________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૯) ફચ્છાનિરોધ: તા: હવે તપશ્ચર્યામાં પણ ઉત્કૃષ્ટતા દેખાડે છે. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં,
સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુગલ એક સ્વભાવ જો.
અપૂર્વ તા ૧૨ાા પૂર્ણ વીતરાગદશામાં (સ્વરૂપની રમણતામાં) સાધક જીવનો ઉગ્ર પુરુષાર્થ વળતાં, નિગ્રંથ મુનિદશામાં વિકલ્પ આવતાં કોઈ કોઈ વખત બબ્બે મહિના અણાહારક દશાનો સહજ અવસર બની જાય છે. કદી છ મહિના પણ આહાર છૂટી જાય; છતાં મનમાં તાપ નહીં, કૃશતાની ગ્લાનિ નહીં. , ખેદ નહીં; પણ સમતા (સ્થિરતા) ની વૃદ્ધિ થતી જાય. સહજ આનંદસાગર દશામાં ઝૂલતાં-રમતાં ખેદનો અંશ પણ કેમ હોય? ન જ હોય; એવી મોક્ષ સાધક દશાને ધન્ય છે.
લોકોને મોક્ષ જોઈએ છે, અને એક દિવસનો ઉપવાસ ન છૂટકે કરવાનો અવસર આવે ત્યારે થનગનાટ, અને ખાવાપીવાની લોલુપતાનાં આગલાં-પાછલાં પડખાં તૈયાર રાખે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com