________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૪).
શકાય છે. માટે સમાધાન કરવાનું પોતાને છે; પરથી કાંઈ નથી. આમાં અનેક પ્રશ્નોના સમાધાન આવી જાય છે. હું બીજાને શીધ્ર સમજાવી દઉં, પરની વ્યવસ્થા રાખી શકું એ આદિ માન્યતા ત્રણે કાળે જદૂઠી છે. જે પોતે એક જ સુધર્યો તેને આખું જગત સુધર્યું, જેણે સ્વાધીન સ્વરૂપે એક આત્માને અવિરોધપણે જાણ્યો, તેને કોઈ વિદન નથી. ગમે તેવી અનુકૂળતા કે પ્રતિકૂળતાના નિમિત્ત આપનારા બહુ ઉપસર્ગ આપે તેમાં જ્ઞાનને શું ? ઉપસર્ગ ચાર પ્રકારે કહ્યા છે. દેવ-મનુષ્ય-પશુ, અને અચેતનકૃત; તેમાં કોઈ પ્રત્યે ક્રોધનો વિકલ્પ પણ આવે નહિ.
કોઈ માને કે હું મારા ભાઈ, મિત્ર, પુત્રાદિ ઉપર આટલો આટલો ઉપકારી રહ્યો છતાં તેનો બદલો તેઓ નિંદા આદિ અગવડતા આપી મને હેરાન કર્યા કરે છે, એ માનવું તે મિથ્યાભ્રમણા છે. એ બધા સંયોગો પૂર્વકર્મના નિમિત્ત છે, તેમાં તું ઠીક અઠીકની–મારાપણાની કલ્પના કરે છે, નિમિત્ત આત્મામાં નથી; માટે તેની અસર ન લે તો તને કોઈ જબરજસ્તીથી બગાડનાર નથી.
કોઈ પણ પર વસ્તુ પરાણે રાગ-દ્વેષ, ક્રોધાદિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com