________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૨) –પૈસાથી મોટો છું વગેરે ઉપાધિ ભાવોને પોતાના કરીને, અનિત્ય, જડ પદાર્થથી પોતાને મોટો માને છે. એ પુણ્યાદિ જડની ઉપાધિથી હું મોટો છું એમ માનવું તે મહા અજ્ઞાન સહિત ઊંધી દષ્ટિ છે. ધર્માત્મા એમ માને છે કે મારામાં અનંતગુણ છે, અનંતસુખ છે, પણ હજુ પૂર્ણ પવિત્ર દશા પ્રગટ નથી તેથી નિર્દોષ દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરે છે, પોતાને અનંતગુણનું બહુમાન આવતાં વિનયથી ઢળી પડે છે. જે પૂર્ણતાનો સાધક છે તેને પૂર્ણ પવિત્ર સ્વરૂપની આરાધનામાં અલ્પ પણ દોષ રાખવાની બુદ્ધિ હોતી નથી. વિનયવંત ધર્માત્મા સરલપણે અતિ કોમળતાથી વર્તે છે, નિર્દોષ સ્વભાવમાં જાગૃતિવાળી ભાવના ભાવે છે કે એક અંશ પણ ગર્વ ન આવે. એવી નિર્માનતાવીતરાગદશા કયારે આવશે?
સાધકને પૂર્ણ શુદ્ધ પરમાત્મસ્વરૂપની પ્રતીત અંતરમાં વર્તે છે, તેથી જાણે છે કે મારી વર્તમાનદશામાં હુજી અસ્થિરતાની નબળાઈને લીધે, હું પામર છું, એટલે કે હું પૂર્ણ સ્વરૂપનો દાસાનુદાસ છું એવો વિવેક હોવાથી વીતરાગી સપુરુષનું બહુમાન કરે છે. પરમાર્થે પોતાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com