________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૮) ચાલી આવે છે. પોતાના સ્વભાવની ખતવણીમાં મોટી ભૂલ છે, તેના પેટામાં બધી ભૂલ સમાઈ જાય છે. મન, વાણી, દેહાદિ જડની કોઈ ક્રિયા ચેતનને હાથ નથી, કારણ કે અરૂપી આત્મા, રૂપી જડની ક્રિયા કરે અથવા સંસારની વ્યવસ્થા કરે એ સર્વથા અસંભવિત છે.
પુણ્ય-પરિણામ, શુભ જોગની ક્રિયા એટલે કે શુભ પરિણામ તે મોહકર્મ નિત ઉદયભાવ છે. અનંત વિકારી રજકણની સહાયતાથી થતા શુભપરિણામથી અવિકારી આત્માને ગુણ માનવો તે ભૂલ છે. પુણ્ય પરિણામ કરવા જેવા માનવાં કે ઠીક માનવાં કે તેને આત્માનાં ગણવાં એ ભૂલવાળી માન્યતા છે. એવા ઊંધાં પુરુષાર્થથી, અબંધ એવો શુદ્ધ આત્મા અંશે પણ કેમ જાગે ? બંધભાવે, કર્મભાવે અબંધપણું-નિષ્કર્મ અવસ્થા ન જ પ્રગટે. માટે પ્રથમ સ્વ-પરની જુદાઈ વિરોધ રહિત જાણવી. આત્માની યથાર્થ શ્રદ્ધા (રુચિ) વિના સહુ સાધન બંધન થયાં” જડ કાર્યો કે સંસારની વ્યવસ્થા આત્મા કરે છે એમ માનવું તે ચક્રવર્તી રાજાને માથે વિઝાનો બોજો નાખવા જેવું અનુચિત કાર્ય છે. આત્માનો અબંધ સ્વભાવ છે તેને જીવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com