________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૭) અરૂપી પ્રદેશો પૂર્ણ પવિત્ર થતાં કેવળજ્ઞાન, પરમાત્મદશા, સર્વજ્ઞદશા, સ્વભાવદશા પ્રગટ થાય છે.
કેવળજ્ઞાનમાં લોક-અલોક (આખું વિશ્વ) અણુની જેમ ત્રિકાળ દ્રવ્ય-ગુણ-પર્યાયસહિત એક સમયમાં સ્પષ્ટ દેખાય છે. આવું અચિંત્ય બેહદ જ્ઞાનશક્તિવાળું કેવળજ્ઞાન, દરેક આત્મા સદા ચૈતન્ય
સ્વાધીન હોવાથી તેના સ્વદ્રવ્ય અને સ્વભાવમાં ત્રિકાળ શક્તિરૂપે વિધમાન છે; તેનો કોઈ સમયે અભાવ નથી. “સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” એમ પૂર્ણતાના લક્ષે ગૃહસ્થવેશમાં અહીં ભાવના વધારી છે કે કેવળજ્ઞાન નિધાન હું જલદી પ્રગટાવું. પ્રથમ સિદ્ધ એવું શુદ્ધ આત્મસ્વરૂપ જેમ છે તેમ સ્વ-પર લક્ષણથી યથાર્થપણે જાણીને સાધક જીવ તે પરમપદ પ્રાપ્તિની ભાવના કરે છે.
ત્રિકાળી આત્મદ્રવ્યને બધા પડખેથી જેમ છે તેમ જાણે તો રાગ-દ્વેષ થાય નહીં. આકુળતા (અશાંતિ) રહિત કેવળ સમતા એટલે કે બેહદ આનંદમય પરમ સુખ મારામાં જ છે, એવો યથાર્થ અનુભવ (સંવેદન) થયા પછી બાહ્ય વૃત્તિ તરફ વલણ રહેતું નથી; અને તેથી કેવળજ્ઞાનની ભાવના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com