________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૮) જ્ઞાની દેહના વિયોગને સન્મુખ જ જાએ છે, એટલે તેને દેહનું ગમે તે થઈ જાય પણ તેને રાખવાનો કે નહીં રાખવાનો ભાવ (ઈચ્છા) જ નથી. કારણ કે દેહ તેના પોતાના (દેહના) કારણે આયુષ્ય સ્થિતિ પ્રમાણે ટકવાનો છે તેથી તેની ચિંતા જ જ્ઞાનીને નથી.
(તા. ૪-૧ર-૩૯) આત્માના જ્ઞાનસહિત પૂર્ણતાના લક્ષ સ્વરૂપ સ્થિરતાની આ ભાવના છે. શત્રુ કે મિત્ર, નિંદક કે વંદકને સમ ગણે, જીવન-મૃત્યુ તથા ભવ-મોક્ષને સમ ગણે. તે વિષે આનંદધનજી “શાંતિ જિન સ્તવન' માં કહે છે કે - “માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમ ગણે, ઇસ્યો હોય તે જાણ રે; સર્વ જગજંતુને સમ ગણે, ગણે તૃણ મણિ ભાવ રે, મુક્તિ સંસાર બેઉ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવ રે;
શાંતિ જિન એક મુજ વિનંતિ.” શાંતિ એટલે સમતા સ્વભાવ. હે પરમાત્મા! તમે સિદ્ધ-સ્વભાવ પ્રગટ કર્યો છે; હું પણ તમારા જેવો થવાનો છું એ લક્ષમાં રાખી અહીં શ્રીમદે કહ્યું છે કે, ભવ મોક્ષે પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com