________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
( ૩૫ )
સ્પર્શ એ બધામાં રાગ-દ્વેષ થવો જોઈએ નહિ અને વિશેષ કરીને તેમની ઉપેક્ષા વર્તવી જોઈએ. જેથી હાથીના કડક ચામડે કાંકરીનો સ્પર્શ થતાં તેનું કંઈ લક્ષ ન હોય, તેમ સ્વરૂપ સ્થિરતાની રમણતામાં પ્રકૃતિના શુભ અશુભ પક્ષનું લક્ષ પણ ન હોય. જ્ઞાતાસ્વરૂપના પૂર્ણ ધ્યેય આગળ વિષય કષાયની વૃત્તિ (વિકલ્પ ) પણ ન આવે. ગમે તેવા પ્રતિકૂળ, અનુકૂળ પુદ્દગલ રચનાના વિકૃત ગંધ-રસ, રૂપના ગંજના ગંજ પડયા હોય છતાં તે નિમિત્તની અલ્પ પણ અસર ન થાય.
"
પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો’ પાંચ પ્રમાદ થઈ ન જાય, એટલે કે સ્વરૂપમાં અસાવધાની ન થાય. પ્રમાદ પાંચ પ્રકારના છે-મદ, કષાય, વિષય, નિંદા, વિકથા. મદ-પોતાના સ્વરૂપની જેને મહત્તા વર્તે છે તેને પ૨વસ્તુના ક્ષણિક સંયોગની મમતા કેમ આવે ? જેમ ચક્રવર્તીને ચોસઠ હજા૨ સેરૂવાળા અતિ મૂલ્યવાન ઘણા હાર હોય, તેને ભીલ ચણોઠીનો હાર આપી જાય તો તેનો ક્ષોભ કેમ થાય ? તેમ જ્ઞાની ધર્માત્માને વિષયકષાયથી ક્ષોભ ન થાય. એટલે તે હોય જ નહિ. જ્ઞાનસ્વરૂપની સ્થિરતામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com