________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૯) સમજાવે કોણ ? સાંભળે કોણ? એવી મધ્યસ્થ વીતરાગ ભાવનાનો હકાર સાચા સ્વરૂપની ઓળખાણ થયે આવે. પર નિમિત્તને ટાળવું, રાખવું કે તેમાં કાંઈ ઘાલ-મેલ કે ફેરફાર કરવો તે ચેતનના આધારે નથી; માટે તેનો નિર્ણય લાવી એકવાર સાચા અભિપ્રાયની હા તો લાવો! આત્માની સ્વાધીનતા જેમ છે તેમ તેની હું લાવો તો રાગ-દ્વેષ કરવાનો ઉપાધિભાવ (બંધભાવ) આખો ઉડી જશે. જે કર્તવ્ય આત્માને હાથ છે તે જ કરવું એવો જ્ઞાનીનો આશય છે. અજ્ઞાની બાહ્ય સંયોગોને હડસેલવા (દૂર કરવા) માગે છે, અને તેથી રાગદ્વષ-મોહ કરે છે, ત્યારે સમ્યજ્ઞાની ધર્માત્મા જે પોતાને આશ્રિત જ્ઞાનપરિણમનચક્ર છે તે વડે સમતાસ્વભાવના ચક્રમાં પરિણમે છે, તેથી સહેજે રાગ-દ્વેષ, વિષય-કષાયનું તેને જીતવું થાય છે.
કદી ઘોર અસાતાના ઉદયયોગે શરીરને ઘાણીમાં પીલી નાંખવાનો ઘોર ઉપસર્ગ આવે તો પણ જ્ઞાની તે સંબંધી રાગ-દ્વેષ રહિત જ્ઞાન કરે છે; જ્ઞાનમાં જાણે છે પણ જાણવામાં અટકે નહીં. જે નિમિત્તના પરમાણુઓ છૂટા પડે છે તેનું જ્ઞાન વર્તે છે. આવો અભિપ્રાય તો લાવો ! હું તો પાડો! આત્માની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com