________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમ પ્રસિદ્ધ જો” એવી દશા હોય છે. આ ભૂમિકામાં બધું પરમ ઉત્કૃષ્ટ અને છેલ્લી મર્યાદાની સ્થિતિવાળું હોય છે, તેમાં ઓછાની એટલે કે નિર્બળતાની–મંદ પુરુષાર્થની કલ્પના ઘટે નહીં તેને નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય, સમિતિ, ગતિ, પંચ મહાવ્રત આદિ સહજપણે હોય જ.
કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં” શરીરને સુધારવા, સમારવા, સુશ્રુષા કે સંભાળ કરવાનું તેને હોય નહિ.
દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો.” સ્વરૂપ આચરણમય સંયમ, એ જ્ઞાનસ્વરૂપની રમણતા, લીનતા, એકાગ્રતા છે. બાહ્ય-અત્યંતર નિષ્પરિગ્રહી મુનિ છઠ્ઠી–સાતમી ભૂમિકામાં ઘણો કાળ રહે છે. બાહ્ય-અભ્યતર કૃત્રિમતા જેમાં નથી એવી સહજ નિર્દોષ નિર્ચથદશા ત્યાં હોય છે. મુનિપદ એટલે નિગ્રંથમાર્ગ વડે કેવળજ્ઞાન પ્રગટ કરવાનો પ્રયોગ; તેમાં જ્ઞાનની સ્થિરતારૂપ ચારિત્ર એ જ જ્ઞાનક્રિયા છે. આ વીતરાગસ્વરૂપ સાધકની ભૂમિકામાં બાહ્ય પણ નગ્ન દેહ, નિગ્રંથ દશા જ સહુજ નિમિત્ત હોય એ ચોક્કસ નિયમ છે. તે નિયમને શ્રીમદ્ રાજચંદ્ર જાણતા હતા,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com