________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૩)
સ્વરૂપની તે ભક્તિ છે. મારો પૂર્ણ સ્વભાવ હજી ઊઘડયો નથી માટે અભિમાન કેમ કરું? એમ જાણતો થકો સ્વરૂપની મર્યાદામાં વર્તે છે.
કોઈ પણ આત્મા પૂર્ણ શુદ્ધદશાને પામી જાય છતાં તેની અસલી મર્યાદા ફીટીને વધી ન જાય એવો સહજ સ્વભાવ હોવાથી જીવને સિદ્ધ પરમાત્મદશા પૂર્ણપણે નિર્મળ થયા પછી આગળ કોઈ મર્યાદા ઓળંગવાપણું રહેતું નથી. સ્વભાવ જ પોતાવડે પૂર્ણ છે પણ સાધકદશામાં હજી તેના અનંતમા ભાગે પણ ગુણની શુદ્ધતા ઉઘડી નથી તો તેમાં કેમ અભિમાન કરું? મુમુક્ષુ સાધક આત્મા અતિસરલ, હિત અહિતભાવને સમજવામાં વિચિક્ષણ અને વિનયવંત હોય છે, તેમાં જ પાત્રતા તથા લોકોત્તર વિનયપણાની મહત્તા છે. પ્રભુનો ભક્ત પ્રભુ જેવો જ હોય. હું પરમાત્માનો દાસાનુદાસ છું. ચરણરજ છું એવી નિર્માનતા હોય છે. પોતાના ગુણ ઉપર લક્ષ કરીને સ્વભાવની શુદ્ધતા વધારનાર હોવાથી પુણ્યાદિ દેહ વગેરેની મોટાઈ સ્વીકારતો નથી.
અપૂર્વ એટલે પૂર્વકાળે નહિ પ્રગટેલી એવી પવિત્ર નિર્માનદશા (મધ્યસ્થદશા–વીતરાગદશા) ની ભાવના ભાવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com