________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૫)
પ્રયત્ન તે પૂર્વપ્રયોગ છે; અને તે વડે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટયું, એથી સહેજે ઊર્ધ્વગમન થયું. ક્ષેત્રનિમિત્તની અપેક્ષાએ સિદ્ધાલયક્ષેત્રને જીવ પામ્યો, તેમ કહેવું તે વ્યવહાર છે, કેમકે તે આકાશક્ષેત્ર છે; ખરી રીતે ક્ષેત્રમાં નિશ્ચય સ્વભાવમાં જીવ સાદિ અનંત સ્થિર રહે છે. એક સમયમાં આઠમી પૃથ્વી ઉપર લોકેને છેડે પહોંચીને જીવ સ્વદ્રવ્યમાં સ્થિર રહે છે.
પૂર્વ પ્રયોગાદિના દષ્ટાંત શાસ્ત્રમાં ચાર પ્રકારે છે – (૧) બાણ પ્રથમ પ્રયોગે ઊંચુ જાય છે તેમ.
(૨) સૂકી સીંગ-એરંડીનું બીજ સૂર્યના તાપથી સુકાઈ ફાટતાં અંદરથી બી ફટ દઈને આકાશમાં ઊડે છે, તેમ કર્મ આવરણનો દાબડો ચૈતન્યની લૂખાશના તાપથી ફાટયો ત્યારે સહેજે આકાશમાં ઊંચે જવું થયું, અને ફરી નીચે આવવાનું કોઈ કર્મ નિમિત્ત ન રહ્યું.
(૩) અગ્નિશિખાઃ- જેમ અગ્નિની જ્વાળા આકાશ તરફ ઊંચે જાય છે તેમ.
(૪) તુંબડીના દષ્ટાંતની જેમ. જે પાછળ અઢારમી ગાથામાં કહ્યું છે. બધા દષ્ટાંત એકદેશી હોય છે, તેથી સર્વથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com