________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
( ૧૨ ) મસ્તીમાં ( સહજ સમાધિમાં ) ઝૂલું; એવો અવસર કયારે આવશે ?
અંતરંગ અભિપ્રાયમાં અશરીરી ભાવ વર્તે છે, અને વર્તમાન ચારિત્રમાં કાંઈક કચાશ હોવાથી જંગલની એકાંત સ્થિતિના વિકલ્પ આવે છે, તથા ઉત્કૃષ્ટ સાધક દશાની ભાવના છે તેથી તે પૂર્ણ કરવાને માટે સિંહ વસે એવા ગાઢ જંગલ, પર્વતની ખીણ કે એવા એકાંત સ્થાનમાં જઈને અડોલ આસને બેસું, બાહ્ય અને અંતરમાં અક્ષોભતા રાખું એમ ચિંતવે છે. ક્ષોભરહિત પરિણામ સહજ જ હોય છે. શરીર સ્થિર રહેવું-ન રહેવું તે જાદી વાત છે કેમકે તે આત્માને આધીન નથી, પણ અંતરંગ વીતરાગમય નિશ્ચલ સ્થિર સ્વભાવની એકાગ્રતા વધી જાય છે, એવી સ્વરૂપ જાગૃતિમાં સિંહ આવીને શું કરે ? મારે દેહ જોઈતો નથી તો તેને લેવા આવનાર એટલે તેની નિવૃત્તિ કરાવનાર ઉપકારી એવો તે મિત્ર છે; આવી ભાવનાનો ઉત્સાહ આવા સાધકને જ આવે છે.
કોઈ તો બાહ્ય સાધનનો પક્ષ કરે છે, પણ અહીં તો પૂર્ણ સ્વરૂપના ઉત્સાહની ભાવના છે. જે આત્માથી થઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com