________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(100) મોક્ષદશા પ્રગટે જ. બંધ અને મોક્ષ એ બે તો અવસ્થા છે, આત્મા અવિનાશી નિત્ય છે, બંધનરૂપ સંસાર પર્યાય છે. શુભ કે અશુભ પરિણામના નિમિત્તે દ્રવ્ય કર્મ, નોકર્મની અવસ્થા થાય છે તે બંધ અવસ્થા કહેવાય છે. કર્મ-નોકર્મ રૂપ પુદ્ગલની અવસ્થા ટળવાને, નિમિત્તની અપેક્ષાએ મોક્ષ કહેવાય છે. ભવ અને મોક્ષ તે પર્યાયદષ્ટિએ પર નિમિત્તના બે ભંગ છે. આત્મા તે બે ભંગની અવસ્થારૂપે નથી; કેમકે તે કોઈ નિમિત્તની અપેક્ષા રાખતો નથી પણ નિત્ય એકરૂપ છે. આત્મભાવ પૂર્વક ચારિત્રઆવરણ ટાળવાને ઉગ્ર પુરુષાર્થની ભાવનાથી ઉગ્ર નિર્જરાભાવનું આ વર્ણન કર્યું છે. / ૧૦ાા એકાકી વિચરતો વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.
અપૂર્વ ા ૧૧ાા શ્રીમદ્ રાજચંદ્રની બાહ્ય સ્થિતિ ગૃહસ્થાશ્રમની દેખાય છે છતાં ભાવના કેવી ઉત્કૃષ્ટ ભાવે છે! અંતરમાં પવિત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com