________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫) છેલ્લે સમયે બાકીના ચાર અઘાતી આવરણ છૂટવાનો કાળ પાંચ હુસ્વસ્વર (, રૂ, ૩, ત્રદ, ] કહીએ તેટલો છે. તેટલો વખત ચૌદમું અયોગ ગુણસ્થાન છે,
ત્યાં આત્મપ્રદેશોનું કંપન નથી, કારણ કે ત્યાં કોઈ પણ પરમાણુનો બંધ નથી. ઉપર કહ્યા તે પાંચ હસ્ય
સ્વરો કહેવા જેટલો કાળ પૂરો થતાં આયુ, નામ, ગોત્ર અને વેદનીય એ ચારે કર્મોની સ્થિતિ પૂરી થઈ આત્મા મુક્ત-સિદ્ધ દશાને પામે છે.
તેરમે ગુણસ્થાને સાક્ષાત્ સર્વજ્ઞ પ્રભુ પૂર્ણ વીતરાગ હોવા છતાં, યોગનું કંપન હોવાથી એક સમયમાત્રનો કર્મનો આસ્રવ થાય છે, તે જ સમયે કર્મ ક્ષેત્રસ્પર્શના પામીને છૂટી જાય છે, તેરમી
ભૂમિકા પ્રાપ્ત થતાં આ જડ દેહના રજકણો અતિ ઉજ્જવલ સ્ફટિક જેવા સ્વચ્છ થઈ જાય છે, અને જમીનથી પાંચ હજાર ધનુષ ઊંચે સહજપણે (ઈચ્છા વગર) દેહનું વિચરવું થાય છે.
તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિનો યોગ હોય તે ઇન્દ્રો વડે સમવસરણ (ધર્મસભા) ની અલૌકિક, આશ્ચર્યકારક રચના થાય છે. ત્યાં ગંધકૂટી, રત્નજડિત સિંહાસન, અશોકવૃક્ષ, માનસ્થંભ આદિ ઘણા પ્રકારની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com