________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બદલવો જોઈએ.
હું સદાય પરથી જુદો, જ્ઞાન આનંદસ્વરૂપી છું, જ્ઞાન સિવાય કાંઈ કરી શકતો નથી. પર વલણમાં અટકતો ભાવ નિત્ય સ્વભાવની ભાવના વડે ટાળનાર છું; પર મને મદદગાર હોઈ શકે નહિ. મારું કર્તવ્ય-ફરજ તો એ છે કે રાગરહિત, પર આલંબન રહિત જ્ઞાન કરવાનું છે. પૂર્ણ પવિત્ર જ્ઞાનપણે છું, એવો અભિપ્રાય સળંગ ટકાવી રાખવો અને સ્વરૂપ સચિની દઢતા વધારવી એ જ હિતકર છે.
કોઈને પ્રસંગવશ સલાહ સૂચના વગેરે કહેવું પડે તેમાં કોઈ જાતનો આગ્રહ-મમત્વ ન જોઈએ. હું જે વાત કરવાનો ભાવ કરું છું તેનાથી કોઈ સુધરે કે બગડે એનું કર્તુત્વ-મમત્વ છોડી દેવું. પછી તે સુધર્યો કે ન સુધર્યો તે તેના આધારે-તેના ભાવે છે; મેં કોઈનું કાંઈ કરી દીધું નથી, ત્રણે કાળે જ્ઞાન જ કર્યું છે એમ માન્યું એટલે રાગ-દ્વેષ થવાનો ખાસ અવકાશ રહેતો નથી. સુધરવાનું પોતાને છે. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં કંઈ બગાડ થતો નથી. વર્તમાન એક સમયની અવસ્થામાં પર તરફ વલણ કરી નવા રાગદ્વેષ કરે છે તે ભૂલ નિત્યજ્ઞાનસ્વભાવનું લક્ષ અને સ્થિરતાવડે ટાળી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com