________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૧) પરથી ભિન્નપણે ત્રિકાળી જ્ઞાનસ્વભાવપણે છું. કોઈ વડે અટકનાર નથી, પરપણે નથી, રાગાદિપણે નથી, પર વલણનો અશુદ્ધભાવ તો એક સમયમાત્રની અવસ્થા જેટલો છે; હું નિત્ય ટંકોત્કીર્ણજ્ઞાયક એકરૂપ છું, કોઈ નિમિત્તની અપેક્ષાવાળો નથી, એવો દરેક આત્મા પૂર્ણ સ્વતંત્ર ભગવાન છે. સર્વજ્ઞ ભગવાનના શાસનમાં આખા જગતના ન્યાય ભર્યા છે, મધ્યસ્થપણે સ્વતંત્ર સ્વભાવથી વિચારો તો સર્વશના ન્યાય અનુસાર બધું જ્ઞાન આત્મામાં ભર્યું છે. શ્રીમદ્ એ જ કહ્યું છે કેઃ
બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ.” બહુ' શબ્દ અહીં બેહુદવાચક છે, બહુ ઉપસર્ગ સામે બેહદ ક્ષમા સ્વભાવ જાગૃત છે. ક્ષમા એટલે સ્વભાવથી ભરેલી જ્ઞાનદષ્ટિમાં કોઈના દોષ ન દેખાય, કારણ કે કોઈ વસ્તુ દોષરૂપ નથી. ગમે તેવી અગવડતાના પ્રસંગો જ્ઞાનની સ્વચ્છતામાં જણાય તેથી જ્ઞાનીને બાધા નથી. અશુભ કર્મના સંયોગને જ્ઞાની જાણે છે કે જેવા ઊંધા પુરુષાર્થ વડ વિકારી પર્યાયનો પૂર્વે સ્વીકાર કર્યો હતો તે ભૂલનું ફળ વર્તમાનમાં દેખાય છે, પણ હવે ત્રિકાલી અખંડ જ્ઞાનસ્વભાવનો સ્વામી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com