________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૮)
સુપાત્ર આહારદાન ! અમારા નિમિત્તથી મુનિશ્વરના સંયમ સાધનને પોષણ મળ્યું. એવો વીતરાગ ભાવ સદાય ટકી રહો. તેનાથી દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ સંયમની પુષ્ટિ થશે. એમ ભક્તિભાવથી ભક્તો પ્રમોદ (હર્ષ) કરે, અને ભાવના ભાવે કે એવો અપૂર્વ અવસર અમને ક્યારે આવશે ? / ૧૨
એમ પરાજય કરીને ચારિત્રમોહનો,
આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો.
અપૂર્વના ૧૩ાા
આ રીતે ચારિત્રમોહનો નાશ કરવાનો એટલે કે અસ્થિરતાનું નિમિત્ત કારણ મોહકર્મ તેનો, નિશ્ચય અડોલ સ્વરૂપની સ્થિરતા વડે, ક્ષય કરવાનો અધિક પુરુષાર્થ જેને ઉપડયો છે તેને બુદ્ધિપૂર્વક વિકલ્પ તૂટીને સ્થિરતા વધી જાય છે; તે દશાને અપ્રમત્ત ગુણસ્થાન કહેવાય છે. છઠ્ઠી–સાતમી ભૂમિકાએ ત્રણ કષાયની ચોકડીનો અભાવ છે. છતાં ચારિત્રગુણમાં કંઈક મલિનતા છે. અપ્રમત્ત ગુણસ્થાને બુદ્ધિપૂર્વક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com