________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
( ૧૩૬ ) વ્યવસાયમાંથી મમતા છોડીને, થોડી પણ નિવૃત્તિ લઈ આ તત્ત્વનો કોણ વિચાર કરે છે ? લોકોમાં ખોટી પ્રવૃત્તિ ખૂબ પેસી ગઈ છે; તેથી ખાવું-પીવું આદિ અનેક પ્રકારની શરીરની સગવડતામાંથી નિવૃત્તિ મળતી નથી. ભોજનમાં પણ કેટલી ઉપાધિ ? રોજ બે-ત્રણ જાતનાં શાક આદિ ઘણા પ્રકારના સ્વાદની વૃત્તિઓને પોષણ આપવાનું જોર ઘણું, વળી સ્ત્રીને પણ રસોડાના કામમાંથી નિવૃત્તિ ન મળે, એવા અનેક ઊંધા પરિણામ અને વ્યવસાયમાં
આત્માની વાત કોને રુચે?
આખો સંસાર દુઃખથી સળગી ઊઠયો છે. ઉપાધિ કેટલી વધારી દીધી છે! તેમાં કેટલી બધી અશાંતિ છે! છતાં દેહાદિની મમતા આગળ અશાંતિ કે દુઃખ દેખાતું નથી. વિવિધ પ્રકારનાં શાક, મિષ્ટાન્નના વિચારો તથા આબરૂ, રૂપિઆ, માનસન્માન, મોટાઈ વગેરેના વિચાર ઘોળાયા કરે છે. વિષય-કષાય અને દેહાદિની આસક્તિ ઘટાડયા વિના આત્માની રુચિ, સાચી પ્રતીતિ કયાંથી થાય ? જેને સત્પુરુષને લક્ષે ચાલવું હોય તેણે સંસારથી સુખબુદ્ધિની મમતા છોડવી જોઈશે. મુમુક્ષુતાનાં લક્ષણો ધારણ કરીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com