________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૧૧૧ ) એવી ઘોર તપશ્ચર્યામાં દેહ કૃશ દેખાય, હાડકાંની કડકડાટી બોલે છતાં અંતરમાં ચૈતન્ય ભગવાન બેહુદ સમતાથી તૃત છે. મારે જડનો ખોરાક નથી. શરીરની સ્થિતિ છે તેને રહેવું હોય તો રહે, એમ તે જાણે છે. અશાતાનો ઉદય હોય તો ક્ષુધા લાગે, અને શાતાનો ઉદય હોય તો આહાર મળે, ઉદય ન હોય તો ન મળે, પણ મનમાં તાપ નહીં. જેને દેહની આસક્તિ ઘણી છે તે આ સાંભળતાં જ ધ્રૂજે તેવું છે. પણ એ દશાની તૈયારી જેને થાય તેને બેહદ સામર્થ્ય તૈયાર હોય છે; પછી તેવા યોગ બને કે ન બને તે જુદી વાત છે. પણ ભાવના ઓછી કેમ હોય ? આત્મા બેદ અંતસામર્થ્યથી દરેક સમયે ભર્યો છે, માટે તેની ભાવના પણ ઉત્કૃષ્ટ બેહદ હોવી જોઈએ.
સંસારી જીવો મમતાને વશ પૂરું ઈચ્છે છે અને તેથી લગ્ન વખતે ગીત ગાતાં કહે છે કે, ‘થાળ ભર્યો શગ મોતીએ.' ભલે થાળનું ઠેકાણું ન હોય, અંદર એક પણ મોતી ન હોય પણ મનોરથ પૂર્ણના છે. એમ મમતાની શિખા પણ પૂર્ણ માગે, અધૂરું ન ઈચ્છે; જીવ ઊંધી ગુલાંટ ખાઈને ઉત્કૃષ્ટપણે ઊંધો પડયો, તેથી અનંતી તૃષ્ણા વડે પોતાને પૂર્ણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com