________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩પ ) ભાવના ઊંચામાં ઊંચી ભાવી શકાય છે. અભિપ્રાયમાં પરમાણુ–માત્રની ઇચ્છા નથી; દેહાદિ સર્વે પરદ્રવ્યોથી નિર્મમત્વપણું વર્તે છે. હેય-ઉપાદેયનો યથાર્થ વિવેક વર્તે છે. હું પૂર્ણ શુદ્ધ સિદ્ધ સમાન છું, માટે તેવો થાઉં, એ એક જ આદરણીય છે, વર્તમાન પુરુષાર્થની અને અપૂર્વ અવસરની ભાવના ભાવી શકાય છે.
આ કાળમાં પણ સર્વજ્ઞ ભગવાન તીર્થકર પ્રભુએ એકાવતારી જીવ કહ્યા છે. સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા, સ્વરૂપના લક્ષે જિન આજ્ઞાવિચાર, વીતરાગ સ્વરૂપનું ચિંતવન, સ્વરૂપસ્થિરતાની ઉત્કૃષ્ટ ચિનું જ રાત-દિન ઘોલન, ઉત્સાહ, જાગૃતિ આ કાળે પણ વર્તી શકે છે. સંસારનો પ્રેમ રુવાંટે પણ નહીં અને વીતરાગ ચારિત્રની ભાવના નિરંતર ભાવે એવા ધર્માત્માને સંસારી વેષમાં રહેવું પડ્યું હોય; છતાં એકાવતારીપણાની નિઃસંદેહ ખાત્રી આવી શકે છે. આ કાંઈ માત્ર વાતો નથી. અપૂર્વ દશા, અપૂર્વ વિચાર અને સાચા આત્મધર્મની રુચિ કોને આવે ? નિવૃત્તિ લઈને કોણ વિચારે? લોકોએ સંસારની ઉપાધિમાં સુખ માન્યું છે. આબરૂ, માન, ઘર-બાર, સ્ત્રી-કુટુંબ અને દેહાદિના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com