________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૪)
છે. એ ભાવના અપૂર્વ છે. પૂર્વે અનંતકાળમાં લૌકિક સત્ય, સરલતા, નિર્માનપણું વગેરે શુભરાગપણે કરેલું, તે નહિ. પણ આત્માના યથાર્થ ભાનસહિત, અકષાયને લક્ષે, કષાયાદિ રાગ-દ્વેષની અસ્થિરતાનો સર્વથા ક્ષય કરું તે અપૂર્વ અવસર છે. અજ્ઞાનભાવે તો ઘણું કર્યું છે, બાહ્યથી ત્યાગી થઈ ધ્યાનમાં બેઠો હોય, ત્યાં તેના દેહને કોઈ બાળે અથવા ચામડી ઉતરડી ક્ષાર છાંટે છતાં મનમાં ક્રોધ ન કરે, એવા પ્રકારની ક્ષમા અજ્ઞાનભાવે અનંતવાર કરી, છતાં અંતરમાં મન સંબંધી શુભપરિણામનો પક્ષ (બંધભાવ ) ઉભો રહ્યો, પણ જ્ઞાનભાવે નિર્જરા ન થઈ. આત્માના ભાન વિના જે સરલતા, વિનય, નિર્માનતા આદિ છે તે બધું મનની ધારણારૂપે પરભાવ છે. તે બંધભાવને (ઉદયભાવને ) પોતાનો માનીને શુભ અશુભ લાગણીરૂપે પરભાવમાં ટકવું થયું છે; પણ આત્માને ૫૨થી નિરાળો નિરાલંબી કેમ રાખવો તેની જ્ઞાનકળા જ્યાં લગી જીવે ન જાણી ત્યાં લગી તેની બધી મહેનત મતમાં ગઈ છે, અજ્ઞાન તે બચાવ નથી.
માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની' કપટભાવની તુચ્છવૃત્તિ સામે અખંડ જ્ઞાયક સાક્ષી ભાવની જાગૃતિરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
"