________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૯૯ )
શુદ્ધ વર્તે સમભાવ જો. અહીં બેહદ સમતામય દ્રવ્યસ્વભાવ અને વીતરાગતા કહી છે. દ્રવ્ય તો અનાદિ અનંત છે, તેથી બંધ અને મોક્ષ એવી બે અવસ્થાના ભંગ કે ભેદની કલ્પનામાં જ્ઞાની અટકતા નથી.
ભવ પ્રત્યે ખેદ નહીં. એકાદ ભવ બાકી રહ્યો અથવા ભવનો અભાવ કર્યો તેમાં સંસાર કે નિઃસંસાર દશાનો શોક કે હર્ષ ક૨વાનો અવકાશ નથી; એવી અપ્રમત્ત ભૂમિકાથી લઈને આગળ ક્ષપકશ્રેણિ માંડું એવો એકલો વીતરાગભાવ (સ્વસમય ) કયારે આવશે ? તે ભાવના અહીં પ્રગટ કરી છે.
“સિદ્ધ સમાન સદા પદ મેરો ” સ્વભાવમાં તો પૂર્ણ પવિત્ર શાશ્વત ચિદ્દન છું; પણ વર્તમાન અવસ્થામાં કચાશને લઈને જ્ઞાનીને અસ્થિરતા રહે છે.
છઠ્ઠા ગુણસ્થાન સુધી શુભ વિકલ્પ મુખ્યપણે છે, તેમાં મોક્ષની ઇચ્છાનો વિકલ્પ રહે છે. તે વિકલ્પ તોડીને એવી ઉત્કૃષ્ટ દઢતર સ્થિરતા-એકાગ્રતા કરું કે કેવળજ્ઞાનની ઉત્કૃષ્ટ પર્યાય ઊઘડી જાય; એમ અહીં કહ્યું છે. તે પામવાની યોગ્યતા એટલે કે ઉત્કૃષ્ટ સાધક દશાનો આવો સમભાવ થાય, ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com