________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(60) અનુસાર રુચિ, રુચિ અનુયાયી વીર્ય હોય જ. જેને જે જાતનું પોષાણ નક્કી થયું, ઈષ્ટ માન્યું તેને મેળવવાનો પૂરો પુરુષાર્થ કરે જ. તેને માટે દેહ જતો કરે, પણ માનેલા ઈષ્ટની પ્રાપ્તિ કરે જ. (પર ચીજને કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. કલ્પનાથી ભલે માને.) લૌકિક કહેવત છે કે “દેહું પાતયામિ કિંવા અર્થ સાધયામિ” તેમ અનંતકાળની પરાધીનતાથી= રાગદ્વેષ અજ્ઞાનભાવથી છૂટવાનો ઉપાય જેણે પોતાના જ્ઞાનસ્વભાવ વડે જાણો તેની રુચિ કેમ ન થાય! હું સદાય જ્ઞાનાદિ અનંત ગુણવડ પૂર્ણ છું, શુદ્ધ છું, રાગાદિ, પુણ્ય પાપ, પર ઉપાધિ, મળ-મેલ મારામાં નથી. પરથી જુદો જ છું એમ જેણે જાણ્યું તે યથાર્થ સ્વરૂપની નિઃશંક શ્રદ્ધામાં જ્ઞાનવીર્ય વડે, સ્વાધીનસ્વરૂપની એકાગ્રતાથી આખું સિદ્ધપદ લેવા સ્વરૂપ રસમાં ચોંટયો, લીન થયો તે કેમ ઉખડે? પેલો મંકોડો તો તૂટી જાય પણ આ પૂર્ણ સ્વભાવની શુદ્ધતાની સંધિ અને શુક્લધ્યાનની શ્રેણી તૂટે જ નહિ; કેવળજ્ઞાન લાવે જ. વચ્ચે કષાયાદિમાં અટકવું થાય નહિ એવો અવસર (અવ=નિશ્ચય, સર=શ્રેયમાર્ગ) કયારે આવશે એવી અહીં ભાવના છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com