________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૮૧)
શસ્ત્ર કે અસ્ત્ર વિના હાથ વડે જ કેશનો લોચ કરવાનો વ્યવહાર છે, બાહ્ય નિમિત્ત એમ જ હોય. ત્રિકાળ સર્વજ્ઞનું શાસન એક જ વિધિથી છે, તેમાં બીજો માર્ગ કેમ કહેવાય ? પોતાથી તે જાતનો પુરુષાર્થ ન થઈ શકે એ જુદી વાત છે, પણ તે ઉત્કૃષ્ટ ધર્મને ઢીલો કેમ કહેવાય ? અભિપ્રાયમાં ભૂલ ત્યાં આખા તત્ત્વની હાનિ છે; તત્ત્વ શું છે, તેની શ્રદ્ધા વિના આગળ વધી શકાય એમ માને તે અનંત જ્ઞાનીઓથી અધિક થવા માગે છે. પોતે વીતરાગમાર્ગ, મુનિધર્મ માં ન રહી શકતો હોય તો એમ કહેવું કે હું રહી શકતો નથી. જિનશાસનનો ધર્મ તો આમ જ છે, એમ સાચી પ્રરૂપણા કરે તેણે અવિરોધ માર્ગને ઉભો રાખ્યો છે, પણ પોતાનું મંતવ્ય ( અભિપ્રાય ) તેથી ( જિનશાસન-ધર્મથી ) વિરુદ્ધ જાહેર કરે તેણે સનાતન માર્ગનો નિરાધ કર્યો છે, એટલે કે પોતાનો જ નિરોધ કર્યો છે.
જે ન્યાય અનંત જ્ઞાનીઓએ કહ્યો છે તેના વિચાર વિના કોઈ તેનાથી ઊંધું અનુમાન કરે તો કરો ! પણ તેથી કાંઈ સાચા માર્ગને બાધ નથી. લોકોને શરીરની મમતા ઘણી તેથી ખોટા બચાવના કુતર્ક ગોતી કાઢે અને કહે કે, આમ હોવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com