________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૩) ભાવના કરતા હતા. વળી શ્રી દેવચંદ્રજીએ પણ વિરહ ગાયો છે કે “ભરતક્ષેત્ર માનવપણું રે લાધ્યો દુઃષમકાળ, જિન પૂર્વધર વિરહથી રે, દુલહો સાધન ચાલો, ચંદ્રાનન જિન સાંભળીએ અરદાસ” હે ભગવાન ! આ ભરતક્ષેત્રે અને પંચમકાળે હે નાથ, તમારા વિરહ પડયા, પૂર્વધારી અને શ્રુતકેવળીના પણ વિરવું પડ્યા, એ વિરહમાં કર્મ સંબંધ ટાળવાની આ ભાવના છે. એવા ચંદ્રાનન ભગવાનને વિનંતિ કરીને સાધક પોતાનો ભાવ મલાવે છે. તે વખતે જે મનના સંબંધનો રાગનો ભાગ છે તે મંદ કષાય હોવાથી લોકોત્તર પુણ્ય સહેજે બંધાઈ જાય છે, પણ તેનો પ્રથમથી જ નકાર છે, તે પુણ્યના ફળમાં ઇન્દ્રપદ, ચક્રવર્તીપદ પણ સમાઈ જાય છે. ભવિષ્યમાં તીર્થકર ભગવાનના ચરણમાં જઈને નિગ્રંથમાર્ગનું આરાધન કરવા માટે મુનિપણું અંગીકાર કરી મોક્ષદશા પ્રગટ કરવાની આ ભાવના છે. આ કાળમાં વીતરાગ સર્વજ્ઞનો જોગ નથી, પણ એ સર્વજ્ઞશાસન (વીતરાગધર્મ-આત્મધર્મ) નો નિગ્રંથ માર્ગ છે તે અનાદિ સસ્પંથ છે, તે સનાતન છે અને રહેશે; આ ભાવના (સ્વાધ્યાય) પૂર્ણ શુદ્ધ આત્માની પ્રતીતિ, અનુભવન, અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com