________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૯૪)
તેથી પ્રથમ ગાથામાં જ કહે છે કે, “કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચ૨શું કવ મહત્પુરુષને પંથ જો.’
29
“માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો.” એવી દશા તે મહત્પુરુષો તદ્દન નિષ્પરિગ્રહી નગ્ન-દિગંબર મુનિને જ હોય છે. આત્યંતર રાગ-દ્વેષ અજ્ઞાનની જેને ગ્રંથિ નથી, એવા મુનિપણાની આ દશા હોય છે. ।।૯।।
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,
માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મ૨ણે નહીં ન્યૂનાધિકતા,
ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ ।।૧૦।।
અત્રે સમભાવની પરાકાષ્ઠા કહી છે. શત્રુ કે મિત્ર બન્ને આત્મા, શક્તિપણે સિદ્ધ ભગવાન જેવા છે, તો હું કોની ઉ૫ર રાગ કે દ્વેષ કરું? વાંસલા વડે કોઈ છેદનાર મળે કે કોઈ ચંદન ચોપડનાર મળે, તોપણ તેમાં કોઈ ઈષ્ટ કે અનિષ્ટ નથી, એ દશા અહીં જણાવી છે. કોઈ પૂર્વના કારણે શત્રુ થઈને આ શ૨ી૨ને ઉપસર્ગ કરે તોપણ દ્વેષ નથી, તેથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com