________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૨ )
અવસર’ માં સાધક સ્વભાવને બરાબર મલાવ્યો છે, ક્રમે ક્રમે શ્રેણી લીધી છે. દર્શનમોહનો ક્ષય કર્યા પછી સાધક દશામાં આગળ વધતાં ક્ષપકશ્રેણિ-આઠમી ભૂમિકાથી શરૂ કરી ચારિત્રમોહ કર્મના ઉદયનો ક્ષય થતો જાય છે. બારમી ભૂમિકા ક્ષીણમોહની છે. ચાર ઘાતિકર્મોનો ક્ષય થતાં સર્વજ્ઞપદ-તેરમી ભૂમિકાપ્રગટે છે; અને પછી ચૌદમી અયોગી ભૂમિકા વર્તે છે. આવી મહા ભાગ્યવંત પૂર્ણ સુખદાયક અબંધ દશા પ્રગટ થાય, એવો સ્વકાળરૂપ ‘અપૂર્વ અવસર’ ક્યારે આવે તેની આ ભાવના છે. ।।૧૭।।
હવે, સિદ્ધપદ પ્રાપ્ત થતાં આત્માની અવસ્થા કેવી હોય છે, તે જણાવે છે:
એક ૫૨માણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડોલસ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો. અપૂર્વ ।।૧૮।।
ચક્ષુમાં જેમ એક રજકણ પણ ન ગોઠે, તેમ ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાનવનસ્વરૂપ નિબિડ છે, તેમાં કોઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com