________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૧) ઉદાસીનતા, નિવૃત્તિ ભાવ, મોક્ષસ્વભાવને સાધવાની હોંશ-ઉત્સાહ તેમને ઉછળે છે. ધન્ય તે નિગ્રંથ સાધક દશા !
જંગલમાં એકાકી એટલે કે સ્વરૂપ સ્થિતિના ભાનમાં અસંગપણે વિચરતા–બાહ્ય ક્ષેત્રથી સ્મશાન, જંગલ, પહાડ, ગુફા આદિ જ્યાં સિંહ પણ એકાકી વિચરતા હોય તેવા ક્ષેત્રમાં, અને ભાવે એકાકી અસંગતામાં વિચરવું–તે મહા પવિત્ર દશાને ધન્ય છે, ધન્ય છે તેવા શાંત એકાંત ક્ષેત્રમાં એકત્વદશા સાધતા મુનિવરોને! કોઈ પર્વતની ગુફામાં અથવા ટોચ ઉપર ચડી બેહદ આનંદઘન સ્વભાવની મસ્તીમાં લીન થઈ, જાગૃત જ્ઞાનદશાની એકાગ્રતા વડે કેવળજ્ઞાનનિધાનને પ્રગટ કરું એકાંત નિર્જન સ્થાનમાં નગ્ન મહાન નિગ્રંથ મુનિ થઈ સહજ સ્વરૂપમાં મગ્ન થઈ કેવળજ્ઞાન (પૂર્ણપદ) પ્રગટ કરું એવી પૂર્ણ પવિત્ર દશા કયારે આવે? એ અહીં ભાવના છે.
જંગલ કે જ્યાં વનરાજ ( સિંહ) તથા વાઘ ગર્જના કરતા હોય, જ્યાં સાધારણ પ્રાણી ધ્રુજી ઊઠે એવા વનક્ષેત્રમાં શાંત, એકાંત, અસંગ પરિણામે મહા વૈરાગ્યવંત, ઉપશમ-સમતાની મૂર્તિ, ચૈતન્યજ્યોત, બેહુદ આનંદસ્વરૂપની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com