________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૭) ઊણો, હીણો કે વિકારી માનવો તે મોટામાં મોટું પાપ ( મિથ્યાદર્શન) છે. સ્વરૂપની હિંસા છે, અને અનંત ભવમાં રખડવાનું તે મૂળ કારણ છે.
- દરેક વસ્તુ (પદાર્થ) સત્ છે; “છે' તે ત્રિકાળ હોય, સ્વતંત્ર હોય; કોઈ વસ્તુ સ્વભાવે વિકારી–મલિન હોય નહીં. સોનામાં તાંબુ હોય તેથી કાંઈ સોનું સોનાના કારણે મલિન કહેવાય નહીં. તેવી રીતે આત્માનો સ્વભાવ શુદ્ધ છે, અબંધ છે; તેને ભૂલીને જીવે પરના નિમિત્તનો સ્વીકાર કર્યો છે, અને માન્યું છે કે હું બંધવાળો છું; પણ જો એમ જ હોય તો જીવ બંધનથી કદી છૂટી શકે નહીં, ક્રોધ ટાળી ક્ષમા કરી શકે નહીં, પણ તેમ (ક્રોધ ટાળી ક્ષમા) થઈ શકે છે, માટે સંસારનો પ્રેમ છોડીને પરમાર્થ માટે જે નિવૃત્તિ ન લે તેનું જીવન વૃથા જાય છે. આખી જિંદગીમાં આત્મા સંબંધી વિચાર કે સત્સમાગમ ન કર્યો તેને આત્માની રુચિ કયાંથી થાય ?
શ્રીમદે નાની ઉંમરમાં લખ્યું છે કે - “હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?” આ વાતનો વિચાર જેને અંતરથી જાગે છે તેને ભવનો અંત કેમ ન થાય? અનંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com