________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૨) બહુમાનથી વંદન કરે, પણ મુનિને તે સંબંધે માનનો અંશપણ નથી. જેને જે ગોઠે તેવું તે કરે, એ ન્યાયે ગુણનો આદર કરનારને ગુણ ગોઠયા છે, તે તેના કારણે છે; અને કદી નિંદા કરનારને દોષ ગોયા, તો તે પણ તેના કારણે છે, તેથી મુનિને તે પરસંબંધી કાંઈ પણ વિકલ્પ નથી. ચૈતન્ય આનંદમૂર્તિ ભગવાન આત્મા પોતે જ્ઞાનાનંદની સહજ સમતામાં મહાસુખ, પૂર્ણ સ્થિરતામાં, એકાગ્રતામાં ટકયો છે, તેને સ્વસ્વરૂપથી બહાર નીકળવું કેમ ગોઠે? ન ગોઠે.
મુનિપણામાં જે પવિત્રદશા પ્રત્યક્ષ પ્રગટપણે વર્તે છે તે ઉત્કૃષ્ટ સાધકદશાનો આ ગાળામાં આદર છે. તે દશા પોતાને વર્તમાનમાં પ્રગટી નથી તેથી અહીં તેની રુચિ વધારે છે. પોતાનાં પાત્રતા છે અને તેવી દશાનો આદર છે, તેથી પૂર્ણતાના લક્ષે આ ભાવના ભાવી છે. યથાર્થ સ્વરૂપની ઓળખાણ જેને વર્તે છે તે સમ્યગ્દષ્ટિ આવી ભાવના કરે છે.
“લહી ભવ્યતા મોટું માન, કવણ અભવ્ય ત્રિભુવન અપમાન” ત્રિલોકનાથ તીર્થંકરદેવ સર્વજ્ઞભગવાનના મુખકમળથી ધર્મસભા વચ્ચે વાણી છૂટી કે આ જીવ ભવ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com