________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૬ ) હવે, બાકીની નવ ગાથામાં ઝીણી વાત છે. એકેક શબ્દ ઉપર વિસ્તાર કરતાં દિવસો વીતી જાય તેમ હોવાથી ટૂંકાણમાં કથન સંક્ષેપવું પડે છે, તેમાં જે આશય આવે તેને વિચારજે, અહીં સર્વથા કષાય ક્ષયની વાત આવે છે. આ કાળે, આ ક્ષેત્રે મોક્ષ નથી છતાં પણ આ બાર ગાથામાં કહેલ સાતમી ભૂમિકાનો પુરુષાર્થ એટલે ચારિત્રદશા (સાતમું ગુણસ્થાન) પ્રગટે એવો અવસર છે.
હવેની નવ ગાથામાં જે કહેવાય છે તેટલો પુરુષાર્થ ક્ષેપક શ્રેણી, શુક્લ ધ્યાન આ કાળમાં નથી, છતાં ભાવના ભાવી શકાય. પ્રથમ આત્માની સાચી ઓળખ અને તે શ્રદ્ધાને દઢતર કરવાનો પુરુષાર્થ તથા અભ્યાસ જોઈએ. સત્સમાગમ વિના અપૂર્વ અવસર અને તે અવસરની પ્રાપ્તિ હોય નહીં. જેમ લશ્કરમાં નોકરી કરવી હોય તેણે પ્રથમ નિશાન(ગોળીબાર) શીખવાનો અભ્યાસ કરવો પડે છે; પછી ખરે વખતે તે અભ્યાસ કામ આવે, તેમ ધર્માત્મા મુમુક્ષુએ પ્રથમથી જ અહીં જણાવેલ ભાવનામાં રમવું જોઈએ.
સમ્યક્દર્શન થયા પછી મુમુક્ષુને ચારિત્રની ભાવના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com