________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
( ૪૧ )
વિવેક સહિત દીનપણું એ સતસ્વરૂપનું બહુમાન છે, નમ્રતા છે. સદ્ગુરુ પાસે દાસાનુદાસ છું. પૂર્ણસ્વરૂપનો દાસ છું, એમાં દીનતા કે રાંકાપણું નથી, પણ પૂર્ણ કેવળજ્ઞાન સ્વરૂપ આત્માનો વિનય છે. તેમાં જેના અનંતગુણ ઉઘડી ગયા છે તેને ઓળખીને તેવા ગુણ પોતાને પ્રગટ કરવાની રુચિનો વિનય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ક્રોધને ઉપશમભાવે જીતવો, માનને નમ્રતાવડે ટાળવું. “ અહો ! સર્વજ્ઞ વીતરાગ પ્રભુ! કયાં આપની અખંડ પૂર્ણ સ્વરૂપ આનંદદશા અને કાં મારી અલ્પજ્ઞતા. જ્યાં લગી મારામાં કેવળજ્ઞાન પ્રગટ નથી ત્યાં લગી અલ્પજ્ઞ છું” એવી રીતે પોતાના પૂર્ણ સ્વરૂપમાં ઠરવા માટે અહીં અતિ અતિ નિર્માનતા, મૃદુતા જણાવે છે. પોતાને જેની રુચિ છે તેનું બહુમાન કરે છે, એ વિકલ્પ સાથે જ પૂર્ણ અકષાયસ્વરૂપ છું એ લક્ષે ગુણની વૃદ્ધિનો પુરુષાર્થ છે; એવો આ લોકોત્તર વિનય છે.
ચાર જ્ઞાનના ધણી શ્રી ગણધરદેવ, સર્વજ્ઞપ્રભુ પાસે પોતાની પામરતા દેખાડે છે. જ્યારે સંસારમાં ઊંધી દષ્ટિવાળા પરવડે લાભ-નુકશાન માને છે. પુણ્યાદિની પરાધીનતામાં સુખ માની ને અભિમાન કરે છે કે હું શરીરે સુંદર છું, આબરુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com