વડે કોઈ છેદનાર મળે કે કોઈ ચંદન ચોપડનાર મળે, તોપણ તેમાં કોઈ ઈષ્ટ કે અનિષ્ટ નથી, એ દશા અહીં જણાવી છે. કોઈ પૂર્વના કારણે શત્રુ થઈને આ શ૨ી૨ને ઉપસર્ગ કરે તોપણ દ્વેષ નથી, તેથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates (૯૫) વીતરાગભાવ છે. કોઈ મિત્ર હોય, શરીરની બધી સગવડતા પૂરી પાડે, એક વચનની આજ્ઞા સાંભળતાં અનેક સગવડતા હાજર કરે, બહુ વિનય કરે તેવા મિત્ર પ્રત્યે પણ રાગીપણું નથી, એમ શત્રુ મિત્ર પ્રત્યે સમદર્શિતા છે; તેથી કોઈ દુર્જનને સજ્જન માને એમ કહેવું નથી, પણ જ્ઞાનમાં જાણે કે તેની પ્રકૃતિની મર્યાદા તેટલી છે; ઝેરને ઝેર જાણે, ક્રોધીને ક્રોધ પ્રકૃતિવાળો જાણે, સજ્જનને સજ્જન જાણે, પણ બન્ને સરખા ગુણી છે એમ ન માનેે; જેમ છે તેમ જાણે, પણ કોઈથી હર્ષ-શોક કે ઠીક-અઠીકપણું ન કરે. એમ બે પ્રત્યે “સમ ” નું જોડલું લઈને આગળ ઉત્કૃષ્ટતાએ લઈ જાય છે કે “ જીવિત કે મરણે નહી ન્યૂન-અધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.” એવી એકધારાએ સમભાવ પ્રગટે એવો અપૂર્વ અવસ૨ કયારે આવશે? એવી ભાવના ભાવી છે. (૮ ‘ અવસ૨ ’શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃઅવ + સર, અવ નિશ્ચય, સ૨ એટલે બાણ;શુદ્ધનયરૂપી ધનુષ્ય અને શુદ્ધ ઉપયોગની તીક્ષ્ણતાની એકાગ્રતારૂપી બાણ વડે સર્વ કર્મલંકનો નાશ થઈ જાય, તેવો અવસ૨ જલદી પ્રાપ્ત કરવાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com = Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૯૬) ભાવના છે. દેહનું આયુષ્ય લાંબું હોય કે તેનો શીઘ્ર અંત આવવાનો હોય તે બન્ને સરખું છે; જીવન અને મૃત્યુ એ પુદ્ગલનાં અનંત રજકણોની અવસ્થા છે, તેનું મળવું, ગળવું, ટળવું તે પુદ્ગલને આધીન છે, તેને આત્મા ટકાવી શકે નહીં. ધર્માત્મા આ દેહ છૂટવા ટાણે અપૂર્વ પુરુષાર્થથી સમાધિમરણે શાંતિ લઈ જાય છે. જગતમાં જેમ શ્વાન, બોકડા, અળસિ આદિ જંતુ મરે છે અને તેનું જીવન વૃથા જાય છે, તેમ ધર્મહીન મનુષ્યો જે જે મરે છે તેનું જીવન વૃથા જાય છે. કોઈ પુણ્યમાં કદી મોટો હોય છતાં પરમાર્થમાં તેની કાંઈ કિંમત નથી. પણ જેને યથાર્થ સ્વરૂપની પ્રતીતિ છે, માત્ર મોક્ષ-અભિલાષા જેને વર્તે છે અને સ્વરૂપના ભાનની જેને કિંમત છે તે સ્વરૂપની સાવધાનીથી જાગતું (સફળ) જીવન જીવે છે. જ્ઞાની ધર્માત્મા અકષાયસ્વરૂપમાં ઉલ્લાસવંત થયો થકો આયુષ્ય પૂર્ણ થતી વખતે અપૂર્વ સમાધિમરણનો ઉત્સાહ લાવે છે. દેહાયુષનો અંત દેખીને અપૂર્વ ભાવનાનો ધોધ તેને ઉછળે છે; બેહદ શ્રદ્ધાનો પુરુષાર્થ સ્વરૂપની એકાગ્રતામાં વર્તે છે. ભવનો અભાવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૯૭) કરીને તે જાય છે. દેહનું ગમે તે થાવ તેનું લક્ષ તેની સંભાળ કોણ રાખી શકે? આયુષ્યની સ્થિતિ પૂર્ણ થયે જે ક્ષેત્રે, જે કાળે, જેવી રીતે દેહનું છૂટવું નિર્માણ થયેલ છે તેવી રીતે જ થાય છે, એક સમયમાત્રનો પણ ફેર પડે નહીં. કોઈ કહે કે સાત પ્રકારે આયુષ્ય તૂટે છે પણ તેમ ન સમજવું. આયુષ્યની સ્થિતિ પૂર્ણ થાય છે ત્યારે તે સાત પ્રકારમાંથી કોઈ એક નિમિત્ત હોય છે એવો નિયમ ત્યાં જણાવ્યો છે પણ તેથી કોઈના આયુષ્યમાં વધઘટ કોઈ કરી શકે નહીં. પ્રશ્ન:- તો પછી કોઈને મારવાનું પાપ લાગશે નહિ, કારણ કે જીવાડવું કે મારવું કોઈના હાથની વાત નથી? ઉત્તર:- હા, સાચી વાત છે. કોઈ કોઈને મારવા કે જીવાડવાની ક્રિયા ન કરી શકે પણ જે વખતે એવું નિમિત્ત થવાનું હોય તે વખતે મારવા-જીવાડવાનો ભલો–ભૂંડો ભાવ જીવ કરી શકે. જીવ કાં તો જ્ઞાન કરે અથવા અજ્ઞાન કરે અથવા પુણ્ય પાપના પરિણામ કરે. જીવાડવાનો રાગ અજ્ઞાનપૂર્વક પુણ્યભાવ છે, અને મારવાનો ભાવ તે પાપભાવ છે. હું પરનું કાંઈ કરી શકું એવો ઊંધો ભાવ તે અજ્ઞાન છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૯૮) જ્ઞાની દેહના વિયોગને સન્મુખ જ જાએ છે, એટલે તેને દેહનું ગમે તે થઈ જાય પણ તેને રાખવાનો કે નહીં રાખવાનો ભાવ (ઈચ્છા) જ નથી. કારણ કે દેહ તેના પોતાના (દેહના) કારણે આયુષ્ય સ્થિતિ પ્રમાણે ટકવાનો છે તેથી તેની ચિંતા જ જ્ઞાનીને નથી. (તા. ૪-૧ર-૩૯) આત્માના જ્ઞાનસહિત પૂર્ણતાના લક્ષ સ્વરૂપ સ્થિરતાની આ ભાવના છે. શત્રુ કે મિત્ર, નિંદક કે વંદકને સમ ગણે, જીવન-મૃત્યુ તથા ભવ-મોક્ષને સમ ગણે. તે વિષે આનંદધનજી “શાંતિ જિન સ્તવન' માં કહે છે કે - “માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમ ગણે, ઇસ્યો હોય તે જાણ રે; સર્વ જગજંતુને સમ ગણે, ગણે તૃણ મણિ ભાવ રે, મુક્તિ સંસાર બેઉ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવ રે; શાંતિ જિન એક મુજ વિનંતિ.” શાંતિ એટલે સમતા સ્વભાવ. હે પરમાત્મા! તમે સિદ્ધ-સ્વભાવ પ્રગટ કર્યો છે; હું પણ તમારા જેવો થવાનો છું એ લક્ષમાં રાખી અહીં શ્રીમદે કહ્યું છે કે, ભવ મોક્ષે પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ( ૯૯ ) શુદ્ધ વર્તે સમભાવ જો. અહીં બેહદ સમતામય દ્રવ્યસ્વભાવ અને વીતરાગતા કહી છે. દ્રવ્ય તો અનાદિ અનંત છે, તેથી બંધ અને મોક્ષ એવી બે અવસ્થાના ભંગ કે ભેદની કલ્પનામાં જ્ઞાની અટકતા નથી. ભવ પ્રત્યે ખેદ નહીં. એકાદ ભવ બાકી રહ્યો અથવા ભવનો અભાવ કર્યો તેમાં સંસાર કે નિઃસંસાર દશાનો શોક કે હર્ષ ક૨વાનો અવકાશ નથી; એવી અપ્રમત્ત ભૂમિકાથી લઈને આગળ ક્ષપકશ્રેણિ માંડું એવો એકલો વીતરાગભાવ (સ્વસમય ) કયારે આવશે ? તે ભાવના અહીં પ્રગટ કરી છે. “સિદ્ધ સમાન સદા પદ મેરો ” સ્વભાવમાં તો પૂર્ણ પવિત્ર શાશ્વત ચિદ્દન છું; પણ વર્તમાન અવસ્થામાં કચાશને લઈને જ્ઞાનીને અસ્થિરતા રહે છે. છઠ્ઠા ગુણસ્થાન સુધી શુભ વિકલ્પ મુખ્યપણે છે, તેમાં મોક્ષની ઇચ્છાનો વિકલ્પ રહે છે. તે વિકલ્પ તોડીને એવી ઉત્કૃષ્ટ દઢતર સ્થિરતા-એકાગ્રતા કરું કે કેવળજ્ઞાનની ઉત્કૃષ્ટ પર્યાય ઊઘડી જાય; એમ અહીં કહ્યું છે. તે પામવાની યોગ્યતા એટલે કે ઉત્કૃષ્ટ સાધક દશાનો આવો સમભાવ થાય, ત્યાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (100) મોક્ષદશા પ્રગટે જ. બંધ અને મોક્ષ એ બે તો અવસ્થા છે, આત્મા અવિનાશી નિત્ય છે, બંધનરૂપ સંસાર પર્યાય છે. શુભ કે અશુભ પરિણામના નિમિત્તે દ્રવ્ય કર્મ, નોકર્મની અવસ્થા થાય છે તે બંધ અવસ્થા કહેવાય છે. કર્મ-નોકર્મ રૂપ પુદ્ગલની અવસ્થા ટળવાને, નિમિત્તની અપેક્ષાએ મોક્ષ કહેવાય છે. ભવ અને મોક્ષ તે પર્યાયદષ્ટિએ પર નિમિત્તના બે ભંગ છે. આત્મા તે બે ભંગની અવસ્થારૂપે નથી; કેમકે તે કોઈ નિમિત્તની અપેક્ષા રાખતો નથી પણ નિત્ય એકરૂપ છે. આત્મભાવ પૂર્વક ચારિત્રઆવરણ ટાળવાને ઉગ્ર પુરુષાર્થની ભાવનાથી ઉગ્ર નિર્જરાભાવનું આ વર્ણન કર્યું છે. / ૧૦ાા એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ ા ૧૧ાા શ્રીમદ્ રાજચંદ્રની બાહ્ય સ્થિતિ ગૃહસ્થાશ્રમની દેખાય છે છતાં ભાવના કેવી ઉત્કૃષ્ટ ભાવે છે! અંતરમાં પવિત્ર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦૧) ઉદાસીનતા, નિવૃત્તિ ભાવ, મોક્ષસ્વભાવને સાધવાની હોંશ-ઉત્સાહ તેમને ઉછળે છે. ધન્ય તે નિગ્રંથ સાધક દશા ! જંગલમાં એકાકી એટલે કે સ્વરૂપ સ્થિતિના ભાનમાં અસંગપણે વિચરતા–બાહ્ય ક્ષેત્રથી સ્મશાન, જંગલ, પહાડ, ગુફા આદિ જ્યાં સિંહ પણ એકાકી વિચરતા હોય તેવા ક્ષેત્રમાં, અને ભાવે એકાકી અસંગતામાં વિચરવું–તે મહા પવિત્ર દશાને ધન્ય છે, ધન્ય છે તેવા શાંત એકાંત ક્ષેત્રમાં એકત્વદશા સાધતા મુનિવરોને! કોઈ પર્વતની ગુફામાં અથવા ટોચ ઉપર ચડી બેહદ આનંદઘન સ્વભાવની મસ્તીમાં લીન થઈ, જાગૃત જ્ઞાનદશાની એકાગ્રતા વડે કેવળજ્ઞાનનિધાનને પ્રગટ કરું એકાંત નિર્જન સ્થાનમાં નગ્ન મહાન નિગ્રંથ મુનિ થઈ સહજ સ્વરૂપમાં મગ્ન થઈ કેવળજ્ઞાન (પૂર્ણપદ) પ્રગટ કરું એવી પૂર્ણ પવિત્ર દશા કયારે આવે? એ અહીં ભાવના છે. જંગલ કે જ્યાં વનરાજ ( સિંહ) તથા વાઘ ગર્જના કરતા હોય, જ્યાં સાધારણ પ્રાણી ધ્રુજી ઊઠે એવા વનક્ષેત્રમાં શાંત, એકાંત, અસંગ પરિણામે મહા વૈરાગ્યવંત, ઉપશમ-સમતાની મૂર્તિ, ચૈતન્યજ્યોત, બેહુદ આનંદસ્વરૂપની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ( ૧૨ ) મસ્તીમાં ( સહજ સમાધિમાં ) ઝૂલું; એવો અવસર કયારે આવશે ? અંતરંગ અભિપ્રાયમાં અશરીરી ભાવ વર્તે છે, અને વર્તમાન ચારિત્રમાં કાંઈક કચાશ હોવાથી જંગલની એકાંત સ્થિતિના વિકલ્પ આવે છે, તથા ઉત્કૃષ્ટ સાધક દશાની ભાવના છે તેથી તે પૂર્ણ કરવાને માટે સિંહ વસે એવા ગાઢ જંગલ, પર્વતની ખીણ કે એવા એકાંત સ્થાનમાં જઈને અડોલ આસને બેસું, બાહ્ય અને અંતરમાં અક્ષોભતા રાખું એમ ચિંતવે છે. ક્ષોભરહિત પરિણામ સહજ જ હોય છે. શરીર સ્થિર રહેવું-ન રહેવું તે જાદી વાત છે કેમકે તે આત્માને આધીન નથી, પણ અંતરંગ વીતરાગમય નિશ્ચલ સ્થિર સ્વભાવની એકાગ્રતા વધી જાય છે, એવી સ્વરૂપ જાગૃતિમાં સિંહ આવીને શું કરે ? મારે દેહ જોઈતો નથી તો તેને લેવા આવનાર એટલે તેની નિવૃત્તિ કરાવનાર ઉપકારી એવો તે મિત્ર છે; આવી ભાવનાનો ઉત્સાહ આવા સાધકને જ આવે છે. કોઈ તો બાહ્ય સાધનનો પક્ષ કરે છે, પણ અહીં તો પૂર્ણ સ્વરૂપના ઉત્સાહની ભાવના છે. જે આત્માથી થઈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦૩) શકે તે જ્ઞાનક્રિયા એટલે કે સ્વરૂપ રમણતા (જિન સ્વરૂપ) નો વિચાર છે. આવી જાતના અડોલ, નિશ્ચલ, બેહુદ વિશ્વાસની હું તો લાવો ! કદી સિંહ આવી દેહના ફાડીને કટકા કરે, છતાં ક્ષોભ ન થાય. આ ભાવના વિવેક સહિતની છે, મૂઢતાવાળી નથી. લોકો હુયોગરૂપ મનની ઉપલક સ્થિરતાથી મૂઢ જેવા બને છે, તેની આ વાત નથી. અહીં તો ઉત્કૃષ્ટ સાધક દશાની ભાવના છે. શ્રી આનંદધનજીએ પણ કહ્યું છે કે – “ ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, ઓર ન ચાહું રે કંથ, રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિઅનંત.” એવી અખંડ વીતરાગદશાની ભાવના ભાવી છે. આગળ વધીને પોતાની શુદ્ધચેતના સખીને કહે છે કે – “ચલો સખી વહાં જઈએ, જહાં અપના નહીં કોઈ માટી ખાય જનાવરા, મુવાં ન રોવે કોઈ.” દેહનું ગમે તે થાઓ, પણ અખંડ સમાધિનો ઉત્સવ-મંગળ વર્તે એવી અસંગ સ્વરૂપની, નિઃશંકતા, નિર્ભયતા કયારે આવશે? એની અહીં ભાવના છે. જેમ રાજમહેલમાં રાજા નિર્ભય થઈ સૂતો હોય તેમ મુનિરાજ બાહ્ય-અભ્યતર નિગ્રંથદિગંબર દશામાં પર્વત, વન, ક્ષેત્ર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦) જ્યાં સિંહ, વાઘ વસતા હોય ત્યાં બાહ્ય-અભ્યતર અસંગ એકત્વદશા સાધે છે, અને ધ્યાનમાં ઠરીને સ્વરૂપ-મસ્તીમાં, સહજ આનંદની રમણતામાં રહે છે. જેમ સ્વચ્છ જળથી ભરેલું સરોવર પવન ન હોય ત્યારે, સ્થિર દેખાય છે અને પૂર્ણ ચંદ્રના બિંબથી ઉજ્જવલ દેખાય છે, તેમ મુનિરાજ શાંત, ધીર ગંભીર, ઉજ્જવલ સમાધિમાં મસ્ત રહી, જાણે હમણાં કેવળજ્ઞાન લીધું કે લેશે એવા બેહુદ પૂર્ણ સ્વભાવમાં મીટ માંડીને એકાગ્ર થાય છે, તેમાં કદી વાઘ કે સિંહું ભૂખથી ત્રાડ નાખતો આવે તોપણ એમ જાણે કે પરમ મિત્રનો યોગ મળ્યો; કારણ કે જેને શરીર જોઈતું નથી તેવા પુરુષને શરીર કોઈ લઈ જાય તો લઈ જનાર તેનો મિત્ર છે. દેહથી મારાં દર્શન, જ્ઞાન, ચારિત્રને લાભ કે હાનિ નથી. સમયસારમાં કહ્યું છે કે, આ દેહ છેદાઈ જાઓ, ભેદાઈ જાઓ, કોઈ લઈ જાઓ, નષ્ટ થઈ જાઓ કે ગમે તે રીતે જાઓ, પણ દેહુ મારો નથી. દેહ પ્રત્યે અણુમાત્ર જેને મમત્વ નથી, એવી અશરીરી ભાવનામાં વર્તનારા ધર્માત્માના ભાવ કેવા ઉત્કૃષ્ટ હોય છે તે જુઓ તો ખરા ! આ વખતે શ્રીમદ્ ઝવેરાતના ધંધામાં બેઠા હતા કે આત્મામાં? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦૫) આ કાવ્ય લખ્યું તે વખતે મુંબઈમાં તેમને ઝવેરાતનો વેપાર આદિ બાહ્ય વ્યવસાય દેખાતો હતો. છતાં સર્વ પરિગ્રહથી નિવૃત્ત થવાની અને ઉત્કૃષ્ટ સાધકદશાની ભાવના ભાવતા હતા. આ કાવ્યના એકેએક શબ્દની પાછળ ગંભીર ભાવાર્થ છે. તેઓ મહા વૈરાગ્યવંત હતા, અને પુરુષાર્થ વડે મોક્ષસ્વભાવદશા પ્રગટ કરું એવી ભાવના સહિત અંશે સ્વરૂપની સ્થિરતાની સાવધાની રાખીને મુનિપણાની ભાવના તેઓ અહીં ભાવે છે અને તેથી કહે છે કે, આ શરીરની સ્થિતિ પૂરી થવાની જ છે, તેમાં નિમિત્ત થનાર વાઘ-સિંહનો સંયોગ મિત્ર સમાન છે. લોકો સંસાર-પ્રવૃત્તિથી અમુક વખત નિવૃત્તિ લઈને સત્સમાગમ, સન્શાસ્ત્રનું વાંચન, મનન અને શ્રવણની રુચિ ન કરે તો તેમને આ જાતની ભાવનાનો અંશ પણ કયાંથી આવે? શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થ વેષમાં હોવા છતાં વીતરાગી મુનિપણાની દશા મને પ્રાપ્ત થાઓ એવી ભાવના ભાવતા હતા. હું જંગલમાં ધ્યાનમાં બેઠો હોઉં અને હરણો મને (શરીરને) લાકડાના ટૂંઠા જેવો જાણીને આ દેહ સાથે તેના દેહને ખણે એવી સ્થિરતા કયારે આવશે? બાહ્ય યોગ થવો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૮૬) ન થવો તે ઉદયાધીન છે, પણ આવા અશરીરી ભાવની હું તો લાવો! પુરુષાર્થ કરવો તે ઉદયાધીન નથી, પણ સ્વાધીન છે. આવી ઉત્કૃષ્ટ ભાવનાનો ઉત્સાહ ધર્માત્માને આવે જ. સંસારી લોકોને બાહ્ય ઉપાધિરૂપ સંયોગના વૈભવની હોંશ (ઉત્સાહ) બહુ આવે છે કે, આમ હવેલી (બંગલો) હોય, આમ ટેબલ, ખુરશી, ગાદી, તકિયા, પંખા વગેરે હોય, તેમાં બેઉ મોહથી ઘેલાં થઈને હરખ સેવતા હોઈએ, એવી ઊંધી ભાવના તેઓ ભાવતા હોય છે, કેમ કે તેમને સંસારનો પારાવાર પ્રેમ-તૃષ્ણા હોય છે. પર વસ્તુમાં સુખબુદ્ધિ અને રાગી-દ્વેષપણું કરવામાં જે સંતોષ માનતા હોય તેને રાગરહિત પવિત્ર આત્માની રુચિ, શ્રદ્ધા કયાંથી હોય ? એક ભાઈ શ્રીમદ્ પાસે ગયા. તે સામે ગાદી ઉપર ઢળી પડયા, અને બીડી પીતાં-પીતાં પૂછયું, “ મોક્ષ કેમ મળે? તમે જ્ઞાની છો માટે કહો.” તેને ઉત્તર મળ્યો કે “એમને એમ” તેમાં બે ભાવ આવ્યા કે તમે જેવા છો તેવા થઈ જાઓ (ઠરી જાઓ). વળી તેમાં ઠપકો પણ આવી ગયો કે તત્ત્વની રુચિ વિના જ્ઞાની પ્રત્યે પ્રેમ, વિનય કે બહુમાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦૭). આવે નહિ. દેહાદિમાં આસક્તિ અને પરથી સુખબુદ્ધિવાળા, વિષય કષાયથી ભરેલા, સંસારની સચિવાળા જીવોને મોક્ષની રુચિ કયાંથી થાય? રાગદ્વેષ તથા દેહાદિથી સર્વથા મુકાવું તેનું નામ મોક્ષ છે. તો ત્યાગ-વૈરાગ્યની ભાવના વિના તથા દેહાદિ પ્રત્યે મમતાનો કે આસક્તિનો ઘટાડો જેને નથી તેને આખો આત્મા જોઈએ તે કેમ મળે ? પાત્રતા કોને કહેવાય તેનું જેને ભાન ન હોય અને શરીરની સગવડતા રાખવાની જેને મમતા વર્તે છે તેને રાગરહિત અતીન્દ્રિય આત્માની શ્રદ્ધા કેમ થાય? માટે દેહની મમતા પ્રથમ ઘટાડવી જોઈએ. - શ્રીમદ્ આ ગાથામાં શરીર જતું કરવાની ભાવના કરી છે, અને તેથી કહ્યું છે કે સિંહનો સંયોગ થાય તો માનું કે, “પરમ મિત્રનો પામ્યા જાણે યોગ જો.” મારે શરીર રાખવાની ઈચ્છા નથી અને સિંહુ ને જરૂર છે. માટે શરીર જોઈતું નથી એવું રહસ્ય તું (સિંહ) કયાંથી સમજી ગયો? એમ ગણી આ દેહનો નાશ (મડદાંની ઉપાધિનો નાશ) કરનારા સિંહ! તું જ મારો ઉપકારી છે. એમ અશરીરી ભાવની ભાવના સંસારી વેશમાં બેઠા ભાવે છે. કેવળદર્શન, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦૮) કેવળજ્ઞાન પ્રગટ કરવાનો પ્રયોગ વિચારે છે અને ભાવના કરે છે કે, એવું નિમિત્ત મળો કે ગજસુકુમારની જેમ શીધ્ર મોક્ષસ્વભાવ અને પ્રગટ થાય. એ રુચિના રસિયા પૂર્ણ વીતરાગસ્વરૂપની ભાવના ભાવે છે. સંસારના રસિયા (સંસારની સચિવાળા) મોહી જીવો ઊંધા મનોરથ ભાવે છે કે મને ખૂબ ધન, ઘર, લાડી, વાડી મળો. હું ધનવૈભવ, પુત્રાદિમાં ખૂબ વધું, અને મારી લીલી વાડી મૂકીને મરું. તેથી વિરુદ્ધ જ્ઞાની ધર્માત્મા એમ ભાવના ભાવે છે કે હું બેહદ અતિશય શુદ્ધ સ્વભાવમાં ઠરતો, પુરુષાર્થ ઊછાળતો બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રગટ કરું. મુનિ જંગલમાં આત્મસ્વરૂપના ધ્યાન- વિચારમાં બેઠા હોય અને ફડાક છલંગ મારીને સિંહ ગળું પકડે. તે જ વખતે ચૈતન્યનો અતીન્દ્રિય બેહુદ પુરુષાર્થ, કેવળજ્ઞાન ઉપર મીટ માંડીને ઊપડે છે. સિંહના મોઢામાં ચૈતન્ય કેમ પકડાય? ચૈતન્ય તો જે થાય તેને જાણે. સિહે પકડ્યું ગળું ત્યારે જ્ઞાનીએ પકડી અડોલ સ્થિરતા.” ક્ષણ કશ્રેણિ માંડીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ કરું, એ ભાવના સંસારી વેષમાં શ્રીમદ્દ ભાવી ગયા. એ જાતનો અપૂર્વ ભાવ તો કોઈ લાવો ! | ૧૧ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦૯) ફચ્છાનિરોધ: તા: હવે તપશ્ચર્યામાં પણ ઉત્કૃષ્ટતા દેખાડે છે. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુગલ એક સ્વભાવ જો. અપૂર્વ તા ૧૨ાા પૂર્ણ વીતરાગદશામાં (સ્વરૂપની રમણતામાં) સાધક જીવનો ઉગ્ર પુરુષાર્થ વળતાં, નિગ્રંથ મુનિદશામાં વિકલ્પ આવતાં કોઈ કોઈ વખત બબ્બે મહિના અણાહારક દશાનો સહજ અવસર બની જાય છે. કદી છ મહિના પણ આહાર છૂટી જાય; છતાં મનમાં તાપ નહીં, કૃશતાની ગ્લાનિ નહીં. , ખેદ નહીં; પણ સમતા (સ્થિરતા) ની વૃદ્ધિ થતી જાય. સહજ આનંદસાગર દશામાં ઝૂલતાં-રમતાં ખેદનો અંશ પણ કેમ હોય? ન જ હોય; એવી મોક્ષ સાધક દશાને ધન્ય છે. લોકોને મોક્ષ જોઈએ છે, અને એક દિવસનો ઉપવાસ ન છૂટકે કરવાનો અવસર આવે ત્યારે થનગનાટ, અને ખાવાપીવાની લોલુપતાનાં આગલાં-પાછલાં પડખાં તૈયાર રાખે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ( ૧૧૦ ) ઘણાં પ્રકારનાં નાટક ભજવે. ત્યારે મુનિને ઘો તપસ્યા આત્માના ભાનસહિત છે, તેથી છ–છ મહિના કયારે પૂરા થયા તેનું સ્મરણ કરવાની વૃત્તિ પણ નથી. સ્વરૂપસ્થિરતાની ( અનુભવ ) દશામાં એક ક્ષણ માત્રનો વિરહ ન પડવા દઉં, એવી જેની ભાવના છે એવા મહર્ષિઓમાં ભગવાન ઋષભદેવ તીર્થંકરપ્રભુ હતા. તેઓ વૈશાખ સુદ ત્રીજને દિવસે સંસાર છોડી નિષ્પરિગ્રહી થઈ જંગલમાં ચાલ્યા ગયા. દીક્ષા વખતે જ ચોથું ( મન:પર્યય ) જ્ઞાન પ્રગટયું. તે જ ભવે મોક્ષ જવાના છે. અકષાય સ્થિરતાનું ઘોલન વધતાં વિકલ્પ આવ્યો કે છ મહિના આહાર ન લઉં. છ મહિના પૂરા થયા ત્યારે આહાર લેવાની વૃત્તિ ઊઠી, પણ આહારનો યોગ ન બન્યો. હજી છ મહિના સુધી આહારની અંતરાય હતી તેથી બીજા છ મહિના આહાર ન મલ્યો, પણ વિકલ્પ કે ખેદ નથી. એમ બાર મહિના આહાર વિના પસાર થયા. એવા વી, ધીર, શૂરવીર, મુનિધર્મમાં સાવધાન રહે છે. ત્રણે કાળે જ્ઞાનદશા આકરી છે. કોઈ ઢીલી વાત કરે તો તે મોક્ષમાર્ગમાં નથી; છતાં આત્મામાં બેહદ સામર્થ્ય છે તે કદી ઘટતું નથી. ચોવિહારા કડાકા ( ઉપવાસ ) ૩૬૦ દિવસ સુધી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ( ૧૧૧ ) એવી ઘોર તપશ્ચર્યામાં દેહ કૃશ દેખાય, હાડકાંની કડકડાટી બોલે છતાં અંતરમાં ચૈતન્ય ભગવાન બેહુદ સમતાથી તૃત છે. મારે જડનો ખોરાક નથી. શરીરની સ્થિતિ છે તેને રહેવું હોય તો રહે, એમ તે જાણે છે. અશાતાનો ઉદય હોય તો ક્ષુધા લાગે, અને શાતાનો ઉદય હોય તો આહાર મળે, ઉદય ન હોય તો ન મળે, પણ મનમાં તાપ નહીં. જેને દેહની આસક્તિ ઘણી છે તે આ સાંભળતાં જ ધ્રૂજે તેવું છે. પણ એ દશાની તૈયારી જેને થાય તેને બેહદ સામર્થ્ય તૈયાર હોય છે; પછી તેવા યોગ બને કે ન બને તે જુદી વાત છે. પણ ભાવના ઓછી કેમ હોય ? આત્મા બેદ અંતસામર્થ્યથી દરેક સમયે ભર્યો છે, માટે તેની ભાવના પણ ઉત્કૃષ્ટ બેહદ હોવી જોઈએ. સંસારી જીવો મમતાને વશ પૂરું ઈચ્છે છે અને તેથી લગ્ન વખતે ગીત ગાતાં કહે છે કે, ‘થાળ ભર્યો શગ મોતીએ.' ભલે થાળનું ઠેકાણું ન હોય, અંદર એક પણ મોતી ન હોય પણ મનોરથ પૂર્ણના છે. એમ મમતાની શિખા પણ પૂર્ણ માગે, અધૂરું ન ઈચ્છે; જીવ ઊંધી ગુલાંટ ખાઈને ઉત્કૃષ્ટપણે ઊંધો પડયો, તેથી અનંતી તૃષ્ણા વડે પોતાને પૂર્ણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ( ૧૧૨ ) (૮ કરવા માગે છે. તેમ મોક્ષનો ઈચ્છક સંસારભાવથી ગુલાંટ મારીને સવળો પડયો પૂર્ણ સમતાની ભાવના ભાવે છે કે;– “ સિદ્ધા સિદ્ધિં મન વિશંતુ ” સમતાવાળો ભાવે કે મારું પૂર્ણ શુદ્ધસ્વરૂપ શીઘ્ર પ્રગટ થાઓ. એ ભાવના ધારાવાહી અખંડપણે જ્યાં ઘૂંટાતી હોય ત્યાં તે ભાવના સંસારના ભાવને ટકવા ન દે. અનાહારક ચૈતન્યની રમણતામાં બેહદ પુરુષાર્થની જમવટ ઘૂંટાતી હોય ત્યાં એવી અપૂર્વ દશાનો અંશ ઉઘાડીને ધર્માત્મા તેવી ભાવનામાં વર્તે છે. ઉત્કૃષ્ટ સાધક દશાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ સાદિ અનંતકાળ સુધી શાશ્વત નિરાકુળ અનંત સુખમાં જઈને ઠરે ત્યાં સુધી હોય. મુનિપણામાં ઘોર પરિષહની વાત સાંભળી અજ્ઞાની મૂંઝાય છે, ત્યારે ધર્માત્મા સમ્યગ્દષ્ટિ તેવા ઘોર તપ તથા પરિષહ સામે કહે છે કે, મારામાં બેહદ અનંત શક્તિ છે, એક સમયની અવસ્થામાં અનંત સમતા ભરી છે. અનંતકાળ આહાર ન મળે તોપણ જ્ઞાતાપણે ટકવાનું બેહદ સામર્થ્ય ચૈતન્યમાં છે. સ્વભાવને હદ શી? જેનો બેહદ સ્વભાવ તેમાં હ્રદ હોય નહીં. અનાદિ-અનંત, બેહદ ચૈતન્ય સામર્થ્યથી પૂર્ણ સાતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૧૩) જ્ઞાનઘન. હું શરીર નહીં, તેમ જ શરીરના કારણે મારો કોઈ ગુણ પ્રગટે નહીં. ઘોર તપસ્યાથી શરીર જીર્ણ થઈ ગયું હોય, સૂકા કોલસા અથવા સૂકાં તલસરાં ગાડામાં ભર્યા હોય અને તે ખખડે, તેમ છેછ મહિનાના ઉપવાસ સહજ થઈ જતાં શરીરના હાડકાં ખખડતાં હોય, એવા મુનિપદની ભાવના શ્રીમદ્ સંસારમાં રહીને કરે છે. આ ભાવના ભાવે છે ત્યારે રોટલા ખાય છે કે તપસ્યા કરે છે? પ્રથમ સાચી દષ્ટિસહિત આવી ભાવના શ્રાવક ધર્મમાં ભાવવી જોઈએ. પછી પૂર્વનાં કારણો મળી આવતાં તે દશા થાય કે ન પણ થાય. પણ ભાવના ઉત્કૃષ્ટપણે હોવી જોઈએ. “અપૂર્વ અવસર પુરુષાર્થથી આવે છે અને બેહદ ચૈતન્યશક્તિનો અનુભવ વધતાં પોતાની શક્તિને સાધક જીવ ગોપવે નહીં. “સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જો; મારામાં જ અનંતી નૃતિ છે તો કોનાથી રીઝું? મુનિને કોઈ વખત આહારની વૃત્તિ આવી, ચક્રવર્તી રાજાને ત્યાં આહારદાન થયું અને પુષ્ટ સુંદર આહાર મળ્યો, છતાં તેમાં પ્રસન્નતાનો વિકલ્પ નહીં, તે આહાર સંબંધી પ્રસન્નતા નહિ. એવી ઉત્કૃષ્ટ સમભાવ દશા મુનિને સહજ હોય છે. ચક્રવર્તી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૧૪) રાજાને ત્યાં ખીરનાં ભોજન અતિ ઉત્તમ કહેવાય છે, કદી તે આહાર લેવાનો યોગ બને તો તેમાં મુનિને પ્રસન્નતાનો ભાવ આવે નહીં. આહારનું શરીરમાં આવવું તે ઉદયાધીન એટલે પ્રારબ્ધ-અનુસાર બને છે. શાતાનો ઉદય હોય અને શરીર ટકવાનું હોય તો આહાર મળી જ રહે. તેમાં હર્ષ કોનો કરે? મુનિને બાહ્ય વૃત્તિ જ નથી તેથી આહાર પ્રત્યે રાગ નથી. જેને વિષય, કષાય તથા આહારની લોલુપતા છે તેને હાફુસની કેરી ચીરાય ત્યાં તો મોઢામાં પાણી છૂટે, અને તેનો સ્વાદ લેવા માટે વ્યાકુળ થાય, ખાતી વખતે હરખ કરે. જ્યારે નિગ્રંથ મુનિને છ છ મહિનાના ઉપવાસના પારણે આહારની ઇચ્છા થાય ત્યારે આહાર સરસ કે નિરસ મળે પણ તેમાં રતિઅરતિ કે હર્ષ ખેદ થાય નહીં. જેને દેહાદિમાં સુખબુદ્ધિ છે તે લોકો આહારાદિની ઈચ્છા કરે; આહાર ઉપર આસક્તિ અને ગૃદ્ધિપણું હોવાથી સરસ જમણની હોંશ કરે. અને મુનિ એવી ભાવના ભાવે કે મારા અણાહારક સ્વભાવમાં જ્ઞાનની સ્થિરતા સિવાય કંઈ પણ ઉપાધિ ન જોઈએ. મારા સ્વરૂપની રમણતામાં, શાંતિમાં આ “લપ” નો વિકલ્પ શો? સર્વ છૂટી જાઓ; હું અસંગ છું મારી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૧૫ ) સમાધિસ્થ સ્વરૂપસ્થિરતા-રમણતાનો અપૂર્વ અવસર કયારે આવશે? તેની ભાવના અહીં કરી છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. અતિ મલિન એક રજકણથી શરૂ કરીને પુણ્યમાં ઉત્કૃષ્ટ એવા વૈમાનિક દેવની ઋદ્ધિ સુધી, એ સર્વ જડ પુદ્ગલની વિકારી જાત છે, તે મારા ચૈતન્ય સ્વરૂપને ગુણ કરનાર નથી. વૈમાનિક દેવના પુણ્યની ઋદ્ધિ સૂર્ય, ચંદ્ર આદિના વિમાનથી ઘણી અધિક હોય છે, તેનું વર્ણન શાસ્ત્રમાં છે. અતિ ઉજ્જવલ એવા ઘણા પુણ્યના ગંજનો યોગ ત્યાં છે. તેનાથી પણ અધિક પુણ્યનાં કર્મ રજકણો હોય તોપણ મુનિને તેનો મહિમા નથી. જ્ઞાતા રહી જાણ્યું છે કે પુદગલની અનેક વિચિત્રતાથી ચૈતન્યને અંશમાત્ર ગુણ નથી. તેમાં રાગ વડે હું અટકું તો મને ઉપાધિ બંધન થાય. પોતાને જે અનંત સુખસ્વરૂપ લક્ષમાં છે તે રૂપ પૂર્ણ પવિત્ર થવાનો પુરુષાર્થ વધારવાનો, સ્વરૂપ પ્રગટ કરવાનો ઉત્સાહ વર્તે છે. કોઈ નિમિત્તમાં અટકવાનો ભાવ નથી. આ બારમી ગાથા સુધી ચારિત્રમોહનો ક્ષય કરવાની ભાવના છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૧૬ ) હવે, બાકીની નવ ગાથામાં ઝીણી વાત છે. એકેક શબ્દ ઉપર વિસ્તાર કરતાં દિવસો વીતી જાય તેમ હોવાથી ટૂંકાણમાં કથન સંક્ષેપવું પડે છે, તેમાં જે આશય આવે તેને વિચારજે, અહીં સર્વથા કષાય ક્ષયની વાત આવે છે. આ કાળે, આ ક્ષેત્રે મોક્ષ નથી છતાં પણ આ બાર ગાથામાં કહેલ સાતમી ભૂમિકાનો પુરુષાર્થ એટલે ચારિત્રદશા (સાતમું ગુણસ્થાન) પ્રગટે એવો અવસર છે. હવેની નવ ગાથામાં જે કહેવાય છે તેટલો પુરુષાર્થ ક્ષેપક શ્રેણી, શુક્લ ધ્યાન આ કાળમાં નથી, છતાં ભાવના ભાવી શકાય. પ્રથમ આત્માની સાચી ઓળખ અને તે શ્રદ્ધાને દઢતર કરવાનો પુરુષાર્થ તથા અભ્યાસ જોઈએ. સત્સમાગમ વિના અપૂર્વ અવસર અને તે અવસરની પ્રાપ્તિ હોય નહીં. જેમ લશ્કરમાં નોકરી કરવી હોય તેણે પ્રથમ નિશાન(ગોળીબાર) શીખવાનો અભ્યાસ કરવો પડે છે; પછી ખરે વખતે તે અભ્યાસ કામ આવે, તેમ ધર્માત્મા મુમુક્ષુએ પ્રથમથી જ અહીં જણાવેલ ભાવનામાં રમવું જોઈએ. સમ્યક્દર્શન થયા પછી મુમુક્ષુને ચારિત્રની ભાવના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૧૭) બળવાનપણે વધતી જાય છે, અને અનાહારક, અશરીરી કયારે થાઉં, એ વિચાર આવે છે. ઘણા લોકો માને છે કે આહાર વિના શાંતિ ન થાય. પણ ઘણીવાર લોકોમાં જ દેખાય છે કે આહાર વિના પણ અશાંતિ થતી નથી. જેમકે વ્યાપાર, ધંધામાં કલાકના સો રૂપિઆનો લાભ દેખાતો હોય તો લોભને વશ એકટાણું ખાવાનું ભૂલી જાય, અને કહ્યું કે, અહો ! આજ ભૂખ પણ લાગી નથી. તે ભાવની ગુલાંટ સવળી થતાં અકષાય, અલોભ દૃષ્ટિના લક્ષે સહેજે આહાર છૂટી જાય છે. સંસારી જીવો અવગુણના લક્ષ (વિકારના લક્ષે) આહાર લેવાનું ભૂલી જાય છે, તેમ સાધક જીવોને અનાહારક શુદ્ધ સ્વભાવના લક્ષે અકષાયમાં જવાના પુરુષાર્થની જાગૃતિથી છે મહિના સહેજે આહાર છૂટી જાય છે; આહારની ઈચ્છા પણ ન થાય. એવી દશામાં આત્મશાંતિ એટલે કે પરમ સંતોષ હોય છે, તેથી બાહ્ય વૃત્તિ કે આકુળતા હોતી નથી. ઋષભદેવ ભગવાનને બાર માસને પારણે શેરડીનો રસ મળ્યો, છતાં સળંગ સમતા સ્વરૂપમાં તે સંબંધી વિકલ્પ નથી કે હુર્ષ નથી. ભક્તો હોંશ કરે કે ધન્ય ઘડી ! ધન્ય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૧૮) સુપાત્ર આહારદાન ! અમારા નિમિત્તથી મુનિશ્વરના સંયમ સાધનને પોષણ મળ્યું. એવો વીતરાગ ભાવ સદાય ટકી રહો. તેનાથી દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ સંયમની પુષ્ટિ થશે. એમ ભક્તિભાવથી ભક્તો પ્રમોદ (હર્ષ) કરે, અને ભાવના ભાવે કે એવો અપૂર્વ અવસર અમને ક્યારે આવશે ? / ૧૨ એમ પરાજય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વના ૧૩ાા આ રીતે ચારિત્રમોહનો નાશ કરવાનો એટલે કે અસ્થિરતાનું નિમિત્ત કારણ મોહકર્મ તેનો, નિશ્ચય અડોલ સ્વરૂપની સ્થિરતા વડે, ક્ષય કરવાનો અધિક પુરુષાર્થ જેને ઉપડયો છે તેને બુદ્ધિપૂર્વક વિકલ્પ તૂટીને સ્થિરતા વધી જાય છે; તે દશાને અપ્રમત્ત ગુણસ્થાન કહેવાય છે. છઠ્ઠી–સાતમી ભૂમિકાએ ત્રણ કષાયની ચોકડીનો અભાવ છે. છતાં ચારિત્રગુણમાં કંઈક મલિનતા છે. અપ્રમત્ત ગુણસ્થાને બુદ્ધિપૂર્વક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૧૯) વિકલ્પ-રાગનો અંશ નથી; સૂક્ષ્મ કષાય અંશ છે, તે કેવળીગમ્ય છે. અહીંથી ઉપર એટલે કે આઠમી ભૂમિકાએ ક્ષપકશ્રેણી માંડે છે, ઉપશમની વાત નથી. ચારિત્રમોહનો ક્ષય કરવાના પરિણામ તે ક્ષપકશ્રેણીનો ઉગ્ર પુરુષાર્થ છે. આ ક્ષપકશ્રેણી એટલે શુક્લ ધ્યાનનો પ્રથમ પાયો; આ ગુણશ્રેણીમાં સમયે સમયે અનંતી પરિણામવિશુદ્ધિ અધિક અધિક વધતી જાય છે અને જેમ સોનાને ચોકખું કરતી વખતે ભઠ્ઠીમાં નાંખેલ પંદરવા સુવર્ણને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી ઊતરે કે તુરત સોળવલું શુદ્ધ સુવર્ણ થઈ જાય છે, તેમ બારમે ગુણસ્થાને શુક્લધ્યાનનો બીજો પાયો શરૂ થતાં ચાર ઘાતિ કર્મોનો ક્ષય થઈ સંપૂર્ણ નિર્મળ કેવળજ્ઞાન પ્રગટે છે. એક સમયમાં સર્વ વિશ્વ (સર્વ જીવ અજીવ વસ્તુ સામાન્ય-વિશેષપણે) સર્વજ્ઞપ્રભુના જ્ઞાનમાં પ્રતિભાસે છે. આ કેવળજ્ઞાન યુક્તિ, આગમ પ્રમાણ અને સ્વાનુભવથી સિદ્ધ છે, તેમ છતાં સાધારણ બુદ્ધિવાળા જીવોને સમજવું કઠણ છે. અહીં ચારિત્રમોહનો ક્ષય અને શુક્લધ્યાનની ક્ષપકશ્રેણીના ઉત્કૃષ્ટ પુરુષાર્થની વાત છે. બારમાં ગુણસ્થાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૦) સુધી સાધકદશા છે. ચારિત્રમોહનો ઉદય દસમાં ગુણસ્થાન સુધી રહે છે. અગિયારમે ગુણસ્થાને ચારિત્રમોહનો ઉદય ન હોય; બારમે ગુણસ્થાને ચારિત્રમોહનો સર્વથા ક્ષય થાય છે. ક્ષપકશ્રેણીથી માંડીને આઠમા ગુણસ્થાનથી વચ્ચે અટકયા વિના આગળ વધીને બે ઘડીમાં કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ, અનંતવીર્ય જે શક્તિરૂપે છે તે પ્રગટ કરે છે. જેને તે ઉત્કૃષ્ટ, અપરિમિત સુખની રુચિ થઈ છે, તે સાધકને વચ્ચે કયાંય અટકવાની વૃત્તિ થાય નહીં. આ જાતનો નિગ્રંથ મુનિમાર્ગ તે ત્રણે કાળ સનાતન મોક્ષમાર્ગ છે. પંચમહાવિદેહ ક્ષેત્રમાં ત્રિકાળ આ એક જ ધર્મ પ્રવર્તે છે. કરણ” નો અર્થ પરિણામ છે. અપૂર્વકરણ એટલે પૂર્ણ સ્થિરતા લાવવાનો તથા કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટ કરવાનો પ્રયોગ, અર્થાત્ સ્વરૂપ સ્થિરતાની શ્રેણીમાં આરૂઢ થવું તે. સમ્યગ્દર્શન થતાં જે અપૂર્વકરણરૂપ પરિણામ થાય છે તેની અહીં વાત નથી. આ અપૂર્વકરણમાં સમયે-સમયે અનંત અનંતગુણી વિશુદ્ધિની વૃદ્ધિ વડે જીવ પૂર્ણ અકષાય સ્વરૂપ થવાનો પુરુષાર્થ કરવા માટે શુક્લધ્યાનની શ્રેણીમાં પ્રવેશ કરે છે. તે અપૂર્વકરણમાં પૂર્વે નહીં થયેલા વિશુદ્ધ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૧) પરિણામની એકાગ્રતા (સ્વરૂપ લીનતા) વર્તે છે. આ સ્વરૂપસ્થિરતામાં એકાકાર, તન્મય, અખંડ, ધારાપ્રવાહી જ્ઞાનની એકાગ્રતા અને ગુણની ઉજ્જવળતા ક્ષણે ક્ષણે વધતી જાય છે. જે કાંઈ ચારિત્રમળનો સૂક્ષ્મ ઉદય આવે તેને ક્ષપકશ્રેણી વડે ટાળતો સ્વરૂપશ્રેણિની લીનતામાં આરૂઢ થઈ “અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો” એવી દશા પ્રગટ કરે છે. અહીં તદ્દન એકરૂપતા વર્તે છે. લાખ રૂપિયાની કિંમતવાળા ઉત્તમ ઘોડા ઉપર લાયક સ્વાર આરૂઢ થયા પછી તેને પાંચ ગાઉનું અંતર કાપવાને કેટલીવાર લાગે ? તેમ અપૂર્વકરણની સ્થિરતાવડે સ્વરૂપરમણતામાં એકાગ્રપણે જે સાધક આરૂઢ થયો તેને કેવળજ્ઞાન લેતાં વાર લાગે નહીં. અનન્ય ચિંતવનવડે અતિશય શુદ્ધ અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપમાં મારી રમણતા પ્રગટપણે વધતી જાય અને તેમાં આરૂઢ થઈ ક્ષપકશ્રેણી માંડું એવો અવસર શીધ્ર પ્રાપ્ત થાઓ ! એવી ભાવના અહીં શ્રીમદ ભાવી છે. / ૧૩ાા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૨) તા. ૫-૧૨-૩૯ હવે આ (ચૌદમી) ગાથામાં કેવળજ્ઞાન પ્રગટાવવાની ભાવના કરે છેમોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહુ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજકેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ . ૧૪ના જેમ રાજમહેલમાં જવા માટે પગથિયાં હોય છે, તેમ પોતાનું સહજ સ્વરૂપ-સ્વરાજમહેલ છે, તેમાં જનારનું લક્ષ પોતાના પૂર્ણ પવિત્ર મોક્ષસ્વરૂપમાં છે. મહેલમાં જવાના લક્ષે નીચેનું પગથિયું છૂટતું જાય છે તેમ રાજમહેલમાં જવા માટે ચૌદ ગુણસ્થાન (ગુણશ્રેણિ ) રૂપ પગથિયાં છે. પ્રથમ ગુણસ્થાન મિથ્યાત્વ નામે છે; તે ગુણસ્થાનના બહિરાત્મા જીવોને પોતાના વાસ્તવિક આત્મસ્વરૂપનું જ્ઞાન નથી. હું કેવળ જ્ઞાતા-દષ્ટા, વીતરાગ, ચિદાનંદ, શાશ્વત છું મારામાં જ સ્વાધીન સુખ, બેહદ આનંદશાંતિ છે, એવું નહિ માનતો અને પર વસ્તુ જે દેહાદિ, રાગ-દ્વેષ, પુણ્ય-પાપ તેને પોતાનાં માનતો થકો દેહાદિ બાહ્ય સંયોગોમાં ઠીક-અઠીકપણાની, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૩) સુખ-દુઃખપણાની મિથ્યાકલ્પના કરીને રાગ-દ્વેષનો કર્તા અને શાતા-અશાતારૂપ અશાન્તિ (અસ્થિરતા) નો ભોક્તા થાય છે. તે મોહી જીવ જે કાંઈ માને છે, જાણે છે તથા જેમાં વર્તે છે, તે બધું ઊંધું છે, તેથી મિથ્યાઅભિપ્રાય, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર તેને હોય છે, એટલે કે તેનું માનવું, જાણવું અને વર્તવું સદાય અસત્ય છે. બીજાં અને ત્રીજું ગુણસ્થાન ચોથા ગુણસ્થાનેથી પડનારનું છે. ચોથા ગુણસ્થાનમાં સમ્યક્રદર્શન થતાં શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન થાય છે. જેમાં દર્શનમોહનો અભાવ થઈ દેહાદિ તથા રાગાદિ ભિન્ન કેવળ ચૈતન્યસ્વરૂપનું જ્ઞાન થાય છે. તેમાં સ્વાનુભવ-સ્વરૂપાચરણ પ્રગટે છે; પણ ચારિત્રગુણ ઊધયો નથી. પાંચમું દેશવિરતિ ગુણસ્થાન છેતેમાં અંશે સ્થિરતાવિરતિ છે. ત્યાર પછી છઠ્ઠી તથા સાતમા ગુણસ્થાનમાં સર્વ વિરતિ મુનિપણું છે. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં ક્ષપકશ્રેણિ જેને હોય છે તેને અતિશય શુદ્ધસ્વભાવમય પવિત્ર દશા વધતી જાય છે. પછી તમે ક્રમે નવમું અને દશમું ગુણસ્થાન પ્રાપ્ત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૪) થાય છે, ત્યાંથી સીધું બારમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. ત્યાં મોહનો ક્ષય થઈ તેરમાં ગુણસ્થાને જીવ સયોગી કેવળી, જિન, વીતરાગ, સર્વજ્ઞ, ભગવાન થાય છે, ત્યાં અનંત ચતુષ્ટય ગુણ પૂર્ણપણે પ્રગટ થાય છે. આ ગાથામાં પ્રથમ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનના છેલ્લા સમયની વાત છે. મોહકર્મને સ્વયંભૂરમણ સમુદ્રની ઉપમા આપી છે. તે સમુદ્રનું માપ બેહદ વિસ્તારવાળું છે. બે હજાર ગાઉનો એક જોજન, એવા અસંખ્યાત જજનનો આ મહાસમુદ્ર છે. આ મધ્યલોકને તિરછોલોક કહેવામાં આવે છે. તેમાં જંબુદ્વીપ એક લાખ જોજન વિસ્તારવાળો ગોળ ચૂડી આકારે છે, તેને ફરતા વીંટળાયેલા અસંખ્યાત દ્વીપ-સમુદ્રોની પરંપરા છે. તેમાં છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે. સાધક એમ વિચારે છે કે જેમ મોહ મહાસમુદ્ર જેવો છે, તેમ મારામાં તેનાથી પણ અનંતગુણી અપરિમિત–બેહદ શક્તિ છે; તેથી હું આત્મામાં બેહદ સ્થિરતાને વધારું, કે જેથી મોહ કર્મનો મહિમા, તેની અસર સર્વથા ટળી જાય; અને હું શુદ્ધ પવિત્ર જ્ઞાનઘન છું તેવો થઈ રહું સ્વરૂપમાં અતિ સાવધાની રાખું કે જેથી ચારિત્રમોહનો સ્વયમેવ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates (૧૨૫ ) સર્વથા ક્ષય થઈ જાય. અજ્ઞાની-મોહી જીવ અનાદિ સંસારથી લઈને મોહ કર્મની અસરમાં પોતાની ભૂલના કારણે ટક્યો છે. પરદ્રવ્ય, પરભાવમાં પોતાપણાની ભ્રાન્તિ કરવાથી, પોતામાં સુખ-શાંતિ છે તે ભૂલીને પ૨વસ્તુમાં સુખ-શાન્તિની કલ્પના કરી છે. દર્શનમોહનીય કર્મના રજકણો સ્વરૂપની અસાવધાની રાખવામાં, ભૂલ ટકાવી રાખવામાં (ઊંધી શ્રદ્ધામાં ) માત્ર નિમિત્ત છે. જીવ પોતાની ભૂલથી રાગ-દ્વેષ, અજ્ઞાન વડે મહા અવિવેકી થયો છે, સાધક જીવે તે ભૂલને સત્તમાગમ અને સદ્વિવેક વડે ટાળી છે, તેથી ચારિત્રમોહની શક્તિ સંબંધે કહે છે કે, તે મોહની શક્તિ કરતાં અનંત ગુણી શક્તિ ચૈતન્યમાં છે. અલ્પ અસ્થિરતા છે તેને ટાળીને ક્ષપક શ્રેણિમાં આરૂઢ થઈ, આઠમા, નવમા અને દસમા ગુણસ્થાનકે જઈ અનન્ય ચિંતનવડે અતિશય શુદ્ધ સ્વભાવની અધિક ઉજ્જવળ સ્થિરતાને વધારતો ચારિત્રમોહનો ક્ષય કરી, ક્ષીણમોહ (બારમું ગુણસ્થાન) પ્રાપ્ત કરું; અને તેના છેલ્લા સમયે ચારિત્રમોહનો અંશ પણ ન રહે. તદ્દન સ્થિરતા એટલે કે શુદ્ધ સ્વભાવની રમણતામાં એકલો ચૈતન્ય આનંદઘન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬) શાંતરસ ત્યાં ઘોળાતો હોય છે. જ્યાં વીતરાગદશા પૂર્ણ કરવાનું વીર્ય સ્વરૂપમાં ઘોળાવા લાગ્યું છે ત્યાં “પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો ” એવી દશા થાય છે. જે શક્તિરૂપે છે તે પૂર્ણ સામર્થ્યરૂપે પ્રગટતાં સહજ અનંત આનંદ સ્વરૂપ અને કેવળજ્ઞાન નિધાન (લક્ષ્મી) પ્રગટે છે. કેવળજ્ઞાનનું સ્વરૂપ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” માં એવું કહ્યું છે કે“કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્ત જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” | ૧૧૩ તે કેવળજ્ઞાનમાં પરને જાણવાનું લક્ષ કે વિકલ્પ નથી, છતાં પર જણાય છે એવો સહજ સ્વભાવ છે. મારા સ્વભાવમાં બેહદ-અપરિમિત રમણતારૂપ કેવળજ્ઞાન ભર્યું છે. તે પૂર્ણતાના લક્ષ પુરુષાર્થ ઉપાડી પૂર્ણ સ્થિર થાઉં તો કેવળજ્ઞાન જ્યોતિ અને વીતરાગ સર્વજ્ઞ પરમાત્મપદ પ્રગટે એમ સાધક જાણે છે. પૂર્ણ શુદ્ધ ચેતના સ્વરૂપ એવું કેવળજ્ઞાન એ જીવનું નિધાન છે. કેવળજ્ઞાનને અનંતચક્ષુ અથવા સર્વચક્ષુ પણ કહેલ છે. મનુષ્યના એક દેહ જેટલા ક્ષેત્રમાં આત્માના અસંખ્ય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૭) અરૂપી પ્રદેશો પૂર્ણ પવિત્ર થતાં કેવળજ્ઞાન, પરમાત્મદશા, સર્વજ્ઞદશા, સ્વભાવદશા પ્રગટ થાય છે. કેવળજ્ઞાનમાં લોક-અલોક (આખું વિશ્વ) અણુની જેમ ત્રિકાળ દ્રવ્ય-ગુણ-પર્યાયસહિત એક સમયમાં સ્પષ્ટ દેખાય છે. આવું અચિંત્ય બેહદ જ્ઞાનશક્તિવાળું કેવળજ્ઞાન, દરેક આત્મા સદા ચૈતન્ય સ્વાધીન હોવાથી તેના સ્વદ્રવ્ય અને સ્વભાવમાં ત્રિકાળ શક્તિરૂપે વિધમાન છે; તેનો કોઈ સમયે અભાવ નથી. “સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” એમ પૂર્ણતાના લક્ષે ગૃહસ્થવેશમાં અહીં ભાવના વધારી છે કે કેવળજ્ઞાન નિધાન હું જલદી પ્રગટાવું. પ્રથમ સિદ્ધ એવું શુદ્ધ આત્મસ્વરૂપ જેમ છે તેમ સ્વ-પર લક્ષણથી યથાર્થપણે જાણીને સાધક જીવ તે પરમપદ પ્રાપ્તિની ભાવના કરે છે. ત્રિકાળી આત્મદ્રવ્યને બધા પડખેથી જેમ છે તેમ જાણે તો રાગ-દ્વેષ થાય નહીં. આકુળતા (અશાંતિ) રહિત કેવળ સમતા એટલે કે બેહદ આનંદમય પરમ સુખ મારામાં જ છે, એવો યથાર્થ અનુભવ (સંવેદન) થયા પછી બાહ્ય વૃત્તિ તરફ વલણ રહેતું નથી; અને તેથી કેવળજ્ઞાનની ભાવના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૮) વર્તે છે. એ સ્વરૂપની પૂર્ણતા કયારે પ્રગટે તેની આ ભાવના છે. ૧૪ હવે કેવળજ્ઞાન પ્રગટે ત્યારે આત્માની દશા કેવી થાય, તે જણાવે છે:ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા-દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ . ૧૫ તેરમે ગુણસ્થાને પૂર્ણ શુદ્ધ પવિત્ર કેવળજ્ઞાન અને આત્માની સ્વતંત્ર દશા થાય છે. ભવનાં બીજનો નાશ થાય છે, ચાર ઘાતકર્મનો ક્ષય થાય છે. અનંત ચતુષ્ટય (અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય) ને ઘાતવામાં (રોકવામાં) તે ચાર ઘાતકર્મ ( જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય) નિમિત્ત છે. પોતે ઊંધો પરિણમે તો તે નિમિત્ત કહેવાય છે. તે કર્મો ઘનઘાતી છે, અને આત્મા જ્ઞાનઘન છે. કર્મનો બંધસ્વભાવ છે, આત્માનો મોક્ષસ્વભાવ છે. મોક્ષ એટલે મુક્તિ. એ સ્વભાવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૯) નિજમાંથી જાગ્યો પછી જડ કર્મના અનંત રજકણો તેને રોકી શકે નહીં. તેરમે ગુણસ્થાને ચારે ઘાતી કર્મનો ક્ષય થાય છે, અને તેથી ભવનાં બીજનો નાશ થાય છે. ત્યાં અઘાતી ચાર કર્મ (વેદનીય, આયુ, નામ અને ગોત્ર) બળેલી દોરડી જેવાં બાકી રહ્યા છે, પણ તે સ્વરૂપને વિનરૂપ નથી. “સર્વ ભાવ જ્ઞાતા-દષ્ટા સહુ શુદ્ધતા;” નિશ્ચયથી કેવળ નિજસ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે તેમ સમજવું તે ખરેખર પરમાર્થ છે. પણ અજ્ઞાની એમ માને છે કે કેવળજ્ઞાન થાય એટલે લોકાલોક દેખાય; એમ તેને લોકાલોક દેખવા ઉપર માહાભ્ય આવે છે. તે બાહ્યદષ્ટિ (વ્યામોહ) છે. પર શેયોને જાણવાનો વ્યામોહ પરાશ્રિત ભાવ કહેવાય, તેથી એમ થયું કે ચેતનમાં કાંઈ માલ નથી એમ અજ્ઞાની માને છે, ત્યારે જ્ઞાનીને પોતાના સ્વરૂપના અખંડ જ્ઞાન ઉપર દષ્ટિ છે. પરણેયોને જાણે તેથી કેવળજ્ઞાન છે એમ કહેવું તે નિમિત્તનો ઉપચાર છે. પોતાના પુરુષાર્થથી આખું કેવળજ્ઞાન સ્વાધીનપણે પ્રગટ થાય છે, તેમાં પરને જાણવાની ઈચ્છા નથી. જ્યાં કેવળ પોતાના સ્વભાવનું અખંડ નિર્વિકલ્પ જ્ઞાન વર્તે છે ત્યાં પર વસ્તુ એટલે જગતના અનંત પદાર્થો તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩) નિર્મળ જ્ઞાનમાં સહેજે જણાય છે; એ ન્યાય આ ગાથામાં આવી જાય છે. સર્વ ભાવ જ્ઞાતા-દષ્ટા સહ શુદ્ધતા” એટલે સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એક સમયમાં, તે કેવળજ્ઞાનમાં સામાન્ય અને વિશેષપણે એક સાથે સહેજે જણાય છે-દેખાય છે. જગતમાં અનંત જીવ અને અનંત અજીવ દ્રવ્યો સ્વતંત્ર છે, તેમાં દરેક દ્રવ્યમાં સામાન્ય વિશેષપણું છે. સામાન્ય સત્તામાત્ર અવલોકનવ્યાપારરૂપ દર્શનગુણમાં સર્વ વિશ્વનું દેખવું સહેજે થાય છે. તે જ સમયે તે બધા દ્રવ્યોની એક સમયમાં વર્તતી ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ અવસ્થા વિશેષપણે જ્ઞાન ઉપયોગમાં સહજપણે જણાય છે. આ વ્યવહારનયનું કથન છે. નિશ્ચયથી પોતાનું અખંડ જ્ઞાન-દર્શન એક સાથે વર્તે છે. આત્માની શ્રદ્ધા થયા પછી સ્વરૂપની રુચિભાવના વધતાં પૂર્ણ સ્થિરતા અવલંબન વડે પૂર્ણ શુદ્ધતા અહીં પ્રગટી છે. ભાવમોક્ષ દશા તેરમે ગુણસ્થાને છે, ત્યાં અનંતજ્ઞાન અંનતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય દશા “સહુ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૧) શુદ્ધતા” છે. અનંત વીર્ય પૂર્ણપણે ઊઘડી ગયું, તેથી કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો” એ દશા હોય છે. એ વીર્યગુણ આત્માના સર્વ ગુણને ટકાવી રાખનાર છે, એવું કૃતકૃત્ય વીર્ય (સ્વરૂપનું બળ) ને સહજ સ્વભાવમાં એકરૂપ છે. પ્રશ્ન:- આ પૂર્ણ કૃતકૃત્ય શુદ્ધ સ્વભાવ કેમ ઊઘડ્યો એટલે કે પ્રાપ્તની પ્રાપ્તિ કયા ક્રમથી થઈ ? ઉતર:- જીવ અનાદિથી ભેદજ્ઞાન રહિત હોવાથી દેહાદિ, પુણ્ય-પાપ, રાગાદિ જડ કર્મમાં એકતાથી (મારાપણાની માન્યતાથી) બંધપણામાં ટક્યો હતો, સત્સમાગમ વડે આત્માના શુદ્ધ સ્વરૂપની યથાર્થ પ્રતીતિ કરતાં સ્ત્ર અને પરનો વિવેક જાગ્યો; સ્વાનુભવદશા જાગૃત કરી. હું શુદ્ધ છું એવી યથાર્થ શ્રદ્ધા અને ભેદજ્ઞાન સહિત સ્થિરતાના અભ્યાસ વડે ચારિત્રમોહ ક્ષય કરીને નિરાકુળ આનંદ, બેહદ સુખ શાંતિસ્વરૂપની પ્રાપ્તિ થઈ. પૂર્ણ પ્રભુત્વ શક્તિ પ્રગટ થઈ, ત્યાં કોઈ વિનરૂપ આવરણ રહ્યું નથી. બારમી ભૂમિકાએ ચારિત્રમોહનો ક્ષય થવાથી પૂર્ણ વીતરાગતાની શુદ્ધતા પ્રગટે છે. તે અનંતજ્ઞાન, અનંત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૨) દર્શન, અનંત સુખ અને અનંત વીર્યની પૂર્ણ શુદ્ધતા પ્રગટ થતાં અંતર્મુહૂર્ત કાળ લાગે છે. તેમાં સહજ પુરુષાર્થ વડે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મ ક્ષય થઈ જાય છે. થોડા સમયમાં અનંત ચતુષ્ટમય સુપ્રભાત કેવળજ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. રાગ-દ્વેષરૂપ મોહકર્મનો સર્વથા ક્ષય કરવાથી જિન કહેવાય છે. પૂર્ણ કૃતકૃત્ય હોવાથી પરમાત્મા કહેવાય છે. એ આદિ પ્રકારે ઈશ્વર, શિવસ્વરૂપ, જિનેશ્વર, ભગવાન, વીતરાગ વગેરે અનેક નામથી સંબોધી શકાય છે. તે સંપૂર્ણ દશાને સર્વમાનાંતષ્ઠિ ” પણ કહેવાય છે, તેનો અર્થ એવો છે કે:- કેવળજ્ઞાન-દર્શનમાં પોતે અને પોતાથી ભિન્ન એવા સમસ્ત જીવ-અજીવ એવા ચરાચર પદાર્થો તથા તેના સર્વ ક્ષેત્ર, કાળ, ભાવ એક જ સમયમાં સહજપણે, સામાન્યપણે અને વિશેષપણે જણાય છે. નિશ્ચયથી પોતાના છેલ્લા મનુષ્યદેહાકાર અરૂપી જ્ઞાનઘનમાં કેવળ નિજસ્વભાવનું અખંડ જ્ઞાન-દર્શન એક જ સમયમાં વર્તે છે. દેહ છતાં સર્વજ્ઞદશા તે તેરમું ગુણસ્થાન છે. કેવળજ્ઞાનમાં સંપૂર્ણ સર્વજ્ઞતા નથી એમ માનનારના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૩) મતનું એ રીતે નિરાકરણ થયું. એક જ આત્મા નથી પણ અનંત આત્મા છે, એમ પણ સિદ્ધ થયું. અનંત અજીવ અચેતન પદાર્થો છે. ઈશ્વર, સર્વજ્ઞ, ભગવાન, પરમાત્મા જે કહો તે કોઈ જગતની વ્યવસ્થાનો કરનાર નથી; એ પણ સાથે સાથે નક્કી થયું. હું શુદ્ધ છું, એવી જેને આત્માની અપૂર્વ રુચિ આવે, તે દેહાદિ બાહ્ય નિમિત્તના કારણ તથા કાળના કારણને ન જુએ. પૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાની ભાવના નિરતર ભાવે. સંસારની રુચિવાળાને જો કદી પુણ્યનો યોગ હોય અને એક જ દીકરો હોય તો તેના લગ્નનો ઉત્સવ કરવાની હોંશના સડકા ઘણા દિવસ અગાઉથી આવે; ચાર દિવસ બાકી રહે ત્યારે તે જ સંબંધી વિચાર ઘોળાયા કરે. તે છોકરાની મા તેનાં ગાણાં ગાઈને ખૂબ મલાવા કરે, અવાજ ઘોઘરો થઈ જાય, રાત-દિવસના ઉજાગરાને કે થાકને પણ ન ગણે. એ લગ્નપ્રસંગમાં તલ્લાલીન રહે. એવો ઊંધો પુરુષાર્થ સંસારની રુચિવાળા કરે છે તેને બીજું સાંભરતું નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૪) હવે તેનો ગુલાંટ મારીને અર્થ- સંસારની સચિને પુરુષાર્થ વડે ટાળીને હું શુદ્ધ જ્ઞાનઘન છું, પુણ્ય-પાપ, રાગાદિરહિત અક્રિય જ્ઞાનમાત્ર છું, એવી યથાર્થ શ્રદ્ધા અને પરથી જુદાપણાનો વિવેક વર્તતાં, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની ભાવના ઉત્કૃષ્ટ રુચિ વડે ભાવે છે. તેને બીજું સાંભરે નહીં. બાહ્ય દેહાદિ નિમિત્તકારણ તથા કાળના કારણને જાએ નહીં, કારણ કે આ તો અપૂર્વ માંગલિક છે, પૂર્ણ સ્વરૂપના લક્ષનો ઉત્સાહ છે. જુઓ, તો ખરા ! ગૃહસ્થ વેષ છે, ૨૯ વર્ષની ઉંમર છે, યુવાન અવસ્થા છે; છતાં અતીન્દ્રિય ભાવનામાં આખો આત્મા અને સાધક સ્વભાવ ઘોળાય છે. પાંચ વર્ષ પછી શ્રીમદ્ સમાધિ મરણ કરવાના છે. એ અપૂર્વ જાગૃતિ કેવી હશે! એક ભવે મોક્ષસ્વરૂપ પ્રગટ થશે એ ભાવના, એ જાતનો વિશ્વાસ અને દઢતર ઉત્કૃષ્ટ રુચિ કેવી હશે! એનો વિચાર, મનન, ચિંતવન આત્મા વિષે કરવા યોગ્ય છે. યથાર્થ શ્રદ્ધા થયા પછી તેની રુચિ અને પુરુષાર્થ વધતો જાય. એ જાતની પ્રગટ ચારિત્રદશા (નિગ્રંથ મુનિદશા) વર્તમાનમાં ન વર્તી શકાય તે જાદી વાત છે, પણ તેની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩પ ) ભાવના ઊંચામાં ઊંચી ભાવી શકાય છે. અભિપ્રાયમાં પરમાણુ–માત્રની ઇચ્છા નથી; દેહાદિ સર્વે પરદ્રવ્યોથી નિર્મમત્વપણું વર્તે છે. હેય-ઉપાદેયનો યથાર્થ વિવેક વર્તે છે. હું પૂર્ણ શુદ્ધ સિદ્ધ સમાન છું, માટે તેવો થાઉં, એ એક જ આદરણીય છે, વર્તમાન પુરુષાર્થની અને અપૂર્વ અવસરની ભાવના ભાવી શકાય છે. આ કાળમાં પણ સર્વજ્ઞ ભગવાન તીર્થકર પ્રભુએ એકાવતારી જીવ કહ્યા છે. સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા, સ્વરૂપના લક્ષે જિન આજ્ઞાવિચાર, વીતરાગ સ્વરૂપનું ચિંતવન, સ્વરૂપસ્થિરતાની ઉત્કૃષ્ટ ચિનું જ રાત-દિન ઘોલન, ઉત્સાહ, જાગૃતિ આ કાળે પણ વર્તી શકે છે. સંસારનો પ્રેમ રુવાંટે પણ નહીં અને વીતરાગ ચારિત્રની ભાવના નિરંતર ભાવે એવા ધર્માત્માને સંસારી વેષમાં રહેવું પડ્યું હોય; છતાં એકાવતારીપણાની નિઃસંદેહ ખાત્રી આવી શકે છે. આ કાંઈ માત્ર વાતો નથી. અપૂર્વ દશા, અપૂર્વ વિચાર અને સાચા આત્મધર્મની રુચિ કોને આવે ? નિવૃત્તિ લઈને કોણ વિચારે? લોકોએ સંસારની ઉપાધિમાં સુખ માન્યું છે. આબરૂ, માન, ઘર-બાર, સ્ત્રી-કુટુંબ અને દેહાદિના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ( ૧૩૬ ) વ્યવસાયમાંથી મમતા છોડીને, થોડી પણ નિવૃત્તિ લઈ આ તત્ત્વનો કોણ વિચાર કરે છે ? લોકોમાં ખોટી પ્રવૃત્તિ ખૂબ પેસી ગઈ છે; તેથી ખાવું-પીવું આદિ અનેક પ્રકારની શરીરની સગવડતામાંથી નિવૃત્તિ મળતી નથી. ભોજનમાં પણ કેટલી ઉપાધિ ? રોજ બે-ત્રણ જાતનાં શાક આદિ ઘણા પ્રકારના સ્વાદની વૃત્તિઓને પોષણ આપવાનું જોર ઘણું, વળી સ્ત્રીને પણ રસોડાના કામમાંથી નિવૃત્તિ ન મળે, એવા અનેક ઊંધા પરિણામ અને વ્યવસાયમાં આત્માની વાત કોને રુચે? આખો સંસાર દુઃખથી સળગી ઊઠયો છે. ઉપાધિ કેટલી વધારી દીધી છે! તેમાં કેટલી બધી અશાંતિ છે! છતાં દેહાદિની મમતા આગળ અશાંતિ કે દુઃખ દેખાતું નથી. વિવિધ પ્રકારનાં શાક, મિષ્ટાન્નના વિચારો તથા આબરૂ, રૂપિઆ, માનસન્માન, મોટાઈ વગેરેના વિચાર ઘોળાયા કરે છે. વિષય-કષાય અને દેહાદિની આસક્તિ ઘટાડયા વિના આત્માની રુચિ, સાચી પ્રતીતિ કયાંથી થાય ? જેને સત્પુરુષને લક્ષે ચાલવું હોય તેણે સંસારથી સુખબુદ્ધિની મમતા છોડવી જોઈશે. મુમુક્ષુતાનાં લક્ષણો ધારણ કરીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૭) સ્વરૂપની પ્રાપ્તિ માટે સત્સમાગમનો અભ્યાસ રાખી તથા તે રુચિમાં દઢ થઈ તેની પાછળ ઝરણાં કર્યા વિના સાચા માર્ગનું અંશે પણ ભાન થતું નથી. ભવનો ભય કયાં છે કે રાત-દિવસ ભવનો અંત કરવાનો વિચાર કરે ! ધન્ય તે મુનિ, ધન્ય તે વીતરાગ દશા! અપૂર્વ અવસરની સ્થિરતા-રમણતા કયારે આવશે ? તેની તૈયારી કરવાની આ ભાવના છે. રુચિ અનુયાયી વીર્ય” એટલે જ્યાં જેની રુચિ જણાય ત્યાં તેનો પુરુષાર્થ થયા વિના રહે નહીં. પોતાને શેની જરૂરિયાત છે તે મધ્યસ્થપણે નક્કી કરવું જોઈએ. તેમાં વિરોધી કારણો શું છે તેનું જ્ઞાન પ્રથમ હોવું જોઈએ. જેને સાચું હિત એટલે મોક્ષપદની રુચિ છે તેને સંસારના કોઈપણ પદાર્થની રુચિ ન જોઈએ. આ દેહુ મારો ટકી રહે, બાહ્યની સગવડ મળે તો ઠીક એ આદિ કોઈ ઈચ્છાનો અવકાશ રહે નહિ. એવો પ્રામાણિક અભિપ્રાય પ્રથમ થવો જોઈએ. વિચારો કે આત્માને પરથી જુદો માનો છો? તેની જો હું કહો તો તેનું લક્ષણ શું? હું આત્મા છું તો કેવો છું, કેવડો છું, અને મારું કાર્ય શું, તે પણ નક્કી કરવું જોઈએ, કારણ કે અનંતકાળથી સમજણમાં (અભિપ્રાયમાં) ભૂલ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૮) ચાલી આવે છે. પોતાના સ્વભાવની ખતવણીમાં મોટી ભૂલ છે, તેના પેટામાં બધી ભૂલ સમાઈ જાય છે. મન, વાણી, દેહાદિ જડની કોઈ ક્રિયા ચેતનને હાથ નથી, કારણ કે અરૂપી આત્મા, રૂપી જડની ક્રિયા કરે અથવા સંસારની વ્યવસ્થા કરે એ સર્વથા અસંભવિત છે. પુણ્ય-પરિણામ, શુભ જોગની ક્રિયા એટલે કે શુભ પરિણામ તે મોહકર્મ નિત ઉદયભાવ છે. અનંત વિકારી રજકણની સહાયતાથી થતા શુભપરિણામથી અવિકારી આત્માને ગુણ માનવો તે ભૂલ છે. પુણ્ય પરિણામ કરવા જેવા માનવાં કે ઠીક માનવાં કે તેને આત્માનાં ગણવાં એ ભૂલવાળી માન્યતા છે. એવા ઊંધાં પુરુષાર્થથી, અબંધ એવો શુદ્ધ આત્મા અંશે પણ કેમ જાગે ? બંધભાવે, કર્મભાવે અબંધપણું-નિષ્કર્મ અવસ્થા ન જ પ્રગટે. માટે પ્રથમ સ્વ-પરની જુદાઈ વિરોધ રહિત જાણવી. આત્માની યથાર્થ શ્રદ્ધા (રુચિ) વિના સહુ સાધન બંધન થયાં” જડ કાર્યો કે સંસારની વ્યવસ્થા આત્મા કરે છે એમ માનવું તે ચક્રવર્તી રાજાને માથે વિઝાનો બોજો નાખવા જેવું અનુચિત કાર્ય છે. આત્માનો અબંધ સ્વભાવ છે તેને જીવે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૯) અજ્ઞાનપણે બંધવાળો માન્યો છે. જડનો બંધ સ્વભાવ છે તેનો ઉપચાર આત્મામાં કરીને હું પુણ્ય કરું તો ઠીક, એનાથી આત્માનું સાધન થશે, ગુણ થશે, એમ જે માને છે તેણે સ્વગુણનો ઘાત કર્યો છે. આત્માનું ભાન થયા પછી હું અબંધ છું, અસંગ છું, એવા લક્ષસહિત તીવ્ર કષાય ટાળવાનો પુરુષાર્થ થતાં મંદ કષાય, શુભ જોગપુણ્ય-પરિણામ થયા વિના રહેશે નહીં, પણ ધર્માત્મા તેમાં હિત માનતો નથી; તેના ઉપર ધર્માત્માને લક્ષ નથી; પણ પોતાના અભિપ્રાય તથા પુરુષાર્થ ઉપર તેનું લક્ષ છે. શુભાદિ ક્રિયા થઈ જાય છે તેને વિવેકસહિત જાણે છે. જે થાય છે તે ઉદયભાવ છે તેને કરવા જેવું કે ઠીક કેમ મનાય ? ચૈતન્ય ભગવાન પુણ્યાદિનો કે દેહાદિની ક્રિયાનો કર્તા નથી. “હું પરથી જુદો કેવળ શુદ્ધ ચૈતન્ય માત્ર છું” એ ભાવનાથી ચારિત્રદશા આવ્યા વિના રહે નહીં. ભાવે ભવનો અભાવ કહ્યો છે. શ્રીમદ્દ સાતમે વર્ષે જાતિસ્મરણ જ્ઞાન થયું હતું; તેમની યાદશક્તિ એવી તીવ્ર હતી કે કોઈપણ પુસ્તક એક વખત વાંચી જાય તો ફરીને વાંચવું પડે નહીં. એટલી તો જ્ઞાનની ઉઘાડશક્તિ હતી. શ્વેતાંબરના ૪૫ આગમ-સૂત્રો તેઓ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪૦) ટૂંકા વખતમાં વાંચી ગયા હતા. આખા જિનશાસનનું રહસ્ય તેમના અંતરમાં ભર્યું હતું. એવી વિશાળ અને તીક્ષ્ણ બુદ્ધિ તેમની હતી. પોતે લોક-પ્રસંગથી દૂર રહેવા માગતા હતા, અને નિરંતર સ્વરૂપની સાવધાનીનો વિચાર, શાસ્ત્રવાંચન, ઊંડું મનન કરતા હતા, તથા ભાવના ભાવતા હતા કે હું કયારે નિવૃત્તિ લઉં. ધર્માત્મા પોતાની અંતરંગ સ્થિરતા વધ્યા વિના હુઠથી ત્યાગ કરીને ચાલી નીકળે નહીં. હુઠથી કાંઈ થતું નથી. પુરુષાર્થ વધતાં સહેજે મુનિપણાનો વિકલ્પ અને મુનિપણું આવે છે. ધર્માત્મા ગૃહસ્થને અસ્થિરતાને કારણે શુભઅશુભ વૃત્તિ થઈ આવે પણ તેનો આદર નથી. દષ્ટિમાં સંસારનો અભાવ વર્તે છે; અને વૈરાગ્ય વધારતો મોક્ષની ભાવના ભાવે છે. જ્યાં રુચિ હોય ત્યાં પુરુષાર્થ થયા વિના રહે નહીં. ધર્માત્માને નિવૃત્તિના જ વિચાર આવે, સ્વપ્નામાં પણ તેના જ વિચાર હોય. આત્માની રુચિ પરાણે થતી નથી. સંસારની મમતા ઘટાડી થોડા મહિના નિવૃત્તિ લઈ સત્-સમાગમ કરે, અને વારંવાર શાસ્ત્રનું વાંચન, મનન અને તે સંબંધીના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates (૧૪૧ ) વિચાર કર્યા કરે તો રુચિ વધે. તત્ત્વની યથાર્થ રુચિ થયા પછી સંસારનું વલણ રહે નહીં. મોક્ષની યથાર્થ રુચિ થયા પછી સ્થિરતાની ભાવના થાય, અને અનંત વીર્ય પ્રગટાવું એવો અપૂર્વ અવસર (સ્વકાળ દશા ) કયારે આવશે ? આ તેરમી ભૂમિકામાં આત્માની પૂર્ણ શાંત સમાધિ ( બેહદ સુખદશા ) પ્રગટે છે. ૫૨માવગાઢ સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્ર, ઘાતી કર્મોનો નાશ થતાં પ્રગટે છે. ।। ૧૫।। હવે, સોળમી ગાથામાં કેવળજ્ઞાનીને ચાર અઘાતિ કર્મો કેવાં હોય છે તે બતાવે છે:વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુર્ષં પૂર્ણ મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ ।।૧૬।। તેરમી ભૂમિકામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંત વીર્ય પ્રગટે છે. પણ હજી ચાર અઘાતિ કર્મ બળેલી દોરડી જેવાં વિધમાન છે પણ તે બાધક નથી. અઘાતી કર્મમાં શાતા-અશાતા (વેદનીય ) આદિ અલ્પ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪૨) પ્રારબ્ધ બાકી રહે છે, અને આયુષ્ય પૂર્ણ થતાં સુધી તેની સ્થિતિ છે. આયુષ્ય પૂરું થતાં દેહમાં રહેવાની જીવની સ્થિતિ પૂરી થાય છે, તેથી ઊર્ધ્વગમન સ્વભાવ પ્રગટ થઈ સ્વતંત્ર તત્ત્વ સિદ્ધ, બદ્ધિ મુક્ત થાય છે. જ્યાં સુધી આત્માનું યથાર્થ ભાન નથી ત્યાં સુધી પરવસ્તુમાં, દેહાદિમાં, પુણ્યાદિમાં કર્તૃત્વ, મમત્વ અને સુખબુદ્ધિ ટળે નહીં. કદી અજ્ઞાનપૂર્વક શુભ પરિણામ કરશે તો પાપાનુબંધી પુણ્ય બાંધશે, અને પરંપરા નરકનિગોદમાં જશે. આત્માનાં ભાન-શ્રદ્ધા વિના ભવ ન ઘટે. સાચા હિતની સમજણ વિના અનંત કાળથી જીવને રખડવું થયું છે. કદી અપૂર્વ ભાન વડે આત્મા પરથી જુદો જેમ છે તેમ માન્યો નથી, તેથી આત્મા કર્મબંધન અવસ્થામાં રહ્યો થકો દેહરહિત થયો નથી. એક દેહથી છૂટી બીજા દેહમાં જતાં વચ્ચે તેજસ અને કાર્પણ શરીર સાથે જ રહે છે. વળી સમ્યકદર્શન વિના બહારથી પણ ઘણી પ્રતિકૂળતાના સંયોગો દેખાય છે, કારણ કે નિર્દોષ જ્ઞાતાશક્તિને ભૂલીને પર સત્તાનો સ્વીકાર કરી કર્મબંધભાવમાં જીવ ટક્યો છે; તેથી પર વસ્તુમાં સુખબુદ્ધિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪૩) તથા ઈષ્ટ–અનિષ્ટપણાની કલ્પના કરીને તે રાગીદ્વષી થાય છે. આત્માને ભૂલીને પુણ્યાદિ પર ઉપાધિમાં સુખ માન્યું છે. જેવી માન્યતા એવી રુચિ, અને રુચિ તેવું વર્તન થયા વિના રહે નહિ. પોતામાં જ અનંત આનંદ ભર્યો છે તેનો વિશ્વાસ નથી, તેથી તે આનંદની ઊંધી અવસ્થા-દુઃખ તથા અશાંતિ છે જ. આત્મા સ્વયં સ્વતંત્ર આનંદસ્વરૂપ છે; તેની પ્રગટ અવસ્થા ન હોય ત્યાં તેની બીજી અવસ્થા દુઃખ પ્રગટરૂપે હોય જ. સ્વભાવ દુઃખપણે પોતાથી ન જ હોય, પણ જીવે પોતાને ભૂલીને પરનું મમત્વ કર્યું તેથી તે આનંદને ક્રોધ, માન, માયા અને લોભરૂપ અશાંતિપણે ઓગાળ્યો, એટલે સ્વાધીન સ્વરૂપનો ( જ્ઞાતાસ્વભાવનો) જીવે નિરોધ ર્યો. સ્વભાવનું અનંત સુખ છોડીને પુણ્ય-પાપ, માન-અપમાનમાં પડી, “હું સુંદર છું, બીજાને આમ રાખતાં મને આવડે છે, હું બીજાને સુખી કરું-દુઃખી કરું, જીવાડું-મારું અથવા આમ વ્યવસ્થા રાખી દઉં, એમ જે માને છે તે ચેતના શાંતિસ્વરૂપને ભૂલે છે. જે પોતાને આધિન નથી એવા જડ સંસારની વ્યવસ્થા રાખવાનું માની રહ્યા છે તેઓ મહા ઉપાધિરૂપ અશાંતિને આનંદ માની લે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪૪) લોકો એકબીજાની ખબર પૂછે, ત્યારે જવાબમાં કહે કે આનંદ છે, અમને દુઃખ નથી, પણ ધીરો થઈને વિચાર કોણ કરે કે મહા મોહે આત્માના આનંદને લૂંટી લીધો છે, ક્રોધ, માન, માયા અને લોભથી ક્ષણે ક્ષણે સ્વની હિંસા અને અશાંતિ થાય છે. તે કોણ જુએ છે? જેમ કોઈ ખૂબ દારૂ પીને મળમૂત્રમાં પડયો–પડયો આનંદ માને છે તેમ આત્મજ્ઞાનથી રહિત મૂઢ જીવો પરવસ્તુમાં આનંદ માને છે. કોઈ કહે છે કે અમે આત્માને દેહથી જુદો માનીએ છીએ, અને ધર્મક્રિયા કરીએ છીએ તો તે જૂઠું છે. જેને પોતાની રુચિ કે વર્તમાન પરિણામની ખબર નથી, તે ધર્મના નામે શુભભાવ કરે તો પાપાનુબંધી પુણ્ય બાંધે, અને સાથે-સાથે મિથ્યાત્વનું (ઊંધા અભિપ્રાયનું) અનંતું પાપ બાંધે. પોતાના અનંત આનંદસ્વભાવને ભૂલીને, અનંત આનંદની ઊંધી અવસ્થામાં-એટલે કે દુઃખ, અશાંતિ, ક્રોધ, માન, માયા, લોભમાં-જે જીવ ટક્યો છે તે ક્ષણે ક્ષણે સ્વયં આત્માની ભાવહિંસા કરે છે, અનંતી અશાંતિમાં સુખની કલ્પના કરે છે તે પોતાની જ અનંતી હિંસા છે. પોતે પોતાને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪૫) ભૂલીને પરાશ્રિત ધર્મ માને તેને પરાણે કોણ સમજાવી શકે? પોતે ધીરજથી પોતાના આત્મગત પરિણામને ઓળખે અને અનાદિની ભૂલ ટાળે તો ગુણ (ધર્મ) થાય. શ્રીમદ્ રાજચંદ્ર યુવાન વયે અપૂર્વ વૈરાગ્ય, ઉપશમ ભાવ સહિત મોક્ષપદની પ્રાપ્તિ માટે વિશાળ વીતરાગ સ્વરૂપની ભાવના કરી, બુદ્ધિનો સદુપયોગ કર્યો હતો. વર્તમાન સાધારણ બુદ્ધિવાળા જીવો “આ જમાનો સ્વતંત્રતાનો છે, બુદ્ધિવાદનો છે, અમારું આમ માનવું છે, અમે ધાર્યું પાર પાડી શકીએ,” વગેરે ઘણા પ્રકારે સ્વચ્છેદથી ઘેલા થયેલા દેખાય છે. ઈંગ્લિશ ભણ્યો હોય તો તે પોતા વિષે ઘણા ડહાપણનું સ્થાપન કરે છે અને વડીલોને ગાંડા ગણે છે, તથા ધર્મનું હંબગ (ધતિંગ) લઈ બેઠા છે એમ બોલે છે. વળી જો કદી પુણ્યની અનુકૂળતા હોય તો સ્વચ્છંદતામાંખૂબ ફાલે; “હું પહોળો અને શેરી સાંકડી” એવી દશામની હોય છે. ત્યારે જ્ઞાની ભાવના ભાવે છે કે, હું પૂર્ણ, શુદ્ધ, અસંગ છું. પૂર્ણ પવિત્રતા પ્રગટ કરવાની ચિમાં સંસારની સચિને અવકાશ નથી. પરમાણુમાત્ર મારું નથી; એમ જ્ઞાની સ્વરૂપની ભાવનામાં નિશ્ચલ રોકાયાછે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪૬) સ્વરૂપમાં ઠર્યા છે, સંસારથી નિર્મમત્વ થયા છે. - અજ્ઞાની જીવો સંસારમાં દેહાદિ વિષયોની આસક્તિ (રુચિ) માં રોકાયા છે. અને આ મેં કર્યું, હું આમ કરી શકું, મેં સુખી કર્યો, મારાથી આ બધું થાય છે, એવા-એવા પ્રકારે આત્માને અપરાધી તથા ઉપાધિવાળો, જડવાદી, પરાધીન અને પુદ્ગલનો ભિખારી તેઓ બનાવી દે છે. (પોતે જ બને છે.) તેઓને રાત્રે પણ સ્ત્રી, ધન, વ્યાપાર આદિનાં જ સ્વપ્નાં આવે છે. જ્ઞાની ધર્માત્મા (શ્રીમ) ૨૯ મા વર્ષે તો અપૂર્વ અવસરની એવી ભાવના ભાવે છે કે, દેહાદિ ઉપાધિની પાત્રતા ટાળું, અને પૂર્ણ અસંગ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી અશરીરી થાઉં. પરમ તત્ત્વની ગાઢ રુચિ વધતાં સ્વપ્નાં પણ તે સંબંધીનાં જ આવે. રાત્રિ-દિવસ આત્માને જ દેખે, જાણે અને વિચારે: “હું અશરીરી થઈ જાઉં, મહાન સંત મુનિવરોના સત્સંગમાં બેઠો છું, મોક્ષની મંડળી ભેગી થઈ છે, નગ્ન નિગ્રંથ મુનિઓનાં ટોળાં દેખાય છે,” એ આદિ પ્રકારનાં જ જ્ઞાનીને સ્વપ્ન આવે. જેને સંસારની રૂચિ છે, તેને તે જાતના વિચાર તથા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪૭) વલણ થયા વિના રહે નહીં. પુણ્ય-પાપ, દેહાદિનાં સર્વ સંસારી કાર્યો પોતાને આશ્રિત માનવા તે કર્તુત્વભાવ છે, ઉપાધિરૂપ બંધભાવ છે. આત્મા નિરાકુળ ચૈતન્ય આનંદમૂર્તિ છે. “ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરો” એ સિદ્ધપદ કયારે અને કેવી રીતે પ્રગટે એજ ભાવના અંતરંગમાં ખૂબ ઘોળાતાં ચારિત્રગુણનો વિકાસ થઈ વીતરાગતા પ્રગટે છે. સંસારી મોહી જીવ બાહ્ય ઉપાધિથી તથા ધર્મના નામે પાપાનુબંધી પુણ્ય વડે ફાલવા માગે છે; ત્યારે જ્ઞાની એમ માને છે કે હું આનંદસ્વરૂપની સ્થિરતામાં ફાલું, એક પરમાણુ માત્રની ઉપાધિ રહેવા ન દઉં; એવા અબંધભાવે વીતરાગ દષ્ટિવડ સ્વરૂપની સાવધાની વધારે છે, અને અપૂર્વ સ્થિરતા ( જ્ઞાનની એકાગ્રતા) ને સાધે છે. એ પવિત્રતાની રમણતામાં દેહાદિ પરમાણુમાત્રનો સંબંધ ટળી જાય એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? તેની આ ગાથામાં ભાવના ભાવે છે. આ જાતની અંતરંગ ભૂમિકા પામ્યા વિના કોઈ પણ મોક્ષ સ્વભાવને પામે નહીં. (તા. ૬-૧૨-૩૯) અહીં શુદ્ધ આત્મસ્વરૂપ કેમ પ્રગટ થાય તેની ભાવના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪૮) છે. જેમાં જેની રુચિ તે ઊણું ન માગે. જેને સંસારનાં ધન, આબરૂ વગેરેની રુચિ છે તે રાગાદિ તૃષ્ણા દ્વારા પૂર્ણ પરિગ્રહને ઈચ્છે છે; અને તે જલદી પ્રાપ્ત થાય એવા મનોરથ (ભાવના) ભાવે છે. તેનાથી વિપરીત સવળો પુરુષાર્થ જ્ઞાનીને હોય છે. આ સંસાર એકાંત દુઃખે કરીને અજ્ઞાનમય અશાંતિથી બળી-જળી રહ્યો છે, મારું આત્મસ્વરૂપ તેનાથી ભિન્ન બેહુદ શાંતિ-આનંદમય જ્ઞાનઘન છે, એવું ભાન થતાં શુદ્ધ તત્ત્વસ્વરૂપની ભાવના થાય છે અને પૂર્ણની ભાવના (સચિ) વધતી જાય છે. કેવળજ્ઞાન કેમ પ્રગટે, તેની ભાવના શ્રીમદ્ રાજચંદ્ર સ્વાત્મગત અહીં વિચારે છે. અત્રે સિદ્ધદશાની ભાવના છે. પોતાનું પૂર્ણ શુદ્ધ આત્મપદ જેવું છે તેવી જ યથાર્થ પ્રતીતિ (સમ્યક શ્રદ્ધા), જ્ઞાન અને સુવિચારદશાથી સહજ આત્મસ્વરૂપનું ઘોલન ધર્માત્માને ચાલે છે. એ પૂર્ણતાને લક્ષે પૂર્ણ થવાની ભાવના જ્ઞાની ભાવે છે. ૧૬ હવે ચૌદમી “અયોગી જિન” ભૂમિકાની વાત છેઃમન, વચન, કાયા ને કર્મની વર્ગણા. છૂટે જહાં સકળ પુગલ સંબંધ જો; Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪૯ ) એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ શા ૧૭ ના જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ આઠ કર્મ એ પુદ્ગલ રજકણોનો સંયોગી સંબંધ હતો, તે અનાદિ પ્રવાહરૂપે હતાં, જૂનાં ટળે અને નવાં કર્મ બંધાય તે અનાદિનો પ્રવાહ અહીં અટકે છે. નવાં કર્મ બંધાવામાં નિમિત્ત કારણ મોહકર્મ છે. તે નિમિત્તનો પોતામાં સ્વીકાર કરી પોતાને ભૂલીને, સ્વરૂપમાં અસાવધાન થઈ, પુણ્ય-પાપ, રાગ, વગેરેમાં પોતાને ટકાવે એ અજ્ઞાનભાવ (બંધભાવ) છે. એ રીતે અજ્ઞાની જીવ નવાં શુભ-અશુભ કર્મ બાંધે છે. આત્મા અબંધ છે એટલે મોક્ષસ્વભાવવાળો છે. તેને ભૂલીને બંધભાવમાં ટકીને પોતે અનંત દુઃખ પામે છે; પણ જ્યારે બધાં પડખાંથી વિરોધ ટાળીને સાચો અભિપ્રાય (સમ્યક્દર્શન) આત્મા પ્રગટ કરે ત્યારે પૂર્ણતાના લક્ષે સ્થિરતાનો પુરૂષાર્થ વધતાં વધતાં છેવટ મોહકર્મ ક્ષય થાય છે; અને જ્યારે કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે તેરમી ભૂમિકા “સંયોગી જિનેશ્વર”ની પ્રાપ્ત કરે છે. ચૌદમાં ગુણસ્થાનના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫) છેલ્લે સમયે બાકીના ચાર અઘાતી આવરણ છૂટવાનો કાળ પાંચ હુસ્વસ્વર (, રૂ, ૩, ત્રદ, ] કહીએ તેટલો છે. તેટલો વખત ચૌદમું અયોગ ગુણસ્થાન છે, ત્યાં આત્મપ્રદેશોનું કંપન નથી, કારણ કે ત્યાં કોઈ પણ પરમાણુનો બંધ નથી. ઉપર કહ્યા તે પાંચ હસ્ય સ્વરો કહેવા જેટલો કાળ પૂરો થતાં આયુ, નામ, ગોત્ર અને વેદનીય એ ચારે કર્મોની સ્થિતિ પૂરી થઈ આત્મા મુક્ત-સિદ્ધ દશાને પામે છે. તેરમે ગુણસ્થાને સાક્ષાત્ સર્વજ્ઞ પ્રભુ પૂર્ણ વીતરાગ હોવા છતાં, યોગનું કંપન હોવાથી એક સમયમાત્રનો કર્મનો આસ્રવ થાય છે, તે જ સમયે કર્મ ક્ષેત્રસ્પર્શના પામીને છૂટી જાય છે, તેરમી ભૂમિકા પ્રાપ્ત થતાં આ જડ દેહના રજકણો અતિ ઉજ્જવલ સ્ફટિક જેવા સ્વચ્છ થઈ જાય છે, અને જમીનથી પાંચ હજાર ધનુષ ઊંચે સહજપણે (ઈચ્છા વગર) દેહનું વિચરવું થાય છે. તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિનો યોગ હોય તે ઇન્દ્રો વડે સમવસરણ (ધર્મસભા) ની અલૌકિક, આશ્ચર્યકારક રચના થાય છે. ત્યાં ગંધકૂટી, રત્નજડિત સિંહાસન, અશોકવૃક્ષ, માનસ્થંભ આદિ ઘણા પ્રકારની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫૧) અતિ સુંદર રચના થાય છે. સો ઇન્દ્રો ભગવાનની ભક્તિ કરે છે. લાયક જીવોને અતિ ઉપકારી નિમિત્ત એવી દિવ્યવાણીનો ધ્વનિ ઉૐ(ઓંકાર) છૂટે છે. આવા સાક્ષાત્ પ્રભુ વર્તમાનમાં પંચમહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે. તેમના દેહની સ્થિતિ પૂર્ણ થતાં અયોગી–અબંધ અવસ્થા (ચૌદમી શ્રેણિ) પૂર્ણ થઈ સિદ્ધ શિલાની ઉપર તેઓ શાશ્વત આનંદમાં બિરાજે છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય” દરેક આત્મામાં અનુપમ, અતીન્દ્રિય, બેહદ સુખ શક્તિપણે છે; સ્વભાવ જ સુખરૂપ છે, સ્વાધીન છે. જો ન હોય તો કદી પ્રગટ થઈ શકે નહીં. છે” તે જાતની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા વડે જે તે પ્રગટ થઈ શકે છે. તે વિના બીજા કોઈ ઉપાયથી મોક્ષ નથી. આમાં પરથી કાંઈ કરવાનું ન આવ્યું; પુણ્યથી નહીં, મનના શુભપરિણામથી નહીં, દેહથી નહીં, પણ આત્મામાં જ્ઞાન પ્રગટ કરવાનું અને જ્ઞાનરૂપ ટકવાનું આવ્યું. શ્રીમદ્ આ જાતની ભાવના અંતર રમણતા સહિત ભાવતા હતા. તે ભાવના એક દેહુ પછી પૂર્ણ કરવાની છે, તેના આ નિઃસંદેહ કોલકરાર છે. “અપૂર્વ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫૨ ) અવસર’ માં સાધક સ્વભાવને બરાબર મલાવ્યો છે, ક્રમે ક્રમે શ્રેણી લીધી છે. દર્શનમોહનો ક્ષય કર્યા પછી સાધક દશામાં આગળ વધતાં ક્ષપકશ્રેણિ-આઠમી ભૂમિકાથી શરૂ કરી ચારિત્રમોહ કર્મના ઉદયનો ક્ષય થતો જાય છે. બારમી ભૂમિકા ક્ષીણમોહની છે. ચાર ઘાતિકર્મોનો ક્ષય થતાં સર્વજ્ઞપદ-તેરમી ભૂમિકાપ્રગટે છે; અને પછી ચૌદમી અયોગી ભૂમિકા વર્તે છે. આવી મહા ભાગ્યવંત પૂર્ણ સુખદાયક અબંધ દશા પ્રગટ થાય, એવો સ્વકાળરૂપ ‘અપૂર્વ અવસર’ ક્યારે આવે તેની આ ભાવના છે. ।।૧૭।। હવે, સિદ્ધપદ પ્રાપ્ત થતાં આત્માની અવસ્થા કેવી હોય છે, તે જણાવે છે: એક ૫૨માણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડોલસ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો. અપૂર્વ ।।૧૮।। ચક્ષુમાં જેમ એક રજકણ પણ ન ગોઠે, તેમ ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાનવનસ્વરૂપ નિબિડ છે, તેમાં કોઈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫૩) પરમાણુનો સ્પર્શ નથી. તેને ભૂલીને આત્માને પુણ્યવાળો, રાગદ્વેષાદિ ચીકાશવાળો, સ્પર્શવાળો કે બંધનવાળો માનવો તે મિથ્યાદર્શનશલ્ય છે. આત્મા સ્વભાવે સિદ્ધ ભગવાન સમાન છે, તેથી અવિનાશી, શુદ્ધ ચૈતન્યમાત્ર જ્ઞાતા-દષ્ટા, પૂર્ણ-શાંતિ, સમતા અને આનંદમય શક્તિરૂપે છે; તે શક્તિરૂપ બેદ સ્વભાવ પૂર્ણપણે નિર્મળ થતાં એક પરમાણુમાત્રનો સંયોગી સંબંધ પણ રહેતો નથી, એવો વસ્તુનો સહજ સ્વભાવ છે. આવા અબંધ સ્વભાવની યથાર્થ પ્રતીતિ જે આત્મામાં વર્તે, તેને એક રજકણમાત્રનો બંધ પાલવે નહીં. આ સમ્યક્દર્શનનું સ્વરૂપ છે. આવો નિઃશંક અભિપ્રાય ટકાવી રાખવાની શક્તિ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. હું સિદ્ધ સમાન શુદ્ધ, અબંધ છું; શુભ કે અશુભ કર્મના કોઈ પણ રજકણનો સંબંધ મારે નથી; એવી દષ્ટિથી પૂર્ણ થવાના લક્ષે સ્વરૂપનો ઉત્સાહ વધારે છે, અને એ દષ્ટિનું ઘોલન વધતાં સમ્યક્ત્વ સહિત અપ્રતિહતભાવે ચારિત્રની રમણતામાં (સ્થિર ઉપયોગમાં ) એકાગ્રતા વધતાં પરમાવગાઢ સમ્યક્ત્વ અને યથાખ્યાતચારિત્ર પ્રગટ થાય છે; ત્યારે નિશ્ચલ પૂર્ણ પવિત્ર વીતરાગ દશારૂપ શુદ્ધ સ્વભાવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫૪) પ્રગટે છે. ભગવાન આનંદઘન ચૈતન્યપ્રભુમાં એક પરમાણુમાત્રનો સ્પર્શ નથી, ઉપાધિનો અંશમાત્ર પણ નથી, એવું તેનું મૂળ સ્વરૂપ છે; માટે તે જાતની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા વડે નિજપદ પ્રગટ થાય છે, એવો અપૂર્વ અવસર ક્યારે આવે? તેની અહીં ભાવના છે. ધર્માત્મા પોતાને અબંધ, શુદ્ધ માને છે, અને સાથે તે જાતનો નિઃશંક અભિપ્રાય ટકાવી રાખવાનો પુરુષાર્થ વધારતા રહે છે. અશરીરી થવા માટે માત્ર મોક્ષની જ તેને અભિલાષા છે. તેથી સંસારના કોઈ પદાર્થની કે પુણ્યાદિની ઈચ્છા માત્ર તેને નથી. ઉપાધિથી પોતાને ઓળખાવવો પડે તે શરમ છે એમ ધર્માત્મા માને છે. ત્યારે અજ્ઞાની જીવ એવી રીતે પોતાનું અર્હત્વ વધારે છે કે હું સુંદર, હું પુણ્યવાળો, ધન, કુટુંબ, આબરૂવાળો છું, એ આદિ પ્રકારે પોતાને રૂડો માન્યા કરે છે. આત્મા અતીન્દ્રિય, નિરાકુળ, શાંત, સમતાસ્વરૂપ, પરથી જુદો છે; તેને ભૂલીને ઉપાધિમાં સુખની કલ્પના કરે, અને પોતાની જાતથી, વિરુદ્ધ જડ કર્મની વિકારી અવસ્થાથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫૫ ) આત્માને ઓળખાવે તે મહાકલંક છે. પુણ્યાદિ સંયોગ હોય તે પણ પવિત્ર ચૈતન્યમૂર્તિ ઉપર અશુચિય ગૂમડાં છે; ચૈતન્ય નિરોગી તત્ત્વ છે, તેને કર્મની ઉપાધિવાળો ઓળખાવવાનો ધર્માત્માને ખેદ છે. ધર્માત્મા તો નિરંતર ભાવના ભાવે છે કે હું અશરીરી, મુક્ત દશાવાળો કયારે થઈ જાઉં. દેહાત્મબુદ્ધિવાળા જીવને પરવસ્તુમાં સુખબુદ્ધિ રહે છે, દેહાદિની મમતા તથા સગવડતા પોષવામાં જ પોતાનું જીવન માને છે, અને સર્વ શક્તિનો દુરુપયોગ કરે છે, ત્યારે ધર્માત્મા મુનિ જંગલમાં એકાકી, દેહની મમતારહિત વિચરે છે. કદી સિંહ આવીને આ દેહને ફાડી ખાઓ; કે દેહ છેદાઈ જાઓ, ભેદાઈ જાઓ, અથવા આ દેહનું ગમે તે થાઓ, તેથી મારા જ્ઞાનને અને સમાધિને બાધા નથી એમ તે ગણે છે. આવે અવસરે આત્માની અનંત શક્તિ પ્રગટ કરી જેઓ માલ કાઢી ગયા અને કાઢી જાય તેઓને ધન્ય છે. મનુષ્યદેહની તે સાર્થકતાને પણ ધન્ય છે. એમ ધર્માત્મા દેહની મમતા છોડી મુક્ત થવાની ભાવનાને બળવાન બનાવે છે. એક ક્ષણમાત્ર સંસારમાં રહેવાની કે દેહને રાખવાની તેને રુચિ નથી. પોતાના સ્વરૂપલક્ષે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫૬) જિનઆજ્ઞાનો વિચાર અને રુચિ વધારતો તથા અબંધભાવ ટકાવતો, તે ક્ષણે ક્ષણે અનંત કર્મની નિર્જરા કરે છે, અને મોક્ષમાર્ગને સાધે છે. મોક્ષ સમીપ આગળ વધતો જાય છે, ત્યારે અજ્ઞાની જીવ બંધભાવે સંસારની ચાર ગતિમાં રખડવાનું સાધે છે. કોઈને શંકા થતી હોય કે નિગોદ, નરક, દેવલોક વગેરે નથી, તો તેનું હોવાપણું એટલે કે પરલોક આદિની સાબિતી અનેક ન્યાય, દષ્ટાંત, યુક્તિ અને પ્રમાણથી નક્કી થઈ શકે છે. “આત્મા નિત્ય છે, તેને ભૂલીને પોતાને દેહાદિની યોગ્યતાવાળો, રાગ-દ્વેષવાળો, પુણ્યવાળો, બંધનવાળો માન્યો છે, પણ સ્વાધીન, નિર્દોષ, જ્ઞાતા-દખા, સાક્ષી, પરથી જુદો જીવે પોતાને માન્યો નથી. તેથી પરવસ્તુમાં (ઉપાધિમાં) પ્રેમ વર્તે છે. દેહાદિ, પુણ્યાદિથી પોતાને ઓળખવામાં તે હર્ષ માને છે. જો કે એ (દેહાદિ તથા પુણ્યાદિ) ચેતન માથે કલંક છે; કલંકને શોભા માને તેનો છૂટકારો કયાંથી થાય? માટે પ્રથમ તત્ત્વની સમજણનો પ્રયત્ન કરવાની જરૂર છે. આત્મા ત્રિકાળ શુદ્ધ, અબંધ સ્વભાવવાળો છે; તેને પરનિમિત્ત આધીન બંધવાળો, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫૭) ઊણો, હીણો કે વિકારી માનવો તે મોટામાં મોટું પાપ ( મિથ્યાદર્શન) છે. સ્વરૂપની હિંસા છે, અને અનંત ભવમાં રખડવાનું તે મૂળ કારણ છે. - દરેક વસ્તુ (પદાર્થ) સત્ છે; “છે' તે ત્રિકાળ હોય, સ્વતંત્ર હોય; કોઈ વસ્તુ સ્વભાવે વિકારી–મલિન હોય નહીં. સોનામાં તાંબુ હોય તેથી કાંઈ સોનું સોનાના કારણે મલિન કહેવાય નહીં. તેવી રીતે આત્માનો સ્વભાવ શુદ્ધ છે, અબંધ છે; તેને ભૂલીને જીવે પરના નિમિત્તનો સ્વીકાર કર્યો છે, અને માન્યું છે કે હું બંધવાળો છું; પણ જો એમ જ હોય તો જીવ બંધનથી કદી છૂટી શકે નહીં, ક્રોધ ટાળી ક્ષમા કરી શકે નહીં, પણ તેમ (ક્રોધ ટાળી ક્ષમા) થઈ શકે છે, માટે સંસારનો પ્રેમ છોડીને પરમાર્થ માટે જે નિવૃત્તિ ન લે તેનું જીવન વૃથા જાય છે. આખી જિંદગીમાં આત્મા સંબંધી વિચાર કે સત્સમાગમ ન કર્યો તેને આત્માની રુચિ કયાંથી થાય ? શ્રીમદે નાની ઉંમરમાં લખ્યું છે કે - “હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?” આ વાતનો વિચાર જેને અંતરથી જાગે છે તેને ભવનો અંત કેમ ન થાય? અનંત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫૮) કાળની અશાંતિ, પરાધીનતાની જેને કાળજે વેદના લાગી છે, તેને પોતાના આત્માની દયા આવે છે, અને પોતાનાં પાત્રતા લાવી શુદ્ધ સ્વરૂપ સન્મુખ પોતાને કરે છે. જાઓ તો ખરા ! શ્રીમને ઝવેરાતના ધંધાનો યોગ હતો, છતાં નિવૃત્તિને ઈચ્છતાં, અપૂર્વ ભાવના ભાવતા હતા કે, આ દેહાદિનો સંયોગ નહિ રે નહિ ! આ ઉપાધિમાત્ર મારે ન જોઈએ; પૂર્ણ શુદ્ધાત્મા વિના કાંઈ મારુ નથી. મારુ પૂર્ણ સિદ્ધપદ કયારે પ્રગટે! એ લક્ષે એ જાતના પુરુષાર્થમાં જ નિરંતર વર્તતા હતા. એ અપૂર્વ રુચિ અને પૂર્ણ પવિત્ર થવાની ભાવનાનો ઉત્સાહુ અને કેવળ નિજ સ્વભાવમાં અખંડપણે નિશ્ચલ રહેવાની ભાવનાનું ફળ એ છે કે, એક ભવ પછી મોક્ષદશાને પ્રગટ કરી પૂર્ણ પવિત્ર, નિરાકુળ શાંતિસ્વરૂપમાં પોતાના અનંત આનંદને તેઓ પામશે. લોકોને સુખ જોઈએ છે, પણ સુખનું કારણ મેળવતા નથી; દુઃખ ગમતું નથી પણ દુઃખનું કારણ “મોહ છોડતા નથી; દેહાદિની આસક્તિ છોડવી ગમતી નથી; અરીસામાં રૂપ જોઈ મલકાય, દેહને ઠીક રાખવા માટે અહંમમત્વ કરતાં અનેક વિચિત્ર કલ્પના કરે છે, તે ઉપાધિમાં સુખ માને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫૯) છે, અને એ અશુચિય કલંક-(દેહ) ને સર્વસ્વ માની ગાંડો થાય છે, અને આકુળતાને સુખ માને છે. જ્ઞાની તેવા જીવને કહે છે કે તું દેહાદિ, રાગદ્વેષ તથા પુણ્ય-પાપથી જુદો છો; એક વાર એ જડ પ્રકૃતિના વસ્ત્રથી જાદો થઈ નાગો- (સર્વ પરભાવથી મુક્ત) થા, તો ખબર પડશે કે તારા સ્વભાવમાં ઉપાધિમાત્ર નથી; એકવાર મોહકર્મની અસરથી જાદો થઈ સ્વરૂપસન્મુખ થા, તો તારો ચૈતન્ય ભગવાન જ તારી રક્ષા કરશે, એટલે તું સ્વરૂપમાં સાવધાન રહીશ. આમ વસ્તુસ્થિતિ સ્પષ્ટ હોવા છતાં જગતને સંસારની ઉપાધિનો પ્રેમ છૂટતો નથી; ત્યારે જ્ઞાની ધર્માત્મા પોતાની અસંગ દશા પ્રગટ કરવાની ભાવના ભાવે છે કે, “ એક પરમાણુમાત્રની ન મળે સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય,” એવો હું કયારે થઈશ? આ જાતની ભાવનામાં જે જાગતું જીવન જીવે છે તે મનુષ્ય-ભવમાં રહી પોતાની સ્વાધીન દશા ઉઘાડી માલ કાઢી ગયા અને કાઢી જાય છે. સંસારની રૂચિ છોડ્યા વિના આ પરમ તત્ત્વ કેમ સમજાય ? પુણ્યાદિ પરવસ્તુમાં જેને સુખબુદ્ધિ છે તેને સંસારની અરુચિ અને સાચી સમજણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬૦) કયાંથી થાય? સ્વરૂપની ઓળખાણ થયા વિના ઊંધો ભાવ ટળે નહીં, માટે પ્રથમ દેહાદિની આસક્તિ ઘટાડી સત્સમાગમ કરવો યોગ્ય છે. અનંતકાળની ભૂલ અને અનંત કર્મની ઉપાધિના આવરણમાં (મોહનિદ્રામાં) પડેલો ચૈતન્ય એકવાર જાતે જાગૃત થઈ ગુલાંટ મારે કે હું સર્વ ઉપાધિરહિત છું, કર્મકલંકથી જુદો- અસંગ છું, રાગ-દ્વેષ, પુણ્ય-પાપાદિ પરમાણુમાત્ર મારા સ્વભાવમાં નથી, એમ સ્વભાવનું ભાન કરીને પૂર્ણ પવિત્રતાના અપૂર્વ સ્વભાવનું વેદન લાવીને કહે કે હું છું તેવો થાઉં. એ જાતનો અતીન્દ્રિય પુરુષાર્થ પૂર્ણતાના લક્ષ કરી, એ જાતની ભાવનાની રુચિ વડે સ્વરૂપની સ્થિરતા કરીને અનંત આત્માઓ પૂર્ણ કલંકરહિત, શાશ્વત, સહજાનંદ સ્વરૂપ મોક્ષદશાને પામ્યા છે, પામે છે અને પામશે. હવે, “શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય ” એ પદનો અર્થ કહેવામાં આવે છે – “શુદ્ધ નિરંજન” એટલે મળ-મેલનું અંજન ના હોવું ચૈતન્યમૂર્તિ - તેમાં ચિ ધાતુ છે તેથી તેના અર્થ એ થાય છે કે કેવળજ્ઞાનનો ઘન. જેમ મીઠાનો ગાંગડો એક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬૧) ક્ષારરસની લીલાના અવલંબન વડે ક્ષારરસથી જ ભરચક ભર્યો પડ્યો છે, તેમ જે એક જ્ઞાનસ્વરૂપને અવલંબે છે તે કેવળ જ્ઞાનરસથી ભરચક ભર્યો પડયો પોતાને અનુભવે છે. જેનો સ્વભાવ ખંડિત કરવા કોઈ સમર્થ નથી, જે સ્વભાવથી જ પ્રગટ છે, કોઈએ રચ્યું નથી અને હંમેશા જેનો જ્ઞાનાનંદ વિલાસ પ્રગટ છે, તે અરૂપી વસ્તુ ચૈતન્યરૂપ છે તેથી જીવને ચૈતન્યમૂર્તિ કહેવામાં આવે છે. “અનન્યમય :- જેના જેવો બીજો કોઈ નહીં. અનંત સિદ્ધ આત્મા શુદ્ધ-બુદ્ધ, એકસ્વભાવને ધારણ કરવાવાળા છે, દરેક આત્મા સિદ્ધ જેવો છે. હવે ચોથું પદ “અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો ”નો અર્થ- અગુરુલઘુ એ નામનો એક ગુણ છે તે છએ દ્રવ્યોમાં છે; આત્મા અને જ્ઞાનગુણ અભેદ વસ્તુ છે, તે જ્ઞાનગુણમાં આત્માના અનંત ગુણો (ધર્મો) સમાઈ જાય છે, તેની ચેતનરૂપ હાલત અનાદિ-અનંત છે. આ જીવદ્રવ્યનું પરિણમન ઉત્કૃષ્ટપણે હીણું (વિકારપણે) પરિણમે તો નિગોદમાં જાય ત્યાં જ્ઞાનશક્તિ ઘણી ઢંકાઈ જાય છે, તોપણ સ્વગુણનો એક અંશ પણ અન્યપણે-જડપણે થતો નથી, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬ર) અને પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ થતાં સ્વગુણ ઉત્કૃષ્ટપણે (પૂર્ણપણે) પરિણમતો હોવા છતાં, પોતાના એકરૂપ સ્વદ્રવ્યની મર્યાદા ઉલ્લંઘીને અન્ય દ્રવ્યમાં કે બીજા આત્માના પ્રદેશોમાં આત્માનો ગુણ ફેલાઈ જતો નથી; એવા મધ્યમ પરિણામ અગુરુલઘુ ગુણના કારણે છે. અન્ય ગુણ કે અન્ય દ્રવ્ય અન્યપણે ન થાય એ પણ અગુરુલઘુ ગુણનું કાર્ય છે. દરેક વસ્તુ જેવી છે તેવો સ્વભાવ અને ગુણ-પર્યાય હોય છે, આ ગુણને સ્વભાવપર્યાય પણ કહેવાય છે. આ ગુણથી મનુષ્યદેહમાં રહેલો આત્મા સ્વગુણોને પ્રગટ કરીને પૂર્ણ શુદ્ધતાને પામે છે, તે ગુણના ઉપચારથી મનુષ્યપર્યાયનો મહિમા છે. અત્રે જે અગુરુલઘુગુણ કહ્યો છે તે સ્વસત્તાનો (આત્માને) એક ગુણ છે. અમૂર્ત એટલે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત; એવો અમૂર્તિક (અરૂપી) જીવ પદાર્થ છે. “સહજ પદરૂપ જો.” એટલે જે છે તે સહજસ્વભાવે અનંત આનંદ સ્વરૂપ, જેમ છે તેમ પ્રગટવું સ્વાભાવિક સિદ્ધસ્વરૂપ પૂર્ણ આત્મપદ જે અવિનાશી સહજાનંદ શુદ્ધ સ્વરૂપ છે, એ હાલત જલદી પ્રગટો એવી આ ગાથામાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬૩) ભાવના છે. ચૌદમી ભૂમિકાથી છૂટીને ચૌદ બ્રહ્માંડ ઉપર આઠમી પૃથ્વી છે તે ઉપર આત્મા પોતાના ઊર્ધ્વગમન સ્વભાવના કારણે સ્થિર રહે છે. આત્મા સૂક્ષ્મ, હળવો છે. તેનો ઊર્ધ્વગમન સ્વભાવ છે. અહીં કોઈ પૂછે કે આત્માનો ઊંચો જવાનો સ્વભાવ છે, તો આજ સુધી ઊંચે કેમ ન ગયો? તેનો ઉત્તર એ છે કે દરેક જીવ ઉચ્ચપણું ઈચ્છે છે, છતાં પોતાના અજ્ઞાનના કારણે દેહાદિ પર વસ્તુમાં રાગ-દ્વેષ, મોહુ વડે ઉપાધિરૂપ કર્મબંધનમાં અટકયો છે. જ્યાં સુધી સ્વ-સન્મુખ પૂર્ણપણે સ્વરૂપસ્થિરતા ન કરે ત્યાં સુધી પોતાનો ઊર્ધ્વગમન સ્વભાવ પ્રગટ થતો નથી. પૂર્ણ શુદ્ધ થતાં શક્તિરૂપે મોક્ષસ્વભાવ હતો તે પ્રગટ થતાં તે જ સમયે ઊર્ધ્વગમન સ્વભાવ નામની શક્તિ પ્રગટ થાય છે. દેહાદિ કર્મબંધનથી છૂટયા પછી તેનું નીચું રહેવું શકય નથી. આત્મા અરૂપી સૂક્ષ્મ છે, હળવો છે; હળવી ચીજ ઉપર જ જાય. માટીનો લેપ લગાડેલ તુંબડીને કૂવામાં નાખો તો તે ડૂબી જાય છે, પણ માટી ધોવાતાં તુંબડી ઉપર આવે છે, તેમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬૪) ચૈતન્યભગવાન આત્મા ઉપર આઠ કર્મ પુદ્ગલના પરમાણુઓનો બંધ હતો ત્યાં સુધી તે સંસારમાં હતો, પણ તેનો જ્ઞાન-ધ્યાનથી નાશ કર્યો, તેથી પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપે ચૌદ રાજલોકના છેડે સિદ્ધશીલા આઠમી પૃથ્વી ઉપર બિરાજે છે. | ૧૮ાા હવે આત્માનો સિદ્ધપર્યાય પ્રગટે તે સમયે કેવી દશા હોય છે, તે જણાવે છે. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ ા ૧૯ાા પૂર્વ પ્રયોગાદિ કારણોમાં એક ન્યાય ઘટે છે. અનાદિ કાળનો અજ્ઞાનભાવ હતો તેને ટાળતાં સમ્યક્દર્શન (આત્મજ્ઞાન) દશા પ્રગટે છે; અને ત્યારે પૂર્ણ શુદ્ધતા (મોક્ષસ્વભાવ) ની અવસ્થા પ્રગટ કરવા માટે સ્વ-સ્વરૂપે વર્તવાનો એટલે કે જ્ઞાનની સ્થિરતા-રમણારૂપ પુરુષાર્થ જીવ પ્રગટ કરે છે. આ ગુણશ્રેણીરૂપ અંતરંગ જ્ઞાનમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬૫) પ્રયત્ન તે પૂર્વપ્રયોગ છે; અને તે વડે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટયું, એથી સહેજે ઊર્ધ્વગમન થયું. ક્ષેત્રનિમિત્તની અપેક્ષાએ સિદ્ધાલયક્ષેત્રને જીવ પામ્યો, તેમ કહેવું તે વ્યવહાર છે, કેમકે તે આકાશક્ષેત્ર છે; ખરી રીતે ક્ષેત્રમાં નિશ્ચય સ્વભાવમાં જીવ સાદિ અનંત સ્થિર રહે છે. એક સમયમાં આઠમી પૃથ્વી ઉપર લોકેને છેડે પહોંચીને જીવ સ્વદ્રવ્યમાં સ્થિર રહે છે. પૂર્વ પ્રયોગાદિના દષ્ટાંત શાસ્ત્રમાં ચાર પ્રકારે છે – (૧) બાણ પ્રથમ પ્રયોગે ઊંચુ જાય છે તેમ. (૨) સૂકી સીંગ-એરંડીનું બીજ સૂર્યના તાપથી સુકાઈ ફાટતાં અંદરથી બી ફટ દઈને આકાશમાં ઊડે છે, તેમ કર્મ આવરણનો દાબડો ચૈતન્યની લૂખાશના તાપથી ફાટયો ત્યારે સહેજે આકાશમાં ઊંચે જવું થયું, અને ફરી નીચે આવવાનું કોઈ કર્મ નિમિત્ત ન રહ્યું. (૩) અગ્નિશિખાઃ- જેમ અગ્નિની જ્વાળા આકાશ તરફ ઊંચે જાય છે તેમ. (૪) તુંબડીના દષ્ટાંતની જેમ. જે પાછળ અઢારમી ગાથામાં કહ્યું છે. બધા દષ્ટાંત એકદેશી હોય છે, તેથી સર્વથા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬૬) લાગુ ન થાય એમ સમજવું. “સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો” એટલે ચૈતન્યરૂપ સિદ્ધ આત્મા, તેનું સ્વક્ષેત્ર તે અસંખ્યાત પ્રદેશ છે; તે સ્વ-રાજમાં, શિવસુખમાં શોભતોદીપતો છેલ્લા મનુષ્ય દેહ જેવડા આકારનો અરૂપી ઘન ચૈતન્યમૂર્તિ પોતાના સ્વરૂપમાં-સિદ્ધક્ષેત્રમાં નિશ્ચલ નિરાબાધપણે સદાય સ્વતંત્રપણે ટકી રહે છે; ફરીને જન્મ ધારણ કરતો નથી; એ ત્રિકાળી નિયમ છે. “સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો ” એટલે પોતાના આત્મામાં સ્થિત રહેવું; શ્રી આનંદધનજીનું એક કાવ્ય છે કે નઈ સિદ્ધT મેના [ જ્યાં સિદ્ધોનો મેળો છે] જે ક્ષેત્રમાં અનંત સિદ્ધ જીવો છે, ત્યાં એક આત્મદ્રવ્ય બીજા આત્મદ્રવ્યમાં મળી જતું નથી; પણ સ્વતંત્રપણે સ્વ-સત્તા ટકાવીને નિત્ય રહે છે. કેવી રીતે? તો કહે છે કે - “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો.” મોક્ષપર્યાય શક્તિપણે હતી તેનો ઉત્પાદ થયો, એટલે કે, મોક્ષસ્વભાવ પ્રગટ થયો. તે પરમાત્મપદ પ્રગટયું તે આદિ થઈ, હુવે અનંતકાળ સુધી સિદ્ધ મોક્ષશાશ્વતપદે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬૭) નિજ અનંત સુખભોગ એટલે કે નિરાકુળ સ્વભાવનો અવ્યાબાધ આનંદ લેશે. તેથી તે અનંત છે. જીવોને સુખ જોઈએ છે; તે અનંત સુખઆરોગ્ય બોધિલાભથી [ભાઈ વોદિનામં] પ્રાપ્ત થાય છે, માટે પ્રથમ સમ્યક્દર્શનનો ઉપાય કરવો. સમ્યક્દર્શન થતાં સમાધિ પ્રગટે છે. સમાધિ ના દશ બોલ શાસ્ત્રમાં કહ્યાં છે. તેમાં પ્રથમ સમાધિ બોલ પોતાના શુદ્ધ-આત્મસ્વરૂપનો યથાર્થ અનુભવ થવો તે છે. અને છેલ્લો-દશમો-બોલ સમાધિમરણ છે; એટલે પંડિતવીર્ય સહિત, જ્ઞાન, સમાધિ અને સ્વરૂપસ્થિરતા સહિત છેલ્લા દેહનું છૂટવું તે છે; અને પૂર્ણ સ્વરૂપસમાધિ તે સાદિ-અનંત અનંત સુખમાં સદાય ટકવું તે છે; એવા અપૂર્વ અવસરની અહીં ભાવના છે. આત્માનો સ્વ-સ્વભાવ અનંત આનંદ સુખરૂપ છે. પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા વડે, જે શક્તિરૂપ મોક્ષસ્વભાવ હતો તે પ્રગટ થતાં સહુજ આનંદનો સ્વાદ આવે છે. ચણાનું દષ્ટાંત - જ્યારે ચણો કાચો હોય છે ત્યારે સ્વાદે તે તૂરો લાગે છે, અને વાવીએ તો ઊગે છે. પણ જ્યારે તેને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬૮) શેકી નાખવામાં આવે ત્યારે સ્વાદે મીઠો લાગે છે, અને વાવીએ તો ફરી ઊગતો નથી. ચણાનો તે સ્વાદ-(ગુણ) તાવડામાંથી, અગ્નિમાંથી કે બીજા કોઈમાંથી પ્રગટ થયો નથી, પણ ચણામાં જ અપ્રગટ શક્તિપણે હતો તે ચણામાંથી પ્રગટ થઈ સ્વાદ આપે છે; તેમ શ્રદ્ધા, જ્ઞાનની રમણતાથી કર્મબંધનની ચીકાશ ટાળીને વીતરાગદશા પ્રગટ કરે તો પોતાનો અનંત આનંદ જે શક્તિરૂપે છે તે પ્રગટ સ્વાદ આપે અને ફરી સંસારબીજ ઊગે નહીં. પ્રશ્ન:- સાકર ખાય તેના ગળપણનો સ્વાદ આત્માને કેમ આવે છે? ઉત્તર:- આત્મા ગળ્યો થઈ જતો નથી. અરૂપીમાં સ્પર્શ નામનો મૂર્તિક ગુણ નથી. આત્મા ગળપણનું જ્ઞાન કરે છે, તેથી આત્મામાં કંઈ જડ સ્વાદ પેસી જતો નથી; સાકરનો સ્વાદ કોઈ લેતું નથી, પણ તેના સ્વાદને જ્ઞાની જાણે છે અને અજ્ઞાની તેમાં રાગ કરે છે. સાકર જડ ( રૂપી) છે, આત્મા અરૂપી છે; છતાં જાણે હું ગળ્યો થઈ ગયો હોઉં, એમ માની અજ્ઞાની રાગને વેદે છે એટલે કે તે સંબંધીનું ઊંધું જ્ઞાન કરી રાગરૂપ હર્ષને ભોગવે છે. રાગ તે દુઃખ છે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬૯) આત્માનો સ્વભાવ શાંત આનંદમય છે, પણ પોતાને ભૂલીને હું ઉપાધિવાળો, અશાંતિવાળો છું, એમ અજ્ઞાની જીવ માને છે, તોપણ જે આનંદશાંતિસ્વભાવ છે તે ટળી જતો નથી. જેમ કાચા ચણામાં સ્વાદ અપ્રગટ છે, તે શેકતાં તેમાંથી જ પ્રગટ થાય છે, તેમ ચેતનમાં આનંદ, શાંતિ, બેહદ સુખ શક્તિરૂપે અપ્રગટ છે, તે યથાર્થ વિધિથી પ્રગટ થાય છે. ભગવાન આત્મા કેવળ આનંદમૂર્તિ છે, તેને ભૂલીને ઊણો, હીણો કે વિકારી જે માને છે, તે રાગ-દ્વેષનો કર્તા થાય છે, અને સુખ-દુઃખની કલ્પનાથી વ્યાકુળ બની હર્ષ-શોકને ભોગવે છે. પોતાના જ્ઞાનમાં અસ્થિરતા ભોગવે છે, પણ પરને કોઈ આત્મા વેદતો-ભોગવતો નથી. સ્ત્રી, ધન, આબરૂ, દેહાદિ, રાગ-દ્વેષ કે કોઈ પરવસ્તુ આત્મામાં પેસી ગઈ નથી. પોતે અતીન્દ્રિય શાશ્વત છતાં, પોતાને ભૂલીને પરવસ્તુમાં રાગ-દ્વેષ વડે પોતાપણું સ્થાપે છે, અને હર્ષ-શોકરૂપ પોતાની વિકારી અવસ્થાને ભોગવે છે. વીંછી કરડે તેથી દુઃખ થાય છે એમ માને છે એ દેહની મમતાનો રાગ છે. કાંઈ વીંછીના ઝેરના પરમાણુ-રૂપી રજકણ તે અરૂપી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭) જ્ઞાન-આત્મામાં પેસી ગયા નથી; પણ આત્મા પોતાને ભૂલીને દેહમાં આત્માનો આરોપ કરીને હું દુઃખી છું એમ માને છે. પોતે પોતાને પરરૂપ થયો માને છે, પણ તેવો થઈ જતો નથી. જો પરભાવરૂપે થઈ જતો હોય તો પછી પોતે ક્ષમા, શાંતિ, આનંદ, જ્ઞાન વગેરે સ્વગુણપણે થઈ શકે નહીં. જ્ઞાનપણે આત્મા સદાય પ્રગટ છે છતાં તેમાં બીજાં માનવું કે પરનું કર્તુત્વ-ભોક્નત્વ માનવું તે અજ્ઞાનભાવ છે, માટે સિદ્ધ થાય છે કે મોક્ષ તે આત્માનો સ્વભાવ છે, બંધ એ ઉપાધિભાવ છે, સ્વભાવભાવ નથી. બેહદ આનંદ, બેહુદ સુખ, બેહુદ શ્રદ્ધા અને અનંત સામર્થ્યથી આત્મા પૂર્ણ છે. જેનો સહજ સ્વભાવ શુદ્ધ જ છે તે સ્વભાવને હુદ શી ? એ નિજતત્ત્વ જેમ છે તેમ ઓળખે, તેની રુચિ કરે અને તે જાતના પુરુષાર્થ વડે સ્થિરતા કરે તો આ આત્મા પૂર્ણ કૃતકૃત્ય થઈ સહુજ સ્વતંત્ર સુખદશા પ્રગટ કરે. શાસ્ત્રમાં કહે છે કે - બધા જીવાત્મા સુખ ઈચ્છે છે, પણ સુખનાં કારણો મેળવતાં નથી; અનંત સુખનું કારણ સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્ર છે. તેનો માર્ગ સંસારી જીવોએ કદી સાંભળ્યો નથી. તેથી તેઓ સુખ તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭૧) ઇચ્છે છે પણ સુખનો સાચો ઉપાય કરતા નથી; દુઃખને ઈચ્છતા નથી પણ દુઃખનાં કારણો છોડતા નથી. દુઃખનું બીજું નામ અશાંતિ છે. તે અશાંતિનું કારણ અજ્ઞાન અથવા દર્શનમોહ-મિથ્યાત્વ છે, સ્વરૂપની ભૂલ છે. તે ઊંધી માન્યતારૂપ અજ્ઞાનનો અભાવ સમ્યક્દર્શન અને સમ્યગ્રજ્ઞાન વડે થાય છે. પુણ્ય-પાપ અને રાગ-દ્વેષરૂપ ઉપાધિની અસરથી ભિન્ન એવી સ્વરૂપસ્થિરતા સત્ય પુરુષાર્થ વડે પૂર્ણપણે પ્રગટ થાય છે અને તેથી નિરાકુળ સુખદશા પ્રગટે છે. નિરાકુળતા એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિરહિત શાંતિ. આધિ:- મનના શુભાશુભ વિકલ્પોઅધ્યવસાય. તે વિકારી કાર્ય એટલે ચૈતન્યની અસ્થિરતા છે. વ્યાધિ – શરીરની રોગાદિ પીડાને વ્યાધિ કહેવાય છે. ઉપાધિ - સ્ત્રી, ધન, પુત્ર, આબરૂ વગેરેની ચિંતા કરવી તેને ઉપાધિ કહેવાય છે. આ ત્રણે પ્રકાર- (આધિ, વ્યાધિ, ઉપાધિ) ની આકુળતા રહિત સહજાનંદરૂપ સુખદશા છે, તેવા અનંત સમાધિસુખમાં અનંત સિદ્ધ ભગવાન આત્મા બિરાજે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭ર) અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો :આત્મામાં બેહદ સામર્થ્ય હોવાથી તેના બધા ગુણ અનંત શક્તિવાળા છે. જેમ ચણામાં સ્વાદ હતો, તો તે ચણામાંથી પ્રગટ થયો; તેમ આઠ કર્મની ધૂળ (પ્રકૃતિ ) ના લેપથી અનંત આનંદ, દર્શન, જ્ઞાનશક્તિ ભૂલી આત્મા ઊંધો પરિણમ્યો છે, તે અનંત સ્વાધીનતાનું ભાન કરીને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય અને અનંત આનંદને શક્તિમાંથી વ્યક્ત (પ્રગટ) કરી શકે છે; પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી પરાધીન છે, તેથી દુઃખી છે. પરાધીનને સ્વપ્ન પણ સુખ હોય નહીં. જ્ઞાની ધર્માત્મા એક પરમાણુથી માંડીને ઇન્દ્ર, ચક્રવર્તીપદ મળે તેવા કે કોઈ પ્રકારના પુણ્યની પરાધીનતાને ઈચ્છતા નથી. તેથી જ સ્વાધીનતા (મોક્ષસ્વભાવ) પ્રગટે છે. શુભ વિકલ્પ પણ જ્ઞાની ઈચ્છતા નથી, કારણ કે શુભ પરિણામોનું અવલંબન તે મોહકર્મના અનંત રજકણોના ઉદયનો સ્વીકાર છે. તે કર્મભાવની ઉપાધિથી સ્વાધીન તત્ત્વ ન જ પ્રગટે. પુણ્યના પરમાણુઓનું અવલંબન તથા તેનો સંબંધ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭૩) રહે તે પરાધીનતા છે. તેથી જ્ઞાની કહે છે કે, સંસારીજનોને સુખ જોઈએ, પણ સુખનો માર્ગ (સ્વાધીનતાનો ધર્મ) ભૂલી પરાધીનતાનું કાર્ય કરે, પછી તેનું ફળ સ્વાધીનતા કયાંથી પ્રગટે ? વિકારીરાગરૂપ કારણમાંથી અવિકારી-વીતરાગ કાર્ય પ્રગટે નહીં. માટે પ્રથમ સાચી સમજણથી આત્માની રુચિ કરવાની જરૂર છે. અહીં સમ્યકદર્શન સહિત પૂર્ણ શુદ્ધ સ્વરૂપની રુચિ, પુરુષાર્થ અને તે “અપૂર્વ અવસર ની પ્રાપ્તિની ભાવના છે. અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો.” ચેતના” નામે આત્માનો ગુણ છે. તેની મુખ્ય બે શક્તિ છે. (૧) દર્શન ચેતના - તેનો વ્યાપાર નિર્વિકલ્પ, નિરાકાર, સામાન્ય છે. (૨) જ્ઞાન ચેતના:- તેનો વ્યાપાર સવિકલ્પ, સાકાર, વિશેષ છે. દર્શનચેતના ગુણનું લક્ષણ સામાન્ય સત્તામાત્ર અવલોકન એટલે સ્વરૂપની સન્મુખતા સમયે ઉત્સુકતારૂપ વલણ; (તેમાં સ્વ-પરનો ભેદપૂર્વક બોધ નથી.) સ્વસત્તાનું નિર્વિકલ્પણે દેખવું તે છે. હવે “દર્શન ઉપયોગ” નો અર્થ કહેવામાં આવે છે – Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭૪) એક પદાર્થ સંબંધી જ્ઞાનનો વિકલ્પ છૂટીને બીજા પદાર્થ તરફ વલણ થયું અને હજી બીજા પદાર્થ સંબંધી બોધ થયો નથી, તે વચ્ચેનો સામાન્ય વલણરૂપ (દર્શનમાં ચેતવારૂપ ) ઉપયોગ છદ્મસ્થ જીવ આશ્રયે છે; સિદ્ધ ભગવાન તથા કેવળજ્ઞાની સર્વજ્ઞને એક જ સમયે અનંત સામર્થ્યસ્વરૂપ દર્શનજ્ઞાન ઉપયોગ છે. તેમાં વિશ્વના સમસ્ત જીવ-અજીવ દ્રવ્યોના સામાન્ય વિશેષ સર્વભાવો સમય માત્રામાં સહેજે જણાય છે. નિશ્ચયથી કેવળ સ્વને જ જાણે છે, દેખે છે. સર્વજ્ઞને અનંત દર્શન જ્ઞાનનું બેહદ સામર્થ્ય છે, અનંત સુખ છે, બધા ગુણોને ટકાવી રાખનાર અનંત વીર્ય (બળ) નામનો ગુણ છે; એવા અનંત ગુણોવાળી પૂર્ણ પરમાત્મદશા પ્રગટ થાય એવો અપૂર્વ અવસર' કયારે આવે, તેની અહીં ભાવના છે. || ૧૯ જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વા ૨૦ ા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭૫) તેરમી ભૂમિકા એટલે કેવળજ્ઞાનમાં જે લોકાલોકનું સ્વરૂપ જણાયું તે કેવળી ભગવાન પણ વાણી દ્વારા કહી શકયા નહીં; કારણ કે વાણી જડ છે, તેમાં ક્રમ પડે છે; અને જ્ઞાન અક્રમ-અપરિમિત છે; માટે જેટલું જ્ઞાનમાં જણાય (અનુભવાય) તેટલું વાણી દ્વારા આવે નહીં. જે પદ શ્રી સર્વશે પૂર્ણ-પ્રત્યક્ષ જ્ઞાન (કેવળજ્ઞાન) માં દીઠું છે, તે વાણી દ્વારા સાક્ષાત્ તીર્થકર ભગવાન પણ પૂર્ણપણે કહી શકયા નહીં, કારણ કે વાણી જડ હોવાથી અંશ માત્ર જણાવાય. સર્વજ્ઞ ભગવાન બધા આત્માને પ્રત્યક્ષ દેખે છે, પણ છબી જ્ઞાની પ્રત્યક્ષ દેખી શકે નહીં, છતાં સ્વાનુભવથી પોતાના સ્વરૂપની શાંતિ-આનંદ વેદી શકે છે. ભાવશ્રુત-ઉપયોગની સ્થિરતા વખતે છદ્મસ્થનો અનુભવ અંશે પ્રત્યક્ષ પણ છે. (સર્વથા પ્રત્યક્ષ કેવળજ્ઞાનમાં છે). જેમ અંધ મનુષ્ય સાકર ખાય, તેનો સ્વાદ વેદ-ભોગવે, પણ તેનો આકાર દેખી શકે નહીં, તેમ સમ્યક્દર્શનરૂપ ચોથી ભૂમિકામાં તથા ઉપલી ભૂમિકાઓમાં અધિક અધિક અંશે આત્માના આનંદનો અનુભવ થાય, પણ આત્માના પ્રદેશોને પ્રત્યક્ષ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ( ૧૭૬ ) ન દેખી શકે. કેવળજ્ઞાન થતાં અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંત વીર્ય પ્રગટ થાય છે. તે કેવળી જો તીર્થંકર ભગવાન હોય તો ‘ૐ ’ દિવ્યધ્વનિ એટલે કે આત્માને ઓળખાવનારી વાણી સહેજે છૂટે છે. ઈચ્છા વિના ભાષા સહેજે પૂર્વયોગના કારણે છૂટે છે. તે (વાણી) ભગવાન આત્માનો અરૂપી જ્ઞાનઘનસ્વભાવ છે તેને, તથા છ દ્રવ્યોમાં જે અનંત ધર્મો છે તેને, અનેકાન્ત ન્યાયથી સમજાવે છે. વાણીમાં અલ્પ ઈશારા આવી શકે છે, અને તેને ચતુર પુરુષ સમજી લે છે. જડ-અનંત રજકણોની બનેલી વાણી દ્વારા આત્માનું વર્ણન પૂર્ણપણે થઈ શકે નહીં. પણ ભવ્યજનોને અનંત ઉપકારનું નિમિત્ત એવી અદ્દભુત વાણીનો યોગ તીર્થંકર ભગવાનને હોય છે. ભગવાનની વાણી ઉપરથી ગણધરદેવે બાર અંગની શાસ્ત્રરચના કરી, છતાં છેવટે એમ કહ્યું કે આમાં સ્કૂલ કથન છે. દુશ્મન ( જડ–વાણી ) દ્વારા અરૂપી, અતીન્દ્રિય દ્વારા ભગવાન આત્માનાં વખાણ કેટલાં થઈ શકે? છતાં મૂંગાની શ્રેણિએ સમજાવ્યું છે. અનેક નય, પ્રમાણ, નિક્ષેપથી પદાર્થોનું સ્થૂલ અને સૂક્ષ્મ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭૭) કથન ન્યાયપૂર્વક કર્યું છે. આત્મા નિરપેક્ષ તત્ત્વ છે, પર નિમિત્તની અપેક્ષાથી રહિત છે; છતાં કથનભેદથી અનેકાન્ત ધર્મ સહિત તેનું વર્ણન કરવામાં આવ્યું છે. વાણી જડ, વર્ણાદિ રૂપી ગુણવાળી તે અરૂપી આત્માને કેટલોક કહી શકે ? પણ વાચક શબ્દ પાછળના વાચ્ય અર્થરૂપ આત્માને સત્સમાગમથી, ગુરુ આજ્ઞાથી ઓળખી શકાય છે, અને સમજી શકાય છે. આત્મતત્ત્વ અનુપમ (ઉપમારહિત) હોવાથી કોઈ જડ વસ્તુ સાથે સરખાવી શકાય નહીં. ગાયના તાજા ઘીનો સ્વાદ, ખાવાવાળાને અનુભવમાં આવે, પણ તેને કોઈ ઉપમા આપીને સંતોષકારક રીતે સમજાવી શકાય નહીં; તો પછી અરૂપી અતીન્દ્રિય આત્માનું વર્ણન વિકલ્પથી કે વાણીથી કેમ થઈ શકે? ભગવાન વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકરદેવને વાણીયોગ હતો, છતાં તેઓ આત્માનું વર્ણન પૂર્ણ રીતે કહી શકયા નહીં, પણ કથંચિત્ ઈશારાથીસંજ્ઞાથી તેમણે સમજાવ્યું છે. તેમ વર્તમાન જ્ઞાની પુરુષો, જેઓને આત્માનો અનુભવ છે, તેઓ બીજા લાયક જીવોને વચન-સંજ્ઞાથી પ્રથમ જીવનું લક્ષણ સમજાવે છે. પછી લક્ષણથી વસ્તુતત્ત્વનું લક્ષ કરાવે છે. (સમજાવે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭૮) છે.) જેમ આંગળી લંબાવી બતાવે કે આ ચંદ્ર તે લીમડાની ડાળ ઉપર ડાબી બાજુએ છે. પછી સમજનારો ઝીણી નજર કરી દૂર લક્ષ્ય ઉપર દષ્ટિ કરે તો ચંદ્રના દર્શન કરે છે. પણ આંગળી, વૃક્ષ વગેરે નિમિત્ત ઉપર દષ્ટિ કરે તો ચંદ્ર દેખાય નહીં. તેમ લાયક (પાત્ર) જીવ સદ્ગુરુ પાસે રહીને, સત્સમાગમ વડે અભ્યાસ કરે, અને શ્રીગુરુ અતીન્દ્રિય આત્માને અનેક નય, પ્રમાણ આદિથી સમજાવે, અને તેનો પરમાર્થ, શિષ્ય સમજી જાય તો સદ્ધોધરૂપી ચંદ્રોદયના દર્શન કરે અને પુરુષાર્થથી પૂર્ણતાને પામે, પણ જ્ઞાનીનો કહેલો આશય સમજે નહીં તો સદ્ધોધરૂપી ચન્દ્રોદયના દર્શન ન થાય. સ્વરૂપ સમજવા માટે સાવધાન થઈને, બધા વિરોધને ટાળીને શ્રીગુરુનો આશય સમજે તો સમ્યક્દર્શન થાય; અને સાથે જ પૂર્ણતાના લક્ષે જેવો સ્વભાવ છે તેવો થવા માટે પુરુષાર્થની સ્થિરતા કરે. બીજ, ચંદ્રનું દર્શન ત્રણ પ્રકારે જણાવે છે - (૧) બીજ આખા-અખંડ ચંદ્રનો આકાર દેખાડે છે; (૨) તે જ સમયે કેટલો ઊઘડ્યો છે તે બતાવે છે, અને (૩) કેટલો ઊઘડવો બાકી છે તે જણાવે છે. તેમ સાધક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭૯) પૂર્ણતાને લક્ષે પુરુષાર્થ કરે છે; (વચ્ચે પુણ્યાદિ ઉપાધિ જોઈ અટકતો નથી.) પોતાના અખંડ શુદ્ધઆત્મા ઉપર જ મીટ છે તેથી આખો આત્મા કેવો છે તથા કેટલો ઊઘડયો છે અને કેટલો બાકી છે તે જાણતો અલ્પકાળમાં પૂર્ણતા પામે છે. જેણે આત્માનો મહિમા જાણ્યો નથી, રુચિપ્રતીતિ કરી નથી, “હું કોણ છું? શું કરી શકું, તથા શું ન કરી શકું?' એવા પ્રથમ પગથિયાનું ભાન કર્યું નથી તે બાહ્યથી જે કાંઈ કરે તે મિથ્યા છે. પોતાની પાત્રતા અને સદ્દગુરુ-બોધ થયા વિના હિતઅહિતનો વિવેક સમજાય નહીં. અનંત કાળમાં પોતાને ભૂલીને બીજાં બધુંય કર્યું પણ તેથી રખડવું જ થયું. શ્રી ગણધરદેવ હજારો સંત-મુનિઓના નાયક, તીર્થકર ભગવાનના વજીર છે. તેમણે ભગવાનની વાણીનો આશય (ભાવ, અર્થ) ધારણ કરેલ, તેમાંથી બાર અંગ (સૂત્રો) ની રચના કરી. તે મૂળ સૂત્રો હાલ વિચ્છેદ થઈ ગયાં છે. જે ભાવ શ્રી ભગવાનનો છે તે જ ભાવ વિશાળપણે પોતાના જ્ઞાનમાં ધારી રાખનાર શ્રી ગણધરદેવને ચાર જ્ઞાન હોય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૮) શ્રી સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનમાં જેવું આત્માનું સ્વરૂપ જાણ્યું તેના અનંતમે ભાગે તેઓ વાણીમાં કહી શકે; અને જેટલું વાણી દ્વારા પદાર્થનું કથન થાય તેના અનંતમે ભાગે શ્રી ગણધરદેવ પોતાના જ્ઞાનમાં ઝીલી (ધારણ કરી) શકે, અને તેના પણ અનંતમા ભાગે બીજાને સમજાવી શકે, તથા બાર અંગ (સૂત્રો) રચી શકે. ગણધર એટલે ગુણના સમુદાયને ધરનારા. હજારો સંત મુનિવરોમાં અગ્રેસર એવા શ્રી ગણધરદેવે જગતના હિત માટે બાર અંગો (સૂત્રો) ની રચના કરી. તેનો મુખ્ય સાર “શ્રી સમયસારજીશાત્ર” માં છે. છતાં પાનાં, શબ્દો, જડ વાણી-અનંત પરમાણુ-(રજકણો) નો સમૂહુ તેમાં, તથા મનના વિકલ્પ દ્વારા અતીન્દ્રિય આત્માનું વર્ણન સંપૂર્ણ થઈ શકે નહીં, માત્ર કથંચિ શબ્દથી પદાર્થને ભેદ પાડીને ઓળખાવી શકાય. અવિરોધપણે આત્મા મન-ઇન્દ્રિયથી જુદો છે, માટે: “તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” જેને સમ્યક્દર્શન વડે સ્વાનુભવ થયો છે, તેણે અંશે સ્વાનુભવથી આખું દ્રવ્ય-પ્રમાણ જામ્યું છે. હું શુદ્ધ છું, મુક્ત છું.” એવા મનના સંબંધના વિકલ્પોથી તે સ્વરૂપનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૮૧) આનંદ વેદી શકાય નહીં. પણ રાગરહિત જ્ઞાનની સ્થિરતા (એકાગ્રતા) થી સમ્યકજ્ઞાની પરોક્ષ તથા પ્રત્યક્ષ પ્રમાણથી જાણે છે, તેથી આત્મા માત્ર જ્ઞાનગમ્ય છે. || રા એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ તા ૨૧ાા અપૂર્વ અવસર' કાવ્ય પૂર્ણ કરતાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે – પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપની પૂર્ણ પવિત્ર સ્થિતિને પ્રાપ્ત કરવાનું મેં સ્વાનુભવના લક્ષે ધ્યાન કર્યું પણ હાલ તે ગજા વગરનું અને મનોરથરૂપ છે. મનરૂપી રથવડે અપૂર્વ રુચિથી પૂર્ણતાની ભાવના કરું છું. પૂર્ણતા માટે જેવો પુરુષાર્થ અને અંતરરમણતા (સ્વરૂપસ્થિરતા) જોઈએ તે વર્તમાનમાં જણાતાં નથી. યથાર્થ નિગ્રંથપણાનો પુરુષાર્થ કરવાની શક્તિની વર્તમાનમાં નબળાઈ છે, પણ દર્શનવિશુદ્ધિ છે; તેથી નિશ્ચય શુદ્ધ સ્વરૂપના લક્ષે એક ભવ પછી, જ્યાં સાક્ષાત્ સર્વજ્ઞ પ્રભુ તીર્થકર બિરાજતા હોય ત્યાં પ્રભુ આજ્ઞા અંગીકાર કરી નિગ્રંથ માર્ગમાં ઉત્કૃષ્ટ સાધક સ્વભાવનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (18) વિકાસ કરી એ પરમપદને (વીસમી ગાથામાં કહ્યું તેને) પામવાનો છું. પ્રભુ આજ્ઞા (વીતરાગની આજ્ઞા) નું બહુમાન કરીને કહે છે કે, મારા આત્મા વિષે એવો નિ:સંદેહ નિશ્ચય છે કે એક જ દેહ પછી બીજો દેહ નથી. પ્રભુ આજ્ઞા” એટલે સર્વજ્ઞ–વીતરાગ ભગવાને જેવો ચૈતન્ય સ્વભાવ જાણો છે, તેવા જ ભાવ-અનુસાર વર્તવું. વીતરાગ સ્વરૂપની આરાધના નિગ્રંથમા, જિનઆજ્ઞા અનુસાર કરી તે પરમાત્મસ્વરૂપ થઈશું તેમાં શંકા-સંદેહ નથી; એવો કોલ–કરાર આત્મામાં નિશ્ચલ ર્યો છે. આ જાતની અનુભવદશામાં નિઃસંદેહતા વર્તતી હોય, ત્યાં એક જ ભવ બાકી હોય એમ પ્રભઆજ્ઞાનો આદર કરીને કહ્યું. આ મહા મંગળિક કર્યું છે. પ્રભુ આજ્ઞા' એ મહાન સૂત્ર છે; તેમાં ભગવાન સર્વજ્ઞના જ્ઞાનમાં રહેલી આજ્ઞા અને તે સાથે પોતાના ભાવની સંધિનો યથાર્થ નિર્ણય પ્રમાણ થયો છે, એમાં “મોક્ષસ્વરૂપ પ્રગટ કરશું” તેના ભણકાર છે. એવા ભણકારનો “અપૂર્વ અવસર' કયારે આવશે? એમ મંગળિક કરીને, મહામંગળિક કહીને “અપૂર્વ અવસર' કાવ્ય પૂરું થાય છે. ૐ સમાપ્ત ૐ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com