________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૨) જોઈએ, અમને આમ લાગે છે; પણ આ, જે વિધિ કહી તે દૃષ્ટિનો અભિપ્રાય અને આવી જ ઉત્કૃષ્ટ સાધકદશા વિના મોક્ષમાર્ગ નથી. પોતે મુનિધર્મમાં ન રહી શકે તોપણ સનાતન વીતરાગમાર્ગની શ્રદ્ધા-ન્યાયમાં બીજું ન માને. અત્રે જે વિધિએ કહેવાય છે તેવી સાધકદશા જ મોક્ષનું કારણ છે. પૂર્ણ શુદ્ધ આનંદઘન આત્માને પ્રગટ કરવાનો પ્રયોગ ત્રિકાળ આ જ છે, બીજો નથી.
પ્રશ્ન:- દેશ કાળના કારણે તેમાં કોઈ સુધારો ન થાય?
ઉત્તર:- ના; કેમકે:એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત.
(આત્મસિદ્ધિ-ગાથા ૩૬) હું પૂર્ણ શુદ્ધ છું તે નિશ્ચય (પરમાર્થ), અને રાગ-દ્વેષ ટાળીને સ્થિર થવાનો પુરુષાર્થ તે જ્ઞાનની ક્રિયાનો વ્યવહાર. જ્યાં અંદરમાં (ભાવમાં) લૂખાશ છે
ત્યાં બાહ્ય નિમિત્ત પણ તેને અનુકૂળ જ હોય. પરમ ઉપશમભાવ-(વૈરાગ્યભાવ)-વંત જીવને લુખો દેહ જ હોય, એવો કુદરતી નિમિત્ત-નૈમિત્તિક યોગ હોય છે. ત્રણે કાળ પરમાર્થનો એક જ માર્ગ હોય. અનંતકાળ પહેલાં ઘી, ગોળ અને લોટની સુખડી બનાવતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com