________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
( ૧૧૦ ) ઘણાં પ્રકારનાં નાટક ભજવે. ત્યારે મુનિને ઘો તપસ્યા આત્માના ભાનસહિત છે, તેથી છ–છ મહિના કયારે પૂરા થયા તેનું સ્મરણ કરવાની વૃત્તિ પણ નથી. સ્વરૂપસ્થિરતાની ( અનુભવ ) દશામાં એક ક્ષણ માત્રનો વિરહ ન પડવા દઉં, એવી જેની ભાવના છે એવા મહર્ષિઓમાં ભગવાન ઋષભદેવ તીર્થંકરપ્રભુ હતા. તેઓ વૈશાખ સુદ ત્રીજને દિવસે સંસાર છોડી નિષ્પરિગ્રહી થઈ જંગલમાં ચાલ્યા ગયા. દીક્ષા વખતે જ ચોથું ( મન:પર્યય ) જ્ઞાન પ્રગટયું. તે જ ભવે મોક્ષ જવાના છે. અકષાય સ્થિરતાનું ઘોલન વધતાં વિકલ્પ આવ્યો કે છ મહિના આહાર ન લઉં. છ મહિના પૂરા થયા ત્યારે આહાર લેવાની વૃત્તિ ઊઠી, પણ આહારનો યોગ ન બન્યો. હજી છ મહિના સુધી આહારની અંતરાય હતી તેથી બીજા છ મહિના આહાર ન મલ્યો, પણ વિકલ્પ કે ખેદ નથી. એમ બાર મહિના આહાર વિના પસાર થયા. એવા વી, ધીર, શૂરવીર, મુનિધર્મમાં સાવધાન રહે છે. ત્રણે કાળે જ્ઞાનદશા આકરી છે. કોઈ ઢીલી વાત કરે તો તે મોક્ષમાર્ગમાં નથી; છતાં આત્મામાં બેહદ સામર્થ્ય છે તે કદી ઘટતું નથી. ચોવિહારા કડાકા ( ઉપવાસ )
૩૬૦
દિવસ
સુધી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com