________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૧) અતિ સુંદર રચના થાય છે. સો ઇન્દ્રો ભગવાનની ભક્તિ કરે છે. લાયક જીવોને અતિ ઉપકારી નિમિત્ત એવી દિવ્યવાણીનો ધ્વનિ ઉૐ(ઓંકાર) છૂટે છે. આવા સાક્ષાત્ પ્રભુ વર્તમાનમાં પંચમહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે. તેમના દેહની સ્થિતિ પૂર્ણ થતાં અયોગી–અબંધ અવસ્થા (ચૌદમી શ્રેણિ) પૂર્ણ થઈ સિદ્ધ શિલાની ઉપર તેઓ શાશ્વત આનંદમાં બિરાજે છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય”
દરેક આત્મામાં અનુપમ, અતીન્દ્રિય, બેહદ સુખ શક્તિપણે છે; સ્વભાવ જ સુખરૂપ છે, સ્વાધીન છે. જો ન હોય તો કદી પ્રગટ થઈ શકે નહીં. છે” તે જાતની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા વડે જે તે પ્રગટ થઈ શકે છે. તે વિના બીજા કોઈ ઉપાયથી મોક્ષ નથી. આમાં પરથી કાંઈ કરવાનું ન આવ્યું; પુણ્યથી નહીં, મનના શુભપરિણામથી નહીં, દેહથી નહીં, પણ આત્મામાં જ્ઞાન પ્રગટ કરવાનું અને જ્ઞાનરૂપ ટકવાનું આવ્યું. શ્રીમદ્ આ જાતની ભાવના અંતર રમણતા સહિત ભાવતા હતા. તે ભાવના એક દેહુ પછી પૂર્ણ કરવાની છે, તેના આ નિઃસંદેહ કોલકરાર છે. “અપૂર્વ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com