SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦૩) શકે તે જ્ઞાનક્રિયા એટલે કે સ્વરૂપ રમણતા (જિન સ્વરૂપ) નો વિચાર છે. આવી જાતના અડોલ, નિશ્ચલ, બેહુદ વિશ્વાસની હું તો લાવો ! કદી સિંહ આવી દેહના ફાડીને કટકા કરે, છતાં ક્ષોભ ન થાય. આ ભાવના વિવેક સહિતની છે, મૂઢતાવાળી નથી. લોકો હુયોગરૂપ મનની ઉપલક સ્થિરતાથી મૂઢ જેવા બને છે, તેની આ વાત નથી. અહીં તો ઉત્કૃષ્ટ સાધક દશાની ભાવના છે. શ્રી આનંદધનજીએ પણ કહ્યું છે કે – “ ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, ઓર ન ચાહું રે કંથ, રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિઅનંત.” એવી અખંડ વીતરાગદશાની ભાવના ભાવી છે. આગળ વધીને પોતાની શુદ્ધચેતના સખીને કહે છે કે – “ચલો સખી વહાં જઈએ, જહાં અપના નહીં કોઈ માટી ખાય જનાવરા, મુવાં ન રોવે કોઈ.” દેહનું ગમે તે થાઓ, પણ અખંડ સમાધિનો ઉત્સવ-મંગળ વર્તે એવી અસંગ સ્વરૂપની, નિઃશંકતા, નિર્ભયતા કયારે આવશે? એની અહીં ભાવના છે. જેમ રાજમહેલમાં રાજા નિર્ભય થઈ સૂતો હોય તેમ મુનિરાજ બાહ્ય-અભ્યતર નિગ્રંથદિગંબર દશામાં પર્વત, વન, ક્ષેત્ર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008209
Book TitleApurva Avsar Pravachan
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, & Rajchandra
File Size511 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy