________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
( ૧૭૬ )
ન દેખી શકે.
કેવળજ્ઞાન થતાં અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંત વીર્ય પ્રગટ થાય છે. તે કેવળી જો તીર્થંકર ભગવાન હોય તો ‘ૐ ’ દિવ્યધ્વનિ એટલે કે આત્માને ઓળખાવનારી વાણી સહેજે છૂટે છે. ઈચ્છા વિના ભાષા સહેજે પૂર્વયોગના કારણે છૂટે છે. તે (વાણી) ભગવાન આત્માનો અરૂપી જ્ઞાનઘનસ્વભાવ છે તેને, તથા છ દ્રવ્યોમાં જે અનંત ધર્મો છે તેને, અનેકાન્ત ન્યાયથી સમજાવે છે.
વાણીમાં અલ્પ ઈશારા આવી શકે છે, અને તેને ચતુર પુરુષ સમજી લે છે. જડ-અનંત રજકણોની બનેલી વાણી દ્વારા આત્માનું વર્ણન પૂર્ણપણે થઈ શકે નહીં. પણ ભવ્યજનોને અનંત ઉપકારનું નિમિત્ત એવી અદ્દભુત વાણીનો યોગ તીર્થંકર ભગવાનને હોય છે. ભગવાનની વાણી ઉપરથી ગણધરદેવે બાર અંગની શાસ્ત્રરચના કરી, છતાં છેવટે એમ કહ્યું કે આમાં સ્કૂલ કથન છે. દુશ્મન ( જડ–વાણી ) દ્વારા અરૂપી, અતીન્દ્રિય દ્વારા ભગવાન આત્માનાં વખાણ કેટલાં થઈ શકે? છતાં મૂંગાની શ્રેણિએ સમજાવ્યું છે. અનેક નય, પ્રમાણ, નિક્ષેપથી પદાર્થોનું સ્થૂલ અને સૂક્ષ્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com