________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૬) જિનઆજ્ઞાનો વિચાર અને રુચિ વધારતો તથા અબંધભાવ ટકાવતો, તે ક્ષણે ક્ષણે અનંત કર્મની નિર્જરા કરે છે, અને મોક્ષમાર્ગને સાધે છે. મોક્ષ સમીપ આગળ વધતો જાય છે, ત્યારે અજ્ઞાની જીવ બંધભાવે સંસારની ચાર ગતિમાં રખડવાનું સાધે છે.
કોઈને શંકા થતી હોય કે નિગોદ, નરક, દેવલોક વગેરે નથી, તો તેનું હોવાપણું એટલે કે પરલોક આદિની સાબિતી અનેક ન્યાય, દષ્ટાંત, યુક્તિ અને પ્રમાણથી નક્કી થઈ શકે છે.
“આત્મા નિત્ય છે, તેને ભૂલીને પોતાને દેહાદિની યોગ્યતાવાળો, રાગ-દ્વેષવાળો, પુણ્યવાળો, બંધનવાળો માન્યો છે, પણ સ્વાધીન, નિર્દોષ, જ્ઞાતા-દખા, સાક્ષી, પરથી જુદો જીવે પોતાને માન્યો નથી. તેથી પરવસ્તુમાં (ઉપાધિમાં) પ્રેમ વર્તે છે. દેહાદિ, પુણ્યાદિથી પોતાને ઓળખવામાં તે હર્ષ માને છે. જો કે એ (દેહાદિ તથા પુણ્યાદિ) ચેતન માથે કલંક છે; કલંકને શોભા માને તેનો છૂટકારો કયાંથી થાય? માટે પ્રથમ તત્ત્વની સમજણનો પ્રયત્ન કરવાની જરૂર છે. આત્મા ત્રિકાળ શુદ્ધ, અબંધ સ્વભાવવાળો છે; તેને પરનિમિત્ત આધીન બંધવાળો,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com