________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૭) સ્વરૂપની પ્રાપ્તિ માટે સત્સમાગમનો અભ્યાસ રાખી તથા તે રુચિમાં દઢ થઈ તેની પાછળ ઝરણાં કર્યા વિના સાચા માર્ગનું અંશે પણ ભાન થતું નથી. ભવનો ભય કયાં છે કે રાત-દિવસ ભવનો અંત કરવાનો વિચાર કરે ! ધન્ય તે મુનિ, ધન્ય તે વીતરાગ દશા! અપૂર્વ અવસરની સ્થિરતા-રમણતા કયારે આવશે ? તેની તૈયારી કરવાની આ ભાવના છે.
રુચિ અનુયાયી વીર્ય” એટલે જ્યાં જેની રુચિ જણાય ત્યાં તેનો પુરુષાર્થ થયા વિના રહે નહીં. પોતાને શેની જરૂરિયાત છે તે મધ્યસ્થપણે નક્કી કરવું જોઈએ. તેમાં વિરોધી કારણો શું છે તેનું જ્ઞાન પ્રથમ હોવું જોઈએ. જેને સાચું હિત એટલે મોક્ષપદની રુચિ છે તેને સંસારના કોઈપણ પદાર્થની રુચિ ન જોઈએ. આ દેહુ મારો ટકી રહે, બાહ્યની સગવડ મળે તો ઠીક એ આદિ કોઈ ઈચ્છાનો અવકાશ રહે નહિ. એવો પ્રામાણિક અભિપ્રાય પ્રથમ થવો જોઈએ. વિચારો કે આત્માને પરથી જુદો માનો છો? તેની જો હું કહો તો તેનું લક્ષણ શું? હું આત્મા છું તો કેવો છું, કેવડો છું, અને મારું કાર્ય શું, તે પણ નક્કી કરવું જોઈએ, કારણ કે અનંતકાળથી સમજણમાં (અભિપ્રાયમાં) ભૂલ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com