________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૭) બળવાનપણે વધતી જાય છે, અને અનાહારક, અશરીરી કયારે થાઉં, એ વિચાર આવે છે. ઘણા લોકો માને છે કે આહાર વિના શાંતિ ન થાય. પણ ઘણીવાર લોકોમાં જ દેખાય છે કે આહાર વિના પણ અશાંતિ થતી નથી. જેમકે વ્યાપાર, ધંધામાં કલાકના સો રૂપિઆનો લાભ દેખાતો હોય તો લોભને વશ એકટાણું ખાવાનું ભૂલી જાય, અને કહ્યું કે, અહો ! આજ ભૂખ પણ લાગી નથી. તે ભાવની ગુલાંટ સવળી થતાં અકષાય, અલોભ દૃષ્ટિના લક્ષે સહેજે આહાર છૂટી જાય છે. સંસારી જીવો અવગુણના લક્ષ (વિકારના લક્ષે) આહાર લેવાનું ભૂલી જાય છે, તેમ સાધક જીવોને અનાહારક શુદ્ધ સ્વભાવના લક્ષે અકષાયમાં જવાના પુરુષાર્થની જાગૃતિથી છે મહિના સહેજે આહાર છૂટી જાય છે; આહારની ઈચ્છા પણ ન થાય. એવી દશામાં આત્મશાંતિ એટલે કે પરમ સંતોષ હોય છે, તેથી બાહ્ય વૃત્તિ કે આકુળતા હોતી નથી.
ઋષભદેવ ભગવાનને બાર માસને પારણે શેરડીનો રસ મળ્યો, છતાં સળંગ સમતા સ્વરૂપમાં તે સંબંધી વિકલ્પ નથી કે હુર્ષ નથી. ભક્તો હોંશ કરે કે ધન્ય ઘડી ! ધન્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com