________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૦)
કયાંથી થાય? સ્વરૂપની ઓળખાણ થયા વિના ઊંધો ભાવ ટળે નહીં, માટે પ્રથમ દેહાદિની આસક્તિ ઘટાડી સત્સમાગમ કરવો યોગ્ય છે. અનંતકાળની ભૂલ અને અનંત કર્મની ઉપાધિના આવરણમાં (મોહનિદ્રામાં) પડેલો ચૈતન્ય એકવાર જાતે જાગૃત થઈ ગુલાંટ મારે કે હું સર્વ ઉપાધિરહિત છું, કર્મકલંકથી જુદો- અસંગ છું, રાગ-દ્વેષ, પુણ્ય-પાપાદિ પરમાણુમાત્ર મારા સ્વભાવમાં નથી, એમ સ્વભાવનું ભાન કરીને પૂર્ણ પવિત્રતાના અપૂર્વ સ્વભાવનું વેદન લાવીને કહે કે હું છું તેવો થાઉં. એ જાતનો અતીન્દ્રિય પુરુષાર્થ પૂર્ણતાના લક્ષ કરી, એ જાતની ભાવનાની રુચિ વડે સ્વરૂપની સ્થિરતા કરીને અનંત આત્માઓ પૂર્ણ કલંકરહિત, શાશ્વત, સહજાનંદ સ્વરૂપ મોક્ષદશાને પામ્યા છે, પામે છે અને પામશે.
હવે, “શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય ” એ પદનો અર્થ કહેવામાં આવે છે –
“શુદ્ધ નિરંજન” એટલે મળ-મેલનું અંજન ના
હોવું
ચૈતન્યમૂર્તિ - તેમાં ચિ ધાતુ છે તેથી તેના અર્થ એ થાય છે કે કેવળજ્ઞાનનો ઘન. જેમ મીઠાનો ગાંગડો એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com