________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૯) અજ્ઞાનપણે બંધવાળો માન્યો છે. જડનો બંધ સ્વભાવ છે તેનો ઉપચાર આત્મામાં કરીને હું પુણ્ય કરું તો ઠીક, એનાથી આત્માનું સાધન થશે, ગુણ થશે, એમ જે માને છે તેણે સ્વગુણનો ઘાત કર્યો છે. આત્માનું ભાન થયા પછી હું અબંધ છું, અસંગ છું, એવા લક્ષસહિત તીવ્ર કષાય ટાળવાનો પુરુષાર્થ થતાં મંદ કષાય, શુભ જોગપુણ્ય-પરિણામ થયા વિના રહેશે નહીં, પણ ધર્માત્મા તેમાં હિત માનતો નથી; તેના ઉપર ધર્માત્માને લક્ષ નથી; પણ પોતાના અભિપ્રાય તથા પુરુષાર્થ ઉપર તેનું લક્ષ છે. શુભાદિ ક્રિયા થઈ જાય છે તેને વિવેકસહિત જાણે છે. જે થાય છે તે ઉદયભાવ છે તેને કરવા જેવું કે ઠીક કેમ મનાય ? ચૈતન્ય ભગવાન પુણ્યાદિનો કે દેહાદિની ક્રિયાનો કર્તા નથી. “હું પરથી જુદો કેવળ શુદ્ધ ચૈતન્ય માત્ર છું” એ ભાવનાથી ચારિત્રદશા આવ્યા વિના રહે નહીં. ભાવે ભવનો અભાવ કહ્યો છે.
શ્રીમદ્દ સાતમે વર્ષે જાતિસ્મરણ જ્ઞાન થયું હતું; તેમની યાદશક્તિ એવી તીવ્ર હતી કે કોઈપણ પુસ્તક એક વખત વાંચી જાય તો ફરીને વાંચવું પડે નહીં. એટલી તો જ્ઞાનની ઉઘાડશક્તિ હતી. શ્વેતાંબરના ૪૫ આગમ-સૂત્રો તેઓ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com