________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૧)
ગૃહસ્થદશામાં પણ દઢતર સમ્યકત્વ હોઈ શકે છે, પરિચય કરે તો સમજાય. લોકોને બાહ્ય સંયોગની કાળજી અને લક્ષ રહે છે કે, આવા સંયોગો જોઈએ અને આવા ન જોઈએ; એ આદિ આગ્રહવાળા વિચાર જ્ઞાનીને ન હોય, ગમે તે પર નિમિત્ત હો પણ તેમાં રાગ કે મમતા કરતા નથી. અત્રે અશરીરી ભાવનો મહિમા લીધો છે કે – “ધન્ય તે મુનિવરા રે, જે વર્તે સમભાવે.” એ ઉત્કૃષ્ટ સાધકદશાની રુચિ જેના અંતરમાં યથાર્થપણે વસી છે તેની આ ભાવના છે.
વંદે ચક્રિ તથાપિ ન મળે માન જો ” છ ખંડનો અધિપતિ ચક્રવર્તી મહા વૈભવવંત હોય છે. તેની બેહજાર દેવી સેવા કરે છે, ૪૮ હજાર પાટણ, ૭૨ હજાર નગર, ૯૬ કરોડ પાયદળનો તે ધણી છે (આ વાત સાધારણ માણસની બુદ્ધિમાં ન પણ બેસે) આવો રાજા વર્તમાનકાળે પંચમહાવિદેહ ક્ષેત્રમાં હયાત છે, ત્યાં સનાતન જૈન નિગ્રંથ મુનિધર્મ સદાય વર્તે છે. એ ચક્રવર્તી સમ્રાટ મોટા ભપકાથી મુનિને વંદન કરવા આવે, ત્યાં બહુ જ સ્તુતિ કરે - “હે મુનિ મહારાજ! આપ બહુ જ પવિત્ર દશાવાળા છો ” એમ તેમને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com